Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર (વચનામૃત)ગ્રંથ આધારિત
પ્રજ્ઞાબીજ,
સ્વાધ્યાયકા૨
મધુભાઈ પારેખ
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર
રાજકોટ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાબીજ
પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર રાજકોટ. ફોન : (0281) 2449992
©પ્રકાશકના
પ્રથમ આવૃત્તિ: 2018
પ્રતઃ : 500
વેચાણ કિંમત : રૂ 50
વિમોચન તા. : 12-01-2018
વિજ્ઞપ્તિ : આ ગ્રંથમાં પરમાત્માનાં વચનો છે. જ્ઞાનાવર્ણિય કર્મબંધથી બચવા માટે ગ્રંથની આશાતના ન થાય તે આપણું કર્તવ્ય છે.
મુદ્રક : કિતાબઘર ઑફ્લેટ શ્રોફ રોડ, રાજકોટ. ફોનઃ (0281) 2446089
Page #3
--------------------------------------------------------------------------
________________
( પ્રસ્તાવના :
ખાણ
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, રાજકોટ, ૧૯૮૯માં સ્થાપના થઈ અને ઉત્તરોત્તર વધુને વધુ મુમુક્ષુઓ આ મંદિરમાં સ્વાધ્યાય, ભક્તિ અને દર્શનનો લાભ લેતા થયા છે. મંદિરમાં દર રવિવારે સ્વાધ્યાય-ભક્તિ થાય છે. ઉપરાંત દરરોજ સવારે સ્વાધ્યાય વર્તુળનો સત્સંગ પણ નિયમિત થાય છે. મુમુક્ષુઓ. ઉલ્લાસિત ભાવે જોડાય છે તે ખુશીની વાત છે.
સ્વાધ્યાય વર્તુળનું સંચાલન છેલ્લા ૧૭ વર્ષથી આ. શ્રી વસંતભાઈ ખોખાણી સાથે આત્માર્થી ભાઈ શ્રી મધુભાઈ પારેખ સારી રીતે કરતા રહ્યા છે. તેમને શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનો ઊંડો અભ્યાસ છે. મંદિરમાં પ્રસંગોપાત સ્વાધ્યાય આપે છે. ઉપરાંત તેઓ અવારનવાર ઈડર, વવાણિયા, મોરબી, હમિ (કર્ણાટક) સ્વાધ્યાય અર્થે જાય છે. પરમ કૃપાળુદેવ પ્રત્યે તેમનો ભક્તિભાવ ઉત્તમ છે.
શ્રીમદ્જીનાં ૧૫૦માં જન્મવર્ષ દરમ્યાન વિવિધ પ્રકારે ઊજવણી આખુ વર્ષ આ મંદિરમાં કરવામાં આવી છે, તેનો એક ભાગ રૂપે આ શ્રી મધુભાઈએ આ પ્રજ્ઞાબીજ ગ્રંથની રચના સુંદર રીતે કરી છે. જેમાં ૫. . દેવનાં ૧૭માં વર્ષથી લખાયેલા પત્રો, કાવ્યો, આત્મસિદ્ધિશાસ્ત્ર અને નોંધપોથીમાંથી ખાસ ધ્યાનમાં લેવા જેવા બોધવચનો વ્યક્ત કરી તેની સમજ સાદી અને સરળભાષામાં આપી છે. આ ગ્રંથ વાંચતા તેમની ચિંતન અને મનન કરવાની વૃત્તિ સહેજે જણાઈ આવે છે.
આત્માર્થી શ્રી મધુભાઈએ આ વર્ષમાં પ્રથમ પ્રયાસરૂપે એક નાની પુસ્તિકા પણ લખી-પ્રસિદ્ધ કરી છે, જેમાં શ્રીમદ્જીનું મોક્ષમાર્ગ દર્શાવતું કાવ્ય “મૂળ
Alaus euenox H 3 BRERA
Page #4
--------------------------------------------------------------------------
________________
મારગ” ઉપર તેઓશ્રીએ સુંદર વિવેચન કર્યું છે અને સ્વયંસ્ફરિત કેટલાક કાવ્યોની રચના પણ તેમાં સમાવિષ્ટ કરી છે. આ પુસ્તિકા પણ પ્રાથમિક ભૂમિકાનાં સાધક-મુમુક્ષુને પ્રેરણારૂપ બની છે.
આ ગ્રંથનાં પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનારા મુંબઈનાં શ્રી વિપુલભાઈ તથા બીનાબહેન ગોસલીયા તેમજ શ્રી મધુભાઈ પારેખનાં પરીવારનો આભાર માનીએ છીએ.
આ ગ્રંથનાં પ્રફરીડિંગ માટે સહયોગી બન્યા તે શ્રી કે.પી. મિયાત્રાભાઈના પણ અમે આભારી છીએ.
આ ગ્રંથનું પ્રકાશન કરવાનું શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ રાજકોટ સહર્ષ સ્વિકાર્યું છે. વાંચક વર્ગને આ ગ્રંથ ઉપયોગી અને પ્રેરક બનશે તેવી અમોને શ્રદ્ધા છે.
તા. 12-01-2018
લી. સંતસેવકો વિનીત ટ્રસ્ટિમંડળ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ રાજકોટ
Lalala meuadix • 4 Balance
Page #5
--------------------------------------------------------------------------
________________
લેખકના બે બોલ
શ્રીમદ્ રાજચંદ્ર દેવનાં વચનામૃતોનું છેલ્લા ૩૫ વર્ષથી પાન કર્યાથી જે આત્મિક શાંતિનો અનુભવ થયો, સ્વમત સંબંધી આગ્રહો હતા તે લગભગ છૂટી ગયા, માન અને મોહભાવ શિથિલ થયા, લોભ અને પરિગ્રહ મંદતાને પામ્યા અને ચિંતન-મનનની વૃત્તિ બળવાન થયાનું જણાય છે. આવી પ્રાપ્તિ સર્વ મુમુક્ષુઓને પણ થાય એવી ભાવના થતા કંઈક લખવાની વૃત્તિ થઈ આવ્યાથી શું લખવું તેવો પ્રશ્ન થયો.
શ્રીમદ્જીનાં જીવન પ્રસંગો અને આત્મસિદ્ધિશાસ્ત્ર સંબંધમાં ઘણું લખાયું છે. ઘણાં પ્રવચનો, સ્વાધ્યાય વગેરે થતા રહ્યા છે. કંઈક અલગ વિષયનો વિચાર રહેલો તેવામાં અંતઍરણાં થઈ કે શ્રીમદ્જીએ ૧૬મા વર્ષે મોક્ષમાળા (બાલાવબોધ) લખેલી અને પ્રજ્ઞાવબોધ કોઈ લખે તેવી ભાવના રાખેલી. પૂજ્યશ્રી બ્રહ્મચારિજી અને આત્માર્થી શ્રી ડૉ. ભગદાસભાઈએ આ ભાવના અનુસાર રચનાઓ પણ કરી છે, જે સુંદર રચના છે.
૫. કે. દેવ શ્રીમદ્જીએ પ્રજ્ઞાવબોધ માટે વિષયો નક્કી કર્યા છે જે વચનામૃતજીમાં દર્શાવ્યા છે. તે અનુસાર આ બન્ને મહાનુભાવોએ ન્યાય આપ્યો છે. ઘણા વર્ષથી આ ગ્રંથો પ્રકાશિત થયા છતા લોકોને તે ગ્રંથોનો બહું પરિચય હોય તેમ લાગતું નથી. વિચાર કરતા એવું લક્ષમાં આવ્યું કે આ વિષયો ગહન છે જેથી લોકોની રૂચિ તે પ્રત્યે બહુ વળતી નથી. આ વિચાર કરતા એમ લાગ્યું કે વિષયો બદલવાનું કરીએ તો ? પરંતુ વિષયશુચિ શ્રીમદ્જીએ જ લખી છે તે કેમ બદલાય ?
પ્રજ્ઞાવબોધ અર્થાતુ પ્રજ્ઞાવંત પુરુષોનો બોધ, જે, સાધકને પ્રજ્ઞાવંત થવામાં સહાયકારી થાય તો સાર્થક ગણાય. પ્રજ્ઞાવંત પુરષનો વિચાર કરતા નજર
Read mouenox H 5 BRERA
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્જીનાં બોધ ઉપર સ્થિર થઈ અને શ્રીમદ્જીનાં ૧૬ વર્ષ પછીનાં વચનો આ હેતુ માટે વધુ યોગ્ય લાગતા આ પ્રજ્ઞાબીજ લખવા પ્રેરાયો છું. શ્રીમદ્જીએ નક્કી કરેલી વિષયચિ ન હોવાથી તેને પ્રજ્ઞાવબોધ નામ આપી શકાય નહીં. તેવી સમજ સાથે પ્રજ્ઞાબીજ નામ રાખ્યું છે.
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર રાજકોટનાં ટ્રસ્ટીગણ સાથે ઘણાં વર્ષથી આત્મિયતા હોવાથી આ ગ્રંથ સંબંધી ચર્ચા સહેજે થઈ અને તેઓશ્રીએ આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનમંદીર, રાજકોટ કરે તેવી ઇચ્છા વ્યક્ત કરતા મેં સહર્ષ એ વાત સંમત રાખી. સમસ્ત ટ્રસ્ટિમંડળે આ વાત વધાવી લીધી તે બદલ સર્વ ટ્રસ્ટીશ્રીનો આભારી છું.
૫. કુ. દેવ શ્રીમદ્જીનું ૧૫૦મું જન્મ વર્ષ ચાલી રહ્યું છે. આ નિમિત્તે ઠેર-ઠેર ઉત્સવો યોજાયા છે. આ ગ્રંથ એક માત્ર પુષ્પ પાંખડી રૂપે આ પ્રસંગે સમર્પિત કરતા હર્ષ થાય છે.
આ લેખકને લેખનકળાનો બહું અનુભવ નથી, છતાં શ્રીમદ્જી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને બાળચેષ્ટારૂપ આ પ્રવૃત્તિ થઈ છે, તેને સૌ વાંચક મિત્રો, મુમુક્ષુઓ પ્રેમથી સ્વિકારશો તેવી અપેક્ષા રાખું છું.
લેખનમાં કોઈ ક્ષતિ જણાય તો દરગુજર કરવા સાથે મારું ધ્યાન દોરવા માટે પણ વિનંતિ કરું છું.
અંતમાં જ્ઞાનીની આજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો તે માટે લઘુતાભાવે ક્ષમા ચાહું છું. (
મિચ્છામિ દુક્કડમુ)
મધુભાઈ પારેખ
૩૦, શ્રીમદ્ પાર્ક, રેસકોર્સ રોડ, રાજકોટ M. : 94279 63060
Alaus euenox #6 BRERA
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૧૨
/
9
TET T
T
Go || O To Tછે | જ
| Go
|
બોધપાઠ
વિષય ૧. મંગલાચરણ ૨. ચિત્તશુદ્ધિ ૩. શરણાગતિ
ભવરોગ
સુ-પ્રભાત ૬. કર્તવ્ય
સદાચાર
મૈત્રી-૧ ૯, મૈત્રી-૨ ૧૦. પ્રમોદ
કરુણા ૧૨. માધ્યસ્થભાવ ૧૩. ચારભાવનાનો પરમાર્થ
અનિત્ય ભાવના ૧૫. અશરણ ભાવના
સંસાર ભાવના એત્વ ભાવના અન્યત્વ ભાવના
અશુચિ ભાવના ૨૦. આસ્રવ ભાવના ૨૧. સંવર ભાવના
૧
|
|
|
|
/
PT OT
/
જી
/
Aland woulx *7 BRERA:
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૨. નિર્દેશ માનના
૨૩.
૨૪.
૨૫.
૨૬.
૨૭.
આત્મભાવના-૧
૨૮. આત્મભાવના-૨
૨૯. આત્મભાવના-૩
૩૦. આત્મભાવના-૪
૩૧.
આત્મભાવના-પ
૩૨.
આત્મભાવના-૬
૩૩.
આત્મભાવના-૭
૩૪. આત્મભાવના-૮
૩૫.
આત્મભાવના-૯
૩૬. આત્મભાવનાથી આત્મસિરિ ૧
૩૭.
આત્મભાવનાથી આત્મસિદ્ધિ-૨
૩૮.
આત્મભાવનાથી આત્મસિદ્ધિ ૩
૩૯.
આત્મભાવનાથી આત્મસિરિ ૪
૪૦.
સત્સંગ
૪૧.
સત્સંગનો મહિમા
૪૨.
સાચો સત્સંગી કોણ ?
૪૩.
સદ્ગુરુ
૪૪. અસદ્ગુરુ
૪૫.
લોક સ્વરૂપ ભાવના
બોધ દુર્લભ ભાવના
ધર્મ દુર્લભ ભાવના
બાર ભાવનાનો પરમાર્થ
૬૮
૭૨
૭૪
૭૬
*
૭૮ *
૮૧
૮૩
૮૫
८८
૯૦
૯૪
૯૬
૯૮
૧૦૦
૧૦૨
૧૦૫
૧૦૯
૧૧૧
૧૧૩
૧૧૫
૧૧૭
૧૧૯
*
**
**
*
*
**
*
સદ્ગુરુની ઓળખ
#GK8 પ્રશાબીજ * 8 8 parasa:48
Page #9
--------------------------------------------------------------------------
________________
૪૬. સાધક
૪૭. કર્મનું પ્રાબલ્ય
૪૮.
ગ્રહોનું નડતર
૪૯.
કષાય મુક્તિ-૧
૫૦.
કષાય મુક્તિ-૨
૫૧.
કષાય મુક્તિ-૩
પર.
કષાય મુક્તિ-૪
૫૩.
સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧
૫૪.
સિદ્ધિ-આત્મસિદ્ધિ-૨
૫૫.
સિઝિઆત્મસિદ્ધિરૂ
૫૬.
સિઝિઆત્મસિદ્ધિ-૪
૫૭.
૫૮.
૫૯.
૬૦.
૬ ૧.
૬૨.
સિદ્ધિ આત્મસિદ્ધિ ૧૦
૬૩.
સિટિ આત્મસિદ્ધિ ૧૧
૬૪.
સિદ્ધિ આત્મસિદ્ધિ ૧૨
૬૫.
સિકિ આત્મસિદ્ધિ ૧૩
EE,
સિઝિઆત્મસિદ્ધિ-૧૪
૬ ૭. સિઝિઆત્મસિદ્ધિ-૧૫
૬. સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૬
૬.
સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૭
સિકિ આત્મસિદ્ધિ પ
સિકિ આત્મસિદ્ધિ
સિક આત્મસિસિ
સિકિ આત્મસિતિ દ
સિદ્ધિ-આત્મસિદ્ધિ-૯
gravard
પ્રજ્ઞાબીજ 9
૧૨૧
૧૨૩
૧૨૫
*
૧૨૭
*
૧૨૯
*
૧૩૧
૧૩૩
૧૩૫
૧૩૭
૧૩૯
૧૪૧
.૧૪૩
૧૪૫
૧૪૭
*
.૧૪૯
૧૫૧
.૧૫૩
૧૫૫
૧૫૭
૧૫૯
૧૬૧
*
*
૧૬૩
૧૬૫
૧૬૭
*
*
*
*—
*
*
*
*
**
*
*
-
*—
*
#CKK
Page #10
--------------------------------------------------------------------------
________________
[ ] [ 0 ]
|
|
|
|
|
|
|
૭૦. સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૮
શ્રીમદ્જીની અલૌકિક ગીત ગાથાઓ-૧ ૭૨. શ્રીમદ્જીની અલૌકિક ગીત ગાથાઓ-૨ ૭૩. શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧ ૭૪. શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૨ ૭૫. શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૩
૧૮૯ શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૪
૧૯૨ , શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૫
૧૯૫ શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૬
૧૯૮ ૭૯. શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૭
( ૨૦૧, શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૮ શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૯
- ૨૧૪૮૨. શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧૦
૨૧૯ ૮૩. શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧૧
૨૨૫ ૮૪. શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧૨
૨૩૨ શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧૩ ૮૬. શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧૪
શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧૫ ૮૮. શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧૬
શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧૭ ૯૦. શ્રીમદ્જીનું મનોમંથન-૧ ૯૧. શ્રીમદ્જીનું મનોમંથન-૨
૨૬૦ ૯૨. શ્રીમદ્જીનું મનોમંથન-૩
૨૬૩ ૯૩. શ્રીમદ્જીનો ઉપદેશ-૧
ની&િઇટને પ્રશાબીજ - 10 best
|
ના
-ક ૨૩૯
1|
|
|
1,
|
'
|
|
|
|
Page #11
--------------------------------------------------------------------------
________________
/ / | | શ્રી
૨૭૮૨૮૦
ol
૯૪. શ્રીમદ્જીનો ઉપદેશ-૨ ૯૫. શ્રીમદ્જીનો ઉપદેશ-૩
શ્રીમદ્જીનો ઉપદેશ-૪ ૯૭. શ્રીમદ્જીનો ઉપદેશ-૫ ૯૮. શ્રીમદ્જીનો ઉપદેશ-૬ ૯૯, શ્રીમદ્જીનો ઉપદેશ-૭ ૧૦૦. શ્રીમદ્જીનો ઉપદેશ-૮ ૧૦૧. શ્રીમદ્જીનો ઉપદેશ-૯ ૧૦૨. શ્રીમદ્જીનો ઉપદેશ-૧૦ ૧૦૩. શ્રીમદ્જીનો ઉપદેશ-૧૧ ૧૦૪. મંત્ર ત્રય-૧ ૧૦૫. મંત્ર ત્રય-૨ ૧૦૬, મંત્ર ત્રય-૩ ૧૦૭. અનુપ્રેક્ષા ૧૦૮. પ્રજ્ઞાબીજ
૨૮૨.
|
૨૮૪ .
|
૨૮૬,
|
૨૮૮ +
|
|
૨૯૧ ૨૯૩ ૨૯૫ ૩૦૧
ઇAિZA પ્રશાબીજ •n bookઇ8િ
Page #12
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧
0
મંગલાચરણ
છે
પરમેષ્ઠિ વંદના મંત્ર ભલો નવકાર મનવા, મંત્ર ભલો નવકાર રે; પરમેષ્ઠિને વંદન કરવા; મંત્ર જપો નવકાર રે. અરિહંતને વંદન કરીને; રાગદ્વેષ નિવારો રે; નિજસ્વરૂપનું ભાન થવાને; મંત્ર જપો નવકાર રે.. મંત્ર ભલો સિદ્ધ પ્રભુને વંદન કરીને; આત્મ વિશુદ્ધિ પામો રે; નિરાકારનું ધ્યાન જ કરવા; મંત્ર જપો નવકાર રે... મંત્ર ભલો આચાર્યોને વંદન કરીને; શ્રુતનો બોધ સમજીએ રે; પરમારથને પ્રાપ્ત જ કરવા: મંત્ર જપો નવકાર રે.. મંત્ર ભલો ઉપાધ્યાયને વંદન કરીને; ધર્મ-મર્મ આરાધિએ; ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરવા; મંત્ર જપો નવકાર રે. મંત્ર ભલો ઇAિZA પ્રશાબીજ •12 bookઇ8િ
Page #13
--------------------------------------------------------------------------
________________
સાધુજીને વંદન કરીને; સંયમ શરા થઈએ રે. રત્નત્રયની પ્રાપ્તિ કાજે, મંત્ર જપો નવકાર રે. મંત્ર ભલો ભવોદધિથી પાર ઉતરવા; જિન વાણી અવધારીયે; સદ્દગુરુ રાજની ભક્તિ કાજે મંત્ર જપો નવકાર રે... મંત્ર ભલો
હે સત્ જિજ્ઞાસુ આત્મા, તું જાણે છે કે કોઈ પણ ધર્મશાસ્ત્રનું શ્રવણવાંચન કરવાનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે સર્વ પ્રથમ સદેવ, સગર વગેરે પ્રત્યે અહોભાવ, ભક્તિભાવ અને વિનય વ્યક્ત કરીને ચિત્તશુદ્ધિ કરવામાં આવે છે. આ મંગલાચરણ છે. હું પણ આ ગ્રંથનાં પ્રારંભે પરમેષ્ઠિને વંદનવિનય સહ તે સર્વની આજ્ઞા, આદેશ અને આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરું છું અને એ પ્રકારે ચિત્તશુદ્ધિ કરી આગળ વધુ છું.
સામાન્ય પરંપરા અનુસાર પંચ પરમેષ્ઠિનું સ્મરણવંદન આદિ કરાય છે. પરંતુ મેં અહીં મારા પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર દેવને પણ. ભક્તિભાવથી વંદન થવા અર્થે એક ગાથા વધારી છે. માટે જ પંચ પરમેષ્ઠિને બદલે માત્ર પરમેષ્ઠિ વંદના એવું શિર્ષક લખ્યું છે.
અરિહંત કહેતા જેણે બાહ્ય અને અંતરંગ શત્રુઓને હણ્યા તે પુરુષભગવાન. બાહ્ય શત્રુઓને જીતવાનું સરળ છે, પરંતુ અંતરંગ શત્રુઓને જીતવાનું બહુ કઠીન છે. રાગ, દ્વેષ, અજ્ઞાન, કષાય, નો-કષાય વગેરે છૂપા શત્રુઓ છે. વળી અતિ બળવાન છે, તેમને બરાબર ઓળખીને જીત્યા છે, હણ્યા છે તે પ્રભુ કરુણાના સાગર છે, મોક્ષના દાતા છે. પ્રથમ વંદન તેમને છે. સિદ્ધ પરમાત્મા સર્વથા મુક્ત છે. જન્મ, જરા, મૃત્યુ અને દેહથી પણ રહિત થયા છે. નિરંતર નિજસ્વરૂપમાં લયલીન છે. સર્વદા અસંગ છે. પ્રત્યેક જીવાત્મા તેમનાં જેવી દશા પ્રાપ્ત કરવા માટે તેમની ભક્તિ કરી તેમના જેવો થાય છે. તેમને વંદન હો. આચાર્ય ભગવંતો સ્વપર કલ્યાણની ભાવનાથી, સિદ્ધપદનાં લક્ષે સત્પુરુષાર્થ કરી રહ્યા છે અને આશ્રિતજીવોને સત્પુરુષાર્થ કરવામાં સહાય કરી રહ્યા છે, જેથી વંદન કરું છું.
ની&િઇટને પ્રશાબીજ •13 base
Page #14
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય ભગવંતો, પૂર્વે થઈ ગયા તે સર્વ તીર્થકરો, કેવળીઓ દ્વારા જે ધર્મનું સ્વરૂપ, જીવાજીવનું સ્વરૂપ, મોક્ષમાર્ગનું સ્વરૂપ બોધવામાં આવ્યુ છે તેનો યથાર્થ મર્મ જાણીને જગતનાં માનવ જીવોને સરળ શૈલીથી સમજાવી માર્ગનાં પ્રવાસી બનવા માટે પ્રેરણા આપે છે. તેમનાં ઉપકારને વંદન હો. સાધુ ભગવંતો સાધક અવસ્થામાં પ્રવેશીને આચાર્ય કે ઉપાધ્યાય પ્રત્યે વિનમ્રભાવે તેમની આજ્ઞાનુસાર, કઠિન પરિશ્રમ લઈને ધર્મ આરાધના કરે છે તે અર્થે વંદન યોગ્ય છે. સદ્દગુરુપદે ઘણું કરીને તો દીક્ષિત આચાર્ય, સાધુઓ હોય છે. પરંતુ અપવાદરૂપ ગ્રહસ્થ દશામાં પણ ઉત્તમ જ્ઞાન દશા અને આત્મ સાક્ષાત્કાર (સમક્તિ) પ્રાપ્ત કરીને નિષ્કામ કરુણાંથી સ્વ પર કલ્યાણનાં કારક એવા પરમ કૃપાળુ દેવ, શ્રીમદ્ રાજચંદ્ર દેવને કોટી-કોટી વંદન કરીને પાવન થઈએ એવી મારી-તમારી સૌની ભાવના વ્યક્ત કરું છું.
