________________
કરતાંની સાથે વિના વિલંબે સાધર્મિક વાત્સલ્યની આજ્ઞા મલી ચૂકી. હંમેશાં શ્રી જૈન સંઘના અગ્રગણ્ય તરીકે મનાતા માને સહદયી સ્નેહાળ અને સરલાયી હોય છે અને હોવા જરૂરી છે.
આ તરફ સાધર્મિક વાત્સલ્યની ચાંપતી તૈયારીઓ થવા લાગી સારામાં સારી શુદ્ધ ઘીની વિવિધ વેરાયટીઓ તૈયાર થઈ ચૂકી. સમસ્ત સંઘમાં નોંતરા અપાઈ ચૂકયાં. ભાઈઓ અને બહેનો પોતપોતાના પરિવાર સાથે સમયસર આવી પહોંચ્યા. પરસ્પરની મર્યાદા સચવાય તે રીતે લોકે પિતાપિતાની જગ્યાએ બેસી ગયા. ખાદ્ય પદાર્થો માનભર પીરસાવ્યા લાગ્યા. પુત્રવધૂઓ તેમજ ઘરના માણસો
ગ્ય રીતિએ સેવા કરી રહ્યા છે એટલું જ નહિ કિન્તુ પુત્રવધૂઓ હર્ષભય હૈયે ગૃહાંગણે આવેલા આમંત્રિત મહેમાનોને પંખા દ્વારા પવન આપી રહી છે. મેડા ઉપર બેસાડવામાં આવેલા બાપુજી ચેપડાના હિસાબ મેળવવામાં મશગૂલ છે તેઓને કશી જ ખબર નથી કે મારે આંગણે કેણ આવેલું છે અને કઈ કારવાહી ચાલી રહી છે. સાધર્મિક વાત્સલ્ય પરિપૂર્ણ થવા આવ્યું ત્યાં એકાએક બાપુજીની નજર આંગણામાં પડી. અરે આ શું મારા આંગણે મારૂં ગામ જમી રહ્યું છે બાપુજીના અંતરે એક સહજ આનંદની અનુભૂતિ કરી. ધન્ય ભાગ્ય ધન્ય ઘડી. દીકરાને બોલાવ્યા પૂછવામાં આવ્યું દીકરાએ યથાર્થ હકીક્ત કહી સંભળાવી. બાપુજીએ વળતો જવાબ આપે બેટા હું કમ ભાગી છું