________________
૨૨૬, કલા છે. તે મારી એક સુંદર પ્રતિકૃતિ આલેખી બતાવ. જોઈ લઉં તું કલામાં કેવી અને કેટલી પ્રગતિ કરી શકે છું મહારાજાધિરાજ ! આપની કૃપા છે આપ જેવા પુણ્યવંત અને મહભાગ્ય શાલીઓની મહેરબાની છે. તે સિવાય મારી કઈ શક્તિ ! મહનીય પુરૂની શક્તિપાત વિના શક્ય જ નથી. સમજયાને સમ્રાટ !
લે ત્યારે એટલે હોંશિયાર ચતુર અને ચાલાક હોય તે બેનમૂન મારૂં ચિત્ર આલેખી બતાવ. તારી અસલી આવડતનું અહિં માપ આવી જશે. બસ બસ આવા કલાકારેને માટે ટકેર પર્યાપ્ત છે ચિત્રકાર મહારાજાધિરાજ નું ચિત્ર આલેખી બતાવવાની તૈયારી કરી રહ્યો છે કિન્તુ નાની વયમાં શીતલાના અસાધ્ય રોગથી રાજાની એક આંખ ગઈ હતી. એટલે કે મહારાજા એકાક્ષી હતા ચિત્ર આલેખવામાં એકાક્ષી કેમ બતાવાય આ એક કઠીન અને ગહન શમસ્યા છે. આ સમસ્યાને ઉકેલ કરવામાં અટવાઈ ગયેલ ચિત્રકાર ચિત્તમાં ચિન્તન કરી રહ્યો છે.
માનવ એકાક્ષી હોય કે આંખે બા હોય અને ચિત્રમાં તદ્દનુસાર બતાવવામાં આવે તે તે સહી નહિ શકે ખરેખર માનવ જાતમાં આ એક ભારે બદી છે. સ્વયં ખરાબ હોવા છતાં સારા દેખાવાનો દંભ કે ડોળ કરતા હોય છે. અહિં મહારાજા સ્વયં એકાક્ષી છે. છતાં ચિત્રકાર ચિત્રમાં એકાક્ષી આલેખી બતાવશે તે તે સહન નહિજ કરી શકે એટલે જ ચિત્રકાર અપની બુદ્ધિથી એક સંગીન આઈડીયા ઉભું કરે છે. મહારાજાનું નામ થાય