________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૨૧
પણ જાણે છે. અહાહા ! પર પદાર્થના અનંત ભાવોને જાણવા છતાં પરનો અંશ પણ પ્રવેશી ન શકે એવો તે વિજ્ઞાનઘનરૂપ નિબીડ છે.
(૪-૩૭) (૬૩). આત્માનું ક્ષેત્ર ભલે અસંખ્યાત્વદેશી શરીર પ્રમાણ હોય. પરંતુ તેના સ્વભાવનું સામર્થ્ય અનંત, અપાર-બેહદ છે. ક્ષેત્રની કિંમત નથી, સ્વભાવના સામર્થ્યની કિંમત છે. સાકરના ગાંગડા કરતાં સેકેરીનની કણીનું ક્ષેત્ર ખૂબ નાનું છે. પણ સેકેરીનની મીઠાશ અનેકગણી છે. એમ ભગવાન આત્મા શરીર પ્રમાણ થોડા ક્ષેત્રમાં રહેવા છતાં એનું વિજ્ઞાનઘનસ્વભાવરૂપ સામર્થ્ય અનંત છે. ભાઈ ! જ્યાં જેટલામાં તે છે ત્યાં ધ્યાન લગાવવાથી તે પ્રગટ થાય છે. (૪-૫૯)
(૬૪) જેમ માટી ઘડામાં અંતર્થાપક થઈને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે, ઘડારૂપે ઊપજે છે તેમ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ બાહ્યસ્થિત એવા પરદ્રવ્યનાં પરિણામમાં એટલે કે વ્યવહારરત્નત્રયના શુભરાગમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી. શુભરાગની આદિમાં આત્મા નથી, મધ્યમાં આત્મા નથી, અંતમાં આત્મા નથી. રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે. ધર્મી જીવ જેમ વીતરાગી શુદ્ધ રત્નત્રયના પરિણામમાં અંતર્થાપક થઈને, તેના આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તે નિર્મળ પરિણામને ગ્રહે છે તેમ વ્યવહારના શુભરાગને તેના આદિ-મધ્યમ-અંતમાં વ્યાપીને ગ્રહતો નથી. રાગ છે એ તો પુગલનું પ્રાપ્ય કર્મ છે. પુદ્ગલ તેને ગ્રહે છે, પુદ્ગલ તે-રૂપે પરિણમે છે; પુદ્ગલ તે-રૂપે ઊપજે છે.
ભાઈ ! ધ્યાન રાખે તો આ સમજાય એવું છે. આ તો સના શરણે જવાની વાત છે. દુનિયા ન માને તેથી શું? સત તો ત્રિકાળ સત જ રહેશે. આત્મા અનંત શક્તિનું ધામ ચૈતન્યસ્વભાવી ભગવાન છે. એ ત્રિકાળી ધ્રુવ પ્રભુને ગ્રહતા, એનો આશ્રય લેતાં જે શક્તિરૂપે છે તે વ્યક્તિરૂપે પ્રગટ થયો. ત્યાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં નિર્મળ પરિણામ થયાં તેની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. પરંતુ રાગના આદિ–મધ્ય-અંતમાં આત્મા નથી.
(૪–૧૩ર) (૬૫) ભાઈ ! દરેક આત્મા ઈશ્વર છે. એમ જડ પણ જડેશ્વર છે. પરમાણુ જડેશ્વર છે. વિભાવ જીવ સ્વતંત્રપણે કરે છે માટે તેને વિભાવેશ્વર પણ કહે છે. ચૈતન્ય ભગવાન ચેતન ઈશ્વર છે. ભાઈ ! ભગવાનનું કહેલું આ તત્ત્વનું સ્વરૂપ સમજવું પડશે. આમાં વિરોધ કરવા જેવું નથી. તે સાંભળ્યું ન હોય એટલે સત્ય કાંઈ અસત્ય થઈ જાય ?
મિથ્યાત્વ અને રાગદ્વેષની પર્યાયની આદિ–મધ્ય-અંતમાં આત્મા છે, અને સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની નિર્વિકારી દશાની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. કર્મનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com