________________
ભક્ત ભગવાનદાસ જમવા માટે બેઠેલા હતા. ખાદ્યપદાર્થમાં કયાંય કાંકરો આવી ગયે. તે જ વખતે આ ભક્તરાજ નું મગજ ગયું. મગજનું બેલેન્સ ગૂમાવી બેઠા. પરિ. ણામે ભજનનો થાળ અને જમવાનું ત્યાંનું ત્યાંજ મૂકી હાથમાં લાકડી લઈને પત્નીના બરડામાં એવી ફટકારી કે ઘડીભર બૂમો પાડતી જ રહી. થોડા સમય પછી જ્યારે ક્રોધાનલ શાન્ત થયે ત્યારે ભકતરાજને ભાન આવ્યું કે આ બધાજ કરતાં વધારે બલવાન તે હું પિતે જ છું. તમે થાત આ ભક્તરાજે અપના આત્માની પૂજા શરૂ કરી હતી અને આત્માની શોધખોળની પાછળ સમય વીતાવવા લાગે.
સારાંશ તરીકે માનવ જે વસ્તુને મેળવવા માટે બહાર દેવાદેડી કરી મૂકે છે. પરંતુ તેજ વસ્તુ પિતાના આત્મા માંજ પડેલી હોય છે. માનવ જ્યારે આમને સાચા સ્વરૂપે ઓળખતે થશે ત્યારે જ તેનું શ્રેય સિદ્ધિ થશે.
અનંત શક્તિને સ્વામી થઈને બની ગયે બીચારે. તમારા આત્મામાં અનંત શક્તિ સૂતેલી છે. તેને સજાગ કરવામાં જ તમારી બુદ્ધિમત્તા છે. બસ હવે સવાર થયું. ઉઠો અને તમે તમારી શક્તિને ઉપર સવાર થાવ. બીચારામાંથી બહાદુર બનો. રાંકડામાંથી ફાંકડા થાવ. મુરદાન ગીરીમાંથી મરદાનગીરી વાળા બને. ચાલો આજનું સુકાન સંભાળીને ચાલે તમારે જય જયકાર.