ની&િઇટને પ્રશાબીજ 14 base
Page #15
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૨
0
ચિત્તશુદ્ધિ
છે
ನನನನನನನನನನನನನನನನನನನ
બોધપાઠ ૧માં ચિત્તશુદ્ધિ અર્થે મંગલાચરણ આલેખતા સ્વચિત્તમાં રહેલા અનેક દોષ લક્ષગત થયા. હું અને મનુષ્ય માનું છું, વળી મનુષ્યમાં પણ પોતાને તો શ્રેષ્ઠ માનવ માનું છું, પરંતુ દોષ દેખાવા લાગતા પ્રશ્ન ઉઠ્યો - “હું માનવ છું ?” કોઈ પણ પદાર્થ તેનાં લક્ષણ-ગુણથી ઓળખાય છે તે જોતા મારામાં માનવીય ગુણો છે ? આવો પ્રશ્ન ઉઠે છે અને નિષ્પક્ષપાત પણે જોતા ગુણો કરતા તો દોષ વધુ જણાયા ? અને સહેજે સ્મરણ થયું.”
હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ;
હું તો દોષ અનંતન, ભાજન છું કરુણાળ આમ સ્વગુણ જોવા જતા અનેક સ્વદોષ જોવામાં આવ્યા. માનવીય ગુણોમાં દયા, શાંતિ, ક્ષમાપવિત્રતા, સરળતા હોવા ઘટે છે. તે તો અતિ અલ્પ જણાય છે, તેનાં બદલે રાગ, દ્વેષ, આગ્રહ, અહંભાવ અને માન-મોટાઈ જેવા દોષો વધુ જોવામાં આવ્યા. વળી જો કોઈ પરપદાર્થ ગમી જાય તો પ્રાપ્ત કરવામાં વિવેક ચુકિને, કોઈ પણ ભોગે તે પ્રાપ્ત કરવાની ઝંખના જાગે
ઇAિZA પ્રશાબીજ •15 bookઇ8િ
Page #16
--------------------------------------------------------------------------
________________
છે, વળી જે પદાર્થ ઉપર મારો અધિકાર નથી, માલિકી નથી તેમાં માલિકી ભાવ કરતા શરમાતો નથી. ક્યારે કોઈ ક્ષણે શુભ ભાવ થઈ આવે છે, પરંતુ વિશેષતાએ તો અશુભ ભાવ થતા જોવામાં આવ્યા, ત્યારે હે પ્રભુ, સહજ એકરાર થઈ જાય છે,
શુભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ.” જો જગતનાં તમામ જડ-ચેતન પદાર્થોમાં મને જો તારું જ દર્શન થતું હોત તો રાગ-દ્વેષ કેમ કરીને થાત ? આમ આ રાગ-દ્વેષનો મોટો દોષ લક્ષમાં આવે છે.
મંગલાચરણમાં મેં જેમનાં ગુણગાન કર્યા તે શા માટે ? તો કે તેમની રાગ-દ્વેષ રહિત દશા માટે તો કર્યા છે ને ? તો મારું સર્વ પ્રથમ કર્તવ્ય તો આ દોષનો નાશ કરવામાં પ્રવૃત્ત થવું તે છે અને તે માટે સંકલ્પ પણ કરું છું, પરંતુ કામ કઠણ લાગે છે ત્યારે પ્રભુ, આપનાં વચન યાદ આવે છે કે “જીવમાં જે દોષ છે તે અનાદિનાં છે, માત્ર આ જન્મનાં નથી. તે જલ્દીથી ન જાય. ધીરજ અને યોગ્ય ઉપાય બંને જરૂરી છે.” ઘરને તાળુ વાસીને ૫-૧૦ વર્ષ પરદેશ ગયા હોઈએ અને પાછા ફરીને તાળું ખોલવા જતા તેમાં લાગેલા કાટથી ચાવી હોવા છતાં તાળું ખોલવું કઠણ પડે છે, ત્યારે ધીરજ રાખી જરા તેલ-કેરોસીન લગાવીને પ્રયાસ કરવાથી ખુલી જાય છે. તેવી રીતે અનાદીનાં દોષ કાઢવામાં પણ ધીરજ અને પુરુષાર્થ સાથે યુક્તિ પણ જરૂરી લાગે છે. પણ આ યુક્તિ કોણ બતાવે ? આવો વિચાર થતા જ હે પ્રભુ, વળી આપનું વચન યાદ આવે છે :
કેવળ કરુણાં મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ;
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.” માનવીય ગુણોની વૃદ્ધિ માટે અને દોષની નિવૃત્તિ માટે હે પ્રભુ હું હવે આપનાં શરણમાં આવું છું.
હાઇakી
પ્રજ્ઞાબીજ •16
Page #17
--------------------------------------------------------------------------
________________
કેવળ કરુણામૂર્તિ તમે છો, ઉગારોને આ બાળ;
રાજ પ્રભુ તુમ શરણ, ગ્રહું છું, સ્નેહથી રાખજો સાથ. પ્રભુજી, રાજપ્રભુજી, મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે મને મારા આ સત્કાર્યમાં નિરંતર સહાયક રહેશો જ.
પ્રભુજી, એક વાત કહું ? આપ જેવા સત્પુરુષનો યોગ પૂર્વે નથી થયો એવું નથી હો ! પરંતુ આ જીવે તો સ્વછંદે વર્તીને મિથ્યા પુરુષાર્થ કર્યો છે અને મિથ્યાને સમ્યક્ માનીને કર્યો છે, તો પછી કાર્યસિદ્ધિ કેમ કરી થાય ? એ વાત મને હવે સમજાય છે અને સ્મરણ થઈ આવે છે કે :
વહ સાધનબાર, અનંત કિયો તદપિ કશું હાથ, હજુ ન પર્યા
કછું ઔર રહા, ઉન સાધન સેં ?” પ્રભુજી, દીનભાવે હવે નિશ્ચય કરું છું
“કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી, સુગુરૂગમકી પલમે પ્રગટે મુખ આગલ સે,
જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે.” પ્રભુજી આપનું શરણ અને આપની આજ્ઞા શિરોમાન્ય કરું છું.
ની&િઇટને પ્રશાબીજ •17 base
Page #18
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩
છે
શરણાગતિ
છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
હે, આત્મન, તેં પૂર્વે પણ ઘણાં ગુરુઓ ધાર્યા છે. તેમનાં બોધેલા માર્ગે પ્રવૃત્તિ પણ કરી છે, વ્રત, જપ, તપ, તીર્થયાત્રા, સેવા, પૂજા, દાન જેવા અનેક ધર્મ કાર્યો કર્યા છે. તો પણ પરિભ્રમણનો અંત કાં ન આવ્યો ? આ વાત વિચારતા એવું પણ લાગ્યું કે આ બધી જ ધર્મ પ્રવૃત્તિ મિથ્યા છે. જો તેમ ન હોય તો કોઈ પણ ક્રિયા “અફળ નથી” એવું આપનું વચન સિદ્ધ કેમ થતું નથી ? ન્યાય, નીતિ, સદાચાર વગેરે ગુણો જે મનુષ્યોમાં પ્રત્યક્ષ વહેવારથી જોવા મળે છે, તેઓ બહુધા દુઃખી-નિર્ધન-નિઃસહાય જોવામાં આવે છે અને જેઓ દુરાચારી, ચોર, લંપટ અને અનાચારમાં પારંગત હોય તેઓ દુન્યવી સુખ-વૈભવ સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. આમ કેમ ? પરંતુ પ્રભુ, પૂર્વનો કોઈ શુભ સંસ્કાર આવા વિચારથી પાછો વાળે છે, કહે છે કે જ્ઞાનીનું વચન મિથ્યા ન હોય. તેમને મિથ્યા વચન કહેવાનો આશય શું? તેમને કોઈ અપેક્ષા તો છે નહીં, લાભ થતો નથી. એમની આજ્ઞા હું સ્વીકારુ તો પણ તેમને લાભ નથી, ન સ્વીકારું તો હાનિ નથી. ત્યારે હવે કેમ કરવું તે વિટંબણાં થાય છે.
ની&િઇટને પ્રશાબીજ • 18 base
Page #19
--------------------------------------------------------------------------
________________
સૂક્ષ્મ ચિંતન કરતા ભાસે છે કે જ્ઞાનીનો માર્ગ તો ખોટો ન હોય પણ આરાધનામાં કોઈ ખામી, કચાસ હોઈ શકે અથવા જેનો બોધ ગ્રહણ કર્યો તે બોધ હિતકારી નહીં હોય. પણ આમ કેમ બને ? ત્યારે બે કારણ લક્ષમાં આવે છે કાં તો અજ્ઞાની ગુરુનો બોધ ગ્રહણ થયો હશે અથવા સદ્દગુરુનો સદ્દબોધ સ્વચ્છેદે ગ્રહણ કર્યો હોય તો આમ બને. કુળગુરુ કે બાહ્ય વેશચિતથી આકર્ષાયને ગમે તેવા કહેવારૂપ ગુરને સદૂગર માની પ્રવર્તન કર્યું હોય તેમ બને. ક્યારેક વળી એમ પણ લાગે કે મારું નશીબ જ વાંકું છે, જેથી મારી ક્રિયા-પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. આમ અનેક વિચારોથી ઘેરાયાથી સમાધાન મળતું નથી. મન શાંત થતું નથી. ઉતાપ વધતો જાય છે. શું કરવું, શું ન કરવું તે કંઈ સુઝતું નથી. અનેક વિકલ્પો ઉઠે છે, વળી સમાય પણ જાય છે. પરંતુ યથાર્થ સમાધાન મળતું નથી.
આમ દીર્ઘકાળ પર્યત ઘણાં વિચારો કરીને હારી-થાકીને સંકલ્પ થાય છે કે “એક સત્પુરુષ શોધીને તેનાં ચરણમાં સર્વભાવ અર્પણ કરવા.” પ્રભુ, આ વાત વિચારતા વિકલ્પ ઉઠે છે કે સત્પુરુષ ક્યાં મળે ? તેને કેમ ઓળખવા ? બહારથી લગભગ બધાં જ સરખા લાગે છે કેમ કે સૌ શાસ્ત્રોને આગળ ધરીને જ વાત કરે છે, ત્યારે ભેદ કેમ જાણવો ? પ્રભુજી આ સમયે મને આપની બોધેલી ગાથા સ્મરણમાં આવે છે.
“આત્મજ્ઞાન, સમદર્શિતા; વિચરે ઉદય પ્રયોગ;
અપૂર્વવાણી પરમકૃત, સદ્દગુરુ લક્ષણ યોગ્ય.” આ ગાથા મારા ચિત્તમાં પ્રકાશ કરે છે કે શાસ્ત્રજ્ઞાની ભલે શાસ્ત્રોની ઊંચી વાતો કરતા હોય તો પણ આત્મજ્ઞાની ન હોય તો તેમની વાતમાં શ્રદ્ધા. કરતા શું વળે ? વળી જે ભક્તો ગુરુનો જય-જયકાર કરે, પ્રશંસા કરે, ભક્તિ કરે તેનાં પ્રત્યે સદ્ભાવ રાખે અને બીજાને તુચ્છ ગણે, તે સદ્દગુરુ ન હોય, પણ બધાં જ પ્રત્યે સમભાવી હોય તો તેનું સમદર્શીતાનું લક્ષણ જણાઈ આવે. કર્મફળ તો દરેક જીવાત્મા સમયે-સમયે વેદે છે તે વાત પ્રત્યક્ષ છે, પણ
ની&િઇટને પ્રશાબીજ •19 base
Page #20
--------------------------------------------------------------------------
________________
વેદન સમતા ભાવથી વેદાતું જાય અને કર્મોદય અનુસાર પૂર્ણ સ્વસ્થતા પૂર્વક વિચરણ થતું જોવાય તે સદ્દગુરુ હોય. વળી બોધવાણી શ્રવણ કરતા જીવને શાંતિનું વદન થતું હોય, આનંદ-ઉલ્લાસ વધતો હોય, પૂર્વાપર વિરોધ રહિત વચનનો અનુભવ થતો હોય અને અપૂર્વતાનો ભાસ થતો હોય તેમ જ જેમનો બોધ વીતરાગી પુરુષનાં બોધ સાથે મળતો લાગે-અવિરોધ લાગે, આવો અનુભવ થયેથી એવા ગુરને સદગુરૂ માની તેમનું શરણ સ્વીકારવાથી બધાં જ વિકલ્પો શાંત થઈને મનને સમાધાન મળી શકે છે, તેવી શ્રદ્ધા થઈ આવે છે. બસ, પ્રભુ હવે તો એક સાચા સદ્ગુરુને સેવવા, તેમની આજ્ઞાએ વર્તવું એજ કલ્યાણનો માર્ગ છે તેવો નિશ્ચય થયો છે. મારા આ નિશ્ચયને પોષણ મળે તેવી કૃપા કરશો ને?
ઇAિZA પ્રશાબીજ 20 bookઇ8િ
Page #21
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪
ભવરોગ
હે પરમ કૃપાળુ, સદ્ગુરુ દેવ, હું આપનાં શરણમાં આવ્યો છું. આપની સન્મુખ થયો છું. મારું પ્રયોજન રોગ મુક્ત થવાનું છે. આપ પ્રભુ “સદ્ગુરુ વૈદ્ય સુજાણ છો.’” મને શ્રદ્ધા છે કે આપ મને અવશ્ય રોગ મુક્ત કરશો જ. હવે હું આપને મારા રોગની વાત કરુ છું તે ધ્યાન દઈને સાંભળવાની કૃપા કરશો. હું અનેક રોગથી ગ્રસ્ત છું તે ક્રમથી કહું છું :
૧. મારું મસ્તક અજ્ઞાનથી ભરપુર છે, બહુ પીડા આપે છે.
૨. મારી બે આંખો રાગ અને દ્વેષથી સતત બળતી રહે છે.
૩. મારા બે કાન મિથ્યા શ્રવણથી સતત દુઃખતા રહે છે.
૪. મારી નાસિકા જગતનાં અનેકાનેક દોષો ગ્રહણ કરી સુજી ગઈ છે.
૫. મારી જીભ નિંદા-કુથલી અને આત્મ પ્રસંશાથી દાજી રહી છે.
૬. મારા શરીરનાં રોમેરોમે અનંત કર્મોનો વ્યવસાય ચાલી રહ્યો છે.
848KB પ્રશાબીજ * 21 paravano
Page #22
--------------------------------------------------------------------------
________________
૭. આ લોકમાં મારો કર્મ વ્યાપાર ચોરાસી લાખ શાખામાં ચાલે છે.
હે ગુરુદેવ, આતો મેં મુખ્ય-મુખ્ય રોગ કહ્યા છે, બાકી તો અનેક છે, કેટલાં કહું ? આપ મારી નાડ તપાસીને બીજા જાણી લેજો. હવે પ્રભુ આપજ કહો આ રોગની ઓળખ શી છે ?
શું કહ્યું પ્રભુ ? ભવ રોગ છે ? મેં તો આવું રોગનું નામ તો ક્યારેય સાંભળ્યું નથી. ખેર જે હોય તે, મારે જાણીને શું કામ ? મને એટલું જ કહો, આ રોગનો ઉપાય છે ? પ્રભુ હવે આ રોગ બહું પીડા આપી રહ્યો છે. હું હવે થાક્યો છું, ત્રાસ પામ્યો છું. આપને યોગ્ય લાગે તે ઔષધ આપો, હું સેવન કરીશ, ભલે અતિ કડવું ઔષધ હશે તો પણ ગ્રહણ કરીશ.
શું કહ્યું પ્રભુ ! વાઢ-કાપ કરવી પડશે ? ઠીક છે, આપને ઠીક લાગે તેમ કરો. પણ પ્રભુ વાઢ-કાપ થાય ત્યારે બહુ પીડા થતી હોય છે, માટે એનેસ્થેસિયા આપવાનું ચુકાય નહીં હો ! આપે બોધેલો સ્મરણ મંત્ર એનેસ્થેસિયાનું કામ આપે છે. હું મંત્ર સ્મરણ કરતો રહું તે દરમ્યાન વાઢ-કાપ કરી લેજો ને ! પ્રભુ, આપે કંઈક પરેજી રાખવાની વાત કરી ? શું કહ્યું? દેહાધ્યાસ છોડવો પડશે ? પ્રભુ, આ કેમ થઈ શકે ? આ જીવે ક્યારેય દેહ રહિત અવસ્થા અનુભવી નથી. દેહાધ્યાસ કેમ છોડવો ? પ્રભુ, અમારા તરફનાં એલોપથી અને હોમિયોપથી ડૉક્ટરો તો આવું કહેતા નથી. આ તો નવી વાત છે. પણ હા તમે તો કોઈ ત્રીજી પેથી (મોક્ષપથી)નાં નિષ્ણાંત છો ને ? મારી સમજમાં આવી ગયું. આપનો ઈલાજ અલગ પ્રકારનો હોય છે. કંઈ વાંધો નહીં. મને એ પરેજી પણ મંજૂર છે, બસ ? તો આપ સત્વરે મારા રોગનો (ભવ રોગનો) ઈલાજ શરૂ કરી દો. હું આપને વચન આપું છું કે આપ જે ઉપાય કરશો તે પ્રમાણિકતાથી સ્વીકારીશ. લો, મારું નિવેદન પણ જરા સાંભળજો :
ની&િઇટને પ્રશાબીજ • 22 base
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રભ-ભક્તિ (ઢાળ - મારું જીવન કોરા કાગજ)
મેં તો જીવન તારે ચરણે, સોંપી દીધું છે તું રાખે તેમ રહેવું મારે, કંઈ ના કહેવું છે... મેં તો ધન-વૈભવનો સંચય કીધો કોઈને ના દીધુ (૨) મારું-મારું કરી કર્મો બાંધ્યા, છોડ્યા ના છુટે (૨) બાંધ્યા કર્મો સાથે આવે, ગમે કે ના ગમે... મેં તો
આશા-તૃષ્ણા રહી અધુરી, કોને જઈને કહું (૨) માયા-મમતા બની ઠગારી, જીવન એળે ગયું (૨) સદ્ગુરુ બોધ ના લક્ષે લીધો, સ્વચ્છંદ છોડ્યો નહીં... મેં તો કોઈ પ્રત્યે મને રાગ નથી, દ્વેષ પણ નથી (૨) સગા-સંબંધી કોઈ મારા નથી, શત્રુ-મિત્ર નથી (૨) દેહ સંબંધ જ્યારે છુટી જાશે, કોઈના રોકી શકે... મેં તો
*
848484 પ્રજ્ઞાબીજ * 23 parxxx48
Page #24
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫
0
સુ-પ્રભાતo
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
હે પ્રભુ, આપની સાથે મેં સંબંધ જોડ્યો છે. રોગીને ઉત્તમ વૈદ્યનો યોગ થાય, પછી ચિંતા શાની ? મારો રોગ હવે કેમે કરી જરૂર શાંત થશે. તેવો વિશ્વાસ બેસે છે. ખાસ તો મારા રોગનો ઈલાજ છે, તે જાણીને જ મારું અડધું દુઃખ જાણે કે ચાલ્યું ગયું હોય તેમ શાંતિનો અનુભવ થાય છે. મારા જીવનમાં પ્રભાત થઈ રહ્યું હોય તેમ, પ્રભાત પહેલાનું જે મનોરમ્ય પરોઢ દેખાઈ રહ્યું છે તેથી રોમાંચ થાય છે.
રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું.” અનાદિનું ગાઢ અંધકારરૂપ અજ્ઞાન, જેથી પદાર્થ અતિ નિકટમાં હોવા છતાં દેખાતો નહોતો તે હવે ઝાંખો-ઝાંખો દેખાવા લાગ્યો છે. જેમ-જેમ પૂર્વાકાશમાં સૂર્યદેવ આગળ વધે છે તેમ-તેમ અંધારું ઓસરતું અનુભવાય છે અને તેથી શ્રદ્ધા થઈ આવે કે, પૂર્ણ પ્રકાશની અનુભૂતિ પણ અવશ્ય થશે.
પ્રભુ, આપનો આદેશ છે કે,
ઇakબ પ્રજ્ઞાબીજ •4 જઇ 9િ
Page #25
--------------------------------------------------------------------------
________________
વ્યતિત ચત્રિ અને ગઈ જિંદગી પર દષ્ટિ ફેરવી જાઓ.” આપની આજ્ઞા સ્વીકારું છું અને વિચારોનો ધસમસતો પ્રવાહ અનુભવાય છે. તે આ પ્રકારે જણાય છે :
કોઈ પુછે કે તમે મુળ વતની ક્યાંનાં ? હા, પ્રભુ મારું વતન નિગોદ, જ્યાંની વસતિ બહું જ ગીચ, મારા જેવા અનંતા જીવો ત્યાં સતત અથડાતા કુટાતા રહેતા હતા તેનું સ્મરણ થઈ આવે છે. શાતાનું તો કોઈ નામ જ નહીં. કેવળ અશાતા, અશાતા. બહુ પીડાયાથી ક્યારેક દેહ છૂટી પણ જાય, પરંતુ તુરત જ ફરી એવો જ દેહ રહેવા માટે મળે. કેટલો કાળ ગયો તેનું માપ કરવું અસંભવ છે. કોઈ દૈવ યોગે, કોઈની કૃપાથી કે કોઈ અન્ય કારણે ત્યાંથી છૂટીને પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અગ્નિકાય અને વનસ્પતિકાયમાં અનંતકાળ મેં વ્યતિત કર્યો છે, અપાર દુઃખ-વેદના ભોગવી છે.
પ્રભુ, ફરી સ્મરણમાં આવે છે કે કોઈ કાળમાં નારકીની અવસ્થામાં પણ બહુ કાળ મેં વ્યતિત કર્યો છે. ત્યાંના દુઃખનું વર્ણન કરવું કઠણ છે. પરવશપણે છેદાયો, ભેદાયો, બળ્યો, શેકાયો, તણાયો, અતિશય ઠંડીમાં ઠુંઠવાયો, કોઈ જરા જેટલી શાતા ન મળે. કોઈ દયા ન દાખવે, સતત આક્રંદ કરતો હતો તે જોઈને મને જેઓ પીડા આપતા હતા તેઓ આનંદ પામતા હતા, તે જોઈને મને બહુ ક્રોધ થતો હતો પણ કંઈ કરી શકતો નહોતો.
પ્રભુ, અહીંથી થોડો કાળ તિર્યંચ અવસ્થામાં પણ રહ્યો છું, ત્યાં પણ પરાધીનતાનો પાર નહોતો, ખાવાનાં, પિવાના, સુવા-બેસવાના કે આશ્રય સ્થાનનાં કોઈ ઠેકાણાં નહોતા. અતિ ઠંડી, અતિ ગરમી, અતિ વૃષ્ટિ, ભારે વટૉળ વગેરે ભારે પીડા આપતા હતા. ઉપરાંત અહીં પણ છેદાવાનું, ભેદાવાનું, માર ખાવાનું, ભારે બોજો ઉઠાવવાનું, રોગથી પીડાવાનું પણ ખરુંજ.
હે પ્રભુ, પરમ આશ્ચર્યની વાત કહું તો થોડો કાળ દેવગતિમાં જવાનું થયું હતું. ત્યાં પૂર્ણ શાતા રહેતી. ખાવા-પીવા, રહેવા, વસ્ત્રાલંકાર, મહાલયો, પારાવાર મળી રહેતા. ઘર, કુટુંબ, પરિવારની કોઈ ચિંતા નહોતી. હા, એટલું
ની&િઇટને પ્રશાબીજ •25 base
Page #26
--------------------------------------------------------------------------
________________
ખરું કે મારા ઉપર ઇન્દ્ર જેવા મોટા દેવોની સેવા કરવાની જવાબદારી હતી જે મને ગમતી નહોતી પણ ઉપાય નહોતો, જેનાં કારણે અંતરદાહ રહેતો
હતો.
વળી સ્મરણમાં આવે છે, વર્તમાનમાં જેવો હું માનવ તરીકે ઓળખાવ છું, તેવી અવસ્થા પૂર્વે પણ ઘણી વાર સંપ્રાપ્ત થઈ છે. બીજી બધી અવસ્થા કરતા, પ્રમાણમાં આ અવસ્થાથી સંતોષ રહેતો. જો કે આ અવસ્થામાં પણ પૂર્ણ સુખ તો અનુભવાયું નથી જ. અંધાપો, બહેરાશ, મુંગાપો, લુલો, પાંગળો, અતિ કૃશ, અતિ ભારે, અતિ રોગીષ્ટ જેવી દેહ અવસ્થા વેઠી છે. બીજા મારા જેવા માનવો સાથે રાગ, દ્વેષ, કલેશ થયા કરતા. લડાઈ-ઝઘડાં, ચોરી, ઘાત વગેરે પણ થતા જ રહેતા.
