________________
તમામ ભાગ્યશાળીઓ છે. માળાના મણકાઓ હંમેશાં સરખાજ માનવામાં આવે છે, કોણ ઉચ્ચ અને કોણ નીચા તે કંઈજ કલ્પી ન શકાય. ખિન્ન થયેલ રાજાએ કહ્યું મંત્રીશ્વરે જેટલી ભાવના હોય તેટલી જ ભક્તિ કરવી જોઈએ. આ સાંભળીને મંત્રીશ્વરે કડું પરખાવી દીધું કે આમાં અમારો કયાં અનુરોધ છે કે આપ સમસ્ત સંઘની ભક્તિ કરે? પરસ્પર થોડે વિવાદ ચાલે. પરિણામે રાજાએ સનસનાટી ભરેલું સંભળાવી દીધું કે હું જોઉં છું. તમે આખા ગુજરાતને કેવું: જમાડી શકો છો ?
બસ આ ટકોર સાંભળીને મંત્રીશ્વરે વિના વિલંબે સમસ્ત ગુજરાતને આમંત્રણ મોકલવી દીધું. આમંત્રણ મળતાં જ જનતા પિતપોતાના પરિચિત સાથે સમયસર આવી પહોંચી હતી. પાંચ પાંચ હજાર માણસો એક મંડપ નીચે બેસીને આરામથી જમી શકે તેવા ૧૦૦ મંડપો તૈયાર કરાવવામાં આવ્યા, અને સમરત ગુજરાતને સહર્ષ જમાડી દેવામાં આવ્યું હતું. જમણમાં અલગ અલગ આઈ. ટેપો એવી વિધ વિધ વેરાયટીઓ અને વ્યવસ્થા યંત્ર જેઈને રાજાનું દિલ ડોલી ઉઠયું. એટલું જ નહિ કિન્તુ આવી વિરાટ ભાવનાને જલદીથી અમલમાં મૂકવાની આવડત અને આતુરતાને જોઈને રાજા પ્રભાવિત થયો અને ત્યારથી શાહ તરીકેના બિરૂદથી મંત્રીશ્વરને અલંકૃત કરવામાં આવ્યા હતા.
કેઈપણ પદાર્થના અજ્ઞાત આત્માઓ પદાર્થના ગુણ