________________
૬૫ પરમકૃપાળુદેવ/સપુરુષના આશ્રિત વિષે I પરમકૃપાળુદેવે લખ્યું છે કે આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે, ત્યાં સુખની આશા શી રાખવી? સંસારનું સ્વરૂપ અન્યથા માન્યું હોય, તેને આ પ્રસંગે અતુલ ખેદ પ્રાપ્ત થાય; પણ પરમકૃપાળુદેવના આશ્રિત મુમુક્ષુ કહેવાય છે, સર્વ પ્રકારે મુક્ત થવાની જેની ભાવના છે, તેને તો જે થાય તે ભલું માનવામાં આવે એવી એ પરમપુરુષની શિખામણ શિરસાવંઘ સમજાઈ છે; તેની કસોટીનો આ પ્રસંગ છે એમ સમજી, બીજા બધા સાંસારિક વિકલ્પો મૂકી, પરમકૃપાળુદેવના ચરણમાં વૃત્તિ વારંવાર વાળી, સ્થિર કરવી ઘટે છેજી, સપુરુષ અને પુરુષનાં અમૃત સમાન વચનો એ જ આવા પ્રસંગે પરમ શરણરૂપ છે. આપે છેવટ સુધી તે ભાઇને સ્મરણની સ્મૃતિ આપવાની ફરજ બજાવી હશે.
“જગત જીવ હે કર્માધીના, અચરજ કછુ ન લીના; અબધુ સદા મગન મન રહેના.''
(બી-૩, પૃ.૫૬૧, આંક ૬૨૭) D આપનો પત્ર મળ્યો. અજ્ઞાનદશામાં તો પુદ્ગલનાં લાભ-હાનિથી હર્ષ-શોક કરવાનો જીવે અભ્યાસ કરી મૂક્યો છે, એટલે તેવા પ્રસંગે વિષમતા વિશેષ દેખાય તેમાં નવાઈ નથી; પરંતુ જે મહાભાગ્યશાળી જીવોને સંસારમાં પ્રવેશતા પહેલાં સપુરુષનાં દર્શન થયાં છે, તે મહાપુરુષોનો બોધ સાંભળ્યો છે, રુચ્યો છે અને તેની ઉપાસના કરવા અને મોક્ષ-મહેલ પર ચઢવા જેનું જુવાન લોહી ઊછળી રહ્યું છે, તેવા સપુરુષના આશ્રિતને તેવા પ્રસંગોમાં “આત્માથી સૌ હીન'' એ લક્ષ ન ચુકાય. અમદાવાદ અને મુંબઇમાં હાલ એકાએક ખૂન થયાં જાય છે. તેવા પ્રસંગમાં પૂર્વકર્મના યોગે સપડાઈ જતાં પણ તેને પરનો દોષ ન ભાસે; પણ પોતાનાં કરેલાં કર્મનો આવો ઉદય આવ્યો છે, તે મારે ભોગવ્ય જ છૂટકો એમ વિચારી, પ્રાણ લેનાર પ્રત્યે પણ વેર ન રાખે; પણ મારા કર્મો છોડાવવા તે આવ્યો છે એવી દ્રષ્ટિ રાખી, જેમ પોતાના આત્માનું હિત સપુરુષના શરણે દેહ છોડવામાં છે, તેમ તે મારનારને પણ તે મહાજ્ઞાની પુરુષનું શરણું મરણ વખતે હોજો અને તેના આત્માનું પણ કલ્યાણ થાઓ, એવી ભાવના સપુરુષના આશ્રિતને ઘટે છેજી. કોઈ ચોર-અન્યાયીનો, પૂર્વકર્મના ઉદયે યોગ મળી આવ્યો અને જે વસ્તુની સાથેનો આપણો સંબંધ મરતા પહેલાં પૂરો થવાનો હતો, તે વસ્તુ લઈ જવામાં તેના પુણ્ય-ઉદયે મદદ કરી અને તેમાં સફળ થયો, તો મને મોહમાં ઘેરી રાખનાર વસ્તુથી મુકાવનાર ભાઈનો ઉપકાર માની, તેવા પાપનાં કાર્યોમાં તેની બુદ્ધિ હવે ન પ્રવર્તી અને સપુરુષનું શરણ તેને મનુષ્યભવમાં મળો કે જેથી ચોરીના વ્યસનનો ત્યાગ કરવાનું અને આત્મહિત કરવાનું તેને સૂઝ, એવી ભાવના મારે ભાવવી ઘટે છે. કોઈ પણ પ્રકારે આપણે આપણા ભાવ મલિન ન થાય તેમ વર્તવાની, બળપૂર્વક કાળજી રાખવી યોગ્ય છે. (બી-૩, પૃ.૨૯૮, આંક ૨૮૭) પૂ. ....ના દેહત્યાગના સમાચાર જાણી સર્વને ખેદ થયો છેજી કે આટલી નાની ઉંમરમાં તેમનો મનુષ્યભવ લૂંટાઈ ગયો. ઉત્તમ સામગ્રી ફરી-ફરી મળવી દુર્લભ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે : “‘પ્રત્યક્ષ સત્પરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતાં મુમુક્ષુઓને મોક્ષસંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસ અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે .