________________
૩૧.
ઉપર હસવું આવ્યું. છેવટે આ પરદેશીઓએ તેમને સમજણ આપવા માટે જાણકાર બે માણસો મોકલાવ્યા. આ લકોએ ગાને દૂધ દેહીને રાજા વિગેરેને પીવડાવ્યું પીતાંની સાથેજ સૌ કેઈ નાચવા લાગ્યા કે શું સ્વાદ શુ માધુર્ય! વાહ ભાઈ વાહ મુખથી વર્ણન ન થઈ શકે તેવું આ અમૃત પાન છે. પછીથી આ અજ્ઞાત લોકેને ગાયે દોહવાની નીતિ રીતિનું ભાન કરાવવામાં આવે છે. વાંચકો ! વિચારે, જરૂર સમજી શકશે. જરા અક્કલને ઉપયોગ કરે તે આ વાત તમારા કાળજામાં કેતરાઈ જતાં સમય નહિ લાગે. એક સામાન્ય પદાર્થની મહત્તા કે ઉપયોગીતા નહિ સમજવામાં માણસને કેવા ઉલ્લુ બનવું પડે છે તે પછી આત્મા જે શાશ્વત અને સનાતન પદાર્થ નહિ સમજવામાં આપણને કેટલી હાની છે તે તમે સહેલાઈથી સમજી શકશે. આત્માની ઓળખ માટે તત્વજ્ઞાનની નિતાન્ત આવશ્યક્તા છે.
(૨૦) આંતરિક સેવા અને ભક્તિની ઝલક જુદી હોય છે. હમેશાં આંતરિક સેવા કરનાર સદભાગ્યશાળી જીવડે ગુરૂની જીવંત આશિષ મેળવી શકે છે. પર્ણકૂટીરના એક વિભાગમાં તમામ શિષ્ય એકચિત થઈ માંહોમાંહે ઘૂસપૂસ કરી રહ્યા હતા. ત્યારે ગુરૂજીના એક પક્ષીય સ્વભાવની ચર્ચા પર ઉતરી પડયા હતા. આપણે બધાયે આપણા ગુરુજીની આટલી સેવા ભક્તિ કરીએ છીએ છતાં ગુરુજી