પ્રભુ, આ બધી અવસ્થા પ્રાપ્ત થવાનું કારણ શું ? આવી અવસ્થાની ઇચ્છા તો કરી હોય તેવું યાદ આવતું નથી. આ બધું સ્મરણમાં આવતા બહુ સંતાપ થઈ આવે છે. આપનાં શરણમાં આવ્યો છું. સમાધાન કરશો ?
ની&િઇટને પ્રશાબીજ 26 base
Page #27
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬
કર્તવ્ય
છે
9099 9999999 0 0 0 0 0 0
0
વર્તમાન આ માનવ જીવન અતિ વેગે વ્યતિત થઈ રહ્યું છે. આયુકાળ પૂર્ણતાની નિકટ આવી ગયાનું ભાસે છે. પૂર્વે જે અવસ્થાઓ વેદી છે તે ફરી વેદવાનું ન થાય તેવો સંકલ્પ થઈ આવે છે. પરમ કૃપાળુદેવ, શ્રીમદ્જીનાં વચનામૃત તે પ્રભુનો અક્ષરદેહ છે તે જોતા પ્રભુ પરોક્ષ નહીં પણ મને પ્રત્યક્ષ ભાસે છે. પ્રભુ આપે આપવામાં મણાં રાખી નથી. આ જીવે પ્રમાદ સેવી ને પ્રાપ્તિમાં કચાશ રાખી છે. મારું કર્તવ્ય આપ પ્રભુએ અતિ રૂડી રીતે, નિષ્કામ કરુણા કરીને બોધ્યું છે. મારે હવે નિશ્ચય છે કે આપનો બોધ રૂડી રીતે અવધારવો છે.
સર્વ પ્રથમ મને મારી યોગ્યતાની ઘણી કચાશ લક્ષમાં આવે છે. જેથી પ્રથમ કર્તવ્ય યોગ્યતા પ્રાપ્ત કરવાનું જણાય છે. યોગ્યતા માટે હું, માનવ છું તો મારામાં માનવ સહજ ગુણો હોવા અનિવાર્ય છે, તેવો લક્ષ રહે છે. આપ પ્રભુએ મોક્ષમાળા-બાલાવબોધમાં પાઠ ૪ માં લખ્યું છે :
ની&િઇટને પ્રશાબીજ 27 base
Page #28
--------------------------------------------------------------------------
________________
જેઓ માનવપણું સમજે છે, તેઓ સંસારશોકને તરી જાય છે.” આ વાત સહજ સમજાય છે. કોઈ પણ પદાર્થની ઓળખ તેનાં ગુણોથી-લક્ષણથી જ થાય છે તેમ માનવ સહજ ગુણોથી જ મારું માનવપણું સિદ્ધ થઈ શકે.
માનવપણું સિદ્ધ થવા માટે સદાચાર પાયાની આવશ્યકતા જણાય છે. સમસ્ત જીવયોનિમાં માનવજીવ શ્રેષ્ઠ છે તેવું સર્વ જ્ઞાનીઓ કહે છે. પરંતુ તેની શ્રેષ્ઠતા તેનાં આચારથી જ જાણવામાં આવે છે. આચાર એટલે અન્ય જીવો પ્રત્યેનો વ્યવહાર. આ વ્યવહાર જેટલો સ્વચ્છ, સરળ, શાતામય હોય તેટલો માનવ સદાચારી કહી શકાય. પૂર્વે થયા છે તે શ્રી તીર્થકરો, અવતારી, પુરુષો, ઋષિ-મુનિઓ વગેરેનો જીવન વ્યવહાર સદાચારથી ભરપુર જોવા મળે
સમસ્ત જીવયોનિમાં ભિન્ન-ભિન્ન પ્રકારનાં અનેકાનેક જીવો છે તે પૈકી માનવ જીવનો એક પ્રકાર છે. આ પૃથ્વી ઉપર માનવજીવો અને તિર્યંચ (પશુપંખી વગેરે જીવો વસે છે. જેમાં તિર્યંચ જીવો અતિદુઃખી અને પરાધીન છે, માનવ જીવો તેની અપેક્ષાએ સુખી છે. સર્વ માનવ જીવોનાં જીવનમાં તિર્યંચ જીવોનો નાનો-મોટો ઉપકાર સતત રહેલો છે. આહાર, પાણી, ઔષધ વગેરે પ્રાપ્ત થવામાં તિર્યંચ જીવો ઉપકારી છે તે લક્ષમાં રાખીને તે તિર્યંચો પ્રત્યે માનવ જીવે સદૃવહેવાર રાખવો તે કર્તવ્ય છે. તે પરાધીન જીવોની યથાશક્તિ સાર-સંભાળ લેવી, આશ્રય આપવો, તેનાં આહાર-પાણીની જોગવાઈ કરવી તે માનવ પ્રાણીનું કર્તવ્ય છે – આ સદાચાર છે. ખેતીનાં કામમાં ખેડુતને બળદ સહાયક છે તે સખત પરિશ્રમ કરીને માનવજીવોને આહાપ્રાપ્તિમાં સહાય કરે છે તો ખેડૂત પણ બળદની સારી રીતે સંભાળ રાખે છે. આ પરસ્પરનો સર્વહેવાર તે સદાચાર છે.
માનવજીવો પણ પૃથ્વી ઉપર સમુહ જીવન જીવે છે. તેમનો પરસ્પરનો સદ્દવહેવાર અનિવાર્ય છે. પરસ્પરની સાર-સંભાળ, હુંફ, મુસીબતનાં સમયે મદદ વગેરે પ્રત્યે સભાનપણે કર્તવ્ય નિભાવવું તે સદાચાર છે.
%e0%ઇ પ્રશબીજ 28 દિતિદિષ્ટિ
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક દેહધારી મનુષ્યને તિર્યંચ કરતા વિશેષ સાધનો કુદરતે આપ્યા છે. જેવા કે અંગ, ઉપાંગ, ઇન્દ્રીયો, વિચાર, વિવેક, બુદ્ધિ, યુક્તિ વગેરે. આ જોતા તિર્યંચ કરતા માનવ પ્રાણી શ્રેષ્ઠ કહેવાય છે. જો કે સાચી શ્રેષ્ઠતા તો તેના સદ્ વ્યવહારમાં રહેલી છે. વળી અસદ્ વ્યવહાર થકી પરસ્પર વૈરઝેર, હિંસા, ચોરી, જુઠ્ઠ, વ્યાભિચાર જેવા અનિષ્ઠો સહેવા પડે છે જે ભારે પીડા આપનારા છે તેવો આપણો સૌનો અનુભવ છે.
જીવ સાથે અજીવ પદાર્થો પણ આ પૃથ્વી ઉપર છે તે પણ જીવન જીવવા-શાતારૂપ જીવવામાં ઉપકારી છે, તેનો લક્ષ પણ થવો ઘટે. અજીવ પદાર્થોનો ઉપભોગ-ઉપયોગ પણ વિવેકપૂર્વક કરવામાં શ્રેય છે. આવો વિવેક પણ સદાચારનું અંગ છે. પ્રત્યેક જીવ-અજીવમાં પરમાત્માનો વાસ છે, તેમ માનીને વિવેકપૂર્વક જીવન વ્યતિત કરવું તે ધર્મ છે.
જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચાર તું સેવજે.” આ પરમકૃપાળુદેવનો બોધ છે.
ઇAિZA પ્રશાબીજ • 29 bookઇ8િ
Page #30
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭
0
સદાચાર
છે
ನನನನನನನನನನನನನನನನನನನ
બોધ પાઠ ૬માં કર્તવ્યરૂપે સદાચારનો થોડો વિચાર થયો. સદાચારને માનવાચાર માનીને પ્રત્યેક મનુષ્ય આચરે તો આ પૃથ્વી સ્વર્ગ બની જાય તેમ છે. બોધ પાઠ ૫ માં જે પૂર્વ જીવન (ભવ) વિચારમાં લીધું તેનું સ્મરણ કરીને જે-તે યોનિની દુઃખદ, દારૂણ અવસ્થાનો અંત લાવવો હોય તો માનવપ્રાણી તેમ કરવાને સક્ષમ છે. માનવયોની સિવાય અન્ય યોનીનાં જીવો તેમ કરવા સક્ષમ નથી તેવો સર્વ પૂર્ણવીતરાગ પરમાત્માનો અભિપ્રાય છે, બોધ છે.
ચારે ગતિ-યોનિનું પરિભ્રમણ ભલે અનાદિનું હોય પણ તેનો અંત માનવપ્રાણી માટે સંભવિત છે. પાંચમી ગતિ મોક્ષ છે. તે પ્રાપ્ત કરવાને માનવજીવ સક્ષમ છે. પાંચમી ગતિ પ્રાપ્ત કરવા માટે અન્ય ચાર ગતિનાં કારણો જાણવા પડશે અને તે કારણોનો નાશ-ક્ષય કરવો પડશે. જે મનુષ્ય આમ કરવા ઇચ્છે છે તેણે પૂર્વનાં મહાન પુરુષોએ પ્રસ્થાપિત કરેલા માર્ગને અનુસરવું પડશે. વળી આ માર્ગ ક્રમથી સેવવો પડશે. ક્રમિક વિકાસથી, ધીરજ ધરીને, પરિશ્રમ
ઇAિZA પ્રશાબીજ • 30 bookઇ8િ
Page #31
--------------------------------------------------------------------------
________________
લઈને, યથાર્થ સમજથી, વિવેક અને શ્રદ્ધાથી આરાધવાથી સફળતા મળે છે તેવું જ્ઞાની ભગવંતોનું વચન છે. - સદ્ગુરુ અને સતુશાસ્ત્રો માર્ગદર્શક – પ્રકાશક છે, તેમનો આશ્રય અનિવાર્ય માનવો. “પોતે પોતાથી બોધ પામે નહીં.” આ જ્ઞાનીનું વચન છે તેમાં શ્રદ્ધા કરવી રહી.
સદાચારનું મૂળ સદ્વિચારમાં રહેલું છે. જેવો વિચાર તેવી પ્રવૃત્તિ થતી રહે છે. કોઈ અન્યને શાતા કે અશાતા આપવાની ક્રિયા થતા પહેલાં તે સંબંધી વિચાર અવશ્ય કરવામાં આવે છે. આમ સદ્વિચાર અતિ આવશ્યક છે. સદ્દવિચાર માટે સબોધનો પરિચય કરવો પડે છે. સદ્દબોધની પ્રાપ્તિ સદ્દગુરુ કે સતુશાસ્ત્ર વિના થતી નથી. માટે એક સાચા સદ્દગુરુનો જોગ થઈ આવે તો “મોક્ષમાર્ગ સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે.”
જીવનમાં પરિભ્રમણનો અંત થવામાં સદૈવ, સદ્ગુરુ અને સસ્તુશાસ્ત્રો નિમિત્ત કારણ છે પણ યાદ રહે કે જીવનો પુરુષાર્થ-અનુસરણ અનિવાર્ય છે. કોઈ દેવ, ગુરુ, શાસ્ત્ર જીવનાં પુરુષાર્થ વિના કાર્યકારી નથી. હા, પુરુષાર્થની દિશા જરૂર તેઓથી મળે છે પણ પુરુષાર્થ તો જે-તે જીવાત્માએ જ કરવો અનિવાર્ય છે તે ભૂલવું નહીં. સદ્દગુરુનું કામ સાબુ જેવું છે. મેલા વસ્ત્રને ધોવા માટે સાબુ સાથે પાણીનો યોગ અનિવાર્ય છે, માત્ર સાબુથી વસ્ત્ર સ્વચ્છ ન થાય, ઉલ્ટ વધુ ગંદુ થાય. જીવનો પુરુષાર્થ પાણી સમાન છે. આત્મા ઉપર પડેલા ગાઢ અનિષ્ટ સંસ્કારોનાં ડાઘ કાઢવા માટે સાબુ અને પાણીનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરવાનું અનિવાર્ય છે.
આવો પુરુષાર્થ ઉપાડતા પહેલા એક બીજી બાબત પણ વિચારવાની છે, તે એ કે જીવે એક નિષ્ઠાથી, નિયમથી, પૂર્ણ શ્રદ્ધાથી, અહંકાર આદિનો અને સ્વછંદનો ત્યાગ કરીને માર્ગ આરાધવાનું કરવું. અન્યથા એ જીવ અધવચ્ચેથી માર્ગ છોડી દે તેવી પૂરી સંભાવના છે. નિર્ણય પાકો કરવો પડશે,
BACAU, Loucnx 31 BRERA
Page #32
--------------------------------------------------------------------------
________________
લોક લજ્જા કે માર્ગ સંબંધી શંકા હશે તો પણ યથાર્થ આરાધના થશે નહીં. શંકા થાય તો ત્વરાએ તેનું સમાધાન મેળવવું જોઈએ.
જીજ્ઞાસાવૃત્તિ પણ સાધકને ઉપકારી છે, પણ તે સજીજ્ઞાસા હોવી જોઈએ. સત્ત્ને પ્રમાણિક પણે સમજવાની ઇચ્છા થવી તે સત્ જીજ્ઞાસા છે. પરમ કૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં બોધ્યું છે કે :
“તે જીજ્ઞાસુ જીવને થાય સદ્ગુરુ બોધ; તો પામે સમક્તિને, વર્તે અંતરશોધ.’
પરંતુ આવા જીજ્ઞાસુ જીવના લક્ષણો પણ પહેલાં જ કહ્યા છે કે :
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવેખેદ, અંતર દયા, તે કહીએ જીજ્ઞાસ.'
સાધક જીવની યોગ્યતા માટે શાસ્ત્રોમાં ઘણું-ઘણું કહેવાયું છે, તેમાં સદાચાર સર્વપ્રથમ શરત છે. સદાચારનાં મુખ્ય પારમાર્થિક અંગો - મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતા કહી છે તેનો હવે ક્રમથી વિચા૨ ક૨વા યત્ન કરીશું.
*
84848 પ્રજ્ઞાબીજ * 32 paravano
Page #33
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૮
મૈત્રી-૧
722~~~~~~~~~~~~~~27
જ્ઞાની મહત્તપુરુષોએ માનવજીવોના અતિ આવશ્યક ગુણો-આચાર બતાવ્યા છે, જેમાં પ્રાથમિક આવશ્યકતા ચાર ગુણોની બતાવી છે, તે મૈત્રી, પ્રમોદ, કરુણાં અને માધ્યસ્થતા (ઉપેક્ષા) છે. આ ચારને સદાચાર કહે છે. સદા આચરવા યોગ્ય તે સદાચારનો સરળ અર્થ છે અથવા જીવનભર સદા આ ચા૨ ગુણોથી યુક્ત જીવન વહેવાર કરવો. આવો મનુષ્ય માનવીય ગુણોવાળો કહી શકાય. આ માનવપણું છે, તે ન હોય તો માનવદેહે પણ તે માનવ નહીં પશુ છે.
એ વાત વિચારી લીધી છે કે પૃથ્વી ઉપર મનુષ્યો અને તિર્યંચોનું સહજીવન છે, જેથી પરસ્પર સમન્વય કરીને રહેવું જરૂરી છે. આમ થવામાં પરસ્પર સમભાવ હોવાનું જરૂરી છે. તિર્યંચો કરતા મનુષ્ય વધુ સાધન-સંપન્ન છે માટે ન્યાય દૃષ્ટિથી મનુષ્યએ તિર્યંચો પ્રત્યે વિશેષ સહાયક બની રહેવું જરૂરી છે. શક્તિશાળી નિર્બળને સહાયક બને તે ઉત્તમ નીતિ મનાય છે.
84KG પ્રશાબીજ + 33 pararao
Page #34
--------------------------------------------------------------------------
________________
ચાર પૈકી પ્રથમ ગુણ મૈત્રીને વ્યાપક અર્થમાં વિચારવું યોગ્ય છે. મિત્ર તરીકે આપણે જેને માનતા હોઈએ તેનાં સુખ-દુઃખમાં હરહંમેશ સાથ આપવો, સહકાર કરવો, સંભાળ લેવી છતાં તેમાં ક્યાંય ઉપકાર કર્યાનો ભાવ ન થઈ આવે તે મૈત્રીનું સાચું સ્વરૂપ છે. વળી સહાય કરવામાં કોઈ અપેક્ષા રાખવામાં ન આવે, બસ ફ૨જ બજાવ્યાનો સંતોષ રહે તે મિત્રધર્મ છે.
ભગવાન શ્રીકૃષ્ણનો બાલમિત્ર સુદામા હતો જે ગરીબ બ્રાહ્મણ અને શ્રીકૃષ્ણ તો દ્વારકાનાં મહારાજા. ગરીબ સુદામાને જીવન વ્યવહાર ચલાવવામાં ઘણી જ પ્રતિકુળતા હતી, નિર્ધન, નિસહાય હતા અને કોઈ ઉપાય ન મળતા શ્રીકૃષ્ણ મહારાજા પાસે જવાનું વિચારી, પોરબંદરથી દ્વારકા પગપાળા નિકળી. પડ્યા. ઘરમાં થોડાં મુઠ્ઠીભર) તાંદુલ (પૈવા) હતા તેની પોટલી બાંધી સાથે લીધી. ભાવ એવો કે મિત્ર શ્રીકૃષ્ણનાં બાળકો માટે કંઈક લઈ જવું તે વ્યવહા૨ સાચવવાનો હતો. શ્રીકૃષ્ણને સુદામાજી દરવાજે પધાર્યા છે તેવી સુચના મળતા દોડીને દરવાજે ગયા. પ્રેમથી ભેટ્યા. આદરપૂર્વક નિજઘરમાં લઈ ગયા. પ્રવાસનો થાક ઉતારવા સ્નાન માટે આઠે રાણીઓને આજ્ઞા કરી, સ્નાન થયું, ભોજન થયું, પરસ્પરનાં ખબર અંતર પુછાયા. બન્ને મિત્રોને ઘણાં વર્ષે મળ્યા તેનો આનંદ છે.
સુદામા પાછા જવા તૈયાર થયા. પોતાની જે કઠણાઈ છે તે કહેતા સંકોચ પામે છે અને આવા વૈભવમાં પોતાની પૌવાની પોટલી કેમ આપવી તે વિટંબણાં છે. શ્રીકૃષ્ણ પામી ગયા, પોટલી રીતસર સુદામા પાસેથી પડાવી લીધી, ખોલી, પૌવા ચપટીભર ખાધા, રાણીઓને આપ્યા અને બોલ્યા “આવો સ્વાદ જીવનમાં ક્યારેય માણ્યો નથી.” સુદામાને વિદાય કર્યા, કંઈજ આપ્યા વિના. સુદામા વિદાય થયા કંઈ માગ્યા વિના. છતાં પોરબંદરમાં પહોંચતા અતિવૈભવશાળી ઘર, સાધન સામગ્રીનો શુભયોગ જોવામાં આવ્યો. આ કથામાં સખાભાવનું દર્શન થાય છે, માગ્યા વગર આપે તે મિત્ર. અપેક્ષા લેશમાત્ર નહીં રાખે ને આપે તે મિત્ર. કોઈ અન્યને તેની આપ્યા-લીધાની જાણ પણ થવા ન દે તે મિત્ર.
NAGAR
પ્રજ્ઞાબીજ * 34 BAEACA
Page #35
--------------------------------------------------------------------------
________________
પોતાના સુખ-સાધનમાં મિત્રનો પુરો હક્ક માને તે મિત્ર. સહાય કરીને તુરત સહાય કર્યાનું ભૂલી જાય તે મિત્ર. ભવિષ્યમાં સહાય કર્યાનું મિત્રને યાદ પણ ન કરાવે તે મિત્ર. લોકોમાં વાહવાહ કહેવાય તેવો સ્વપ્નમાં પણ વિચાર ન આવે તે મિત્ર.
આવી મૈત્રી જગતનાં સર્વ જીવાત્મા પ્રત્યે રહે તે મૈત્રીભાવ. જગતનાં બધા જીવોને ભલે સહાય ન કરી શકીએ, પરંતુ તેમનાં સુખની-કલ્યાણની ભાવના મનોમન રહે, પ્રભુ પાસે નિત્ય સર્વ જીવોનાં સુખની-કલ્યાણની ભાવનાં રાખી શકાય છે તે પણ ઉત્તમ ગુણ છે, આવશ્યક ગુણ છે.
*
ICKG પ્રશાબીજ * 35 paravano
Page #36
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯
0
મૈત્રી-૨
0
9099 9999999 0 0 0 0 0 0
0
પરમકૃપાળું શ્રીમદ્ રાજચંદ્રજીને સાયલાનાં પ્રહસ્થ સૌભાગભાઈ પ્રત્યે અદૂભુત સખાભાવ હતો. તેઓશ્રીનાં પરિચયમાં આવેલા ઘણાં મુમુક્ષુઓ પૈકી શ્રી સૌભાગ પ્રત્યે કેવળ સખાભાવથી રહ્યા. જીવનકાળમાં સૌથી વધુ દિવસો શ્રી સૌભાગ સાથે સમાગમ કર્યો. સૌથી વધુ પત્રો તેમને લખ્યા (લગભગ ૨૫૦૩CO). શ્રી સૌભાગ પણ કંઈક અંશે સુદામા જેવી દશામાં હતા. આર્થિક કઠણાઈ પારાવાર હતી, તેને લીધે ક્યારેક અકળાઈ જતા. શ્રીમદ્જી સાધનસંપન્ન હતા. સહાય પણ કરી શકે તેમ હતાં. પરંતુ શ્રી સૌભાગનું મુખ્ય લક્ષ મુક્તિ-મોક્ષનું છે. તે જાણમાં હતું, જેથી તે ભણી તેમને વાળવા, પ્રેરવા, પૂર્ણ જાગૃતપણે સહાય કરતા જ રહ્યા. આર્થિક વિટંબણાને ગૌણ કરી પરમાર્થ સિદ્ધ કરવાનો બોધ આપતા રહ્યા. ભલે સૌભાગભાઈ શ્રીમદ્જીને ઉપકારી, તારણહાર અને પરમાત્મા સમાન માનતા. પરંતુ શ્રીમદ્જીને તો કેવળ સખાભાવ જ રહ્યો. શ્રીમદ્જી પાસે જે આત્મિક વૈભવ હતો તે પોતાનાં પ્રિય સખા
ની&િઇટને પ્રશાબીજ • 36 base
Page #37
--------------------------------------------------------------------------
________________
સૌભાગને પ્રાપ્ત થાય તે માટે પુરી કાળજી રાખી અને છેક સમાધિ મરણ કે જે ક્રમથી મોક્ષનું કારણ છે તેની પ્રાપ્તિ કરાવીને સર્વોત્તમ મૈત્રીનું આપણને દર્શન કરાવ્યું છે. શ્રીમદ્જીનાં મુમુક્ષુ પિરવારે આ સખાભાવ સદૈવ સ્મરણમાં રાખવા જેવું છે, પ્રે૨ણાં લેવા જેવું છે અને અવસર આવ્યે આચરવા જેવું છે.
“મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરો.” આવી ભાવનાથી ભાવિત થઈએ તેવો લક્ષ્ય રહે.
માનવ-માનવ વચ્ચે નાત, જાત, ધર્મ, રંગ, રૂપ, સ્થિતિ, સંજોગ, પદપ્રતિષ્ઠા વગેરેને બાજુએ રાખીને પ્રત્યેક મનુષ્ય પ્રત્યે પ્રેમ, મિત્રતા અને સમાનતાનો ભાવ રાખી પ્રવર્તવું તે માનવપણાનું મુખ્ય લક્ષણ છે. કોઈ નિર્ધન હોય, વૃદ્ધ હોય, નિર્બળ હોય, રોગી હોય, નિરાશ્રિત હોય, અરે ચોર હોય, લંપટ હોય, દુરાચારી હોય તો પણ સૌ ઈશ્વરનાં સંતાન છે તે ભુલવાનું નથી. તેમની વર્તમાન અવસ્થાનું કારણ તેનું પૂર્વ કર્મ છે, તેમ જ આપણી વર્તમાન અવસ્થાનું કારણ પણ પૂર્વ કર્મ જ છે. આ વાત સ્મરણમાં સદાય રહેવી ઘટે
છે.
