________________
૨૦૩ પિતાના ઘેરથી એકાએક નિકળી પડયે. તેને દૂર કાયથે અન્ય ગામમાં જવું છે ચાલતે જઈ રહ્યો છે. તે સમયે વાહન વ્યવહાર નહિ હતે આજેતે સ્ટેશનથી ગૃહાંગણે જવું હોય તે પછી જઈ શકાતું નથી. પણ દૂર સુદૂર ગામમાં જવાની વાતજ વેગળી રહી જાય છે. આ મુસાફર રસ્તામાં ચાલતાં ચાલતાં થાકી જાય છે. બહુ જ શ્રમ લાગ્યો ત્યારે એક વૃક્ષની શીતળ છાયામાં બેસીને વિસામો લઈ રહ્યો છે. થોડી વાર પછી તેને થયું કે આ ટાઈમ સુંદર મનમાનતું ભેજન મલેતે કેવું સારું બસ વિચાર કરતાંની સાથે સુંદર મનમાનતા ભેજનને રસ થાળ તૈયાર થાય છે. મુસાફર મેજથી ખાઈ રહ્યો છે. પછી તૃષાતુર બને છે. માગણી કરતાં જ પાણું તૈયાર પછી વિચારે છે. આરામ કરવા માટે સુંદર પલંગ સેજ તળાઈ હોય તો પછી ભવશાલી ઠઠારાનું પૂછવું જ શું?
તેજ ટાઈમે સુંદર પલંગ બીછાણ વિગેરે તૈયાર થઈ જાય છે. આ સમયે વિચારી રહયા છે કે જે હું મારું છું તે તમામ મળતુ જ રહે છે. આવા ભયંકર જંગલમાં પાણું સરખુંય ન પામે ત્યાં એકે એક મનની અભિલાષાઓ મુજબ મલતું જ રહે છે. કારણ શું અરે ભૂત બૂત તે નહિ હેય ને ! બસ યા વિચાર આવતાંની સાથે ભૂત તૈયાર જ ઉભેલું છે. આ મુસાફર ડરવા લાગ્યા. શું આ ભૂત મને ખાઈ તે નહિ જાયને. વિના વિલંબે તે ભૂત તેને કેળીયે કરી જાય છે. અજ્ઞાની અને અભણ અહર્નિશ અથડાતે જ રહે છે. તેને ભાગ્યેજ કઈ ગતાગમ હોઈ શકે. આ બીચારા પાન્થને પવિત્રતમ પાથેય મલી આવ્યું હતું પરંતુ તેના લલાટમાં લખાયેલું ન હતું.