________________
માપવાસી મુનિવર ગૃહાંગણે પધારે છેઆ બાળકના
ગેઅંગમાં ઉમંગ રેલાઈ જાય છે અને સુપાત્રદાનના દરિ. યામાં ગળાબૂડ ડૂબેલા આ રબારીના બચ્ચાએ મુનિવરને તમામ ખીર વહેરાવી દીધી..
મુનિ ભગવંત પાછા ફર્યા. જ્યાં સુધી દષ્ટિપથમાં રહ્યા ત્યાં સુધી આ કિશોર દેખતો જ રહ્યો તત્પશ્ચાત પૂર્વ જનમથી ચાલી આવેલા દાનના દિવ્ય પ્રસંગથી પ્રમુદિત થયેલે આત્મા નાચી રહ્યો છે. પછીથી મૈયા આવી ચડે છે કિન્તુ સઘળી ખીર વહેરાવી દીધાની વાત વ્યક્ત કરતો નથી. હંમેશાં શાસ્ત્રીય નિયમાનુસાર દીધેલું દાન અને મળેલું માન ભૂલી જવું જોઈએ. આ તરફ આ બાલક વાસણને ચાટેલી ખીર ચાટી રહ્યો છે. ધન્ય ભાગ્ય મારા આ ખીર નથી પણ અમૃતથી પણ અધિક પવિત્ર પરમાન્ના પરમાણુંઓ મારા ભાગ્યમાં ક્યાંથી? એમ માનીને તે ખુદ ચાટી રહ્યો છે. માતા બીજું જ કંઈ સમજી બેસે છે બીજી વખત ખીર પીરસે છે તે આરોગી જાય છે. માતાના મનમાં ઓછું આવી જાય છે કે આટલી ખીર આપી છતાં મારે બેટો હજી ધરાતે નથી. માતાની મીઠી નજર લાગીને દાનની અનુમોદના કરતે કરતે એકા એક અવસાન પામ્યા અને રાજહી નગરીમાં માનવંતુ સ્થાન મેળવનારે શાલિભદ્ર થયે હતે. રબારીના ભવમા એક દિવસની ભૂખ સહન કરી લેવાની તૈયારીના કારણે તેઓ શાલીભદ્રના ભવમાં સંયમધર બન્યા પછી વૈભાર ગિરિની ધગધગતી શિલા ઉપર એક મહિનાનું અનશન કરવાની અમોલ શક્તિ સાંપડી હતી.