________________
શમન નહિ જ કરી શકાય પણ જે કઈ માણસ પોતાના મુખથી આ ચમડાની રસી ચૂસી લે તે ગૂમડું અવશ્ય મટેજ મટે તેમાં કોઈ શક નહિ તત્પશ્ચાત ગુરુજીએ એક પછી એક શિષ્યોને બેલાવીને વૈદ્યની વાત જણાવી પરંતુ કઈ પણ શિષ્ય રસી ચૂસવાને તૈયાર ન જ થયે ત્યારે ગુરૂજીની સેવા પાછળ ગાંડા બનેલા શિષ્યને બોલાવીને કહ્યું ત્યારે ગુરુજીની સેવા પાછળ જીવન અર્પણ કરનાર શિષ્ય વિના વિલંબે ગુમડાંની તમામ રસી સહર્ષ ચુસી કાઢી, અને ગુરુજીનું ગુંમડું એકાએક મટી જ ગયું બીજા તમામ શિષ્ય જોતા રહ્યા. પછીથી મીઠી ટકોર કરતાં ગુરુજી એ ઈર્ષાલુ શિષ્યને જણાવ્યું કે હવે તમે લોકો ભેદની પાછળનું રહસ્ય સમજી ગયા હશે જેણે ગુરૂજીના શ્રી ચરણે સર્વસ્વ સમર્પણ કરેલું છે તેને જ ગુરુજીનાં અંતરને આશીર્વાદ મલે છે. હંમેશાં ગુણનુગ્રાહી બને ઈર્યાગ્નિમાં બળીને દગ્ધ ન બનો!
(૨૧) કેટલાક મહનીયમહંત પુરૂષના જીવન અદ્દભૂત અને અબધુત જેવાં હોય છે. તેઓશ્રીની જીવન લીલાને કોઈ ભાગ્યેજ યથાર્થ રીતે સમજી શકે. ખાનપાન ગાન તાનમાં તરલિત હોવા છતાં નિરાસક્ત હોય છે હંમેશાં સમજી રાખો. આસક્તિમાંથી જ અશક્તિ ઉદ્દભવે છે. આ મહાન પુરૂષોની જીવનચર્યા અનોખી અને અનૂઠી હોય છે ધન્ય