જીવાત્માને વર્તમાનમાં જે કંઈ શાતા-અશાતા વેદાય છે, તેનું એક માત્ર કારણ પૂર્વનાં શુભા-શુભ કર્મો જ છે. વળી તે માત્ર પોતાનાં જ કર્મોનું ફળ, છે – પરિણામ છે. કોઈ જીવ અન્યનાં કર્મ ભોગવતો નથી તેમ આપણાં કર્મો કોઈ અન્ય ભોગવે તેવી કર્મ વ્યવસ્થા પણ નથી. આ ૫રમાર્થિક સિદ્ધાંત છે, તો પણ પ્રત્યેક જીવને જીવન જીવવામાં સહાયક બનવા પ્રયત્ન કરતા રહેવું તે માનવધર્મ છે. સિદ્ધાંત મુજબ ભલે તેની દશા આપણે બદલી ન શકીએ પરંતુ બનતી સહાય કરવાથી જે-તે જીવને હૂંફ મળે છે, આશ્વાસન મળે છે અને પ્રવર્તમાન દશાને સમભાવથી વેદી લેવાનું બળ મળે છે, હતાશાથી બચી જાય છે, આર્તધ્યાનથી બચી જાય છે, નવા કર્મનાં બંધ થવાથી બચી જાય છે. આ કંઈ જેવી તેવી ઉપલબ્ધિ નથી જ. પરમ પુણ્યનું કાર્ય છે, માનવધર્મ
છે.
ØKGK: પ્રશાબીજ * 37 paravano
Page #38
--------------------------------------------------------------------------
________________
આપણી મૈત્રીભાવનાં મનુષ્ય પૂરતી જ મર્યાદીત ન કરતા નાના-મોટા સર્વ જીવો-દેહધારીઓ પ્રત્યે વિસ્તારવી જરૂરી છે. કેમ કે પ્રત્યેક દેહમાં રહેલું ચૈતન્ય તત્ત્વ તો બધામાં એક સરખું જ છે. કોઈ નાનુ કે મોટુ નથી. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય દેહધારી જીવો આ પૃથ્વી ૫૨ જીવી રહ્યા છે, તે સૌ પ્રત્યે સદ્ભાવ રહે તે ધર્મનું લક્ષણ છે. કોઈ પ્રત્યે ભૂલથી પણ વૈરભાવ સેવતા, પરિભ્રમણ વધતું જ રહેશે. માટે વિવેક રાખવાનું આવશ્યક છે.
જૈનદર્શન છ-કાય જીવોની રક્ષાનો બોધ આપે છે, તેને અનુસરવામાં મૈત્રીભાવ મહત્ત્વનું અંગ છે. સર્વજીવ પ્રત્યે સર્વથા નિર્વેર બુદ્ધિ થવી તે મૈત્રી છે. વનસ્પતિ, પાણી, ભૂમિ, વાયુ, અગ્નિ વગેરેમાં જીવ તત્ત્વ જ્ઞાનીઓએ જોયું છે, માટે થાય તેટલી તેમની રક્ષા કરવાનો બોધ તે મહાત્માઓ આપે છે.
*
પ્રજ્ઞાબીજ #38 paravano
Page #39
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૦
છે.
પ્રમોદ
0
ನನನನನನನನನನನನನನನನನನನ
આત્મજ્ઞાની અને સર્વજ્ઞ-વીતરાગ પ્રભુએ સદાચારને ધર્મનો પાયો કહીને, સદાચારનાં ચાર અંગ બતાવ્યા છે. જેને ચારભાવના કહે છે. સર્વ પ્રથમ મૈત્રીભાવના અગ્રસ્થાને છે. બીજી ભાવના, પ્રમોદ ભાવના છે. માનવપ્રાણી સહજીવનથી જીવન વ્યતિત કરે છે, જેમાં અસંખ્ય તિર્યંચો સાથેનો તેને સંગ સતત રહે છે. તેમ જ માનવ-માનવ વચ્ચેનો પણ સંગ-સંબંધ પણ રહેલો છે. પ્રત્યેક દેહધારી જીવોની વર્તમાન દશા પોત-પોતાનાં પૂર્વ કર્મનાં ફળ મુજબ ભિન્નતા વાળી હોય છે. કોઈ શાતામય તો કોઈ અશાતામય અવસ્થામાં જોવામાં આવે છે. જો કે અશાતા કોઈને જોઈતી નથી, પરંતુ કર્મ ફળ હોવાથી તેમાં ફેરફાર કરી શકાતો નથી.
આવી અવસ્થામાં, આવા અવસરે વિવેક બુદ્ધિ યુક્ત માનવપ્રાણીઓએ સમતાભાવ-સમત્વભાવ પરસ્પર રહે તેમ રહેવું જરૂરી છે. જેથી નિરર્થક ઘર્ષણથી બચી શકાય છે. જે સુખશાતામાં છે તેનાથી વિપરીત, અશાતા વેદતા
ઇAિZA પ્રશાબીજ • ૩૭ bookઇ8િ
Page #40
--------------------------------------------------------------------------
________________
જીવો પ્રત્યે તુચ્છતા-ઉપેક્ષા રાખે તો ઘર્ષણ થવા સંભવ છે. જ્યારે પોતાથી વધુ સારી દશા જેવી છે તેનાં પ્રત્યે દ્વેષભાવ થઈ આવે છે, ત્યારે પણ ઘર્ષણ થાય છે, આર્તધ્યાન થાય છે, પરિણામે નવા કર્મબંધ થાય છે. આ વાત લક્ષમાં રાખીને પોતાથી વધુ સારી દશાવાન પ્રત્યે દ્વેષ ન થાય તે માટે પ્રમોદભાવ રાખવાનું જરૂરી છે, જેથી ઘર્ષણથી બચી જવાય છે. કર્મબંધથી બચી જવાય છે. આ ગુણ વિકસાવવો જરૂરી છે જે અભ્યાસથી અને સત્સંગથી સાધ્ય
જીવનનાં દરેક ક્ષેત્રમાં આ વાત લક્ષમાં રાખવાની છે. માત્ર શાતાઅશાતાની ભિન્નતા નહીં, પરંતુ કોઈ બળમાં, બુદ્ધિમાં, વિદ્વતામાં, સંપત્તિમાં કે ધર્મધ્યાનમાં પોતાથી વધુ આગળ વધેલા જોવામાં-જાણવામાં આવે ત્યારે તેમનાં પ્રત્યે ઇર્ષા ન કરતા પ્રમોદભાવ-ખુશીનો ભાવ થવો તે પણ સદાચારનું અંગ છે. ઇર્ષા-દ્વેષ કરવાથી પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી જ, છતાં કર્મબંધનું કારણ બને છે તેનો લાભ શું ? વળી જો ઇર્ષા થઈ આવશે તો તે માનવ,
સ્વવિકાસનો પોતાનો માર્ગ પોતે જ રૂંધવાનું કરે છે, જે મોટી હાનિ છે. આગળ વધેલા પ્રત્યે પ્રમોદભાવ લાવી તેમની પાસેથી તેની વિશેષતાનો લાભ લઈ સ્વગુણોની વૃદ્ધિ કરીને પોતાનું જીવન વધુ સ્વસ્થ બનાવી શકે છે.
કોઈની ખોટી પ્રસંશા તે પ્રમોદભાવ નથી, પરંતુ જે ખરેખર પ્રસંશાને પાત્ર છે તેનો સહજ સ્વિકાર અને પ્રસંગ આવ્યે અનુમોદના કરવી તે પ્રમોદભાવ છે.
ભગવાન મહાવીરનાં પ્રથમ ગણધર શ્રી ગૌતમ મહાજ્ઞાની છતાં અતિસરળ અને નીરાભિમાની હતા. એક સમયે તેમને પાર્શ્વનાથ પ્રભુનાં અંતેવાસી શ્રી કેશીસ્વામી મળે છે, કેશીસ્વામી ચાર વ્રતધારી મુનિદશામાં હતા. જ્યારે શ્રી ગૌતમ સ્વામી પાંચ વ્રતધારી મુનિ હતા. બન્ને વચ્ચે ધર્મચર્ચા થાય છે. કેશીસ્વામી ઉંમરમાં મોટા અને દીક્ષામાં પણ આગળ હતા. પરંતુ ધર્મચર્ચામાં ગૌતમસ્વામીની દશા ઘણી ઉંચી જણાતા, પ્રમોદભાવે તેઓ
ની&િઇટને પ્રશાબીજ 40 base
Page #41
--------------------------------------------------------------------------
________________
ગૌતમની પરંપરામાં જોડાઈને પોતાની સાધના વર્ધમાન કરતા રહ્યા. આ ઉત્તમ ઉદાહરણ પ્રમોદભાવનું શાસ્ત્રમાં છે.
આમ પ્રમોદભાવ માનવપ્રાણીને પોતાની દશા ઉચ્ચ ભૂમિકાએ લઈ જવાનું કારણ બને છે અને પરસ્પર માનવ-માનવ વચ્ચે પણ સ્નેહભાવ રહે છે, પોતે પણ સમાધિભાવમાં રહી શકે છે. નિરર્થક કર્મબંધથી બચી જાય છે. આ કેવી મોટી ઉપલબ્ધિ છે ?
પોતાથી વધુ ગુણવાન, જ્ઞાની, સંત, ભક્ત વગેરે પ્રત્યે પ્રમોદભાવ રાખ્યાથી પોતાને જ લાભ છે, તેમનો પ્રેમ મળશે, યોગ્ય માર્ગદર્શન મળશે, આફતકાળમાં સાંત્વન મળશે આમ ઘણાં પ્રકારે લાભનું કારણ થાય છે. આવા લોકો પ્રત્યે પ્રમોદભાવ ન આવે તો મધ્યસ્થભાવ રાખવો પણ દ્વેષ ભાવ તો ન જ થાય તેની પુરી કાળજી રાખવી જોઈએ. જો એમ નહીં થાય તો કર્મબંધનાં ભોગ બનવાનું થશે અને બહુ અહિત થશે.
દ્વેષભાવ માઠી ગતિનું કારણ છે, પ્રમોદભાવ એ સદ્ગતિનું કારણ છે તે ભુલવા જેવું નથી.
CAKE પ્રશાબીજ + 41 Baravno
Page #42
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૧
0
કરુણા
છે
સદાચારનું ત્રીજું અંગ તે કરુણા છે. આપણે બોધપાઠ ૧૦માં વિચાર્યું તેમ પ્રત્યેક જીવની દશા ભિન્ન હોય છે. એક સાધન સંપન્ન-સુખી છે, બીજો સાધનહિન-દુઃખી છે. બન્નેનું કારણ પૂર્વનું સ્વકર્મ છે. બન્ને પ્રકારનાં માનવો અને સહજીવન અનિવાર્ય છે. એક વિભાગમાં સર્વ સુખીને બીજામાં સર્વ દુઃખી, એવું વિભાજન શક્ય નથી. સુખી જીવોને જોઈને દુઃખી જીવો ચિત્તમાં કલેશ પામતાં પણ જોવામાં આવે છે. જેનાં પરિણામે પરસ્પર વૈર-ભાવ અને દ્વેષભાવ થઈ આવે છે, ત્યારે સમાજજીવન કલુષિત બને છે. આવી અવસ્થા કોઈને લાભદાયક નથી.
પ્રજ્ઞાવાન-વિવેકી મનુષ્યો આવી કલુષિતતાના નિવારણ માટે કરુણાભાવનો બોધ આપે છે. જેની પાસે વધુ સાધન-સંપત્તિ છે, તે અલ્પ સાધનવાળા મનુષ્યો પ્રત્યે દયા-કરુણાભાવ રાખી તેને પ્રસંગોપાત સહાય કરે તે જરૂરી બને છે. આમ કરવાથી સહજીવન સરળ-સુગમ બને છે. કોઈ ભુખ્યો છે, કોઈ નિર્ધન
ની&િઇટને પ્રશાબીજ • 42 base
Page #43
--------------------------------------------------------------------------
________________
છે, કોઈ નિરાશ્રિત છે, કોઈ રોગી છે - આવા જીવોની સારસંભાળ લેવાનું જરૂરી છે. તેવું જ્યારે મનમાં થઈ આવે છે ત્યારે ત્યાં કરુણાભાવ કામ કરે છે. અન્ય પ્રત્યે જો ચિત્તમાં કરણાનો ભાવ ન આવે તો સહાયક બની શકાતું નથી.
માનવ-માનવ પ્રત્યેની કરુણાભાવનાથી આગળ વધીને તિર્યંચ પશુપંખી, જંતુઓ, જળચર વગેરે) પ્રત્યે કરુણાભાવ રાખવાનું ધર્મશાસ્ત્રોનું ફરમાન છે, કેમ કે તેમની સાથે આપણું જીવન પરસ્પરનાં સહાયકારી સંબંધથી જોડાયેલું છે. વળી તિર્યંચો વધુ પરાધીન છે, માટે તેમની વિશેષ કાળજી લેવાનું જરૂરનું છે. વળી તે અબોલ જીવો છે તે માંગી શકતા નથી. આપણે માનવો વધુ સારી દશામાં છીએ તેનું કારણ પ્રત્યક્ષ કે પરોક્ષ આ તિર્યંચો છે, તે વિચાર કરતા તુરત સમજાય છે.
દાન અને સેવાનાં ઘણાં ક્ષેત્રો માનવ સમાજમાં જ જોવા મળે છે. તે આ કરુણાભાવનું પરિણામ છે. સૌથી વધુ પ્રાથમિકતા આહારદાનની છે પછી વસ્ત્રદાન, ઔષધદાન અને આશ્રયદાન તે કરુણાભાવના અંગ છે. વિદ્યાદાન પણ ઉત્તમ દાન છે. આ બધાં જ વ્યવહાર કરૂણાનાં સ્વરૂપ છે. આ ઉપરાંત પારમાર્થિક કરુણા બહુ જ મહત્ત્વનું અંગ છે.
પ્રત્યેક જીવાત્મા અનંતકાળથી જન્મ-મરણરૂપે ફરીફરી પરિભ્રમણ કરી રહ્યો છે. તેનું કારણ જે-તે જીવનાં પૂર્વ કર્મ છે. જીવ જુના-પૂર્વનાં કર્મ ભોગવે છે અને એ સમયે ફરી નવા કર્મ બાંધે છે. આ વિષચક્ર અનાદિથી ચાલી રહ્યું છે. કોઈ-કોઈ વિચક્ષણ પ્રજ્ઞાવાન પુરુષોએ સૂક્ષ્મ ચિંતન કરી તે વિષચક્ર ભેદવાનો ઉપાય શોધી કાઢ્યો અને જગતનાં જીવોને તે ઉપાય સહજભાવે બતાવ્યો, બોધ્યો. આ બહું મોટી કરણા છે. જેમને બોધ્યો તેમની પાસેથી તેમને કંઈ જ મળતું નથી – મેળવવું પણ નથી. માત્ર નિષ્કામ બુદ્ધિ અને અનંતી કરુણાં જ કાર્યકારી બની રહે છે. વળી આ પરંપરા સદા ચાલતી રહે તે માટે ગુરુ-શિષ્ય પરંપરા અને શાસ્ત્રોની રચના રૂપે વ્યવસ્થા ઉભી કરતા જ રહ્યા.
ની&િઇટને પ્રશાબીજ •43 base
Page #44
--------------------------------------------------------------------------
________________
પૂર્વે થયા તે ઋષિમુનિઓ, કેવળી ભગવંતો, તિર્થંકરો બધાં જ નિષ્કામ કરણા કરી ગયા છે અને પરંપરાને અનુસરીને વર્તમાનમાં પણ ધર્મગુરુઓ આ પ્રકારે માનવ જીવોને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યાં પણ તેમની કરુણા જ છે.
વીતરાગ પ્રભુએ માનવ જીવોને એક વિશેષ અને સૂક્ષ્મ કરુણાનું સ્વરૂપ પણ બોધ્યું છે તે છે – સ્વદયા-સ્વ પ્રત્યે કરુણા થવી તે. માનવજીવે એ વાત વિચારવાની છે કે અજ્ઞાનવશ પોતે પોતાના આત્માને અનંતકાળથી પરિભ્રમણમાં રોકી રાખ્યો છે, તેના પ્રત્યે કરુણાભાવ પ્રગટ કરી આ આત્મા મુક્ત થાય તે મોટી કરુણા છે.
ઇAિZA પ્રશાબીજ • 44 backઇ8િ
Page #45
--------------------------------------------------------------------------
________________
ી
બોધપાઠ-૧૨
માધ્યસ્થભાવ
સદાચાર કે જે ધર્મનું મૂળ છે, તે સદાચારનું ચોથું અંગ મહત્પુરુષોએ માધ્યસ્થ ભાવના કહેલું છે. પ્રત્યેક મનુષ્ય ભિન્ન પ્રકૃતિવાળો જણાય છે. એક જ પદાર્થને જોવાની દરેકની દૃષ્ટિ ભિન્ન હોય છે. વળી સમજવાની શક્તિ પણ એક સરખી હોતી નથી. વિવેક પણ વધુ-ઓછો જોવામાં આવે છે. આવા કારણથી પરસ્પર વિરોધ આવતો રહે છે. આવા સમયે જો વિવેક બન્ને પક્ષે ચૂકી જવાય તો ઘર્ષણ થાય, વે૨ વૃત્તિ થાય અને કલેશ થતો રહે, જે સહજીવનમાં વિક્ષેપરૂપ થાય છે. વળી મનુષ્યનો અહંભાવ વચ્ચે આવતા સત્યને સમજવા છતાં, સ્વીકારવા તૈયાર ન હોય, આવા અનુભવો પ્રત્યેક મનુષ્યને જીવનમાં અવારનવાર થતા હોય છે. આ પરિસ્થિતિમાં સાચો વિવેક શું ? મોટા પુરુષોએ તેનો જવાબ આપ્યો છે માધ્યસ્થતા.
આપણે ભલે સાચા હોઈએ અને સામેનો મનુષ્ય તેનો વિરોધ અકારણ કરી રહ્યો હોય, સમજવા તૈયાર જ ન હોય અને નિરૂપાયતા જણાય ત્યારે
ઊષણ પ્રશાબીજ * 45 parano
Page #46
--------------------------------------------------------------------------
________________
આપણે સાચા હોવા છતાં, આપણો આગ્રહ છોડી ને સામાને તેનાં પ્રારબ્ધ ઉપર છોડી દેવો તે કર્તવ્ય બને છે. પરંતુ આમ કર્યા પછી આપણાં મનમાં તે સામેની વ્યક્તિ પ્રત્યે લેશમાત્ર દ્વેષ ન થઈ આવે, આપણે આપણાં મનમાં કલેશ ન રહે તેમ વિવેક કરી શાંત રહેવું તે માધ્યસ્થભાવ છે, સાક્ષીભાવ છે. આવો ભાવ મોટો ગુણ છે, ત્યાં આપણી નિર્બળતા નથી. લોકો ભલે નિર્બળતા માને, ખરેખર તે ઉદારતા છે.
જો આપણે આ પ્રકારે માધ્યસ્થભાવમાં ન જઈએ તો મનમાં કલેશ થાય, વેરભાવ થાય, દ્વેષ થાય અને પરિણામે આર્તધ્યાન થતા કર્મબંધ થશે જ. સામા પક્ષે પણ જે-તે મનુષ્યને પણ આપણા પ્રત્યે એવા જ ભાવ દૃઢ થતાં તે પણ આર્તધ્યાન કરી કર્મબંધ કરવાનો જ છે. આમ સૌના-પરસ્પર હિત માટે વિવેકી મનુષ્યને માધ્યસ્થભાવ ઉપકારી બને છે અને આવો આચાર ઉત્તમ મનાયો છે, માટે જ તે સદાચાર કહેવાય છે. શત્રુ પ્રત્યે પણ માધ્યસ્થભાવ રાખવો, દ્વેષ ન જ કરવો.
મહાભારત ગ્રંથમાં આ માટે ઉત્તમ દૃષ્ટાંત જોવા મળે છે. પાંડવો અને કૌરવો શ્રીકૃષ્ણનાં નિકટનાં સ્નેહી પરિવારો છે. પાંડવોની માંગણી ન્યાયયુક્ત હતી કે માત્ર પાંચ ગામ, કૌરવો આપે તો સંતોષ માનવા અને જીવન વહેવાર ચલાવવા તૈયાર હતા, પરંતુ કૌરવો માનતા નથી. છેવટનાં ઉપાય તરીકે શ્રીકૃષ્ણ કૌરવો પાસે જઈને સમજાવે છે, વિનંતી કરે છે તો પણ કૌરવો તે વાત માનતા નથી. એટલું જ નહીં, શ્રીકૃષ્ણનું ભારે અપમાન કરે છે, વિવેકહીન બને છે. શ્રીકૃષ્ણ તો મધ્યસ્થી તરીકે રજુઆત કરવા આવેલાં તેનું કોઈ પ્રકારે અપમાન થાય તે યોગ્ય નહોતું. કૌરવો રાજધર્મ ભૂલી ગયા, વિષ્ટિકાર પ્રત્યેનો વિવેક રાખ્યો નહીં.
આમ છતાં જ્યારે બન્ને પક્ષે યુદ્ધ નિશ્ચિત બન્યું ત્યારે અર્જુન અને દુર્યોધન શ્રીકૃષ્ણ પાસે પોત-પોતાના પક્ષે યુદ્ધ કરવા નિમંત્રણ આપવા આવે છે ત્યારે કોઈ પ્રકારનો દ્વેષ, વૈરભાવ, અહંભાવ શ્રીકૃષ્ણને નથી. બન્ને પક્ષે
Lalala veucodex • 46 BABALA:
Page #47
--------------------------------------------------------------------------
________________
સહાય કરે છે. પાંડવોનાં પક્ષે સ્વયં જોડાયા, તો સામા પક્ષે કૌરવોને પોતાનું સમસ્ત સૈન્ય અને યુદ્ધનાં સાધનો આપે છે. પોતે પ્રતિજ્ઞા પણ કરે છે કે પાંડવોને યુદ્ધમાં માત્ર માર્ગદર્શન આપશે, શસ્ત્રધારણ કરી યુદ્ધ નહીં કરે. આમ કોઈ પક્ષે પોતે પક્ષપાત ન કરતા, સર્વથા માધ્યસ્થભાવે, મહાભારતનાં મહાયુદ્ધનાં કેવળ સાક્ષી બની રહ્યા. શ્રીકૃષ્ણ નિર્બળ નથી, કંસ જેવા બળવાન, સમર્થ રાજાને પણ ન્યાય ખાતર યુદ્ધમાં માર્યા છે. આ માધ્યસ્થતાનો ભાવ છે. બહુ મોટો ગુણ છે, ઘણાં દોષથી બચવાનું ઉત્તમ સાધન છે. પરમાર્થ માર્ગમાં સાધક-મુમુક્ષુને આવો ગુણ અનિવાર્ય સમજવો જોઈએ. પોતાનાં સ્વભાવમાં ટકવામાં અને વિભાવથી બચવામાં આ ગુણ ખૂબજ ઉપકારી માનવો ઘટે છે. ૫૨મ કૃપાળુ શ્રીમદ્ભુએ સરળતા અને મધ્યસ્થતાને ઉત્તમ પાત્રતા કહી છે.
*
84KG પ્રશાબીજ + 47 Basava
Page #48
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૩
ચારભાવનાનો પરમાર્થ
મહત્પુરુષોએ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતાને સદાચારનાં અંગ કહ્યાં છે અને સદાચારને ધર્મ પામવા માટેનો મહાન ગુણ અને અનિવાર્ય આવશ્યકતા બતાવી છે.
પ્રત્યેક ધર્મનું અંતિમ લક્ષ મોક્ષ છે – મુક્તિ છે સર્વથા મુક્તિ. મોક્ષ માટે જે પુરુષાર્થ છે તે ધર્મ છે. મનુષ્યભવમાં જ આવો પુરુષાર્થ થઈ શકે છે, અન્ય ગતિ-યોનિમાં સંભવ નથી. પ્રત્યેક ધર્મી મનુષ્યને મોક્ષની ઇચ્છા હોવી તે સ્વાભાવિક છે. મોક્ષની પ્રાપ્તિ માટે સત્પુરુષાર્થ અનિવાર્ય છે. માત્ર કોઈનાં આશીર્વાદથી કે ચમત્કારથી મોક્ષ મળતો નથી. મોક્ષ પ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કરે છે તે સાધક છે. પુરુષાર્થ તે સાધના છે અને પરિણામ તે સિદ્ધિ
છે.
