________________
૧૧૫
પીય મંત્રીશ્વરની પાસે વ્યક્ત કરી હતી. મંત્રીશ્વરે અચકાતા અવાજે વિનવણી કરી કે રાજનર્તકી પોતાને દેહ સેપવા તૈયાર થાય એ નિતાંત શકય જણાય છે. અત: એ વાતને જતી કરવી આપણું ઊભયના હિતાવહમાં છે. રાજન એ સિવાય કાંઈપણ આજ્ઞા ફરમાવે. સેવક હરપળે તૈયાર જ છે. રાજા અતિમ ફરમાન છેડે છે. જાવ જલ્દી જાવ અને મારા માટે ચિતા તૈયાર કરાવે. તેના વિના હું હવે એક દિવસ પણ વીતાવી શકું તેમ નથી. રાજાનું છેલ્લું જજમેન્ટ સાંભળીને મંત્રીશ્વરના અંતરમાં ભારે આંચકો આવ્યું. જાણે આભલું જ તૂટી પડયું ન હય મંત્રીશ્વરને માટે આ એક કસોટીની પળ છે. જાણે ભયંકર શમસ્યા સળગી રહી હોય. મંત્રીશ્વર તે મહાન મુંઝવણમાં મૂકાઈ ગયા. ચેન ન પડે રેન ન જાય. કરવું કેમ ! મંત્રીશ્વર બુદ્ધિશાલી હોય છે. ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચેથી માર્ગદર્શન મેળવવું એ બુદ્ધિમાનેનું કામ છે. મંત્રીશ્વર રાત્રીએ નર્તકી પાસે જઈ પહોંચે છે. રાજા માટે દેહની યાચના કરવામાં આવે છે. તું માંગે તેટલું આપવા માટે રાજા તૈયાર છે. બસ આટલા અશ્રાવ્ય શબ્દો કર્ણ ગોચર થતાંની સાથે નર્તકીના અંગે અંગમાં આગ લાગી. રગે રગમાં શડ ઉઠી. એટલું જ નહિ કિન્તુ દીલની દીવાલ ઉપર ભયં. કર ચીરાડ પડી. રાજનર્તકીએ સણસણતો જવાબ આપે કે મંત્રીશ્વર મારા મડદાને તમે ગમે તેમ કરી શકે છે કે બાકી આ નમું જલાને જીવતા દેહે ટચ કરવાની વાત તે કદાપિ નહિજ બની શકે.