________________
૧૪૬
જે સાંભળ ! આવતી કાલથીજ રાજ સભામાં ભક્ત વર્ગને એકત્રિત કરે, પછી શું કરવાહી કરવી તે પછીથી કહીશ. રાજાએ વિના વિલંબે ઢઢેરો પીટાવ્યું. કંઈક મલવાની આશાએ સમસ્ત જનતા, ટીલા ટપકાં અને હાથમાં માલાઓ લઈને રાજ સભામાં આવવા લાગી. જોત જોતામાં રાજ સભા ભરાઈ ગઈ. હવે ગુરૂજીએ રાજાને શીખવ્યું તું તારી પ્રજાની સામે જઈને પડકાર કર કે મારા માટે ભક્ત તેલની અતિ આવશ્યક્તા છે. માટે આવતી કાલે તમામ ભક્ત જનેને ઘામાં ઘાલીને પિલવામાં આવશે માટે દરેક ભક્તજને તૈયાર રહેવું જોઈશે. બસ આ સાંભળતાની સાથે સભામાં સનસનાટી ફેલાઈ ગઈ. લોકોના અંતરમાં આંચકે આવવા લાગે. ચોરી છૂપીથી ટીલાં ટપકાં ભૂંસાવા લાગ્યાં. માલાઓ જ્યાં ત્યાં છુપાવા લાગી.
તરફથી અવાજ આવવા લાગે. અમે ભક્ત નથી. અમે ભક્ત નથી. વિગેરે શબ્દોના પિકારે થવા લાગ્યા. અમે તે માત્ર કરવેરામાંથી મુક્ત થવા માટે જ ભક્ત તરીકે દેખાવ કરી રહ્યા હતા. અંતે એક પછી એક લેટો વીખરાવા લાગ્યા. આખરે એક અસલી ભક્તજન બેસી રહ્યો હતું. તેને પૂછવામાં આવ્યું. ભાઈ! બધાં જ ગયા અને તું કેમ બેસી રહ્યો છે? જવાબમાં પિતાનાં અંતરની દિવ્ય ભાવનાની રજુઆત કરે છે. મહારાજાધિરાજ ! મને જણાવતાં અતિ આનંદ થાય છે કે અગર આ મારી કાયા કેઈનાય ઉપકાર માટે કામ લાગી જાય. તે હું ધામાં પીલાવા તૈયાર છું. એક દિવસ આ કાયા અગન ભડકે બળી જશે.