=
સત્પુરુષાર્થ થવા માટે સાધકને કોઈ સત્પુરુષનો જોગ બનવો જરૂરી છે. સત્પુરુષનો જોગ થવા માટે સાધકને સત્પુરુષનું ઓળખાણ થવું જોઈએ.
ØKK પ્રશાબીજ * 48 Bacara:48
Page #49
--------------------------------------------------------------------------
________________
સાધકની યોગ્યતા હોય તો જ સત્પુરુષનું ઓળખાણ થઈ શકે છે. આ યોગ્યતા સર્વપ્રથમ સદાચાર વિના આવતી નથી અને સદાચાર માટે આ ચારભાવનાથી સાધકે રંગાવું પડે, ભુષિત થવું પડે. પ્રસંગે-પ્રસંગે સાધકે યોગ્યતા માટે જાગૃત રહેવું પડે. પોતાના દોષો નિષ્પક્ષપાત પણે જોવા અને કાઢવાનું કરતા જવું પડે. તે સાથે પરના-અન્યનાં દોષ પ્રત્યે દ્વેષરહિત થવાનો અભ્યાસ કરતા જવું. આવા બધાં ગુણો સહજ બને તે સાધકની ખરી યોગ્યતા છે. આવી યોગ્યતા આવ્યથી સાધકને સતુપુરુષ-સદૂગરની ઓળખ, શ્રદ્ધા-ભક્તિ થઈ શકે છે. જેનાં પરિણામે સત્પુરુષનો કૃપાપાત્ર બને છે અને તેના આધારે મોક્ષનો સત્પુરુષાર્થ થઈ શકે છે.
જગતનાં સમસ્ત જીવો પ્રત્યે મૈત્રી, નિર્વેર બુદ્ધિ, સાધના માર્ગનાં અન્ય સાધકોની વિશેષ બળવાન સાધના પ્રત્યે પ્રમોદભાવ (આનંદ). સાધના માર્ગનાં નિર્બળ કે સાધન રહિત સાધકો પ્રત્યે કરુણાભાવ અને સહાયક બનવું તેવી વૃત્તિ અને મતભેદનું નિવારણ અસંભવ લાગે ત્યારે માધ્યસ્થભાવ-સાક્ષીભાવઉદાસીનભાવ રહેવો – આ બધું સાધકની યોગ્યતા માટે ખૂબ જરૂરી છે.
યોગ્યતાવાળા સાચા સાધકને પુરુષ કે સદ્દગુરુનો યોગ સહજ પ્રયત્ન થઈ જાય છે. વળી યોગ્યતા હશે તો જ સાધક આવા સત્પુરુષ-સગુરુની આજ્ઞામાં રહીને સાચી દિશામાં પુરુષાર્થ કરીને ઇચ્છિત સિદ્ધિ મેળવે છે.
અનાદિથી પરીભ્રમણ કરતા જીવાત્માને અનેક વાર માનવભવ તો મળ્યા જ છે, પરંતુ યોગ્યતાનાં અભાવે માર્ગ પામતો નથી કે સત્પુરુષાર્થ કરતો. નથી. સત્પુરુષ કે સદ્ગુરુનું કામ સાબુ જેવું છે. વસ્ત્ર ધોવામાં સાબુ, મેલ દૂર કરે છે, પરંતુ માત્ર સાબુથી તો વસ્ત્ર વધુને વધુ મલિન થવાનું છે, સાથે પાણીનો યોગ અનિવાર્ય છે. તે રીતે સાબુ જેવા સત્પુરુષ ત્યારે જ કામ લાગે, જ્યારે આપણી યોગ્યતારૂપી પાણીનો યોગ થાય અને તેમ થયેથી જીવનાં અનંત જન્મનો દોષ, કર્મ સહેલાઈથી જતા રહે છે. આત્મા શુદ્ધ થાય છે, સાધના સફળ થાય છે, સહજ સુખની અનુભૂતિ થાય છે.
ની&િઇટને પ્રશાબીજ •49 base
Page #50
--------------------------------------------------------------------------
________________
આ ચાર ભાવનાથી ભાવિત થયેલો સાધક ધર્મમાં પ્રવેશ પામે છે. ધર્મનું પરિણામ મોક્ષ છે. હવે સાધક મોક્ષમાર્ગનો ખરો આરાધક બની શકે છે. આવા આરાધકની આગળની સાધના વૈરાગ્ય માટેની છે. વૈરાગ્ય વિના વીતરાગતા આવતી નથી અને વીતરાગતા વિના મોક્ષ નથી. માટે હવે સાધકે વૈરાગ્યવાન થવા માટે યત્ન કરવાનો છે. વૈરાગ્ય માટે મહત્ત્પુરુષોએ વૈરાગ્યનો ક્રમિક અભ્યાસ કરવાનું બોધ્યું છે અને તે માટે યથાર્થ માર્ગદર્શન બારભાવના વડે બોધ્યું છે તે બારભાવના અંગે આપણે ક્રમથી વિચાર કરીશું. જૈનદર્શનમાં આ બારભાવનાની અગત્યતા, દરેક ગચ્છ-મત-સંપ્રદાયે સ્વીકારી છે. તેમાં કોઈ મતભેદ નથી. વૈરાગ્ય વિના સાચો ત્યાગ સંભવતો નથી અને ટકતો પણ નથી.
“ત્યાગ ટકે નહીં, વૈરાગ્ય વિના.”
-
- નિષ્કુળાનંદ સ્વામિજી
*
848484 પ્રજ્ઞાબીજ * 50 parxxx48
Page #51
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૪
છે. અનિત્ય ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સદાચારનાં ચારે અંગો : મૈત્રી, પ્રમોદ, કરણા અને માધ્યસ્થતા – જે મનુષ્યને સ્વભાવરૂપ, સહજભાવરૂપ થઈ જાય છે, તે સંસારમાં સજ્જન, શ્રેષ્ઠમાનવ મનાય છે. તેને યશ, માન, કીર્તિ પ્રાપ્ત થાય છે. આવો મનુષ્ય સાધના (ધર્મ પુરુષાર્થ) માટેની પુરી યોગ્યતા ધરાવે છે અને તે ધર્મ પુરુષાર્થ કરી આત્મિક વિકાસ કરતો મોક્ષ પદ પ્રાપ્ત કરીને સર્વકાળને વિષે પરિભ્રમણથી, જન્મ-મરણથી મુક્ત થઈ શકે છે. પ્રાથમિક યોગ્યતા સદાચાર છે, જેની પ્રાપ્તિ થઈ ચુકી છે, હવે ધર્મપુરુષાર્થનું સ્વરૂપ વિચારીએ. - ધર્મપુરુષાર્થ અર્થાત્ મોક્ષપુરુષાર્થની શરૂઆત વૈરાગ્યથી થાય છે. વૈરાગ્ય એટલે રાગ-મોહ રહિત થઈને જીવન જીવવું તે. મનુષ્ય પ્રાણી સંયોગો અને સંબંધોનાં જગતમાં જીવે છે. પૂર્વ કર્મ અનુસાર ઇષ્ટ-અનિષ્ટ સંયોગો થતા રહે છે, તો વળી સંયોગનો કાળ પૂરો થતા વિયોગ પણ થાય. સંબંધો પણ કર્મ અનુસાર બંધાય છે, છૂટે છે. આ પ્રક્રિયા કુદરતનાં ક્રમ અનુસાર ખૂબજ
ઇAિZA પ્રશાબીજ •1 bookઇ8િ
Page #52
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્થિત રીતે થયા જ કરે છે. તેમાં આપણી ઇચ્છા-અનિચ્છા કામ લાગતી નથી. પરંતુ જોગાનુજોગ જે સંયોગ-સંબંધની ઇચ્છા રાખી હોય તેવો યોગ બને ત્યારે જીવને જે-તે સંયોગ-સંબંધમાં મોહ-રાગ થઈ આવે છે અને તે અવસ્થા કાયમ રહે તેમ ઇચ્છે છે.
પરંતુ તેમ થતું નથી ત્યારે દુઃખી થઈ જાય છે. આ પ્રકારે જીવનની ઘટમાળ સુખ-દુઃખથી ભરેલી જ રહે છે. વળી આ સુખ કે દુઃખ શાશ્વત નથી કે તેને શાશ્વત (કાયમી) કરી શકાય તેવો કોઈ ઉપાય નથી. એટલું જ નહીં, પરંતુ આ સુખ-દુઃખ પણ ભ્રાન્તિરૂપ છે – સ્વપ્નરૂપ છે, સત્ય નથી ! આવો નિશ્ચય મહાજ્ઞાની પુરુષોએ, અતિ પરિશ્રમ લઈને, સૂક્ષ્મ વિચાર-ચિંતનથી કર્યો છે. આવા મહત્ પુરુષોએ આના નિવારણ માટે પણ ખૂબજ ચિંતન કર્યું છે અને તેનો ઉપાય તેમને વૈરાગ્યમાં જણાયો. જેથી તેમણે માનવ જાતને વૈરાગ્યનું સ્વરૂપ અને મહિમા બોધરૂપે વ્યક્ત કરેલ છે. પરંપરાએ એ બોધ શાસ્ત્રરૂપે પ્રાપ્ત છે.
વૈરાગ્યનું સ્વરૂપ જૈનદર્શનમાં બારભાવનાના અંગથી બોધ્યું છે. જે (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવ૨, (૯) નિર્જા, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધ દુર્લભ અને (૧૨) ધર્મ દુર્લભ નામથી દર્શાવી છે.
માનવપ્રાણી બુદ્ધિશાળી અને વિવેકી હોય છે, તે સત્ અને અસત, યોગ્ય અને અયોગ્ય, શાશ્વત અને ક્ષણિક, હિતકારી અને અહિતકારી વગેરે ભેદ કરી શકે છે અને તદ્નુસાર આચરે છે. આવી દશા તિર્યંચોની નથી માટે માનવજીવોનું આ મહાભાગ્ય છે. માનવજીવોનો આ વિશેષ ગુણ છે, પરંતુ તેનો ઉપયોગ કરવા માટે યથાર્થ જ્ઞાન જરૂરી છે, જે જ્ઞાન સત્પુરુષોસદ્ગુરુ કે સત્શાસ્ત્ર થકી મેળવવામાં આવે છે. અન્યથા અજ્ઞાનને જ્ઞાન માનીને વ્યર્થ પુરુષાર્થ થયા કરે તેથી યથાર્થ સિદ્ધિ તો નથી, ઊલ્ટુ સત્યથી વધુ ને વધુ દૂર થતો જાય છે. માટે યથાર્થ જ્ઞાન વડે વિવેક રાખીને વર્તવું તે કર્તવ્ય છે, સાચો ઉપાય છે.
ZNAKAKA પ્રજ્ઞાબીજ * 52 pararao
Page #53
--------------------------------------------------------------------------
________________
માનવમાત્ર જગતનાં જડ અને ચેતન પદાર્થોનાં સંગમાં નિરંતર રહેલો છે. જેમાં તે સતત સુખની શોધ કરતો રહે છે. પરંતુ જ્ઞાની કહે છે કે સ્વપ્નમાં સુખ મળે તો કેટલું સાચું ? જાગૃત થતા બધુંજ શુન્ય. એવું જ જગતનાં તમામ પદાર્થોનો સંયોગ-વિયોગ સ્વપ્નવતુ છે, કાયમી નથી, સત્ય પણ નથી. માટે આ સંયોગ-વિયોગ પ્રત્યે આસક્તિ કે મોહ કરવાનું યોગ્ય નથી તે વાત સ્વિકારીને સંયોગી પદાર્થ કેવળ અનિત્ય છે તે સત્ય સમજવા માટે જે-તે પદાર્થો કે સંજોગો પ્રત્યે રાગ મુક્ત થવાનો પુરુષાર્થ કર્તવ્યરૂપ છે. રાગ મુક્ત થાય તે દ્વેષ મુક્ત પણ થઈ જાય છે. આમ વિચાર કર્યાથી તેને ક્રમથી જગતનાં સર્વ પ્રકારનાં વૈભવ, સંપત્તિ, સાધનો, સગા-સ્નેહી, પરિવાર, મિત્ર, શત્રુ અને પોતાનો જેની સાથે ગાઢ સંબંધ છે તેવો દેહ પણ અનિત્ય જણાય છે. પોતે (આત્મા) દેહથી તદ્દન ભિન્ન પદાર્થ છે, તેવો નિશ્ચય થાય છે. વળી પોતે (આત્મા) શાશ્વત છે બાકી બધાંજ સંયોગ સંબંધો ક્ષણિક છે, મિથ્યા છે તેમ સમજી તે સર્વ પ્રત્યે વૈરાગ્ય જાગૃત થાય છે. આ પ્રથમ અનિત્ય ભાવના પ્રથમ સોપાન છે.
ની&િઇટને પ્રશાબીજ •ss base
Page #54
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૫
0 અશરણ ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આપણે વિચાર્યું કે જગતનાં સર્વ જોગ-સંજોગ-સંબંધો, પદાર્થો અનિત્ય છે અને પોતે આત્મા તો નિત્ય છે. ત્યારે તે વાત સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ જ પર વસ્તુ જીવાત્માને સદાય સહાય કરી શકે જ નહીં. પરિણામે જીવાત્માને કાયમી સુખ મળે તેવી સંભાવના નથી.
કોઈ પણ જીવાત્મા (દેહધારી) જ્યારે-જ્યારે દુઃખનું વેદન કરે છે ત્યારે એ દુઃખથી બચવા માટે અન્ય જડચેતન પદાર્થનું શરણું શોધે છે અને અલ્પ સમય માટે તેને ક્યારેક દુઃખની નિવૃત્તિ પણ વેદાય છે, પરંતુ આમ થવું અનિશ્ચિત છે, મળે પણ ખરું ને અને ન પણ મળે. આવો અનુભવ સર્વને થતો હોય છે. તેનું કારણ જ્ઞાનીઓ કહે છે કે સર્વ-જીવને સુખ-દુઃખ (શાતાઅશાતા)નું કારણ પ્રત્યેક જીવના પૂર્વ કર્મ અનુસાર રહેલું છે. તેને કોઈ બાહ્ય (અન્ય) પદાર્થનાં શરણથી સુખ કે દુઃખ પ્રાપ્ત થતું નથી, પરંતુ કર્મ-ઉદયમાં આવે છે તેના આધારે પ્રાપ્ત થાય છે, વેદન થાય છે.
Alaus meuonx 54 BRERA
Page #55
--------------------------------------------------------------------------
________________
કોઈને શરીરમાં રોગ છે તે માટે વૈદ્યનું શરણ લીધું અને ઔષધઆદિ પ્રયોગ કરતા રોગ મુક્ત થવાયું ત્યારે માનવજીવ માને છે કે મને વૈદ્યથી કે ઔષધથી સારું થયું. બીજા કોઈને પણ એવો જ રોગ થતા તે જ વૈદ્યનાં શરણે જાય છે, ઔષધ આદિ પ્રયોગ, પહેલાને કર્યા તેવા જ થયા છતાં રોગ મટતો નથી, ક્યારેક મૃત્યુ પણ થાય ત્યારે શું સમજવું ? રોગનો પ્રકાર એક સરખો, વૈદ્ય પણ એજ, ઔષધ પણ એજ છતાં પરિણામ ભિન્ન કેમ ? આ સુચવે છે કે કોઈ-કોઈનાં શરણમાં જવાથી સુખ કે દુઃખ પામતો નથી કે નિવારણ કરી શકતો નથી. હા માત્ર નિમિત્તરૂપ તે જોગ, માની શકાય, બાકી કર્મફળ પ્રત્યેક જીવના પૂર્વ કર્મનાં આધારે જોવા મળે છે. મરણનાં સમયે પણ કોઈનું શરણ મળતું નથી. માત્ર પૂર્વ કર્મનાં આધારે પરિણામ વેદવું પડે છે. વિવેક રાખીને ધર્મનું, દેવ, ગુરુનું સ્મરણ ચિંતન વડે શુભભાવમાં રહેવું યોગ્ય છે.
Alaus euolex 55 BRERA
Page #56
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૬
છે સંસાર ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સંસાર એટલે પ્રત્યેક દેહધારી જીવાત્માનું સ્થાનક. ચારે ગતિનાં જીવો : (૧) દેવ, (૨) મનુષ્ય, (૩) તિર્યંચો અને () નારકી – જ્યાં વસેલા છે તે સ્થાન સંસાર છે. બધાંજ જીવો સ્વકર્મથી બધ્ધ છે. કોઈ જ સર્વથા મુક્ત જીવ આ સંસારમાં નથી. મુક્ત આત્માઓ સિદ્ધ કહેવાય છે જેઓ સંસારથી પર છે, કર્મથી મુક્ત છે, દેહ રહિત છે.
સંસારી જીવો પૈકી આપણે મનુષ્યો અન્ય ત્રણ ગતિનાં જીવો કરતા વધુ સારી દશામાં છીએ. જેથી મનુષ્ય ધર્મપ્રવૃત્તિ કરવા સમર્થ છે. ધર્મધ્યાન કરીને સિદ્ધ પદ પ્રાપ્ત કરવા સમર્થ છે. યોગ્યતા પ્રાપ્ત કરીને યથાર્થ ધર્મપુરુષાર્થ કરીને સર્વથા મુક્તિ-મોક્ષ પામી શકે
અનાદિનાં સંસ્કાર-કુસંસ્કાર અને અબોધ દશામાં રહેલો મનુષ્ય, સંસારનાં સંયોગી, જડ-ચેતન પદાર્થોમાં સુખ શોધતો ફરે છે, પરંતુ જ્ઞાનીઓ તો કહે છે કે સંસારમાં સુખ છે જ નહીં. જે મનુષ્ય આ બોધ ગ્રહણ કરીને,
ઇAિZA પ્રશાબીજ • 56 bookઇ8િ
Page #57
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર કરીને નિશ્ચય કરે છે કે જ્ઞાનીનું કથન પૂર્ણ સત્ય છે, માટે વિકલ્પ કર્તવ્ય નથી, તેને સંસાર પ્રત્યે રાગ છુટી જાય છે અને વૈરાગ્ય ભાવ થઈ આવે છે.
જ્ઞાનીઓ સંસારને સાગરની ઉપમા આપે છે તે કેટલી યથાર્થ છે. સાગર ખારો છે તેમ સંસાર પણ ખારો છે. ત્યાં મિઠાશનો અનુભવ થતો નથી. પૃથ્વી ઉપર વરસાદ વરસે છે તે પાણી બધેજ મીઠું છે, પણ જેવું સાગરમાં સ્થિતિ કરે કે તુરત ખારું થઈ જાય છે. એમ જીવાત્મા સંસારમાં સ્થિતિ કરે છે ત્યાં સુધી અજ્ઞાન, રાગ, દ્વેષ આદિ ખારાશથી મુક્ત થતો નથી. મુક્ત થતાં જ પૂર્ણ મિઠાશ ધારે છે. સંસાર અને સાગર અગાધ છે તેનું યથાર્થ માપ કાઢી શકાય નહીં. સાગરમાં સતત મોજા ઉછળે છે તેવી જ રીતે સંસારી જીવને સુખ-દુઃખ રૂપ અવસ્થા ભરતી-ઓટની જેમ વેદાય છે.
સંસારનું આ સ્વરૂપ જાણી તેમાંથી મુક્ત થવા, સંસાર પ્રત્યે, તેનાં સર્વ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય થઈ આવવો તે સંસાર ભાવનાનો મહિમા છે.
Lalala neoRex • 57 Balata*
Page #58
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૭
0 એકત્વ ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
માનવ પ્રાણીને જ્ઞાનીનાં બોધ વડે ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે પોતે આત્મા છે, દેહ નથી એવો નિશ્ચય થાય છે અને પરિણામે દેહ પ્રત્યેની આસક્તિ ક્રમે કરીને છુટતી જાય છે. ઉપરાંત દેહનાં કારણે જે સગા-સંબંધીપરિવાર વગેરેનો યોગ થયો છે તે પ્રત્યેથી પણ આસક્તિ છૂટતી જાય છે. આમ થવામાં જીવાત્માને વૈરાગ્યભાવ ઉપકારી છે. જીવાત્મા રાગથી જ સંસાર સેવતો રહ્યો છે તે રાગ છૂટતાં જ સ્વસ્વરૂપ સંબંધી તેને વિચાર કરવાનો અવકાશ મળે છે અને ક્રમે કરીને આત્મવિચાર, આત્મચિંતન અને સ્વરૂપ ધ્યાન પ્રત્યે જોડાય છે. ઉપયોગ ત્યાં જોડાય છે. આ સાધના છે.
સાધક મનુષ્ય આવી સાધના કરતાં સહજ વિચારે સમજતો થાય છે કે હું એકલો છું, કોઈ જ સંયોગી પદાર્થો (જડ-ચેતન) મારા નથી. જન્મમરણ એકલો જ કરી રહ્યો છું અને જ્યારે સર્વથા મુક્ત થઈશ (સિદ્ધ થઈશ) ત્યારે પણ હું એકલો જ હોવાનો. બધાંજ સંયોગી પદાર્થોથી સર્વથા છુટાં
ઇAિZA પ્રશાબીજ • 58 bookઇ8િ
Page #59
--------------------------------------------------------------------------
________________
પડ્યાથી જ મોક્ષ છે. વર્તમાનમાં જે સુખ-દુઃખ વેદાય છે તેનું કારણ મારા જ પૂર્વકર્મ છે જે મેં એકલાએ જ બાંધ્યા છે, માટે મારે એકલાએ જ તેનું ફળ ભોગવવાનું છે. કોઈ તેમાં ભાગ પડાવે તેવું અનુભવમાં આવતું નથી.
શરીરમાં મહારોગ-વ્યાધિ પ્રગટ થાય છે ત્યારે ગમે તેટલા નિકટનાં સગા, સ્નેહી પણ તે વ્યાધિ પોતે લઈ શકતા નથી. આ પ્રકારે એકત્વ ભાવના ભાવતા-ભાવતા જીવનો વૈરાગ્ય ભાવ દૃઢ થતો જાય છે અને આવો જીવાત્મા વીતરાગી દશા તરફ વળતો જાય છે અને પૂર્ણ વીતરાગી થઈને મોક્ષ પદસિદ્ધપદને પામે છે.
પરપદાર્થોને કેવળ ૫૨ જાણીને તે પ્રત્યેની આસક્તિ છુટવા માટે આ એકત્વ ભાવના બહું ઉપકારી થાય છે. સાધકે નિત્ય આ ભાવના સ્મરણમાં લાવવી ઘટે છે.
*
ઊષણ પ્રશાબીજ * 59 parxxx48
Page #60
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૮
0 અન્યત્વ ભાવના છે
ನನನನನನನನನನನನನನನನನನನ
વૈરાગ્ય દૃઢ થવા માટે માનવ જીવે અન્યત્વભાવનાનું ચિંતવવું આવશ્યક છે. અન્યત્વ અર્થાત્ સ્વ-દ્રવ્યથી ભિન્ન, અન્ય દ્રવ્ય, જેમાં જડ-ચેતન બન્ને સમાય છે. સ્વ-દ્રવ્ય તે સ્વયં પોતેજ આત્મતત્ત્વ અને એ સિવાય જે-જે પદાર્થોનો સંયોગ અનુભવાય છે તે સર્વ અન્ય છે, સર્વકાળે તે અન્ય જ છે, ક્યારેય તે પોતાના થવાનાં નથી, આવા સર્વે અન્ય પદાર્થો ક્યારેય મારા આત્માનાં) સુખ-દુ:ખનું કારણ બન્યા નથી કે બનનાર પણ નથી. તેવો નિશ્ચય કરવામાં આવે તો કોઈ પણ પર દ્રવ્ય પ્રત્યે રાગ-મોહ થતો નથી કે દ્વેષ પણ થતો નથી અને દીર્ઘ કાળના આવા અભ્યાસથી જીવને નિર્મોહી થઈને સ્વ-સ્વરૂપમાં સ્થિતિ કરવાનું સરળ બને છે.
