________________
માટે શું ન કરે? અરે સજજને આવા ધણી ધણીયાણી અન્યને માટે પ્રાણ પણ પાથરી દે. વાહ ધન્ય ધન્ય ધણી ધણીયાણ, કૂતરાના મોંમાંથી મૂકાવવામાં આવેલી રોટલીને ઘી ચોપડીને તેજ કૂતરાને ખવડાવે છે. આ લેકેએ વિચાર્યું કે અમને લખું ખાવાથી પેટમાં નહિ દુઃખે અને કદાચ દુખશે તે તેને ઉપાય જાશે. પણ આ બીચારા અનાથનું શું ? વાંચક સમજી શકે છે કે લખું ખાવાથી પેટમાં દુખવા ન આવે. તે પણ આ દંપતી કૂતરાને પિટમાં દુખવાની કલ્પના કરી રહ્યાં છે તે તેઓનાં વધુ પડતા કોમલ કાળજાના પ્રતીક રૂપે છે એમ સમજીને આગળ વધે. .
આ કૂતરાએ આજસુધી જ્યાં ત્યાં લાકડી લેનાર જ જોયા હતા. પરંતુ મોંમાંથી જેટલી પડાવી પુનઃ દી ચોપડીને ખવડાવનાર ને સદ્ભાગ્યે દયે આજેજ જોયાં હશે. કેવું હદય કેવી કુણી લાગણી કેટલે કરૂણરસ નસેનસમાંથી નીતરી રહ્યો હશે તેની કલ્પના સ્વયં વાંચક વર્ગ કરી લે. આ શ્વાનને તે સ્વરાજ્ય મલી ગયું. કુતરુ ત્યાં જ રહ્યું. કાયમને પગ દંડે જમા, કિતુ કુતરું હંમેશાં ખાય તેનું ગાય, રાત દિવસ ચેકી કરે. એક રોટલાના ટૂકડામાં સંતોષ માનીને બેસનારું કૂતરું માલીકને વફા દાર રહે છે. ખરેખર કુતરા જેવું વફાદાર પ્રાણી ભાગ્યે જ બીજું હોઈ શકે. નાનકડા ગામડાઓમાં ઘરની પાછળના ભાગમાં મોટા મોટા વાડાઓ છૂટી જગ્યાએ રેલા