________________
(૩૧) આજના રોકેટ યુગમાં જ્યાં જુઓ ત્યાં સ્વાર્થની માત્રામાં વધારે થતું જાય છે. વર મરે કે કન્યા મરે પણ અમારું ભાણું ભરે” બસ યત્રતય આ કહેવત મૂર્તિમંત બની ચૂકી છે. પિતાના એક નજીવા અને ક્ષણજીવી સ્વાર્થની ખાતર બીજાએ ભલે ભીખ માગતા ફરે તેને વિચાર સરખેાયે કરવાને અવકાશ કયાં છે? એક વિધવા બહેનને એક પુત્ર તેને જીવનાધાર હતે. પુત્રમાં જ સર્વસવ માની બેસનાર વિધવા બહેન પુત્રનું ખૂબ જ વધારા પતું લાલનપાલન કર્યા કરતી. ઘણું માબાપે પુત્રનું જરા માથે દુઃખે તે માથેથી મીડું ઉતારીને ચૂલામાં નાખે. આ વિધવાએ પિતાના છોકરાને હૈયાના હાર સમ કાળજડાની કેર જેવો માનેલો હતે. જે માડીએ મેંઢામાંથી કેળીયા કાઢીને દીધા છે. પોતે લૂખું સૂકુ ખાઈને પણ પુત્રને માટે ઘી-દૂધ રાખે છે. માતા મજૂરી કરીને પણ પૈસા ઊભા કરે છે. છોકરાને ભણાવે છે, દિકરો મેટ્રિકમાં પાસ થાય છે. આગળ ઉપર ડેકટરની ડીગ્રી મેળવી લીધી. પછીથી સગ્રુહ શ્રીમતાનાં ઘરની કન્યાઓના ઉપરાઉપરી કહેણ આવવા લાગ્યાં પરિણામે શકુન્તલાનામની એક કન્યા સાથે સગપણ કરવામાં આવ્યું. માતાના હૈયામાં હર્ષને પાર નથી. સમયપર પુત્રનાં લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યાં. માતાના અંતરમાં આશાને પાર નથી. માતાના મનમાં મને રથ છે કે સારા અને ખાનદાન ઘરની પુત્રવધૂનાં નેતાં પગલાં પડ્યાં છે તે