આમ સર્વ પર પદાર્થો પ્રત્યેની તેની દૃષ્ટિ-વિચારધારા બદલાયાથી, પર પદાર્થોનાં સંયોગમાં રહ્યા છતાં તે પરપદાર્થો પ્રત્યે ઉપેક્ષા-ઉદાસીનતા રહ્યા કરે છે. પરિણામે મોહભાવથી થતી કર્મ બંધની સ્થિતિથી બચી જવાય છે અને વૈરાગ્ય દૃઢ થતો જાય છે.
Alaus euolx # 60 BRERA
Page #61
--------------------------------------------------------------------------
________________
માનવજીવ સ્વજનો, પરિજનોનાં સંગમાં રહે છે તેનું કારણ પૂર્વ કર્મ છે. અને તેનો સર્વથા અંત ન આવે ત્યાં સુધી એ સ્થિતિથી છુટી શકાતું નથી. પરંતુ જીવાત્મા જે-તે વ્યક્તિ પ્રત્યે મમત્વ ભાવ ન રાખે અને સાક્ષીભાવમાં રહીને કર્મોદયને વેદી લે તો નવા કર્મબંધથી બચી જવાય છે અને પૂર્વકર્મ તેની સ્થિતિએ નિવર્તવાનું છે. આ પ્રકારે જીવાત્માંનો મોક્ષ માર્ગ ટૂંકો થતો જાય છે.
કર્મબંધનાં મુખ્ય કારણો જીવનો મમત્વભાવ અને અહંભાવ છે, હું અને મારું આ માન્યતા, મમત્વ અને અહંભાવનું સ્વરૂપ છે. માનવજીવ વિવેક યુક્ત દશામાં છે, તે સ્વ-પરનો વિવેક કરીને અન્યને અન્ય માની તે પ્રત્યે મોહ ઘટાડતો થાય અને નિજ-સ્વસ્વરૂપમાં સ્થિતિ થવાની રૂચિ વધારતો જાય તે અન્યત્વ ભાવનાનું સ્વરૂપ સમજાય છે.
ની&િઇટને પ્રશાબીજ 61 base
Page #62
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૯
0 અશુચિ ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રત્યેક જીવાત્માનો વાસ કોઈ પ્રકારનાં દેહમાં-શરીરમાં હોય છે. આ સ્થિતિ અનાદિથી છે. પરંતુ જીવ અને દેહ બે ભિન્ન પદાર્થ છે. જીવની ઓળખ જે ગુણોથી છે, તે ગુણો દેહમાં નથી અને દેહની ઓળખ જે ગુણોથી છે, તે જીવમાં નથી. જીવ ચેતન છે, દેહ જડ છે. દેહ છોડીને જીવ ચાલ્યો જાય છે ત્યારે દેહ સાથે જઈ શકતો નથી, એટલું જ નહીં પરંતુ દેહ તદ્દન બિનઉપયોગી થઈ પડે છે, ઉપરાંત આપોઆપ તે દેહ સડવા, ગળવા લાગે છે. જેથી તેનો કોઈ પ્રકારે નાશ કરવો પડે છે. જીવ અને દેહનો સંબંધ ૧૦૦ વર્ષનો કે તેથી પણ વધારે-ઓછો હોય તો પણ તે બન્ને પદાર્થ ક્યારેય એકબીજાનાં ગુણ ગ્રહણ કરી શકતા નથી. આવી અવસ્થા અનાદિની છે, આપણને તેનું જ્ઞાન પણ છે, છતાં પ્રત્યેક જીવને જે દેહનો સંયોગ છે તેમાં પ્રિતી રહે છે, જેથી તેની સાર-સંભાળ લેવામાં આવે છે. તે દેહમાં મોહ રહે છે, દેહની હાનિ ન થાય તે માટે સજાગ રહીને કાળજી લેવામાં આવે છે.
ની&િઇટને પ્રશાબીજ 62 base
Page #63
--------------------------------------------------------------------------
________________
વધુમાં તે દેહમાં એકત્વ બુદ્ધિ થઈ આવે છે અને પરિણામે દેહ તે હું, એવો ભાવ રહ્યા કરે છે. જ્ઞાની મહાત્મા આને અજ્ઞાન કહે છે, કેમ કે જીવ નિત્ય છે અને દેહ અનિત્ય છે. જેથી બન્નેનો સંયોગ કોઈ કાળે નિત્ય થવાનો નથી જ. આમ હોવાથી જ્યારે દેહનો વિયોગ થાય છે કે વિયોગ નિકટ જણાય છે ત્યારે જીવને ભારે દુઃખ થાય છે. જીવાત્મા આર્તધ્યાન કરી નવા કર્મ બાંધે છે અને પરિભ્રમણ વધારતો રહે છે.
જીવાત્માનું આ અજ્ઞાન દુર કરવા જ્ઞાનીઓએ આ અશુચિ ભાવના ચિંતવવાનો બોધ કર્યો છે. દેહ પ્રત્યેનો મોહ નિરર્થક છે તે સમજાવવા માટે જ્ઞાની કહે છે કે દેહ તો મળ, મૂત્ર, લોહી, માંસ, હાડકા, પરૂં જેવા જુગુપ્સા, કરાવે તેવા પદાર્થોથી ભરેલો છે. માટે મોહ છોડીને તે દેહ પ્રત્યે વૈરાગ્ય ભાવ રાખવાથી કર્મબંધનું કારણ છૂટી જાય છે, તેમાં જીવાત્માનું હિત છેકલ્યાણ છે.
Alaus Leuolex 63 BRERA
Page #64
--------------------------------------------------------------------------
________________
J
બોધપાઠ-૨૦
0
આસ્રવ ભાવના
WWWW
માનવ પ્રાણીને જેમ દેહનો સંબંધ છે તેમ તેને મન સાથે પણ ગાઢ સંબંધ છે. દેહ વડે જે પ્રવૃત્તિ થાય છે તે કરવા માટે પ્રથમ મનમાં જે-તે પ્રવૃત્તિ કરવાનો વિચાર થાય છે, સંકલ્પ થાય છે, પછી જ દેહ પ્રવૃત્તિ કરે છે. મન ચંચળ છે, જે કંઈ નવું જોવા-જાણવા મળે તે પ્રત્યે ગમો-અગમો સહેજે તેને થઈ આવે છે, પરિણામે મોહ-આસક્તિ વધતી જાય છે. વળી જીવ બોધ પામ્યો નથી, ત્યાં સુધી આવો મોહભાવ અહિતકારી છે, તેમ સમજાતું નથી. જે જીવાત્માને બોધ થાય છે તેને ૫૨ પદાર્થ પ્રત્યે મોહભાવ થતો નથી. પદાર્થનાં સંયોગમાં કે વિયોગમાં સાક્ષીભાવમાં રહે છે અને નવા કર્મનાં બંધનથી બચી જાય છે. મનનું બીજું પણ સ્વરૂપ છે તે પણ સમજવું જરૂરી છે. મન જીવાત્માને સમાગમ, વૈરાગ્ય, અસંગતા પ્રત્યે પણ લઈ જઈ શકે છે અને મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં પણ દેહને દોરી જાય છે. શ્રીમદ્ભુ કહે છે કે, “બધું મનને લઈને છે.” વ્યવહારમાં કહેવત છે કે, “મન હોય તો માળવે જવાય.” મારે તો એમ કહેવું છે કે, “મન હોય તો મોક્ષે જવાય.’’
#EKG પ્રશાબીજ * 64 parano
Page #65
--------------------------------------------------------------------------
________________
જીવાત્માને પરિભ્રમણનું કારણ કર્મ છે અને કર્મનું કારણ જીવનું અજ્ઞાન છે. જીવ જ્ઞાન પામે-બોધ પામે તો મનને વશ કરી શકે છે. વશ થયેલું મન પ્રાપ્ત થયેલાં બોધ અનુસાર દેહ પાસે ધર્મ ક્રિયા કરાવી શકે છે અને પરિણામે મોક્ષનું કારણ પણ મન બની શકે છે.
અજ્ઞાન દશામાં જીવાત્માનું મન, પરપદાર્થ પ્રત્યે, રાગ, દ્વેષ, મિથ્યા માન્યતા, મિથ્યા આગ્રહો વગેરે અનિષ્ટોને સેવે છે. આવી અવસ્થાને જૈન પરિભાષામાં આશ્રવ કહે છે. આશ્રવ અર્થાત્ કર્મબંધના કારણોની આવક. કારણ વિના કાર્ય સંભવતું નથી એ ન્યાયે જો જીવાત્મા કર્મબંધનું કારણ સેવે નહીં તો તેને કર્મબંધ પણ થઈ શકે નહીં. જો કે જીવાત્મા અજ્ઞાનવશ પ્રત્યેક સમયે કર્મબંધનાં કારણો સેવતો જોવામાં આવે છે. આશ્રવથી બચવા, સંવર ભાવના ચિંતવવાનો બોધ જ્ઞાનીઓએ કર્યો છે, જે હવે પછી વિચારીશું.
BACAU, Loucnx 65 BRERA
Page #66
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૨૧
-
સંવર ભાવના
722~~~~~~~~~~~~~~~~
આપણે આશ્રવ ભાવનાનું સંક્ષીપ્ત સ્વરૂપ વિચાર્યું. કર્મબંધનું કારણ આશ્રવ છે, ને પરિભ્રમણનું કારણ છે અને તેનાં મૂળમાં જીવનું અજ્ઞાન છે – અબોધ દશા છે. આવો જીવાત્મા સત્સંગને સેવે તો બોધ પામીને આશ્રવથી બચવા માટે જે ઉપાય-યથાર્થ ઉપાય કરે છે તેને જૈનદાર્શનિકો સંવર કહે છે. સંવરભાવમાં જીવે જ્ઞાતા-દૃષ્ટા કે સાક્ષીભાવમાં રહેવાનો અભ્યાસ કરતા રહેવું પડે છે. પૂર્વકર્મ ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવવામાં નિમિત્તરૂપ ૫૨૫દાર્થોનો યોગ જીવાત્માને સહેજે થઈ આવે છે. આવા સમયે જો જીવાત્મા જ્ઞાન-ઉપયોગે પ્રવર્તે તો સહેજે સાક્ષીભાવમાં રહીને નવા કર્મનાં બંધથી બચી શકે છે અને અજ્ઞાન વશ વર્તે તો પરિભ્રમણ વધારતો રહે છે.
જે જીવાત્મા બોધ પામ્યો છે, તે ઉદય કર્મના યોગે, સાવધાન થઈને કર્મની સ્થિતિને સમતાભાવે વેદીને તેનાંથી નિવૃત્ત થાય છે. તે જાણે છે કે કોઈ પણ કર્મની સ્થિતિ કાયમી નથી, થોડા કાળમાં તે સ્થિતિ ક્ષય થવાની જ
#EKG પ્રશાબીજ * 66 paravano
Page #67
--------------------------------------------------------------------------
________________
છે, જેથી આવા સમયે સમતાભાવે, શાંતિથી દૃષ્ટા બનીને જોયા કરે, વેદ્યા કરે પણ વિકલ્પ ન કરે, આર્તધ્યાન ન કરે, કોઈને દોષ ન દે, પોતાનાં જ કર્મ આ અવસ્થાનું કારણ છે અને વેદ્યા વિના છૂટકો નથી, તેવું સમાધાન મન સાથે કરીને મનને સંપૂર્ણ રીતે વશ કરવાનો પુરુષાર્થ કરે છે, જેના પરિણામે નવા કર્મનાં બંધનોથી બચે છે અને પૂર્વકર્મોની નિર્જરા પણ કરે છે. આવી અવસ્થાને સંવરની અવસ્થા શાસ્ત્રકારો કહે છે.
લાંબા કાળનાં અભ્યાસથી માનવજીવો આવી સંવરની અવસ્થામાં રહી શકે છે. જે જીવો મુક્ત થયા છે તે આ પ્રકારે જ મુક્ત થયા છે. સંવર ભાવમાં રહેતો મનુષ્ય કષાયોથી સહેજે બચી જાય છે, મોક્ષ માર્ગમાં સહેજે પ્રવૃત્ત થાય છે. આ ભાવના મોક્ષનું બળવાન કારણ છે.
ની&િઇટને પ્રશાબીજ 67 base
Page #68
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૨૨
0 નિર્જરા ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
નિર્જરા એટલે પૂર્વકર્મથી મુક્ત થવાનો ઉપાય. પૂર્વકર્મથી બે પ્રકારે મુક્ત થવાય છે. એક તો જે-તે કર્મ ઉદયમાં આવે ત્યારે ભોગવવાથી જે-તે કર્મથી મુક્ત થવાય છે અને બીજી તે ઉદયમાં આવતા પૂર્વે જ જીવાત્મા સત્તાગત કર્મને તપથી ક્ષય કરીને જે-તે કર્મથી મુક્ત થાય છે. જો કે બધાંજ કર્મો તપથી નિર્જરી શકતા નથી, પરંતુ મોટાભાગનાં કર્મોની નિર્જરા થઈ શકે છે. થોડાં એવા કર્મ ભોગવે નિવૃત્ત થાય છે. જીવાત્મા (માનવજીવો) સંવરભાવમાં રહીને ઉદય કર્મને ભોગવે-વેદી લે તો નવા કર્મબંધ કર્યા વગર જ કર્મ નિર્જરા થાય છે. પરંતુ જો અજ્ઞાનવશ, આર્તધ્યાન કે રૌદ્ર ધ્યાન કરીને ભોગવે તો નવું કર્મ અવશ્ય બાંધે છે, જે પરિભ્રમણનું કારણ બને છે.
તપ વડે જે કર્મનિર્જરા થાય છે તે તપનાં મુખ્ય બાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે જેમાં છ બાહ્ય અને છ અંતરંગ તપ છે તેનું સ્વરૂપ શાસ્ત્રોથી જાણીને આરાધવું. મુખ્યતા આંતરિક-અંતરંગ તપની છે, બાહ્ય તપ અંતરંગ
ઇAિZA પ્રશાબીજ 68 bookઇ8િ
Page #69
--------------------------------------------------------------------------
________________
તપને સહાયક બની શકે છે. બધાં જ તપમાં સ્વધ્યાયને જ્ઞાનીઓ મહાતપ કહે છે. સ્વાધ્યાયથી જીવ બોધ પામે છે અને જ્ઞાન વિચાર કરીને સકામ નિર્જરા કરીને સહેજે કર્મબંધથી મુક્ત થઈ શકે છે. સ્વાધ્યાય એટલે શાસ્ત્રોનું શ્રવણ કે વાંચન, ઉપરાંત શ્રવણ-વાંચન સંબંધી વિચાર, ચિંતન, વિવેક કરતા રહેવું તે ખરું સ્વાધ્યાયનું સ્વરૂપ છે. સ્વાધ્યાય શરૂમાં સમૂહમાં થવો ઘટે છે પરંતુ થોડી ભૂમિકા તૈયાર થયે એકાંતમાં સ્વાધ્યાય કરવાનું આવશ્યક માનવું. સ્વાધ્યાયથી વિચારોની અને ચિત્તની શુદ્ધિ સહેજે થાય છે. સ્વાધ્યાયમાં જીવનો ઉપયોગ જે-તે શાસ્ત્ર વિચાર સાથે મેળવવો પડે છે, જેથી તે ઉપયોગ અન્યત્ર જોડાતો રોકાય જાય છે. પરિણામે માનવજીવો મોક્ષનાં લક્ષે અન્ય તપ, ત્યાગ, વૈરાગ્ય, અપરિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, વગેરેમાં સહેજે ઉલ્લાસપૂર્વક પુરુષાર્થ કરતો થાય છે, જે મોક્ષમાર્ગની સાધના છે. અકામ નિર્જરાની ચર્ચા જરૂરી નથી.
ઇAિZA પ્રશાબીજ 69 backઇ8િ
Page #70
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૨૩
0 લોક સ્વરૂપ ભાવના
~~~~~~~~~~~~~~~~~~~
જે પૃથ્વી વર્તમાનમાં આપણો નિવાસ છે, તેવી કેટ-કેટલીએ પૃથ્વી અને ક્ષેત્રો જેમાં સમાઈને રહ્યા છે તેને લોક કહેવામાં આવે છે, તદુપરાંત અલોક પણ છે જેનો પાર પામી શકાય તેમ નથી. આવા આ લોકનું સ્વરૂપ જૈનદર્શનનાં શાસ્ત્રોમાં કેટલેક અંશે વ્યક્ત થયું છે. ત ્-અનુસાર લોકનો આકાર, કેડ ઉપર બે હાથ ટેકવીને ઉભેલા પુરુષ જેવો આકાર આ લોકનો દર્શાવ્યો છે, જેમાં મુખ્યત્વે ત્રણ લોક : (૧) ઊર્ધ્વલોક, (૨) મધ્યલોક અને (૩) અધોલોક દર્શાવ્યા છે. ઊર્ધ્વલોકમાં અગ્રભાગે સિદ્ધલોક છે જેમાં સર્વથા મુક્તાત્માઓ (સિદ્ધ પ્રભુ)નો વાસ બતાવાયો છે. એથી થોડા નીચે ભિન્ન-ભિન્ન દેવલોક હોવાનું કહેવાયું છે. મધ્યલોકમાં તિર્યંચ (પશુ-પંખી-જીવજંતુ વગેરે) અને મનુષ્યોનો વાસ બતાવેલો છે. અધોલોકમાં નાકીનાં જીવોનો વાસ છે, તેમાં સાત ભૂમી દર્શાવે છે, જેને નરક કહે છે. પહેલેથી, બીજી વગેરે ક્રમથી વધુને વધુ દુઃખદ અવસ્થાઓ ભોગવતા જીવો નારકી નામે ઓળખાવ્યા છે. આટલું સંક્ષેપમાં સમજાવાયું છે. બાકી વિસ્તાર તો અનેકવિધ પ્રકારે વર્ણવ્યા છે.
484808 પ્રશાબીજ + 70 parano
Page #71
--------------------------------------------------------------------------
________________
આવા લોકનું સ્વરૂપ માનવજીવોને સમજવાનું જરૂરી છે, તેમ શાસ્ત્રમત છે. એક તરફ એકત્વભાવનાં છે, જેમાં જીવાત્માને સ્વકેન્દ્રીત વિચાર-ચિંતન કરવાનું કહે છે, તો બીજી તરફ લોક સ્વરૂપ ભાવનાથી સમગ્ર લોક વિચાર ચિંતવવાનું કહેવામાં આવે છે. જેથી પ્રથમ નજરે વિરોધાભાસ લાગે છે. પરંતુ જો હેતુ સમજાય તો બન્ને ભાવના ઉપકારી છે તેમ સમજાય છે. માનવજીવને વર્તમાનમાં જે પરપદાર્થોનો સંયોગ થયો છે, તે ઘણાં બધાં જીવો કરતા અધિક માત્રામાં હોય ત્યારે અહંભાવ થઈ આવવો સહજ છે. સમગ્ર લોકનું સ્વરૂપ ચિતવતા પોતાની તુચ્છ દશાનું ભાન થવાથી અહંભાવ ગળી જતા વાર લાગતી નથી અને વૈરાગ્ય ભાવ ત્વરાથી દૃઢ થવા લાગે છે. પર પદાર્થો પ્રત્યેની આસક્તિ ત્વરાએ ઓસરવા લાગે છે, તે ઉપકાર સમજાય છે.
Alaus reuolx # 71 BRERA
Page #72
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૨૪
0 બોધ દુર્લભ ભાવના )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સર્વથા મુક્ત આત્માઓ સિવાયનાં બધાજ જીવો કર્મબદ્ધ છે, જેમાં ચારે ગતિ : (૧) દેવ, (૨) મનુષ્ય, (૩) તિર્યંચ અને (૪) નારકીનાં જીવોનો સમાવેશ થાય છે. જીવાત્મા સર્વથા મુક્ત થતા સુધી ચારે ગતિમાં દેહધારણ કરે છે અને આયુ મર્યાદાનાં અંતે ત્યાગ પણ કરે છે. આવી જીવોની દશા અનાદિથી છે. આ અવસ્થાનું મુખ્ય કારણ જીવની અજ્ઞાન દશા છે. અજ્ઞાનવશ કર્મો બાંધે છે, ભોગવે પણ છે અને ફરી નવા બાંધે છે. આત્મા નિશ્ચયથી તો જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન રહિત ક્યારેય હોતો નથી. છતાં અજ્ઞાની કહેવાનો હેતુ એ છે કે વિપરિત-અહિતકારી જ્ઞાન દશામાં પ્રવર્તે છે. જો આ જીવ જ્ઞાન દશાએ વર્તે તો જ આ ચાર ગતિનાં ભ્રમણથી મુક્ત થતો-થતો ક્યારેક સર્વથા મુક્ત દશા પામીને લોકાગ્રે સ્થિત થાય જેને સિદ્ધદશા કહે છે.
ચારે ગતિમાં જીવો એકાંતે કેવળ દુઃખ જ ભોગવે છે. ક્યારેક અનુકુળ અવસ્થા પણ હોય છે ત્યારે તે દશા જીવને સુખરૂપ લાગે છે, પરંતુ તે જીવનું
ઇAિZA પ્રશાબીજ 72 bookઇ8િ
Page #73
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાન છે, કેમ કે જે-તે દશા ક્ષણિક છે અને જીવ શાશ્વત છે, જેથી તે સુખરૂપ અવસ્થા વિરામ પામે છે ત્યારે દુઃખરૂપ અવસ્થાનો પ્રારંભ કર્મ અનુસાર થાય છે. સર્વથા સુખમય-શાશ્વત સુખરૂપ અવસ્થા માત્ર ને માત્ર મુક્તાત્માઓની-સિદ્ધાત્માઓની છે. આવું જ્ઞાન કેવળી ભગવંતો-તીર્થકરોને હોય છે. આવા તીર્થંકરો-કેવળી ભગવંતો, સિદ્ધપદ પ્રાપ્ત થયા પહેલા, જે કંઈ આયુષ્યનો યોગ છે, તે કાળમાં નિષ્કામ કરુણાભાવે જગતનાં જીવોને યથાર્થ જ્ઞાન બોધે છે. જે બોધ માનવજીવો પ્રાપ્ત કરે, ગ્રહણ કરે તો મહા કલ્યાણકારી મોક્ષ પદને પામે.
પરંતુ આવા બોધનું પ્રાપ્ત થવું, દુર્લભ છે, કેમ કે સર્વપ્રથમ જીવને મનુષ્ય દેહની પ્રાપ્તિ, માનવીય ગુણો, સદાચાર, મૈત્રી – આદિ ચાર ભાવનાયુક્ત જીવન દુર્લભ છે. તે પછી સત્સંગ, સદ્વિચાર, સત્પુરુષ વગેરેનો યોગ પણ દુર્લભ છે. આમ બોધ પ્રાપ્તિ દુર્લભ છે તેમ ચિંતવવું અને બોધ મળે તો અનુસરવું તેવો નિર્ણય કરવો જોઈએ.
ની&િઇટને પ્રશાબીજ •za base
Page #74
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૨૫
0 ધર્મ દુર્લભ ભાવના )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ધર્મની પ્રાપ્તિ જીવને દુર્લભ છે તેવો આ ભાવનાનો મર્મ છે. જગતમાં ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય જોવામાં આવે છે, જે ધર્મ કરતો ન હોય તો પછી ધર્મ પ્રાપ્તિ દુર્લભ કહેવાનું કારણ ? તે ચિંતનનો વિષય છે. માનવજીવો ધર્મનું સાચું સ્વરૂપ જાણતા નથી અને પરંપરાએ દેખાદેખીથી અનેકવિધ પ્રકારે ધર્મ પ્રવૃત્તિ કરે છે. પરંતુ આવી ધર્મ પ્રવૃત્તિનું ફળ શું છે તે વિચારવા ભાગ્યે જ કોઈ રોકાય છે અને જે રોકાય છે તે સંશોધન કરે છે, તે પૈકી કોઈ વિરલા જીવો જ યથાર્થ ધર્મને જાણે છે, આવા જીવો પૈકી કોઈ જ વિરલા જીવ યથાર્થ ધર્મ આરાધે છે. આવી જગતનાં માનવ જીવોની દશા સર્વકાળમાં જોવા મળે છે.
