________________
૭૩
દોડીએ. હવે આપણે આ જગતમાંથી થોડા જ ટાઈમમાં ચાલ્યા જવું પડશે. આપણે અમર તે નથી જ. માટે હવે વિસ્તૃવો નં ૨ - ધર્મ કર્મ કે તીર્થનાં દર્શને જવામાં વાયદો કરવાને કાયદે નથી જ. કેમ કે તેમાં ફાયદો નથી, નથી ને નથી જ. આ બંને ભાઈઓએ કેડ બાંધી કાઢી અને હાથમાં લીધી લાઠી ને એકાએક ચાલી નીકળ્યા. પરસ્પર માંહોમાંહે વાર્તાલાપ આપી રહ્યા છે કે જીંદગીભરનાં પાપ એવં પાતકે દૂર કેમ કરાય. આ બંને ભાઈઓ દ્વારકાધીશના મંગલ દ્વારે આવી પહોંચ્યા. ખૂબ મજાથી પેટભરી ભરીને આંખે ધરાઈ રહે તે રીતે દર્શન કર્યા. યાત્રા કરીને પાછા ફરતાં ગામની બહાર આ સરોવર કિનારે મુકામ કર્યો. ત્યાં તેઓએ જોયું કે સરોવરમાં માછલાંને પાર નથી. એટલાં વધી ગયાં છે આ જોઈને આ લોકે નસાસો ખાવા લાગ્યા કે ખરેખર આપણુ છેકરાએ બીલકુલ આળસુ થઈ ગયા લાગે છે જે કે આપણે તે પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે. પણ આપણું પરિવારની રેજીરેટીનું શું? ચિન્તાતુર બન્યા. હૈયાની ધરતી પર ધ્રાસકે પડશે. બસ અહિં જ તીર્થ યાત્રા કરીને મેળવેલા ફળને ફગાવી દે છે. હમેશાં ફલને મેળવવામાં જ ભગીરથ પ્રયત્ન કરે પડે છે. પરંતુ પ્રાપ્ત થયેલા ફલને વિલીન કરવામાં વાર લાગતી નથી. અમારા દિકરાઓની રોજીરોટીનું શું. આ ચિન્તામાં ને ચિન્તામાં ભાનશાન ભૂલી ગયા. કયાં જઈને આવ્યા શું કરીને આવ્યા વિગેરેની શુધબુધ ન રહી. સરવરીયાની પાળેથી પાણીનો લીટે કાઢતા કાઢતા ગામ