________________
૧૭૪
મહારાજા આ બધું મૂળે મોંએ સાંભળી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ સ્વયં પિતાની થઈ ગયેલી ક્ષતિ માટે લાચારી ભોગવી રહ્યા છે. સાથે સાથે હવે પછી એવી ભૂલ ફરીથી થવા ન પામે તેને તે નિર્ણય લે છે.
રાજપુત્ર મેટો થયે રણ સંગ્રામના મોરચે જીવન ઝંપલાવવાની જરૂર પડી ત્યારે છટકી જવા માટે કોઈના સહારાની શેધમાં નિકળી પડે. જ્યારે કેઈનેય સહારે અને સાથ ન મલ્યા ત્યારે પોતાની માતાના ચારણોમાં ઢળી પડે કાયરતાના કારણે કૃશ બનેલા પોતાના પુત્રને ઉપાલંભ આપતી માતા કહી રહી છે કે બેટા ? ધિક્કાર છે. તારા જીવનને તારામાં ક્ષાત્ર તેજ નથી. નહિ તે તું રણમેદાનમાંથી મડદાલ થઈને પાછો કેમ પડે? સાચો અને વફાદાર ક્ષત્રિય બચ્ચે સંગ્રામના મોરચે વિજય મેળવીને ગૃહાંગણે આવે યા તે આત્માનું બલિદાન આપી શહીદ બને? પરંતુ આ રીતિએ બાયલે બનીને માતાના પડખામાં લપાઈ ન જાય અને મારી કુક્ષીમ પેદા થયેલું સંતાન સડેલું કેમ હોઈ શકે ? “ સંતાન ધર્મ સમાજ કે દેશની આબાદી ખાતર પ્રાણની આહૂતી ન આપી શકે તે સંતાન જીવંત હોવા છતાં મૃતપ્રાય છે. મારું સંતાન વીર્યવાન હોવું જોઈએ આવું મડદાલ ને માયકાંગલું શાથી? આ તકે મહારાણીને સંતાનની હયાતીમાં મહારાણાએ કરેલું અડપણું સાંભળી આવે છે. એની સાથે જ મહારાણીને અંતરમાં એક ભારે આંચકો આવી જાય છે અને તેજ