________________
દીકરાના બીલનો જવાબ આપે છે. આ માડીએ પિતાનું બીલ બનાવીને ડોકટરના ટેબલ પર મૂકીને ચાલતી થઈ બીલમાં આ જાતનું કરારનામું લખેલું કે બેટા ! નવ નવ મહિના સુધી તને પેટમાં રાખે. તેના રૂ. દશ હજાર જન્મ વખતના રૂ. ૫ હજાર, તને ઉછેરીને માટે કર્યો તેના રૂ. પાંચ હજાર, ભણાવ્ય, ગણાવ્યો ને પરણાવ્યો તેના રૂ. પાંચ હજાર. કુલ રૂ. પચીશ હજાર થયા. આટલી આટલી રકમમાંથી તારું જે બીલ થયું હોય તે કાપીને બાકીના પૈસા મોકલી આપજે. ટેબલ પર પડેલે પત્ર ડોકટરના હાથમાં આવ્યું અને વાંચવા લાગ્યો, પરિણામે વાંચતા વાંચતા ડોકટરનું દીલ દ્રવી ઉઠયું. પારાવાર પશ્ચાત્તાપ. થવા લાગે પિતાની માડી તરફ થયેલે અણગમે અને બેદરકારી પ્રત્યે તેને ભારેભાર નફરત થઈ આવી. અરે મારી માડીને જ મેં , ધક્કો માર્યો. ધિક્કાર છે મને ! મેં મારી માડીના જ પેટ પર પાટુ મૂકી. જે માડીએ. મારી પાછળ રક્ત રેડયું. મારી ખાતર આ જીવન કષ્ટોને જ. સહન કરતી રહી. માડીના અગણિત ઉપકાર સામે મેં નરી નફાઈ કરી, અંતર લેવાઈ જાય છે. કાળજુ કપાઈ જય છે. દિલની દિવાલ ઉપર ચિરાડ પડે છે. જ્યાં મારી છે ત્યાં ઉડી જાય છે. માડીના ચરણોમાં ઢળી પડે છે, અડીને માનભર સ્વસ્થાને લઈ જાય છે. દંપતી સેવા કરીને સુખી થાય છે.