________________
૨૦૦
પહોંચી રાજા ચંકી ઉઠયે એને એમ થયું કે આ સુવર્ણ સિદ્ધિને હું લાભ લઉં રાજા સ્વયં ભેજનની સર્વોત્તમ સામગ્રી લઈને ત્યાં પહોંચ્યા પરતુ કણાદ સામે ન જોયું એટલે રાજાને ખેદ થયે રાજા બબડી ઉઠયે કે છે તે ભિખારી અને ખૂમારી કેટલી છે વચ્ચે મંત્રી એકાએક બે કે રાજન ખૂમારી કેમ હોય છે તે સિદ્ધિના સ્વામી છે તેઓની ઉપેક્ષા કરવા કરતાં તેમને ભક્તિથી સુપ્રસન્ન કરે, અને ભક્તિ ધનથી નહિ પણ મનથી જ થાય છે. પૈસાથી નહિ પણ પ્રેમથી થાય છે. હેમથી નહિ પણ હૈયાથી થાય છે. એ મહાત્મા તમારી સામે દૃષ્ટિ ફેકે તે તમારું દારિદ્ર દૂર થાય. તમને આશિર્વાદ આપે. તે તમારી ધારેલી ધારણ પાર પડે રાજા ત્યાંથી પોતાના સ્થાને જઈ પહેચે છે. એક વખત રાત્રીના શાન્ત સમયમાં રાજ સ્વયં ભીસ્તીના વેશે ત્યાં જાય છે. ઉનાળાની રૂતુ હોવાથી મહાત્માના આશ્રમ આગળ પાણીને છંટકાવ કરે છે. પછી મહાત્માના પગ દાબે છે. પગ લાકડા જેવા હોવાથી રાજા પૂછે છે આપને દુઃખ તે નથી થતું ને ?
મહાત્મા સ્મિત કરતાં બેલી ઉઠયા કે અરે ભાઈ લાકડાને શું થવાનું છે? ખરેખર આ મહાત્માને પિતાના શરીરની જરાય દરકાર નથી. શરીર અને આત્મા બંનેના ધર્મો અંતરમાં સમજાઈ જવાયા છે. એટલે મહાત્માઓનાં જીવન આવાં અત્યુત્તમ હોય છે આ વખતે રાજાને મહાત્મા સિદ્ધ પુરૂષ છે એવી પ્રતીતિ થાય છે.