________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭). અભેદત્વ રહ્યું છે. નિયાયીકે એકાંત આત્માને નિત્ય માને છે, પણ તેમની તે ભૂલ છે, કારણ કે એકાંત નિત્ય આત્મા કમચ્છાદિત થઈ શકતું નથી. તેમજ એકાંત નિત્ય માનવાથી મનુષ્યાદિ પર્યાય ધારણ કરી શકે નહીં. માટે પર્યાયાચિક નયને મતે કથંચિત્ અનિત્ય માનતાં, બંધ મેક્ષાદિની વ્યવસ્થા યથા યોગ્ય થઈ શકે છે આત્મામાં સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવની અસ્તિતા રહી છે, અને પરદ્રવ્ય ક્ષેત્રકાલ ભાવની નાસ્તિતા રહી છે આત્મામાં જે સમયે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલભાવની અસ્તિતા છે, તે જ સમયમાં પરદ્રવ્ય ક્ષેત્ર કાલભાવની નાસ્તિતા છે. આત્મામાં રહેલી અસ્તિતા તથા કથંચિત્ નાસ્તિતા અવક્તવ્ય છે-કથંચિત અસ્તિતા અવક્ત
વ્યા છે, તેમજ કથંચિત્ નાસ્તિતા પણ અવકતવ્ય છે. અને સ્તિતા અને નાસ્તિતા આત્મામાં રહી છે, તે યુગપત્ અવક્તવ્ય છે. એમ આત્મામાં અસ્તિતા અને નાસ્તિતાના ગે સપ્તભંગી ઉત્પન્ન થાય છે. તેમ એક અનેક તથા નિત્ય અને અનિત્ય આદિની અનેક સપ્તભંગીઓ આત્મામાં લાગી શકે છે. આત્મા જ્ઞાન ગુણવડે સ્વ અને પર પ્રકાશક છે, માટે આત્મા પર પ્રકાશક કહેવાય છે. કદ્રવ્ય નો જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. આત્મજ્ઞાનમાં અનંત વતુઓ યરૂપે પ્રતિભાસે છે. આત્મામાં અનંત દર્શનગુણ છે, દર્શનના ચાર ભેદ છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિદર્શન, અને કેવલદર્શન. આ ચાર દર્શનમાં કેવલ દર્શન
For Private And Personal Use Only