________________
૨૦૬
પરમાત્મા છે. કિન્તુ વચ્ચે પાપના જંગી પહાડે પડેલા છે તે જ્યાં સુધી ન ખસેડાય ત્યાં સુધી આત્મા પરમાત્વ સ્વરૂપ ધારણ કેમ કરી શકે.
(૭૯) ભરૂચ બંદરની અંદર ચાર માણસનું કુટુંબ હતું. જેન કુલમાં જન્મ્યા હતા. ઉચ્ચ અને આદર્શ સંસ્કારી હતા ઘરમાં ચારે માણસ ઘણાજ ઉદાત્ત વિચાર શ્રેણી ધરા વતા હતા. એક વખત એવું બન્યું કે પિતા અને પુત્રને એકાસણું હતું. સાસુ રસેઈ કરી રહી છે. પુત્ર વધુ ઘરનું અન્ય કામકાજ કરી રહી છે રસેઈની ખૂલ્લી રહી ગયેલી તપેલીમાં કેઈ ઝેરી જીવની લાળ પડી ગઈ હશે. પિતા પુત્ર એકાસણું કરીને મેડા ઉપર જઈને ધાર્મિક વાંચન કરે છે. તેવામાં બેલતા બોલતા બંધ થઈ જાય છે આવતા અવાજ બંધ થઈ જવાથી વહુને શક જાય છે કે આ લેકે એકાએક બંધ કેમ થઈ ગયા હશે વહુ પિતાની સાસુને વાત કરે છે બંને મલીને ઉપર તપાસ કરે છે. તો પિતા પુત્ર બંને જમીનપર ઢળી પડયા છે. અરે આ શું ? ધ્રાસકો પડયો હૈયું હચમચી ઉઠયું જરૂર કંઈ ગરબડ છે ? તપાસ કરતાં માલુમ પડયું કે આ તપેલીમાં કંઈ ગરબડ જરૂર છે ! સાસુ વહુ વિચારી રહ્યાં છે આપણે ગભરારવાની જરૂર નથી ધાર્મિક શિક્ષણ અને સરકાર પામી ચૂકેલી પુત્ર વધુ પિતાની સાસુજીને નમ્ર નિવેદન કરી રહી છે કે બાપુજીનું માથું આપના મેળામાં રાખે અને