________________
૩૪
ધન્ય તમજીવન ગીશ્વર આનંદ ઘનજી મહારાજા શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ચિદાનંદ મુનિ ભગવંતોના જીવ નની રૂપરેખા રળીયામણી હોય છે. તેઓનું જીવન લાખ પ્રાણીઓને માટે એક આશિર્વાદ રૂપ હતું. એમાં બે મત નહિ સાહજિક પ્રકૃતિમાં વિકૃતિ ભાગ્યે જ આવતી હશે આવા અતિ ઉદાત્ત આમ પુરૂષોએ આજીવન આત્મિક આરાધના કરીને વીતરાગ શાસન પ્રત્યેની વફાદારી અદા કરી હતી. ધન્ય ધન્ય આસેવ્ય આરાધ્ય આત્માઓને કાશી જેવા પુણ્ય ક્ષેત્રનો આ પ્રસંગ છે. એકવાર સંત કબીરજી પોતાના શિષ્ય વૃન્દ સાથે પસાર થઈ રહ્યા હતા બરાબર રસ્તા ઉપર આવેલા ઘરના દ્વારે એક બહેન ઘંટીમાં અનાજ દળી રહી હતી. ઘટીનું ઉપરનું પડ ફરી રહ્યું હતું એકાએક આ દશ્ય દેખીને સંત રડવા લાગ્યા. તત્પશ્ચાત્ થોડી જ વારમાં મૃદ હાસ્ય કરવા લાગ્યા. વિરોધાભાસ જે વિરૂપ વિસદશ પ્રસંગ જોઈને શિષ્યએ પ્રથમ રડી લેવાનું કારણ પૂછયું ત્યારે જવાબમાં કબીરજીએ ઘટસ્ફોટ એક દેહરે લલકાર્યો “ચલતી ચક્કી દેખ કે દીયા કબીરા હોય દે પટલકે બીચમેં સાબીત રહા ન કોય, તત્પશ્ચાત શિષ્યોએ હસવાનું કારણ પૂછયું ત્યારે પુનઃ દોહરે લલકાર્યો “આટો પી છે જે રહા, પીસ ગયા સબ કોય” ખૂટ પકડ-કે જે રહા પીસ શકો નહિ કેય” આ ખૂટ આ કેન્દ્ર આ ચૈતન્ય પરમાત્મ તત્વને પકડવા આપણે તૈયાર રહેવાનું છે બસ એટલું આવડશે તે બસ છે પછી બારસે ઘંટીના પડે પણ તમારે વિનાશ કરી શકશે નહિ.