________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૧૯
એવો છે, માટે કહે છે કે-હે જગતના જીવો! “ગીનભ્યતામ્’ તેનું જ અવલંબન કરો. લક્ષણની પર્યાયને આલંબન દ્રવ્યનું આપો. જેનું તે લક્ષણ છે એવા જ્ઞાયક દ્રવ્યનું એને આલંબન આપો. જગતના જીવો જ્ઞાનલક્ષણનું જ આલંબન કરો, કેમકે તે વડે જ યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.
હે જગતના જીવો, ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભગવાનનું આલંબન લો અને રાગ અને નિમિત્તનું આલંબન છોડો, કેમકે રાગ અને પરના આલંબનથી કલ્યાણ થતું નથી. જ્ઞાનની પર્યાય દ્વારા અંદર જતાં યથાર્થ જીવનું-જ્ઞાયકતત્ત્વનું ગ્રહણ થાય છે માટે એનું આલંબન લો.
(૩-૨૩૩) (૫૭) જેમ સક્કરકંદમાં તેના ઉપરની લાલ છાલ સિવાયનો આખો સાકરનો કંદ છે તે મીઠાશનો પિંડ છે અને તેની મીઠાશનો સ્વાદ આવે તે સક્કરકંદ છે. તેમ આ આત્મા પુણ્યપાપના વિકલ્પની છાલ સિવાયનો આખો અનાકુળ આનંદનો કંઠ છે. તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ આવે તે આત્મા છે. પુણ્ય-પાપના વિકલ્પ તો છાલ જેવા દુઃખરૂપ છે, તે કાંઈ નિરાકુળ ચૈતન્ય નથી. આ શરીરના ચામડાં જુદાં છે, જડ કર્મ જુદાં છે અને પુણ્યપાપની છાલ પણ જુદી છે. એથી ભિન્ન ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ-સત્ કહેતાં શાશ્વત, ચિત્ એટલે જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. તેનો પ્રત્યક્ષ સ્વાદ-અનુભવ તે મોક્ષનો માર્ગ છે.
(૩-૨૪૨). (૫૮) ૧. જ્ઞાન અને આત્માનો તાદાભ્યસિદ્ધ સંબંધ. ૨. રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ. ૩. કર્મ અને આત્માનો પરસ્પર અવગાહસિદ્ધ સંબંધ.
વસ્તુનો સ્વભાવ જ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બેનો તાદાભ્યાસિદ્ધ સંબંધ છે અને તેમાં અભેદભાવે પરિણમવું તે ધર્મ છે.
રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ છે છતાં બેને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે.
કર્મ અને આત્માનો એક ક્ષેત્રાવગાહુ સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક ક્ષેત્રમાં વ્યાપીને સંનિકટ રહે એવા સંબંધરૂપ બંધ છે જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુદ્ગલો એક ક્ષેત્રે અવગાહીને રહે છે તોપણ ભાવથી તદ્દન જુદા છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવાય છે. (૪–૧૮)
(પ૯) અહાહા...આત્મા વસ્તુ જ્ઞાનસ્વભાવી, સર્વજ્ઞસ્વભાવી ત્રિકાળી ધ્રુવ સહજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com