________________
મકીને વાણીયાભાઈને ખેંચી લીધા અને ટેળામાં ભેળવી દેવામાં આવ્યા. આ વાણીયાભાઈ સરઘસમાં જોડાઈ ગયા. નીકળી જવું હાથમાં ન હતું. મુસલમાને જોરશોરથી યા હુસેન યા હુસેન બોલતા જાય તેમ વાણીયા ભાઈ પણ જોર શોરથી બેલતા જાય. આવી ભરાયા રે ભાઈ આવી ભરાયા. આ પ્રમાણે બોલતે જાય અને કુટતે જાય. આ પ્રસંગમાંથી પકડવા જેવું પકડો કે આ વાણી માત્ર અલિપ્ત ભાવે કુટતે જાય છે. તદાનુસાર આ સંસારમાં જે નિરાસકત ભાવે રહી શકે તે ઘણા તીવ્ર બંધનમાં જકડાઈને મરે.
ધર્મ મહારાજાની કિંમત કરવાની હૈયામાં હિંમત જોઈએ. પુયાંકુર પ્રગટી ઉઠેલે પ્રાણી જ ધર્મની મહત્તા સમજી શકે છે. ક્રોધમાં કૂટાતે, માનમાં મરડા, માયામાં મુંઝાતે, અને લોભમાં લપટાઈ રહેલો, લેભાગુ જીવડો ભાગ્યે જ ધમ મહારાજાનું મહત્વ સમજી શકે. આજે કેટલાક અજ્ઞાત જીવડાએ ધર્મના ભેગે ધનજીભાઈની પાછળ જ ધમપછાડા-ધમાધમ અને ધમાલ મચાવી રહ્યા હોય છે. કિન્તુ ધર્મને ધક્કો મારીને કેવલ ધનની પાછળ ધસમસી રહેલા ભાગ્યે જ સપૂર્ણ સફળતા મેળવી શકે છે. એક ગોવિન્દ નામને બ્રાહ્મણ પિતાની પત્ની બ્રાહ્મણના એકાએક વૈરાગ્ય રંગ પ્રસંગમાં એના અણનમ ઉપદેશથી વૈરાગ્ય પામી ઉભય સંયમ સ્વીકારીને તેજ ભવમાં મેક્ષ