________________
છે શું અને કુદરત કરે છે શું? કેવી દુર્દશાના દરિયામાં ડૂબી મરવું પડે છે તે આ ડોશીમાના દષ્ટાંતથી સમજી શકાશે. બસ વહુબાએ તે પિતાની સાસુ ઉપર જોહુકમી ચલાવવી શરૂ કરી.ને કરડીની માફક કામ કરાવે. તે લેકે જમી રહ્યા પછીથી ડોશીમા ખાવાનું પામે. ડેશીમા પોતાના કર્મને દોષ સમજી બેઠી છે. જરાય પણ રેષ કરતી નથી. કિન્તુ સમતાની પણ અવધિ હેય છે એક દિવસે મહાભારત મંડાયું. ભયંકર ઝઘડે જાયે. વહુબા તે રીસાઈને લપાઈ બેઠાં દીકરે ઘેર આવી પહોંચે દીકરો માનુનીને મનાવી રહ્યો છે પણ માને જ કોણ ? હંમેશાં કુદરતી કાનૂન છે કે “મેર અને માનુની, કયારે અટકે તે કહેવાય નહિ. કામ હોય અગત્યનું તેહને ભરોશે રહેવાય નહિ” અરે નામદાર! તમે નારી જાતિનો અર્થ સમજ છે? શબ્દ યથાર્થ છે “ના, રીજાતી” ગમે તેટલું તે માયાદેવીને નૈવેદ્ય ધરવામાં આવે તે પણ તેની આંખોમાં હંમેશાં કમી હોય છે કેમ કે તેની આંખોમાં અમી નથી. શાસ્ત્રીય ધારા પ્રમાણે જેની આંખમાં અમી તેને કેઈ ને વાતની કમી. આ સનાતન સૂત્રને તમારી સામે રાખીને ચાલે જુએ. પછી તમારા જીવનની રૂપરેખા ! હજાર માણસોને આશીર્વાદરૂપ જ થશે. થશે જ. આ ડાકિણી જેવી દયિતાએ દરોડો પાડે કે આ ઘરમાં તે નહિ યા તે હું નહિ પણ એક જગ્યાએ તે નહિ જ રહું. હું ખાનદાન ઘરની છું એટલે બધું જ સહુન કરતી આવી છું નહિ તે મા-દીકરાને ઘેળા દિવસે તારા દેખાડી દેત!