________________
૧૮૩ હવે નિર્ણય ફાઈનલ કરવામાં આવ્યે મૂળદાસજી મહામાના મઠની નજીકમાં જ એક કામણગારે કૂવો હતો આખરે તેજ કૂવાના સહારા શિવાય કેઈ અન્ય ઇલાજ નહિ તે તેણીને ફરજીયાત આ કુપને આધાર લેવાને રહ્યો આ વિધવા બહેન ચૂપકીથી ધીમે ધીમે કૂવા ભણી આવી રહી છે.
તેજ ટાઈમે મહાત્મા મૂલદાસજીનું લક્ષ કૂવાની કાંઠી તરફ ગયું તેવામાં પાણીનાં બેડા વગર એકાએક લપાઈને ઊભેલી અબલા જોવામાં આવી. મહાત્માજી સમજી ગયા કે જરૂર કંઈક ગંભીર મામલે છે. આ બાઈ પનઘટપર એકાએક ખાલી હાથે જ કેમ આવી ચડી હશે વિના વિલંબે મહાત્માજી તે તરફ દોડી ગયા. કૂવામાં કૂદી પડવાની તૈયારી કરે છે ત્યાં જ મહાત્માજી તેણને હાથ પકડી પાડે છે. અબલાને એકાએક બચાવી લે છે અને આ બહેનને ઉષ્માભર્યું આશ્વાસન આપવામાં આવ્યું ખૂબજ ઠંડા અને મીઠા કલેજાએ બહેનને પૂછવામાં આવ્યું. આ બહેને ટૂટયાફૂટયા શબ્દોમાં પિતાની અથ ઈતિ કહી સંભળાવી પરિ ણામે આ મહાત્માજીએ પોતાની જાત ઉપર એ કારચું કલંક ઓઢી લેવાનો નિર્ણય લઈ એકાએક એ અબલાને જીવિતદાન આપવામાં આવ્યું તારા દુષ્કૃત્યની તમામ જવાબદારી હું મારી જાત ઉપર લઉં છું જરૂર પડે તે મારૂ નામ લેજે બસ આજથી જ તું મારી સાથે રહે ખરેખર તું મારી બહેન છું.