________________
૧૩૦.
કર્મની ગતિ ગહન છે. કવિ કાલીદાસ એક જમાનામાં જંગલી ભરવાડ હતે. કિન્તુ પુરેખ અજબ-ગજબની હતી. પરિણામે રાજા વિક્રમના જામાતા બનવાનું સૌભાગ્ય સાંપડશે. તેનું પ્રારબ્ધ અને પુરૂષાર્થ મહાકવિ તરીકેની પૃથ્વીપીઠપર પ્રસિદ્ધિ કરાવશે. વિક્રમને પ્રિયંગુમંજરી રાજપુત્રી હતી. સાથે સાથે મૈયા સરસ્વતીની મહેર પામી ચૂકી હતી. વેદગર્ભ નામના પ્રકાંડ પંડિત પાસે તે શિક્ષણ લઈ રહી હતી. . થોડા જ સમયમાં તે શાસ્ત્ર વિશારદા બની ગઈ હતી. આટલી મહાન વિદુષી બનવા છતાં તે ઉદંડ ન હતી. બલકે વિનયાદિ ગુણગણા લંકૃતા હતી. કયારેક વસંતઋતુના રળિયામણું અને રઢિયામળા દિવસમાં રાજમહેલમાં આનંદ વિભોર બની સ્વર્ગીય આનંદ લૂટતી કયારેક ક્યારેક આનંદ ભુવનની અટારીમાં આંટા ફેરા કર્યા કરતી હતી. બહાર ડોકીયું કરે છે. તેવામાં જ એક પંડિત પ્રવર શ્રી ત્યાં આવી પહોંચે છે. રાજમહેલમાં તળે રહેલા સુંદર એક વૃક્ષની શીતલ છાયામાં વિશ્રામ લેવા માટે થેડી વાર થંભી જય છે. પંડિતજી રાજમહેલમાં ફલોથી લચી પડેલા સહકાર સામે આશાભરી આંખે જોઈ રહ્યા છે. રાજકુમારી આ બધું દશ્ય કેડ ભરેલા કાળજે જોઈ રહી છે. આ રાજકુંવરી રસથી ઉભરાઈ જતાં આમ્રફલની સામે ધ્યાન ખીંચાવતી એકાએક બેલી ઉઠે છે કે બેલે પંડિતજી ઠંડા અને મીઠાં ફલ ખાવા છે કે ગરમ? પંડિતજી