________________
૧૭ વાન વિદ્યાધરને ગગનમા જતી વખતે ધનમાલાને અવલેકતા અનુરાગ ઉત્પન્ન થાય છે. એટલું જ નહિ કિન્તુ તેણુને બળાત્કારે પિતાના સ્થાને ઉપાડી જાય છે. ધીસખા નામના મંત્રીએ વેગવાનને પડકાર કર્યો કે વાસ્તવિક રીતિએ અવિવાહિત કન્યા સાથે બળાત્કારે સંબંધ બાંધનારની સર્વ વિદ્યાઓ નષ્ટ થાય છે. આ પ્રકારથી પ્રભાવિત થયેલ વેગવાન બળાત્કાર એવ આકમણું નહિ કરતા તેણીને સમજાવે છે. પરિણામે એક મહિનાના અંતે લગ્ન કરે છે સુવેગ, વિદ્યાધર વેગવાનને રાજયાસનપર સ્થાપિત કરીને પ્રત્રજયાના પૂનિત પંથે પ્રયાણ કરે છે.
એક વખત કેઈ વિદ્યાધર ધમાલા ઉપર આસક્ત થતાં ઉપાડી જાય છે. વેગવાને પ્રજ્ઞપ્તિ વિધાથી આ બધું જ જાણીને નફરત થઈ આવે છે અને તે વૈરાગ્ય વાસિત થઈને દીક્ષિત થઈને સર્વોત્તમ સાધના કરે છે. અને આઠમા દેવલેકે જાય છે. ત્યાંથી પાંચમા ભવમાં ગતિમ ગણધર તરીકેનું મેંઘેરું અને માનવંતુ સ્થાન મેળવે છે. આ પ્રમાણે ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાના પાંચ ભવેની રૂપરેખા રૂડી અને રંગીલી છે. ખરેખર ગૌતમનુ નામ એવું નૌતમ છે એ મંગલમય નામેચ્ચારણ કરતાં યા શ્રવણું થતાં તનમાં તાજગી આવી જશે.
અંગે અંગમાં ઉમંગ રેલાઈ જશે એટલું જ નહિ પરંતુ મન મેરો આનંદ વિભેર બની જશે આપ સદભાગ્યશાલીઓ અગર સ્વયં અનુભૂતિ કરવા માગતા હે