________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
અધ્યાત્મ વૈભવ શુદ્ધ દ્રવ્ય છે. એમાં રાગ નથી, પુણ્ય નથી, પાપ નથી, વિકાર નથી કે અલ્પજ્ઞતા નથી. એ તો અનંત શક્તિઓનો પિંડ પરિપૂર્ણ ચૈતન્ય ભગવાન છે. એમાં જ્યાં દષ્ટિ એકાગ્ર થઈ ત્યાં પરિણમન નિર્મળ થયું. એ નિર્મળ પરિણમન આત્માની સ્વભાવભૂત ધાર્મિક ક્રિયા છે.
(૪-૨૦) (૬૦). આચાર્યદવે આત્માને “ભગવાન આત્મા” –એમ કહીને સંબોધન કર્યું છે. પ્રશ્ન-- શું તે હમણાં પણ ભગવાન છે?
ઉત્તર- - હા, તે હમણાં પણ ભગવાન છે અને ત્રણે કાળે ભગવાન છે. જો ભગવાન (શક્તિએ) ન હોય તો ભગવાનપણું પ્રગટશે ક્યાંથી ? “સદાય” એમ કહ્યું છે ને?
અહાહા..! આચાર્યદેવ એને “ભગવાન આત્મા” -એમ કહીને મોહની નિદ્રામાંથી જગાડે છે. જેમ માતા પોતાના બાળકને ઘોડિયામાં સુવાડીને તેનાં વખાણ કરીને ઉંઘાડ છે. “દીકરો મારો ડાહ્યો અને પાટલે બેસી નાહ્યો, ભાઈ, હાલા!' –એમ મીઠાં હાલરડાં ગાઈને માતા બાળકને ઉઘાડી દે છે; તેમ અહીં સંતો એને “ભગવાન આત્મા” કહીને જગાડે છે. જાગ રે જાગ ભગવાન! જાગવાનાં હવે ટાણાં આવ્યાં ત્યારે નિંદર પાલવે નહિ. આમ મીઠાં હાલરડાં ગાઈને જિનવાણી માતા અને મોહનિંદ્રામાંથી જગાડે છે.
(૪-૩૫) (૬૧) પુણ્ય અને પાપના ભાવ તો મલિન છે અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ છે. સદાય એટલે ત્રણેય કાળ આત્મા અતિનિર્મળ છે. એકેન્દ્રિય-નિગોદમાં હો કે પંચેન્દ્રિયમાં હો, વસ્તુ જે દ્રવ્ય છે એ તો ત્રિકાળ નિર્મળાનંદ ચૈતન્યમય પ્રભુ જ છે. અહીં નિર્મળ ન કહેતાં અતિનિર્મળ કહ્યો છે. એટલે આત્મા-દ્રવ્ય નિર્મળ, તેના ગુણ નિર્મળ અને તેની કારણપર્યાય પણ નિર્મળ-એમ ત્રણે કાળે આત્મા અતિનિર્મળ છે. અહાહા..! પવિત્રતાના સ્વભાથી ભરેલો, નિર્મળાનંદનો નાથ, ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા સદાય અતિનિર્મળ છે, પવિત્ર છે. જાણગજાણગ-જાણગ –એમ જાણગસ્વભાવપણે જ્ઞાયક હોવાથી તે અત્યંત પવિત્ર જ છે, ઉજ્જવળ જ છે. તેનું સ્વરૂપ જ આવું છે.
(૪-૩૬ ).
| (દર).
આત્મા સદાય વિજ્ઞાનઘનસ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે જ્ઞાનો ઘનપિંડ છે, નિબીડ, નકોર છે. ત્રણેકાળ એવો નકોર છે કે એમાં પરનો કે રાગનો પ્રવેશ થઈ શકતો નથી. વિજ્ઞાનઘનસ્વભાવપણે હોવાથી પોતે જ ચેતક-જ્ઞાતા છે, પોતાને અને પરને જાણે છે. પોતાનો વિજ્ઞાનઘનસ્વભાવ હોવાથી પોતાને જાણે છે અને જે રાગ થાય તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com