________________
૧૬૪
અરે! દેવે આવી ભયંકર અને ભેંકાર ગરીબી કયાં સુધી સહન કરવાની રહેશે? બસ આવી ગરીબાઈની ગર્તામાં ગબડી પડવા કરતાં મોતના મુખમાં ધકેલાઈ મરવું સર્વોત્તમ છે ધિક ધિક અવતાર ! હે આત્મન તું એવા કેવા પાપના પિોટલા બાંધીને અવતર્યો છું કે તારી આવી દુઃખદ અવદશા આવા કઈક સંકલ્પની સાંકળથી બદ્ધ આભડશા એકાએક અવનિ પર ઢળી પડે છે. તેટલામાં જ તેની ધર્મ પત્ની દિલેજાન દ્વારા ત્યાં દેડી આવી અને બોલવા લાગી અરે! સ્વામિન ! તમને આ શું થયું? અરે પણ! તમે આટલા ઉદાસીને કેમ છે ? તમારા મેહાના મતીયા મરી ગયા છે. મુખપર મસ્તી નથી. તન પર તેજી નથી. અંત. રમાં આરામ નથી, હયામાં હર્ષ નથી. અરે પણ ! આ બધું શા માટે ? તમને એવું તે, શું દુખ આવી પડયું છે! વ્યર્થ દુઃખના ડૂગરા નીચે રીબાઈ રીબાઈને શા માટે મરી જવું જોઈએ આટલા મુંઝાઈ કેમ જાવ છો?
આપણું જીવન ગાડીમાં પુણ્યનું પટેલ પૂરાયેલું હશે તે આપણી જીવન ગાડી સુખની સડકપર સીધીજ ચાલી જશે તેમાં આટલા બળાપા શાને લઈ રહ્યા છે ! હિંમત હારી ગયેલા અને દુઃખીયારા પતિદેવને પ્રેમના અને પ્રેરણાનાં પીયૂષ પીવડાવે તે જ વાસ્તવિક પ્રેમદા કહી શકાય પતિના સુખે સુખી અને દુઃખે દુખીયારી દારાનેજ દયિતા કહેવાય છે.
ચોતરફી વિપત્તિની વાદળીઓ ઘેરાયેલી હોવા છતાં