________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
અધ્યાત્મ વૈભવ
(૭ર) પ્રભુ! તું અનંત અનંત ગુણોનો પિંડ ચિન્માત્ર ચૈતન્યહીરલો છો. અહાહા...! તેની કિંમત શું? અણમોલ-અણમોલ ચીજ ભગવાન સ્વરૂપે જિનસ્વરૂપે અંતરમાં વિરાજી રહી છે!
(૫-૧૯૨) (૭૩) પુણ્યપાપના ભાવ અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ બધા આસ્રવો, પ્રત્યયો છે, શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ છે અને જ્ઞાનાવરણાદિ આઠ જડકર્મ છે. તે બધાને જો આત્મા કરે તો તે બધાથી આત્મા અનન્ય એટલે એક થઈ જાય અને તો પછી તે બધા જડસ્વરૂપ હોવાથી આત્મા જડ થઈ જાય અર્થાત્ ચૈતન્યદ્રવ્યનો લોપ થઈ જાય. ભગવાન આત્મા તો સ્વરૂપથી શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટા છે. પુણ્યપાપના ભાવનો જ્ઞાતાદ્રષ્ટા, શરીરમન-વાણીનો અને નોકર્મ-કર્મ સર્વનો જ્ઞાતાદ્રષ્ટા છે જ્ઞાતાદ્રષ્ટા છે તે પરનો થતો નથી અને પરપદાર્થો જ્ઞાતાદ્રષ્ટાના થતા નથી. અરે ભાઈ ! તારું ચૈતન્યતત્ત્વ કોણ છે તેની તને ખબર નથી. પ્રભુ! તારું ચૈતન્યતત્ત્વ જ્ઞાનાદિ અનંત ગુણનું ગોદામ છે, અનંત સ્વભાવનો સાગર છે, અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન છે. તે ક્રોધનું, રાગાદિ ભાવનું સ્થાન નથી. અહાહા...! અમૃતથી તૃતૃત (પૂર્ણ ભરેલો) અંદર અમૃતનો સાગર પ્રભુ ઊછળી રહ્યો છે. ધ્રુવ-ધ્રુવધ્રુવસ્વરૂપ ત્રિકાળ ચિદાનંદઘનસ્વરૂપ વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. તેને રાગવાળો માને વા રાગનો કર્તા માને તો તે જડરૂપ થઈ જાય. માટે ભગવાન આત્મા અન્ય છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય છે એ જ નિર્દોષ સ્વરૂપસ્થિતિ છે.
(પ-૧૯૯) (૭૪) ભગવાન આત્મામાં બીજાં દ્રવ્યોમાં છે એવા પોતાના અનેક સાધારણ ધર્મો છે. પોતામાં હોય અને બીજાં દ્રવ્યોમાં પણ હોય તેવા ધર્મોને સાધારણ ધર્મો કહે છે. એ રીતે આત્મામાં અસ્તિત્વ, વસ્તુતત્ત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુસ્લઘુત્ર આદિ પોતાના સાધારણ ધર્મો અનંત છે; અને અસાધારણ ધર્મ પણ અનેક છે.
ચિસ્વભાવ, જાણગસ્વભાવ ભગવાન આત્માનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે. પોતાનો ચૈતન્યસ્વભાવ બીજાં દ્રવ્યોમાં નથી. પોતામાં અસ્તિત્વ ગુણ છે તેવો ગુણ બીજાં દ્રવ્યોમાં છે, પણ ચૈતન્યધર્મ પોતામાં છે અને બીજામાં નથી. તે ચૈતન્યધર્મ અનુભવમાં આવી શકે તેવો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે. જે વિકલ્પ ઊઠે છે તે તો અંધકાર છે, કેમકે તેમાં ચૈતન્યનો અભાવ છે. તે ચૈતન્યસ્વભાવને-પ્રકાશ-સ્વભાવને પ્રાપ્ત કરાવી શકે નહિ. અંધકાર પ્રકાશનું કારણ કેમ થાય? ન થાય. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું બાહ્ય જ્ઞાન, અને પંચમહાવ્રતના પરિણામ-એ બધા વિકલ્પરૂપ છે તેથી તેનાથી ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com