________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
અધ્યાત્મ વૈભવ ઉદય છે માટે વિકાર થયો છે એમ નથી અને કર્મનો ઉદયનો અભાવ છે માટે સમ્યગ્દર્શન આદિ થયાં એમ નથી. સંસારની અને મોક્ષમાર્ગની પર્યાય આત્મા સ્વયં સ્વતંત્રપણે કરે છે; એમાં કર્મનું કાંઈ કાર્ય નથી.
(૪–૧૮૧). (૬૬) અહાહા...! આત્મામાં નિજરસથી ચૈતન્યમયસ્વભાવનો અનુભવ થઈને પરિણમન થાય એવું એનું સામર્થ્ય છે. આત્માના દ્રવ્ય ગુણ અને તેનો વર્તમાન વર્તતો અંશ કારણ શુદ્ધપર્યાય તો શાંતરસ, ચૈતન્યરસ, અકષાયરસ વડે શુદ્ધ, પવિત્ર છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિરૂપે પરિણમન કરે એવું એનું સામર્થ્ય છે. અહાહા..! ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદરસ અને અતીન્દ્રિય જ્ઞાનરસનો સ્વામી થઈને અતીન્દ્રિય આનંદરૂપે પરિણમે એવું એનું સામર્થ્ય છે. તથાપિ અનાદિ કાળથી અન્ય વસ્તુ જે જડ મોહ તેની સાથે સંબંધ કર્યો છે તે કારણે તેના ઉપયોગમાં વિકારપરિણામ ઉત્પન્ન થાય છે. ભગવાન આત્માનો જાણવા-દેખવાનો ઉપયોગ તો સદા નિર્મળ, શુદ્ધ છે. તેમાં અનાદિ મોહકર્મના સંયોગના વિશે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ-એમ ત્રણ પ્રકારે વિકારપરિણામની પોતાથી ઉત્પત્તિ છે.
(૪-૨૭૯) (૬૭). જુઓ! આચાર્યદવે શું અદ્ભુત વાત કરી છે! કહે છે કે પરમાર્થથી ઉપયોગ શુદ્ધ છે, નિરંજન છે, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. અહાહા..! આત્માનો ત્રિકાળી જ્ઞાનદર્શનનો જે ઉપયોગ છે તે શુદ્ધ છે. વસ્તુ-દ્રવ્ય શુદ્ધ, તેના ગુણ શુદ્ધ અને તેનો વર્તમાન વર્તતો ત્રિકાળી કારણપર્યાયરૂપ અંશ પણ શુદ્ધ છે, નિરંજન એટલે અંજન રહિત-મલિનતા રહિત છે અને અનાદિનિધન એટલે અનાદિ અનંત છે. જ્ઞાનદર્શનનો આ ઉપયોગ વસ્તુના સર્વસ્વભૂત છે, સંપૂર્ણ છે. તે ઉપયોગ ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. આમ પરમાર્થથી આત્મા પરિપૂર્ણ શુદ્ધ છે.
(૫-૨) (૬૮) અરે પ્રભુ! તું ચૈતન્યનો નાથ છો; તેને તારી પર્યાયમાં પધરાવ ને ! ભગવાન! એમાં તારી શોભા છે અને એમાં તને આનંદ થશે. ભગવાનને તું અંતરમાં બેસાડ. અજ્ઞાનીને અનાદિથી પર્યાય ઉપર દષ્ટિ છે તેથી તેને શુદ્ધ ચૈતન્યતત્ત્વનો-ત્રિકાળી દ્રવ્યનો મહિમા આવતો નથી. પણ પ્રભુ! તું શુદ્ધ ચેતનાસિંધુ જ્ઞાનનો દરિયો છું. તેમાંથી તો જ્ઞાનની પર્યાય ઊછળે. નદીમાં તરંગ ઊઠે તો પાણીના તરંગ ઊઠે, કાંઈ રેતીના તરંગ ઊઠે? તેમ જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે. તેમાં તો જ્ઞાનની પર્યાયના કલ્લોલો ઊછળે; તેમાંથી રાગની પર્યાય ન ઊછળે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે.
(૫-૩૧).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com