________________
૧૪ સહજ છે પરંતુ ક્રોધની માત્રા વયારે વધી જાય છે ત્યારે બેકાબુ થઈ જવાય છે. પછી કિંકર્તવ્ય વિમૂઢ બની પિતાના જ જાનને જોખમમાં મૂકી દે છે. હંમેશાં યાદ રાખે કજીઆનું મોં કાળું એ ઉક્તિ યથાર્થ છે.
(૧૦) વિવેક ભરી વિમલ વાણુને વિનિપાત કરનારી વિભૂતિ "વિશ્વમાં વિરલજ હોય છે, અને તેવા વિબુધ માણસો હજારે હૈયાના આશિર્વાદ લેતા રહે છે એટલું જ નહિ કિન્તુ તેવા તત્વ ઉપર આશિષની વર્ષા વરસી રહેલી હોય છે. કઠોર અને કડવી વાણી કંઈકના કાળજાં કંપાવતી હોય છે. તમે તમારી વાણુને રસવંતી અને રસાળ બનાવી શકો છે. કાન્ત અને કમનીય બનાવી શકો છો. શાન્ત અને સુરીલા પણ બનાવી શકે છે. ખરેખર તમે તમારા જીવનમાં વણીને સંસ્કૃત બનાવવા માટે તૈયાર થાવ, અને માનવતાનાં માન વધારે. તમારી માનવતાને જનતા આવકારશે. યદિ માનવતાને મહાત કરીને દાનવતા દાખવવા ગયા તે માર્યા જશે ફેકાઈ જશે વાળી રસવતી યસ્થ સહ્ય મિત્ર નાર – સજજને આ સોનેરી સૂત્રને આત્મ સાત્ કરે અને સાકર સમા સ્વાદિષ્ટ બને. કોઈ એક રાજાને રાત્રીએ સ્વપ્ન આવ્યું કે પોતાના દાંતની બત્રીશી પડી ગઈ અને રાજા એકાએક ચેંકી ઉઠ, જ્યોતિ વિદને બોલાવવામાં આવ્યું, ફલાદેશ પૂછતાં એકે કહ્યું કે રાજન્ આને અર્થ એ છે કે તમારાં બેઠાં બેઠાં ઘરના