________________
સુચના મુજબ વિલાસી હવાની હેલીમાં મીનલદેવીએ રાજાની વીંટી સરકારી લીધી હતી. સમય થતાં આ બેઉ પિતા પોતાના સ્થાને ગોઠવાઈ ગયાં હતાં. સવાર થયું. વાસના શાન્ત થતાંની સાથેજ પ્રજાપાલકના પશ્ચાત્તાપને પાર ન રહ્યો. મારાથી ઘર અને ભયંકર પ્રચંડ પાપ સેવાઈ ગયું. હવે પછીની મારી પ્રજા મારી બદચાલનું અનુકરણ કરશે. પ્રત્યેક પળે પ્રાણ પછડાટ ખાઈ રહ્યો છે. મંત્રીશ્વરને બેલાવીને સીધું જ સનસનાટી ભરેલું સંભબાવી દીધું કે વિના વિલ બે મારા માટે અતિ ઉગ્ર પાપની સજા ભોગવવા માટે ચિતા તૈયાર કરાવ. હવે જગતમાં જીવવાને હું લાયક નથી. ચાણકય બુદ્ધિને આદર્શ રજુ કરનાર મંત્રીશ્વર રાજાને હાર્દિક પશ્ચાતાપ જાણીને રાજાના હૃદયમાં સળગી રહેલા પશ્ચાતાપના પાવકને શાન કરવા માટે સહી અને સત્ય વાત રજુ કરે છે. અને મહારાણી મીનળદેવીની પાસેથી વીંટી પણ સાક્ષી પૂરતી હાજર કરે છે. રાજાને નવજીવન મલ્યું. રાજાના જીવનમાં અપૂર્વ તન્ય રેડાયું. એટલું જ નહિ. કિડુ રાજાના વદન અને બદન ઉપર ચાર ચાર ચાંદનું તેજ ચમકવા લાગ્યું. વાહ મંત્રીશ્વર તમારી કુશાગ્ર બુદ્ધિને અને ઔચિત્યાચરણને લાખ લાખ વાર ધન્યવાદ. મંત્રીશ્વરની અથાગ બુદ્ધિ અને જહેમતના પરિણામે રાજા રાણી બંનેનાં કાર્યો સિદ્ધ થયાં અને તેજ રાત્રીએ મહારાણ મીનલદેવી સગર્ભા થઈ હતી. તેજ રાજા સિદ્ધરાજ જયસિંહ થયા હતા.