આ પ્રકારે યથાર્થ ધર્મનું અનુસરણ કેટલું બધું કઠીન છે તે સહેજે સમજાય છે. આવો ધર્મ પામવો દુર્લભ-અતિ દુર્લભ છે. જેમાં શંકા રહેતી નથી. આમ વિચારીને જેને વર્તમાનમાં યથાર્થ ધર્મ અને પરંપરાગત ધર્મનો
ની&િઇટને પ્રશાબીજ •74 base
Page #75
--------------------------------------------------------------------------
________________
વિવેક થયો છે તેણે ત્વરાએ યથાર્થ-આત્મધર્મનું સેવન કરીને મોક્ષ પ્રાપ્ત થવાનો જે અવસર મળ્યો છે તેનો પુરેપુરો ઉપયોગ, પ્રમાદ ત્યજીને કરી લેવાનું અતિ આવશ્યક છે.
જે ધર્મ જીવાત્માને નિજ આત્મસ્વરૂપનું જ્ઞાન-ભાન કરાવે, ધર્મ આરાધનાની પ્રેરણા અને પોષણ આપે તે ધર્મને યથાર્થ ધર્મ કહી શકાય અને આવો ધર્મ જ મોક્ષનું કારણ બને છે. બાકી કહેવાતો ધર્મ તો બહુ તો જીવને શુભભાવમાં રાખીને સારી ગતિમાં લઈ જઈ શકે, પરંતુ પરિભ્રમણ તો ચાલતું જ રહે છે તો પછી તે ધર્મનો શો ઉપકાર ?
જ્યારથી આવી સમજ આવી ત્યારથી માનવજીવે વિવેકપૂર્વક જ્ઞાનીસત્શાસ્ત્રની આજ્ઞાએ પ્રવર્તવું એજ કર્તવ્ય છે. માનવજીવો સિવાય અન્ય કોઈ પણ ગતિમાં રહેલા જીવો ધર્મઆરાધના કરી શકતા નથી અને માનવભવ વારંવા૨, સહેજે મળતો નથી, તેમ વિચારી ત્વરાએ આત્મધર્મનું આરાધન કરવું જ રહ્યું. કુળધર્મ આત્માની અપેક્ષાએ-લક્ષે થતો હોય તો જ ઉપકારી છે – અન્યથા નથી, તેમ સમજાય છે.
*
8484 પ્રજ્ઞાબીજ * 75 paravano
Page #76
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૨૬
0 બારભાવનાનો પરમાર્થ છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જે માનવજીવો ચાર ભાવના મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતાથી ભાવિત થઈને યોગ્યતા પામ્યા છે, તેમને માટે ધર્મનાં માર્ગમાં પ્રવર્તન કરવા માટે વૈરાગ્યનાં કારણરૂપ બારભાવના ચિંતવવાનું જરૂરી છે. આ બારભાવનાથી માનવજીવો સંસાર, કર્મ, પરિભ્રમણ, મમત્વ, અહંભાવ વગેરેનું સ્વરૂપ સમજીને હેય-ઉપાદય અર્થાતુ છોડવા યોગ્ય અને સેવવા યોગ્ય શું છે તેનો યથાર્થ વિચાર કરી, હેય-છોડવા યોગ્ય પદાર્થો, સંગ, પ્રસંગ પરત્વે ઉદાસીન થતો જાય છે અને ઉપાદેય અર્થાત્ આરાધવા યોગ્ય સંગ, પ્રસંગ, સાધન પ્રત્યે વળતો થાય છે. પરિણામે સત્યધર્મક્રિયામાં રસ-રુચિ વધારતો જાય છે, પુરુષાર્થ કરતો થાય છે, સ્વ-પરનો વિવેક થતો જાય છે. સ્વસ્વરૂપને જાણવા-સમજવાની યોગ્યતા મેળવતો જાય છે. પરમા-પરસંગમાં, પરપદાર્થોમાં સુખ નથી, પરંતુ સાચું સુખ તો સ્વમાં છે – સ્વનાં સંગમાં છે તેવી પ્રતીતિ થવા લાગે છે અને હવે તે દિશામાં સખત પરિશ્રમ લેતો થાય છે.
ની&િઇટને પ્રશાબીજ •76 base
Page #77
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય દૃઢ થતા સર્વસંગ પરિત્યાગની ઇચ્છા જાગે છે. ઘર, સંસાર, પરિવાર, સંપત્તિ, સત્તા વગેરે પ્રત્યેની તેની આસક્તિ છૂટતી જાય છે. આત્મકલ્યાણની ભાવના વધતી જાય છે. પરિણામે દીક્ષિત થઈ એકાંત સાધનાસ્વસ્વરૂપ ચિંતવના, કર્મબંધથી બચીને થતો દેહ ધર્મ કરતો થાય છે. શાસ્ત્ર અભ્યાસ કરી ધર્મનાં સાચા મર્મને પામીને પૂર્ણ વીતરાગપદને ભાવતો થાય
સંસારી જીવો પ્રાયે રાગી હોય છે, કોઈ પુત્યયોગે ત્યાગી બને છે, તેમાંથી કોઈ વૈરાગ્ય ભાવમાં આવીને સર્વસંગ પરિત્યાગ કરે છે, આમાંથી કોઈ વિરલા જ વીતરાગ ભાવના ભાવતા-ભાવતા વીતરાગતા પામીને કેવળજ્ઞાન દશા પ્રાપ્ત કરી પૂર્ણ મોક્ષ પદનો અધિકારી બને છે.
વૈરાગ્યભાવ થવામાં બારભાવના ઉપકારી છે જ પરંતુ વીતરાગતા પ્રાપ્ત થવામાં આત્મભાવના વિશેષ ઉપકારી છે, તો હવે પછી આત્મભાવનાનું સ્વરૂપ વિચારીશું.
Alaus Leuolx # 77 BRORURE
Page #78
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૨૭
છેઆત્મભાવના-૧ 0
ನನನನನನನನನನನನನನನನನನನ
હે આત્મન, તેં યથાર્થ માનવપણું પ્રાપ્ત થવા માટે મૈત્રી આદી ચાર ભાવના વિચારી. માનવ-માનવ વચ્ચેનાં સદ્વ્યવહાર માટે પણ આ ચારભાવના અગત્યની છે અને મનુષ્ય સદાચારી બનીને પોતાની યોગ્યતા પામે છે. આવો સદાચારી માનવજીવ ધર્મ માર્ગમાં પ્રવૃત્ત થવા માટે વૈરાગ્ય આદિ બારભાવના ચિતવતો રહીને ધર્મ-માર્ગની પ્રાપ્તિ અને પુરુષાર્થ કરી શકે છે, ત્યાગ-વૈરાગ્યમય જીવન વ્યતિત કરી શકે છે. આમ સારી એવી યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જેનો લક્ષ કેવળ મોક્ષ છે અને જન્મ-મરણથી સર્વથા મુક્ત થવું છે તેને હજી આગળ વધી વીતરાગતાની સાધના કરવાની છે. સર્વ તીર્થકરો-કેવળીઓ વીતરાગી થઈને કેવળજ્ઞાન લઈને જ મોક્ષે સિધાવ્યા છે.
વીતરાગતા પ્રાપ્ત થવા માટે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ એક વધુ ભાવના ચિંતવવાની ભલામણ કરે છે. એ છે “આત્મ ભાવના.” ચાર અને બારભાવના ઘણું કરી પરંપરાને અનુસરી થતી જોવાય છે, પરંતુ તેમાં સ્પષ્ટ
ની&િઇટને પ્રશાબીજ •78 base
Page #79
--------------------------------------------------------------------------
________________
આત્મલક્ષ હોય તો કાર્ય સરળ થઈ શકે તેમ જણાય છે. આત્મભાવનાનો લક્ષ શ્રી વીતરાગ પ્રભુએ તેમની દેશનામાં બોધેલો છે જ, પરંતુ પરંપરાએ કિંઈક લક્ષ મંદ થયુ લાગે છે.
આત્મલક્ષ, યથાર્થ થવા અર્થે શ્રીમદ્જીએ ભાવનાની સમજ એવી આપી છે કે જીવાત્માએ “હું આત્મા છું, દેહાદિ સ્વરૂપ મારું નથી, દેહ-સ્ત્રી-પુત્રાદિ મારા નથી, આમ આત્મભાવના ભાવતા રાગ-દ્વેષનો ક્ષય થાય છે.” રાગદ્વેષ રહિત થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને કેવળજ્ઞાનનાં ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ શાસ્ત્રોએ માન્ય કરી છે તે સર્વ વિહીત છે.
સંસારી જીવો (મનુષ્યો) કર્મયોગે અનેક પદાર્થો અને સંબંધોની વચ્ચે ઘેરાયેલા છે અને નિરંતરની આવી અવસ્થા હોવાથી, પ્રાપ્ત પદાર્થો, સંબંધો અને પ્રસંગો પ્રત્યે સહેજે રાગ-દ્વેષનાં ભાવ કરતો રહે છે, જે કેવળ પરિભ્રમણનું કારણ છે, અને દેખાદેખી કે પરંપરાગત ધર્મક્રિયા કરવાથી બહુ તો શુભ કર્મનો બંધ થઈ શકે છે, મોક્ષનું કારણ બનતું નથી.
વર્તમાન કાળનાં મનુષ્યોને ભૌતિક પદાર્થોનાં સંગની ભરમાર છે, જેનાં કારણે પ્રાથમિક ધર્મ રૂચિ પણ થોડીજ જોવા મળે છે. આ કાળને જ્ઞાનીઓ દુઃષમ કહે છે તેનું કારણ એટલું જ કે સાચો ધર્મ-માર્ગ આરાધતા અને દર્શાવતા સદ્દગુરુનો યોગ ઘણો દુર્લભ છે. જેઓ ધર્મમત પ્રવર્તાવે છે તેઓ પણ યથાર્થ ધર્મનું સ્વરૂપ ભાગ્યે જ કહેતા જણાય છે. પરંપરાગત વ્રત, જપ, તપ, પુજા, તીર્થયાત્રા આદિનો બોધ કરીને સંતોષ માનતા જણાય છે. આવા કાળમાં આપણા મહદ્ પુણ્યનાં યોગે શ્રીમદ્જી જેવા જ્ઞાનસ્વરૂપ મહપુરુષનો યોગ બન્યો છે, તેમનાં યોગ-આશ્રયે ઘણાં જીવો માર્ગ પામ્યા અને હાલ પણ માર્ગને અનુસરીને આત્મકલ્યાણ કરી રહ્યાં છે. ભિન્ન-
ભિન્ન સંપ્રદાયોમાં મૂળધર્મ વિભાજીત થઈ ગયો છે અને સૌ પોતાનો માનેલો સંપ્રદાય સાચો અને બીજાનો મિથ્યા માનતા જણાય છે. જો કે આ ભેદ કંઈ તાત્વિક નથી, પરંપરાનો ભેદ માત્ર છે. પ્રત્યેક જૈન મત,
ની&િઇટને પ્રશાબીજ •79 base
Page #80
--------------------------------------------------------------------------
________________
ચોવીસ તીર્થંકરો, છ દ્રવ્ય, નવ તત્ત્વ, ચારગતિ, કર્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ વગેરે મુખ્ય બાબતે એક મત છે. માત્ર ગચ્છ, મતનાં ભેદથી ભિન્નતા અનુભવાય છે. આ હકિકત જાણતા શ્રીમદ્જીએ મૂળ તત્ત્વબોધ ઉ૫૨ જ લક્ષ કેન્દ્રીત કરીને જૈન ધર્મ એટલે આત્મધર્મ, માનવધર્મ એટલે પણ આત્મધર્મ જ છે તેવું પ્રતિપાદન કર્યાનું તેમનાં બોધ વચનોથી સમજાય છે. મતભેદ અને આગ્રહોથી મુક્ત થઈને માનવજીવ યથાર્થ-તાત્ત્વિક ધર્મને અનુસરે એવા હેતુએ આત્માની મુખ્યતા કરી આ ૧૭મી ભાવનાં “આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે.” એવો મંત્ર આપી બહુ-બહુ ઉપકાર કર્યો છે. કેવળજ્ઞાન પ્રાપ્તિનો આ સચોટ ઉપાય છે તેવું આ ભાવનાનાં શબ્દાર્થથી પણ સમજાય છે. અને મંત્રનો પરમાર્થ તો જીવાત્માને સ્વસ્વરૂપમાં સ્થિર કરી દે છે તેવો અનુભવ પ્રત્યેક સાધકને સહેજે થઈ આવે છે. પરિણામે દેહદૃષ્ટિ છુટી, આત્મદૃષ્ટિ દ્રઢ થતી જાય છે.
*
પ્રજ્ઞાબીજ * 80 parxxx48
Page #81
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૨૮
૦ આત્મભાવના-૨ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આત્મભાવના”નું અવતરણ થયું તે પ્રસંગ પણ પ્રેરક છે, તે વિચારવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી મુંબઈની પોતાની પેઢી ઉપર પૂ. શ્રી લલ્લુજીમુનિલઘુરાજ સ્વામિ)ને સત્સમાગમ આપતા હતા. કેટલાક દિવસથી આ ક્રમ ચાલતો હતો. એક દિવસ સત્સંગ પૂરો થતા પૂ. મુનિશ્રી ઉપાશ્રય જવા પેઢી ઉપરથી બહાર નિકળી રહ્યા હતા ત્યારે શ્રીમદ્જીએ બુમ મારીને તેમને પાછા બોલાવ્યા અને જે ગ્રંથ ઉપર સત્સંગ થઈ રહ્યો હતો તે માંગીને તેના ઉપર સ્વહસ્તે આ પ્રકારે લખ્યું, “આત્મભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે.” આમ લખીને મુનિશ્રીને ગ્રંથ પાછો આપ્યો. મુનિશ્રી અતિ પ્રસન્ન થયા કેમ કે જ્ઞાનીનાં સ્વહસ્તે (હાથોહાથ) મંત્ર દાન થયું હતું તેને મહાભાગ્ય માન્યુ હતું.
મુનિશ્રીએ જીવન પર્યત આ મહામંત્રને આત્મસાત કરી આત્મભાવમાં રહ્યા. સમક્તિ પ્રાપ્ત કરી, નિગ્રંથ દશા પ્રાપ્ત કરી સાચા વીતરાગનાં સાધુ. થઈ આત્મકલ્યાણ કરી ગયા.
BACAU, Loucnx • 81 BRERA
Page #82
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર-સંસાર દૃષ્ટિથી આ અવસર આશ્ચર્યકારી છે. મુનિ કોઈને(ગ્રહસ્થને) મંત્રદીક્ષા આપે તે સહેજે સમજાય છે, અત્રે એક ગૃહસ્થ મુનિને મંત્ર દીક્ષા આપે છે. પરંતુ પરમાર્થ દૃષ્ટિથી વિચારતા બાહ્યવેશ કે બાહ્યદશા તો ગૌણ છે, સાચી તો અંતરંગ દશા છે તે જોતા આશ્ચર્ય સમાઈ જાય છે, વિકલ્પ થતો નથી.
મુનિશ્રી ખંભાતમાં હોય અને શ્રીમદ્જી મુંબઈમાં હોય ત્યારે મુનિશ્રી ખંભાતનાં દરિયાકાંઠે જઈને, મુંબઈની દીશામાં મુખ રાખી, આ મંત્રનું રટણ કરતા-કરતા શ્રીમદ્જીને વંદન-ખામણાં કરતા રહે, દેહભાન ભુલાય જાય, પગનાં ઘુંટણો દરિયાની રેતીથી છોલાતા રહે, લોહી વહેતું રહે, પણ કોઈ લક્ષ દેહ ઉપર જાય નહીં. આવી અદ્ભુત દશામાં ઝુલતા તે પ્રભુશ્રી લઘુરાજને સત્સત્ વંદન સહેજે થઈ જાય છે. ધન્ય છે તેમની ભક્તિને.
ઇAિZA પ્રશાબીજ - 82 backઇ8િ
Page #83
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૨૯
0 આત્મભાવના-૩ છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જ્યાં લગી આતમાં, તત્ત્વ ચિન્હો નહીં;
ત્યાં લગી સાધના, સર્વ જુહી.” ભક્ત કવિશ્રી નરસિંહ મહેતાની આ પંક્તિઓ યથાર્થ આત્મભાવનાનો મર્મ વ્યક્ત કરે છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ જેનાં લક્ષમાં નથી એવા મોટાભાગનાં મનુષ્યો જપ, તપ, વ્રત, નિયમ, સ્વાધ્યાય, સેવા, પૂજા, દાન, પુણ્ય, ભક્તિ, કીર્તન, તીર્થયાત્રા આદિ અનેક સાધનો સેવતા જોવા મળે છે અને તેમાં ધર્મ કર્યાનો સંતોષ માની લે છે. આવા કહેવાતા ધાર્મિક લોકોને સાચી દિશાનું દર્શન આ પંક્તિઓથી થઈ શકે છે. બાહ્ય ધર્મ પ્રવૃત્તિ દરેક મત-સંપ્રદાયમાં થતી જોવાય છે તે પ્રવૃત્તિ યોગ્ય પણ છે. પરંતુ લક્ષ નિશ્ચિત થયા વિના ઉપકારી નથી. આત્માનાં કલ્યાણનો લક્ષ રાખી, સદ્ગુરુ કે સશાસ્ત્રની આજ્ઞા એ તેમ જ હૃદયની આર્દ્રતા સાથે લય-લીન થઈને બધી જ ક્રિયા કર્યાનું સફળ પણું છે તે સમજવાનું જરૂરી છે.
BACAU, Loucnx • 83 BRERA
Page #84
--------------------------------------------------------------------------
________________
મોટાભાગે ધર્મક્રિયા દેખાદેખી, લોકસંજ્ઞાએ, અહંને પોષવા અને ધાર્મિક કહેવડાવવાની ઇચ્છાએ થાય છે. આજ ક્રિયા આત્મ લક્ષથી થાય તો કલ્યાણ. જ કલ્યાણ છે. ભક્તકવિ અખાજીએ પણ આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે,
તિલક કરતા ત્રેપન ગયા, જપમાળાનાં નાકા ગયા” અને
“એક મુરખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ; તુલસી દેખી તોડે પાન, નદી દેખી કરે સ્નાન.”
“અખા તોય ન આવ્યું આત્મ જ્ઞાન” (બહ્મ જ્ઞાન) ભક્ત કવિત્રી મીરાબાઈ લખે છેમારો હંસલો (આત્મા)નાનો ને દેવળ(દેહ) જુનુ રે થયું”
ઊડી ગયો હંસો, દેવળ પડી રે રહ્યું.” આમ કોઈ પણ ધર્મક્રિયા આત્મભાન સાથે, પૂર્ણજાગૃત દશામાં થાય તો જ સફળ છે એમ સમજીને આત્મભાવના ભાવતા-ભાવતા આત્મ સાક્ષાત્કાર, આત્મ અનૂભુતિ થઈ શકે છે તેમ સમજાય છે.
ઇAિZA પ્રશાબીજ - 84 backઇ8િ
Page #85
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩૦
૦ આત્મભાવના-૪ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
મહાત્મા શંકરાચાર્યજીએ કહ્યું છે, “બ્રહ્મસત્ય, જગત મિથ્યા,” આ. વચન પણ બ્રહ્મ કહેતા આત્માનો લક્ષ કરાવે છે. સત્ય તેને કહેવાય જે ત્રણે કાળમાં સત્વરૂપ છે, શાશ્વત છે. પ્રત્યેક આત્માનું સ્વરૂપ આવું જ છે. શાશ્વત છે, અજન્મા છે, અજર-અમર છે અને આપણું જ સ્વરૂપ છે, કોઈ અન્યની વાત નથી. આવા શુદ્ધ આત્માને બ્રહ્મ કહેવામાં આવે છે અને તેનો લક્ષ થવા માટે જગતને મિથ્યા કહ્યું છે, સ્વ આત્મ સિવાય કોઈ જ પર પદાર્થ, સ્વઆત્માને ઉપકારી નથી બલ્ક ઘણું ખરું કર્મબંધનનું નિમિત્ત કારણ હોય છે, માટે ત્યાજ્ય છે. વૈરાગ્યભાવ સાથે આત્મભાવના ભાવતા આ રહસ્ય સ્પષ્ટ થતું જાય છે.
જૈનો જેને શુદ્ધાત્મા કહે છે તેને વેદાંત બ્રહ્મ કહે છે. બ્રહ્મ એ આપણો જ શુદ્ધાત્મા છે, જેમાં કોઈ વિકારી ભાવ નથી, કષાય નથી, રાગ-દ્વેષ નથી એવો શુદ્ધાત્મા તે બ્રહ્મ છે. આવા શુદ્ધાત્માનો ઉપાશક બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કુળ-જાતિ તો સમાજ વ્યવસ્થાનું અંગ છે. પરમાર્થથી તો બ્રહ્મનો ઉપાશક જ
Alaus euolex 85 BRERA
Page #86
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ કહી શકાય અને જે પૂર્ણ બ્રહ્મની અનુભૂતિ કરે છે, બ્રહ્મમય થઈ જાય છે, દેહાધ્યાસ છુટી જાય છે, આત્માકારતા સહજ થઈ જાય છે તે બ્રહ્માનું સ્વરૂપ છે, તેમ સમજાય છે.
આમ શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે અનુભૂતિ માટે પૂર્ણ મોક્ષપદની પ્રાપ્તિ માટે આત્માનો લક્ષ અનિવાર્ય છે. આત્માનો લક્ષ સહેલાઈથી થવામાં આત્મભાવના ઉત્તમ સાધન છે. માત્ર માળા ગણવાની નથી, આત્મભાવમાં રહેવાનો અભ્યાસ નિરંતર કરવો પડશે તે માટે ૫૨ ભાવથી છુટવાનો અભ્યાસ પણ રાખવો પડશે. સ્વ-૫૨નો વિવેક થવા માટે ભેદજ્ઞાનની સમજ કેળવવી પડશે.
ઉત્તરભારતમાં વર્તમાનમાં વિહરમાન સ્વામી રામસુખદાસજીએ આત્મભાવના ચિંતવતા સાધકોને ખૂબજ ઉપકારી થાય તેવી વિચાર પદ્ધતિસુત્રરૂપે લખી છે :
(૧) મારું (આત્માનું) કંઈ નથી,
(૨) મારે કશુજ ન જોઈએ,
(૩) મારે પોતા માટે કશું કરવાનું નથી,
(૪) હું કંઈ જ નથી.
આ સુત્રો વિચારતા સહજ પ્રતિતી થાય છે કે આત્માને પોતાના સ્વરૂપ સિવાય તેનું શું હોઈ શકે ? કંઈ જ નહીં. દેહ, ઇન્દ્રીયો, અંગ-ઉપાંગ, મન, બુદ્ધિ, કર્મ, ધન, વૈભવ, સગા-સ્નેહી, જડપદાર્થો વગેરે કંઈજ આત્માનું છે ? ના નથી જ. આત્માને કર્મનાં કારણે દેહનો સંયોગ છે અને કર્મ ભોગવવા માટેનું દેહ તો સાધન માત્ર છે. આમ આત્માનું કંઈજ નથી તે વાત સ્વીકારવી જ રહી.
આત્મા પરિપૂર્ણ-સ્વયં પૂર્ણ, સર્વકાળમાં છે. આત્માનું અસ્તિત્વ(હોવાપણું) કોઈનાં કારણે નથી, તેનું નિત્ય હોવાપણું કોઈનાં કારણે નથી, તેને કર્મનો બંધ
A
પ્રજ્ઞાબીજ * 86 parava
Page #87
--------------------------------------------------------------------------
________________
કોઈનાં કારણે નથી પરંતુ પોતાનાં જ કારણે કર્મ બંધાય છે, કોઈના કર્મ અન્ય ભોગવતું નથી, સ્વકર્મ જ ભોગવે છે. કોઈનાં કારણે કે કોઈના આશીર્વાદ કે વરદાનથી આત્માનો મોક્ષ પણ નથી-સ્વપુરુષાર્થથી જ મોક્ષ છે. આ વાત સહજ વિચારતા સિદ્ધ થાય છે.
આત્માનું કંઈ છે જ નહીં અને આત્માને કશું જ જોઈતું નથી, તો પછી આત્માને કંઈ કરવાનું પણ રહેતું નથી. આત્માનું કંઈ જો હોય તો તેની સાર-સંભાળ લેવા કંઈ કરવું પડે અથવા કંઈ જોઈતું હોય તો પણ કંઈ કરવું પડે. પરંતુ નિર્ણય થયો કે મારૂં કંઈ નથી કે મારે કંઈ જોઈતું નથી ત્યારે કંઈ કરવાનું રહેતું નથી. અકર્તા ભાવમાં રહીને સહેજે થતી ક્રિયા, કર્મબંધનું કારણ થતું નથી.
