________________
૧૧૧
આમંત્રણ વિના કયાંય જઈ આવી શકે નહિ. કેમ ખરું ને? અરે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન શ્રી પાર્શ્વનાથ પદ્માવતી મહાપૂજન અને શ્રી ભક્તામર મહાપૂજનના પવિત્રતમ પ્રેગ્રામોમાં પણ તમે લોકે આમંત્રણ પત્રિકાની આશા રાખીને બેસી રહે. કદાચ ન મલે તો તમે બેલી પણ નાંખે કે આપણને આમંત્રણ પત્રિકા કયાં આવી છે ? માટે આપ ! આપણાથી તમે જવાય જ નહિ. આ અવદશા આજે આપણે ત્યાં છે? પ્રત્યેક પ્રસંગ પરત્વે આમંત્રણની આવશ્યક્તા માનીને બેસી રહેવું એ નરિ અજ્ઞાનતા છે. દાખલા તરીકે કાણમાં આમંત્રણની આવશ્યક્તા ન હોઈ શકે કદાચ જાનમાં આમંત્રણની આવશ્યક્તા રાખીને બેસી રહે એ વાત જુદી છે. તદનુસાર કોઈપણ ધાર્મિક મંગલમય પ્રસંગ રંગમાં રંગાઈ જવું એ પ્રત્યેક જીવડાની ફરજ છે. વાસ્તવિક એમાં આમંત્રણની આવશ્યક્તા ન માનવી જોઈએ. નિરંકુશ સામેય, સીધાં આવીને ઉભા રહ્યા ત્યાં તે આ બિલી બાઈ કયાંય છૂ થઈ ગઈ. આ ભક્તરાજને અવનવું અલૌકિક માર્ગદર્શન મલતું જાય છે. ભગવાનદાસે નિર્ણય લીધો કે બસ હવે પછીથી આપણે આ શ્વાનની પૂજા કરવી. આ શ્વાનને બીજુ જેઈએ જ શું? રાજની રોટી ચાલુ થઈ ગઈ. પછી તે આ શ્વવજનને સ્વજન મલી ગયા. આ ભક્તરાજ હંમેશાં કૂતરાની પૂજા કરી રહ્યાં છે. માનપાન મલતું હોવાથી કૂતરે હળી ગ. એટલે રસોડામાં પણ ઘૂસી જાય. એટલે બનાવેલ