________________
માટે ચિંતવેલું અશુભ પિતાના જ નાશને માટે થયું. શાસ્ત્રીય સૂચના છે કે “પાપ આપને ખાય તેય પિતાનું ગાણું ગાય. આ બાઈ નિર્દોષ બીચારા બાવાને મારવા માટેના ષડયંત્રા. તેણીને જ નડ્યાં. પરિણામે પિતાના જ પતિ પુત્રને ગુમાવ્યા હતા, આ છે અન્યને માટે ચિત્તવેલ અશુભ પોતાના માટે જ ગોઝારારૂપ બન્યાને આ અચૂક દાખલ છે. હંમેશાં યાદ રાખે અન્યને માટે પગથીયારૂપ બને, યદિ પગથીયારૂપ ન બની શકે તે ખાડારૂપ તે નહિ જ થતા આ વાત કયારેય પણ ભૂલાવી નહિ જોઈએ. પત્થર પણ પગથીયા રૂપ બનીને પ્રાણીને પર્વતારોહણ કરાવે છે. આ વાતને સામે રાખીને ચાલે, તમારું જીવન અન્યને માટે આશિર્વાદ રૂપ થશે જ.
(૧૭) હંમેશાં ભક્તિ સેવા કે વૈયાવચ્ચની સાથે વિવેકની અનિવાર્ય આવશ્યક્તા ઉભી જ રહે છે. સેવાની હેવા માત્રથી શ્રેય સાધી શકાતું નથી. જડ સેવા ઘણી વખત બંધનરૂપ બનતી હોય છે.
કેઈ નગરમાં એક શ્રાવકને એવી જ પ્રતિજ્ઞા હતી કે માંદા રહેતા અને બીમાર પડેલા મુનિ ભગવંતેની જ મારે સેવા કરવી. તેઓશ્રીને જોઈતી યોગ્ય દવાઓ સમયસર હાજર કરવી, આહાર વિગેરેમાં જરૂરી અનુપાન માટે ઘટતે ઉપગ રાખ વિગેરેની પ્રતિજ્ઞા હતી. નગરમાં જે જે ઉપાશ્રયમાં મુનિ ભગવંત બીરાજતા હોય તેઓની શારીક્કિ પરિસ્થિતિ કેવી છે તેની ચાંપતી તપાસ કરવામાં આ.