________________
૩૮ ]
[ શાસનનાં શ્રમણીરત્ના યાત્રા શબ્દ આવે એટલે તુરત ખ્યાલ આવે. યાત્રા તી માટે હાય, તીર્થીની હાય. વિહાર કેમ યાત્રા ? આ પ્રશ્ન તને થવાને...
પ્રભુશાસનમાં હરવા ફરવા, આનંદ-પ્રમેાદ કરવા, મનને મહેકાવવા વિહાર નહિ, પણ.... વિહાર દ્વારા યાત્રા, વિહારથી યાત્રા. જગતમાં સુખ મેળવવા માટે, દુ:ખનિવારણ માટે ફેણ હરતું-ફરતું નથી ? જેનામાં હરવા-ફરવાની સંચરણ કરવાની શક્તિ છે તે સમસ્ત ત્રસ જીવે એક જગ્યા છેડે છે અને ખીજી જગ્યાએ ાય છે. આમ સ્થાનાંતર કરવું તેને વિહાર કહીએ તે બધા જ ત્રસ જીવા વિહાર કરે છે જ. પછી સાધુને નવું શું કરવાનું છે ?
વિશ્વના સમસ્ત જીવા ચાહે ચેતનાશક્તિ વિકસિત છે કે અવિકસિત છે, નિાદના અવ્યક્ત જીવન-પ્રક્રિયાવાળા જીવ હોય કે અનુત્તર દેવલેકમાં રહેલ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ હોય, બધાં જ વિહાર કરે છે. સૌને જન્મસ્થાન છેડવુ પડે છે અને બીજા જન્મમાં જવુ પડે છે. એક સ્થાનેથી બીજે સ્થાને જવુ' તેનુ નામ વિહાર હોય તે। કાણુ વિહાર નથી કરતું ?
સાધુ ! તું વિહાર જ ન કરે પણુ, વિહારને યાત્રા બનાવે. સયમયાત્રા સમાન તારી વિહારયાત્રા પણ મહા માઁગળજનક યાત્રા હુંમેશાં તારક હાય....ઉદ્ધારક હોય. . .આત્મવિકાસક હોય....તેમ સાધુ મહાત્મા ! તારે વિહારને યાત્રા બનાવવાની.
આત્મા કલ્યાણ માટે વિહાર કરવાને....
ક નિરા માટે વિહાર કરવાને....
જિનેશ્વર પ્રભુની આજ્ઞાપાલન માટે વિહાર કરવાને....
પ્રભુએ ફરમાવ્યું – સાધુજીવનના સંરક્ષણ માટે વિહાર એક અનિવાય જરૂરિયાત. તું પૂછીશ – · વિહારના ઉદ્દેશ શું ?’ એક સ્થળે રહેવાથી અનુકૂળતા અધિક મળવાનો સંભવ..... એક સ્થાને રહેવાથી રાગ-દ્વેષના કારણના અધિક સંભવ .એક સ્થાને રહેવાથી મમત્વાદિ અનેક દ્વેષ અધિક થવાના સ`ભવ. એક સ્થાને રહેવાથી સામર્થ્ય શક્તિ અવિકસિત રહેવાના અધિક સંભવ-તેથી જ પ્રભુએ સાધુને વિહાર ક્રમાળ્યેા.
વિહાર કરે એટલે સૌથી પહેલાં રાગ-દ્વેષનાં ધન કપાય....સંગ છૂટે....રોજ નવાં ગામ અને નવા મુકામ....પ્રતિદિન અજ્ઞાત કુલ અને અજ્ઞાત લોકો પાસેથી ભિક્ષા લાવવાની કોઈ આળખે નહિ એટલે ગૃહસ્થ મમત્વ રાખે નહિ – કે ‘ અમારા મહારાજ.' સાધુ કોઈ ને એળખે નિહ એટલે ‘ મારા ભક્ત ’—આવે મમત્વના પરિણામ પેદા થાય નહિ.
રાગ ભાગે તે। દ્વેષને બિચારાને કયાં સ્થાન મળે ? રાગ – ભયંકર બંધન જેનાથી તૂટે વિહારયાત્રા ન કહેવાય તે શું કહેવાય ? યાત્રા જેમ મમત્વ છોડાવે તેમ વિહાર પણ મમત્વ છેડાવે. એટલે વિહાર પણ યાત્રા. વિહારયાત્રા થાય એટલે અનુકુળતા વિદાય લે અને પ્રતિકૂળતાના પ્રાર’ભ થઈ જાય.
વિહારયાત્રા એટલે....અનુકૂળતામાં આત્મશક્તિનુ રાધન....પ્રતિકૂળતામાં આત્મશક્તિનુ પ્રગટીકરણ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org