________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૨૩.
(૬૯)
ભગવાન આત્મા પરમાર્થથી વિજ્ઞાનઘન છે. દશ મણ બરફતી શીતળ પાટ હોય છે ને! તેમ આત્મા આનંદની પાટ છે. બરફની પાટ તોલદાર છે, પણ આ આત્મપાટ તો અરૂપી ચૈતન્યબિંબ છે. અાહા...! અંતરમાં દેખો તો આત્મા રાગ વિનાની ચીજ એકલા જ્ઞાન અને આનંદનું અરૂપી બિંબ છે તો પણ અજ્ઞાનથી જીવ અનેક વિકલ્પોથી ક્ષુબ્ધ થયો થકો કર્તા થાય છે. અનાદિથી જીવ કર્તા થઈને દુઃખી થાય છે. સમ્યજ્ઞાન થાય તો કર્તાપણું મટે છે અને જ્ઞાતાપણે રહે છે.
(પ-૮૮)
(૭૦)
આ આત્મા પરમહંસ છે, અને રાગ છે તે પાણી છે. હંસ જેમ પાણી અને દૂધને જુદાં પાડી દે છે તેમ આ આતમ-હંસલો દૂધસમાન પોતાનો જ્ઞાનસ્વભાવ અને જળસમાન જે રાગ તે બન્નેને ભિન્ન કરી દે છે. અને તેને આત્મહંસ કહીએ; બાકી તો કૌઆ-કાગડા કહેવામાં આવે છે. પ્રભુ! તારી મોટપની તને ખબર નથી !
આત્મા અરૂપી છે. અરૂપી છે છતાં તે વસ્તુ છે. જેમ રૂપી વસ્તુ છે તેમ અરૂપી પણ વસ્તુ છે. અરૂપી એટલે કાંઈ નહિ એમ નથી. અરૂપી એટલે રૂપી નહીં પણ વસ્તુ તો છે. અાહી...! અંનત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ ઇત્યાદિ અનંત અનંત ગુણનો ત્રિકાળી પિંડ પ્રભુ આત્મા છે. આત્મા અરૂપી મહીન પદાર્થ છે.
ધર્માત્મા પોતાનું સ્વરૂપ જે જ્ઞાન અને પર જે રાગ તે બન્નેને ભિન્ન જાણે છે અને તેથી તે ભેદજ્ઞાનસહિત હોવાથી, હંસ જેમ દૂધ અને પાણીને જુદાં કરી દે છે તેમ જ્ઞાન અને રાગને જુદા કરી દે છે.
(પ-૮૯) (૭૧) આત્માનાં ઘણાં વિશેષણો આપવામાં આવે છે, જેમકે-અનંતગુણના વૈભવની વિભૂતિ, પરમેશ્વર, પુરુષાર્થનો પિંડ, ગુણોનું ગોદામ, શક્તિનું સંગ્રહાલય, સ્વભાવનો સાગર, શાન્તિનું સરોવર, આનંદની મૂર્તિ, ચૈતન્યસૂર્ય, જ્ઞાનનો નિધિ, ધ્રુવધામ, તેજના નૂરનું પૂર, અતીન્દ્રિય મહાપ્રભુ, જ્ઞાનની જ્યોતિ, વિજ્ઞાનઘન, ચૈતન્ય ચમત્કાર ઇત્યાદિ. વળી ભૈયા ભગવતીદાસે અક્ષરબત્તીસી લખી છે તેમાં આત્માની વાત ક, ખ, ગ... ઇત્યાદિ કક્કાવારીમાં ઉતારી છે, જેમકે-કક્કો કેવળજ્ઞાનનો કંદ, ખખ્ખો ખબરદાર આત્મા, ગગ્ગો જ્ઞાનનો ભંડાર ઇત્યાદિ. અહીં કહે છે કે આવો આત્મા પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં સદાય વર્તે છે. આત્મા પરદ્રવ્યમાં જતો નથી અને પારદ્રવ્ય આત્મામાં આવતા નથી. પોતાની પર્યાય પોતાથી થાય છે, નિમિત્તથી નહિ અને પારદ્રવ્યનું કાર્ય તે પરદ્રવ્યથી થાય છે, આત્માથી નહિ. આવી જ અચલિત વસ્તુસ્થિતિ છે.
(૫-૧૪૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com