________________
રાજેશ્વરને કાનમાં કહી દેજે કે નમુંજલા એક રાજનકી છે. વેશ્યા કે વારાંગવા નથી. પણ વિશ્વમાં વિખ્યાતિ પામેલી એક વીરાંગના છે. મંત્રીશ્વરની કલ્પના પણ આ પ્રમાણે જ હતી કે નમું જલા નર્તકી તરફથી મને આજ જવાબ સાંભળવા મલશે. હવે મંત્રીશ્વરને માટે ચાલુ કાળ બહુજ કપરો હતે. કાલ ખાવા ધાતે હતે. રાજા કર્ણદેવના કદાગ્રહને કણ છોડાવી શકે ? જીવતા બળી મરવાની તૈયારી પર આવી ચડેલા અવનિપતિને કોણ સમજાવી શકે ?
મંત્રીશ્વર કાર્યદક્ષ હતા. મનમાં એક અદ્દભૂત પલાન તૈયાર કરીને જ નર્તકીની નજીકમાં જઈ પહોચેલા હતા. મંત્રીશ્વર નમુંજાના નાચગાન સમયનાં વસ્ત્રાલંકાર લઈને મહારાણી મીનળદેવી પાસે જઈ પહોંચ્યા અને નમ્ જલાના શણગાર સજીને સંધ્યા સમયે મહારાજાની સમીપે હાજર થવાની સૂચના કરીને વિના વિલંબે પ્રજાપતિ પાસે પહોંચી ગયા અને કર્ણદેવના કાનમાં કહ્યું કે ઘણી સમજાવટ અને પતાવટના પરિણામે નમુ જલાએ આપની વાત સ્વીકારી છે અને સાથે સાથે એ શરતો મૂકવામાં આવી છે. તે એ છે કે નમૂંજલા સંધ્યા સમયે જ પ્રવેશ લેશે અને આવતાની સાથે જ દીવડાઓ બુઝાવી દેવા મ્હશે. મહારાજાએ આ બંને શરતોને સહર્ષ સ્વીકાર કર્યો હતે. કરવામાં આવેલાં સંકેત અનુસાર નમુંજલના લેબાસમાં મહારાણી મીનલદેવીએ પ્રવેશ કર્યો. અને મંત્રીશ્વરની