________________
૧૦૩
સામે પત્ની પિતાનું પ્રાકથન શરૂ કરી રહી છે કે નહિ નહિ એ નહિ જ બને મારે તે દીકરાને ડોકટર બનાવવે છે. કેમ કે હું લગભગ કાયમને માટે બીમાર રહેલી હેઉં છું એટલે હંમેશડોકટરની પાછળ પસા ખરચવામાંથી ઉંચાજ નથી. આવતા માટે આ બધું જ મેટું ખર્ચ બચાવવા માટે મારે તે મારા દીકરાને ડોકટર જ બનાવે છે. આ રીતે એ દંપતી વચ્ચે દંતકલહ રાજ બજ ચાલતું જ રહે. બહુ લાંબા સમયના અંતે એએના આંગણે એક શ્રીમાન ઈન્સાન આવી ચડયે આ લોકોએ આગણે આવી ચડેલા ભાઈને તટસ્થ માનીને ઝઘડાને અંત લાવવા વિનવણી કરી. આ ભાઈએ ઝઘડાનું કારણ પૂછ્યું ત્યારે આ ભાઇને સત્ય હકીક્ત જાણવા મલી. પછી આ ભાઈ કહે છે કે તમે બંને જણ ઘડી ભર થંભે હું તમારા દીકરાને જ પૂછી જોઉ એટલામાં આ લોકોના મેંમાંથી હાસ્ય વેરાઈ ગયું કેમકે તે બંનેની આશાના આધાર સમા સુતરામને જન્મ જ થયે હતે. તેઓના આંગણે અદ્યાવધિ કુલ દીપક દિનકરને ઊદયજ થયે નહિ હતે. છાશ છાગોળે ભેંસ ભાગોળે અને ઘરમાં ધમાધમ આ રીતિએ દુનિયાના કેટલાયે આવા અઘરપંથી માણસે નિષ્કારણ તણતણાટ અને છણછણાટની પાછળ અંદગી બારબાદ કરી રહ્યા હોય છે. કેટલાયે નામદાર કાલ્પનિક કલહમાંજ કૂટાઈ રહ્યા હોય છે.