________________
પ૭
- હવે મારા માથા પરથી ભાર હળવો થશે. અને હવે નિત્યની નિરાંત મળશે. બે ઘડી શાન્તિને શ્વાસ ખીચવા મલશે અને હવે આરામથી પ્રભુનું ભજન કરવાને મને અવકાશ મળશે. બસ હવે તે મારે કઈ જાતની મહેનત કે મજૂરી કરવાની નહિ રહે. આરામથી ખાઈશ, પીશ અને લહેર કરીશ. ભલે ભલે મારા દીકરા, તું આવી કુલીન ખાનદાન નવલી નાર લઈ આવ્યે. મારે સઘળો ભાર ઉતર્યો સમજે. વિગેરે માતાના મન મેદાનમાં તેનીગ હવાઈ કિલાઓ ચણતા જાય છે. માતા અજ્ઞાત છે. ભેળી ગાવડી જેવી માવડીને શું માલૂમ કે આ બાયડી શાયડીનું કામ કરશે. વહબાની પધરામણી ગૃહાંગણે થતાંની સાથે જ તેણીએ આણુધડાકે કર્યો. આ ઘરમાં અપના રાજ. તેમાં ત્રીજુ જોઈએ જ નહિ. આવતાંની સાથે ડેશીમા અકારી લાગી. આ ડેશી અહીંથી ટળે નહિ ત્યાં સુધી મારાથી આ ઘરમાં રહી શકાશે નહિ, સીધો જ બેબ-ધડાકે થવા લાગ્યા. માડીના અંતરમાં ભારે આંચકે આઘે, મનના મીનારા ભાંગીને ભૂકકે થઈ ગયા. ભયંકર અપમાનની આગ વચ્ચે પણ ડેશીમાએ મગજનું બેલેન્સ ગુમાવ્યું નથી. ધન્ય માતા–ધન્ય સાસુ. સાસુની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં છતાં છણછણાટ કરી રહેલી છેલછબીલીનું દિલ જરાય દ્રવતું નથી. આવી કઠોર કાળજાવાળી કામિની કેના અંતરને આરામ આપી શકશે? ડોશીમાના દિલમાં હતું કે હવે મારે આંગણે નિત્ય દિવાળી દેખાશે તેના બદલે ફાગુન શુકલ પૂર્ણિમાનું સવાર ઊગે. ખ્યાલ કરે માનવજાત ધારે
ના છેલછબીલીન, રાઈ આવ્યાં
- આવી કઠોર