હું પરમાત્માનો અંશ માત્ર છું, ત્યારે હું છુ એમ કહેવા માટે કોઈ જ કારણ લક્ષમાં આવતુ નથી, આવો ભાવ થવાથી જીવનો મમત્વ અને અહંભાવ ટકી શકતો નથી. આ મોટી સિદ્ધિ છે. કર્મબંધ અને પરિભ્રમણનું કારણ જીવનો અહંભાવ-મમત્વભાવ છે.
*
પ્રજ્ઞાબીજ * 87 parxxx48
Page #88
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩૧
છે. આત્મભાવના-૫ 0
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પૂજ્ય કાનજી સ્વામીનાં આજ્ઞાનુંવર્તિ પૂ. ચંપાબહેન આગવી શૈલીથી આત્મભાવના વ્યક્ત કરતા લખે છે કે : “હે જીવ, તને ક્યાંય ગમતું ન હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ અને આત્મામાં ગમાડ, આત્મામાં ગમે તેવું છે. આત્મામાં આનંદભર્યો છે, ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ.”
જ્ઞાનીઓ એ એકાંતે સંસારને કેવળ કલેશમય જાણ્યો છે અને કહ્યો છે. આવા સંસારમાં જીવાત્માને શાતા કેમ રહે? અને સંસાર તો પૂર્વકર્મના ફળરૂપે વેદવો જ પડે છે, ભાગી છુટાતું નથી જ, ત્યારે જીવે શું કરવું તેનો ઉપાય ઉપરનાં કથનમાં સમાયેલો છે. જીવ પોતાનાં સ્વરૂપને જાણે, માને, શ્રદ્ધે અને અંતર્મુખ થવાનો અભ્યાસ કરે તો સ્ત્ર આત્માની આનંદમય અવસ્થાનું ભાન થઈ શકે છે. આવું ભાન જેને એક વાર થાય છે તે પછી બીજા સર્વ જડ-ચેતન પદાર્થો પ્રત્યે ઉદાસીન થાય છે, વૈરાગ્ય થઈ આવે છે અને પરિણામે
ઇAિZA પ્રશાબીજ - 88 backઇ8િ
Page #89
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગમાં અતિવેગે પુરુષાર્થ કરતો થાય છે, જીવનમુક્ત થાય છે. આ જેવી તેવી સિદ્ધિ નથી જ.
બાળકને સર્વ પ્રથમ શાળામાં મુકવામાં આવે છે ત્યારે રડે છે, ગમતું નથી, પરંતુ આગળ જતા તેજ શાળા ગમવા લાગે છે, અભ્યાસ કરે છે, વિદ્વાન બને છે, એવું જ સાધકને પણ શરૂ-શરૂમાં અંતર્મુખ થવાનું કઠણ, લાગે છે, મન માનતું નથી, પરંતુ દીર્ઘકાળનાં અભ્યાસથી સહજ થઈ જાય છે, અને પરમ કલ્યાણ કરી મોક્ષનો અધિકારી બને છે.
અનાદિનાં સંસ્કારનાં કારણે જીવાત્મા મનને વશ થઈ વર્તે છે, પરંતુ સાધકે તો મનને વશમાં રાખવાની કળા શીખવાનું છે. એક વાર મન વશ થયું તો પછી કોઈ પણ કાર્ય સહજ થઈ જાય છે. મન સાથે સમાધાન કરતા રહેવાનો અભ્યાસ સતત કરતા રહેવું જરૂરી છે. ફરી સ્મરણ થાય છે, મન હોય તો મોક્ષે જવાય.” સાચા મુમુક્ષને મોક્ષ સિવાય બીજો લક્ષ જ ન હોય.
ઇAિZA પ્રશાબીજ - 89 bookઇ8િ
Page #90
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩૨
0 આત્મભાવના-૬ 0
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
હેપી (કર્ણાટક) આશ્રમનાં આદ્ય સ્થાપક યુગપ્રધાન પૂ. શ્રી સહજાનંદઘને સ્વામી (ભદ્રમૂનિ) આત્મભાવના ભાવતા લખે છે કે :
ઓછામાં ઓછું એટલું તો ભાન રહેવું જ જોઈએ કે હું શરીર નથી, પણ શરીરની અંદર અને શરીરથી જુદો આત્મા છું. જે પ્રકારે વિજળીનો બલ્બ અને તેમાં રહેલો પ્રકાશ બન્ને ભિન્ન છે તે પ્રકારે શરીર અને તેમાં રહેલો આત્મા જુદા જ છે. આત્મા સ્ત્રી કે પુરુષ નથી, નાનો કે મોટો નથી, તે ઉંચા કે નીચ નથી, સદા એક સરખો, અકૃત્રિમ અને જ્ઞાનની જ મૂર્તિ છે. હું પરમાત્મા જેવો જ છું. મારામાં અને પરમાત્મામાં કેવળ અવસ્થા ભેદ છે. હું શરીર જેલમાં રહેલો કેદી છું અને ભગવાન શરીરથી મુક્ત છે. મારે પણ એ જેલથી છુટવાનો પુરુષાર્થ કરવો જોઈએ, એમાં જ પોતાનું હિત છે.”
આવી આત્મભાવનાં ભાવતા ભેદ જ્ઞાન સરળતાથી થઈ શકે છે અને ભ્રાંતિ રહેતી નથી. અનંત કાળથી જીવને પરિભ્રમણનું કારણ ભ્રાંતિ છે, જે
ઇAિZA પ્રશાબીજ 90 bookઇ8િ
Page #91
--------------------------------------------------------------------------
________________
ભ્રાંતિનાં કારણે દેહમાં સ્વપણાંની માન્યતા દૃઢ થઈ ગઈ છે, તે ભ્રાંતિમાંથી બહાર આવ્યા વગર છૂટકો નથી, મુક્તિનો માર્ગ સુઝતો નથી.
આ શ્રી સહજાનંદઘનજી વીતરાગ માર્ગનાં સાધુ હતા, બાર વર્ષ સુધી ગહન શાસ્ત્ર અભ્યાસ કર્યા પછી આત્મ કલ્યાણની મુખ્યતા કરી સંપ્રદાય છોડીને અસંગની અતિ કઠીન યાત્રા, ગુફાવાસ, એકાંત સાધના, દિવસમાં એક જ વખત ભોજન, સમસ્ત ભારતવર્ષનું ભ્રમણ અનેક ધર્મમતનાં મહાત્માઓનો સંગ વગેરે ખૂબખૂબ (વર્ષો સુધી) કરવા છતા મનમાં સંતોષ ન થયો. અનાયાસ એક દિવસ શ્રીમદ્ રાજચંદ્ર દેવ પ્રણીત મોક્ષમાળા હાથમાં આવતા, વાંચતા, દૃષ્ટિ પલટાઈ ગઈ, ઘણાં કાળની શોધ સમાપ્ત થઈ અને શ્રીમદ્જીનાં સમસ્ત લેખનનો ઊંડો અભ્યાસ કરી, શ્રીમદ્જીની પરોક્ષ આજ્ઞામાં રહીને આત્મકલ્યાણ કરી ગયા. ધન્ય છે આવા ભવ્ય-આત્માને.
ઇAિZA પ્રશાબીજ •ળ bookઇ8િ
Page #92
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩૩
ם
આત્મભાવના-૭
722~~~~~~~~~~~~~~~~
શ્રીમદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ આત્મભાવનાનું સ્વરૂપ તાત્વિક પ્રકારે કહેતા આત્માની અવસ્થા સચોટ પ્રકાશી છે.
‘(આત્મા) શસ્ત્રથી ભેદાતો નથી, અગ્નિથી બળતો નથી, પાણીથી ભીંજાતો નથી કે વાયુથી સુકાતો નથી.’’
જીવમાત્રને સૌથી મોટો ભય મૃત્યુનો છે. મૃત્યુમાં નિમિત્ત કારણો અનેક છે. રોગ, જરા, અકસ્માત, અગ્નિ, પાણી, વાયુ, અસ્ત્ર-શસ્ત્ર વગેરે કારણો સૌનાં લક્ષમાં છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તો તે બધાનો નકાર કરે છે. તો પછી સાચુ કારણ શું છે ? તે વિચારવું ઘટે છે.
જરા સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો, અનેક નહીં પણ એક જ કારણ મૃત્યુનું છે અને તે છે જન્મ. જે જન્મે છે તે જરૂ૨ મરે છે, તો હવે જન્મનું કારણ વિચારવું પડે. જન્મનું કારણ જીવાત્માનું કર્મ છે, જો કર્મ ન હોય તો દેહનો
ØKGKC પ્રશાબીજ * 92 parava
Page #93
--------------------------------------------------------------------------
________________
યોગ કોઈ પ્રકારે થતો નથી. જેમ કે સિદ્ધ પરમાત્મા, સર્વ કર્મ રહિત તેમની દશા છે, જેથી જન્મ, તેમને નથી અને મૃત્યુ પણ તેમને નથી. આ સર્વથા મોક્ષ અવસ્થા છે. આમ વિચારતા નિર્ણય કરવો ઘટે છે કે મૃત્યુનો વિચાર ન કરતા, જન્મને ટાળવાનો ઉપાય વિચારવો જરૂરી છે.
ભક્ત પ્રહલાદનાં પિતા, રાજા હિરણ્યકશ્યપ મૃત્યુના ભયને કારણે ભારે તપ-સાધના કરી ભગવાનને પ્રસન્ન કરી મૃત્યુથી બચવાનું વરદાન માંગે છે. ભગવાન પણ તેવું વરદાન આપવા અસમર્થ છે, ત્યારે યુક્તિપૂર્વક મૃત્યુનાં જે કારણો (નિમિત્ત કારણો) તેના લક્ષમાં હતા તે બધાથી ન મરાય તેનું માંગે છે અને ભગવાન વરદાન આપે છે. પરંતુ તે મૃત્યુથી બચતો નથી. આ કથાનકથી સ્પષ્ટ થાય છે કે જેનો જન્મ છે તે મૃત્યુથી બચી શકે જ નહીં. જન્મથી જ બચવું રહ્યું.
જન્મનું કારણ સ્વકર્મ છે તેમ જાણીને કર્મ બંધથી બચવું જરૂરી છે અને તે માટે કર્મબંધનું કારણ તે રાગ-દ્વેષ-અજ્ઞાન છે તે વાતનો સ્વિકાર કરી ને તે કારણોથી મુક્ત થવાથી બધો ભય ટળી જાય છે. આત્માસર્વથા મુક્ત થાય છે-મોક્ષ પામે છે.
ની&િઇટને પ્રશાબીજ 93 base
Page #94
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩૪
૦ આત્મભાવના-૮ 0
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું.” આવું નિગ્રંથ પ્રવચન છે. માનવજીવે આત્મભાવનાનું આ સ્વરૂપ વિચારવું જરૂરી છે.
જગતમાં અનંતા જીવો છે અને અનંતા પદાર્થો છે. વળી પ્રત્યેક પદાર્થની, સમયે-સમયે પલટાતી અનંતી પર્યાય (અવસ્થા છે). જીવાત્મા કે જે બોધ પામ્યો નથી, તે કેવળ પદાર્થોની પર્યાયનો પરિચય પામીને તે પર્યાયને પદાર્થ માનવાની ભૂલ કરતો રહ્યો છે. આ દશા જીવની અનાદિની છે. જે જીવ બોધ પામે છે તે મૂળભુત પદાર્થનું સ્વરૂપ જાણવાનો પુરુષાર્થ કરે, જાણીને સ્વિકાર કરે છે, શ્રદ્ધા કરે છે, નિશ્ચય કરે છે, પરંતુ આવા જીવો બહું જ થોડા હોય છે. આવા જીવોને જ્ઞાની, સત્પુરુષ કહે છે. આવા જ્ઞાનીએ મુખ્યતાએ આત્માની શુદ્ધ, સહજ અને સ્વાભાવિક અવસ્થા જાણવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો, પરિચય કર્યો, શ્રદ્ધા કરી અને આત્મા કહેતા તે પોતાનું જ સસ્વરૂપ છે તે વાત સ્વિકારીને પોતે આત્માકાર આત્મારૂપ થતા ગયા. સાથોસાથે દેહાદિ પદાર્થો
ઇAિZA પ્રશાબીજ • 94 backઇ8િ
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે ઉદાસીન થતા ગયા. પરિણામે વૈરાગ્ય દૃઢ થતો રહ્યો અને વીતરાગતા પ્રગટ કરી, કૈવલ્ય દશા પામીને સિદ્ધ પદમાં સ્થિત થયા.
આ ઉપરનું સુત્ર એ વાત સ્પષ્ટ કરે છે કે સર્વપ્રથમ જગતમાં કંઈ જાણવા જેવું હોય તો તે આત્મા નામનો પદાર્થ છે, જે પોતાનું જ સ્વરૂપ છે. વિશેષમાં આત્માને જન્મ, જરા, મૃત્યુ નથી, નિત્ય-શાશ્વત તેનું હોવાપણું (અસ્તિત્વ) છે. આવું અસ્તિત્વ કોઈ જડ કે ચેતન, અન્ય પદાર્થોનાં કારણે નથી જેથી અસ્તિત્વને ટકાવવા માટે કોઈ જ અન્ય પદાર્થોની આવશ્યકતા નથી તેમ જ તેના નિત્યત્વ કે મોક્ષ માટે પણ કોઈ અન્ય પદાર્થનો આધાર લેવાની જરૂર નથી.
આમ, જીવાત્મા આત્મા અર્થાત્ સ્વ-સ્વરૂપને જાણી લે, તો પછી બીજું કિંઈ જાણવું જરૂરી નથી, તે અપેક્ષાએ જાણવા યોગ્ય બધું જ જણાયું છે તે આ સુત્રથી સમજાય છે.
ની&િઇટને પ્રશાબીજ 95 base
Page #96
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩૫
0 આત્મભાવના-૯ છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
“આત્મા સો પરમાત્મા” આ સુત્ર પ્રચલિત છે. આત્મા એજ પરમાત્મા છે તે વચનનો મર્મ સમજવો જરૂરી છે. જો એકાંતે આત્મા જ પરમાત્મા માનવામાં આવે તો પછી પરમાત્મા એવો શબ્દ પ્રયોગ શા માટે ?
આત્મા અને પરમાત્માનું દ્રવ્ય એક જ છે, તત્ત્વથી એક જ છે, પરંતુ અવસ્થા ભેદ છે. જીવાત્માને જન્મ-મરણ, ચાર ગતિમાં પરિભ્રમણ છે, દેહનો સંયોગ છે અને દેહમાં થતી રોગાદિ અવસ્થાનું વેદન અનુભવે છે. પરમાત્માને જન્મ, મરણ, પરિભ્રમણ, દેહ વગેરે નથી. આમ છતાં “આત્મા એ જ પરમાત્મા” કહેવાનું પ્રયોજન એ છે કે જે જીવાત્મા ચારે ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે તે જ આત્મા પરમાત્મા થાય છે. પરમાત્મા કોઈ અન્ય દ્રવ્યથી ઉત્પન્ન થયેલો પદાર્થ નથી, પણ આત્માની જ એક અવસ્થા છે – પરમ શુદ્ધ અવસ્થા છે.
જ્ઞાની ભગવંતો આત્માની ભિન્ન-ભિન્ન અવસ્થા બતાવતા કહે છે કે,
હાઇakી પ્રજ્ઞાબીજ •96 28689
Page #97
--------------------------------------------------------------------------
________________
(૧) બહિરાત્મા, (૨) અંતરઆત્મા અને (૩) પરમાત્મા. જગતનાં જડ-ચેતન પદાર્થો સાથે વ્યવહાર કરતો અને રાગ-દ્વેષ-કષાયો વગેરે કરતો આત્મા બહિરાત્મા છે. જગત અને જગતનાં સાંયોગિક જડ-ચેતન પદાર્થો જેને અસાર લાગે છે, બંધનરૂપ જાણે છે, તેવો આત્મા અંતર સંશોધનરૂપ આત્મવિચાર, ચિંતન, મનન કરતો થાય છે, તે અંતરાત્મ અવસ્થા છે અને આવો અંતરાત્મા, આત્મકલ્યાણનો મોક્ષમાર્ગ યથાર્થ પ્રકારે જાણી, સમજીને આરાધતો થાય છે. જગતનાં સંયોગી પદાર્થો પ્રત્યે અત્યંત ઉદાસીન થઈ કેવળ નિજ સ્વરૂપમાં ઉપયોગને જોડે છે, અસંગ થાય છે, સ્વ-સ્વરૂપમાં મગ્ન થાય છે, લીન થાય છે અને જગતને કેવળ જ્ઞાતા-દ્રષ્ટાભાવે જોતો-જાણતો રહે છે. પૂર્વ કર્મને સમતાભાવે વેદીને નિવૃત્ત થાય છે. સર્વકર્મથી મુક્ત થઈને એજ આત્મા જીવાત્મા પરમાત્મા થાય છે. સિદ્ધ થાય છે. આમ આત્મા જ પરમાત્મા થાય છે.
ની&િઇટને પ્રશાબીજ 97 base
Page #98
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩૬
(આત્મભાવનાથી આત્મસિદ્ધિ-૧ (0)
'૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦==
શ્રીમદ્ રાજચંદ્રદેવની વય સાત વર્ષની હતી, ત્યારે કોઈ સ્વજનનો મૃતદેહ સ્મશાનમાં કેટલાક લોકો બાળી રહ્યા હતા તે જોઈને પ્રથમ તો લોકોની ક્રૂરતા દેખાઈ, પછી તુરત વિચાર થયો કે કોઈ મનુષ્ય અન્ય મનુષ્ય પ્રત્યે ક્રૂર કઈ રીતે થઈ શકે ? તો પછી આ ઘટનાનું રહસ્ય શું છે ? તેવો પ્રશ્ન ચિત્તમાં થયો. ચિત્તમાં મૂળ કારણ શોધતા, પૂર્વનાં પોતાનાં જ કેટલાયે જન્મોનું સ્મરણ થઈ આવ્યું અને સમાધાન થયું કે સંસારનું આવું સ્વરૂપ અનાદિનું છે. પોતે પૂર્વે આ પ્રકારે ઘણાં દેહ ધારણ કરેલા અને તે દેહનો આ પ્રકારે જ નાશ કરવામાં આવેલો છે. આ પ્રકારનાં આત્મ ચિંતનથી સંસાર પ્રત્યે વૈરાગ્યનું પ્રથમ બીજ હૃદયમાં રોપાઈ ગયું.
- વૈરાગ્યનું જે બીજ સાત વર્ષની વયમાં રોપાયું તે સમય જતા અંકર ફૂટીને છોડનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સોળ વર્ષની વયે મોક્ષમાળાનાં ૧૦૮ પાઠ લખ્યા, જેમાં એક પાઠ “અમુલ્ય તત્ત્વ વિચાર” નામે કાવ્યરૂપે પ્રગટ થયો, જેમાં અતિ ગહન વિચાર આત્મચિંતનનો પ્રકાશ્યો તે :
ની&િઇટને પ્રશાબીજ 98 base
Page #99
--------------------------------------------------------------------------
________________
હું કોણ છું; ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સબંધે વળગણા છે, રાખુ કે પરહરૂં.”
સોળ વર્ષની કિશોર અવસ્થામાં આવું ગહન-સૂક્ષ્મ ચિંતન જોતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ આ બાળક કે કિશોર અવસ્થા લૌકિક લક્ષથી છે, પરમાર્થથી જોતા તો અનેક ભવભવાંતરમાં થયેલી સાધનાનું જે સ્મરણ થયું છે તેનું પરિણામ છે તેમ જણાય છે અને આશ્ચર્ય સમાઈ જાય
આગળ વધતા યુવાવયમાં પ્રવેશ સાથે, મુંબઈ જેવી મોહમયી નગરીમાં નિવાસ થયો, વેપારમાં જોડાયા અને લગભગ દશ વર્ષ અતિ પરિશ્રમ સહિતનો પુરુષાર્થ કરી પૂર્વનું ઋણાનુબંધ નિવૃત્ત કર્યું. સાથોસાથ પરમાર્થની સાધનાને મુખ્ય હેતુ બનાવી ગહન ચિંતન, મનન, અનુભૂતિ કરતા રહ્યા અને જે કોઈ યોગ્ય મનુષ્યો પરિચયમાં આવતા તેમને પણ આત્મકલ્યાણનાં માર્ગમાં લાવ્યા, પોષણ આપ્યું અને આત્મ અનુભૂતિ-સમ્યક્દર્શન થવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત બન્યા.
ઇAિZA પ્રશાબીજ • 99 bookઇ8િ
Page #100
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩૭
0 આત્મભાવનાથી આત્મસિદ્ધિ-૨
9979
શ્રીમદ્ રાજચંદ્રદેવે જીવનનાં સત્યાવીસમાં વર્ષે અધ્યાત્મનાં સાર રૂપ છ પદનો પત્ર મુનિશ્રી લઘુરાજ સ્વામીને લખ્યો છે, જેમાં આત્માના છ પદ, જેમ કે :
૧. આત્માનું અસ્તિત્વ (હોવાપણું),
૨. આત્માનું નિયત્વ (નિત્ય હોવાપણું),
૩. આત્માનું કર્તૃત્વ (કર્તાપણું),
૪. આત્માનું ભોકતૃત્વ (ભોક્તાપણું),
૫. આત્માનો મોક્ષ (સર્વથા મુક્ત દશા),
૬. મોક્ષનો ઉપાય (પરિભ્રમણનાં અંતનો ઉપાય).
આત્માની આ છ અવસ્થાને સંક્ષેપમાં પણ ગહન ચર્ચા સરળ શૈલીથી
NAKE પ્રશાબીજ + 100 paravano
Page #101
--------------------------------------------------------------------------
________________
કરી છે. આત્મભાવના ભાવવાના આજ મુખ્ય અંગો છે. માનવજીવો આ છે પદનો વિચાર કરવાને સક્ષમ છે અને નિષ્પક્ષપાતપણે શાંત ચિત્તથી, સરળતા સાથે વિચારવાથી આત્માની આ છએ દશા આત્મસાતુ થાય છે અને વર્ષોથીભવભવાતંરથી જે મોક્ષ પ્રાપ્તિ અસંભવ ભાસતી હતી તે ભૂલ હતી તેવો નિશ્ચય થાય છે, પરિણામે મોક્ષ પુરુષાર્થ કરવા તત્પર થાય છે. મોક્ષની પ્રાપ્તિ કઠણ નથી પણ સરળ છે તેવો નિશ્ચય થાય છે.
“સમજ પીછે સબ સરલ હૈ
બીન સમજે મુશ્કિલ.” એ વાતનો સ્વિકાર થાય છે. મોક્ષ પ્રાપ્તિનો લક્ષ રાખીને સત્યધર્મ પુરુષાર્થ કરવા લાગે છે અને પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી ધર્મનું સેવન થાય
“કોઈ પણ ક્રિયા સફળ છે અફળ નથી” આવુ શ્રીમદ્જીનું કથન શ્રદ્ધામાં લાવીને સર્વથા નિશંક, નિર્ભય થઈને સાધકે આ છ પદની શ્રદ્ધા કરીને આત્મચિંતન કર્તવ્યરૂપ સમજીને એક નિષ્ઠાથી આરાધન કરવાથી સફળ થવાશે જ તેવો નિશ્ચય કરવો જરૂરી છે. યાદ રહે,
“મન હોય તો મોક્ષે જવાય.”
“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતાં.” આત્માની વિશુદ્ધિ જ મોક્ષનું સ્વરૂપ છે.
Lalala 101 Balance
Page #102
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩૮
(O) આત્મભાવનાથી આત્મસિદ્ધિ-૩ (૯) NNNNNNNNNNNNNNNNNNN
શ્રીમદ્જીએ પ્રગાઢ આત્મચિંતન કરતા, જ્યારે-જ્યારે કંઈ આત્મ અનુભૂતિ થઈ તે કોઈને પત્રથી. સ્વનોંધથી કે કાવ્યરૂપે વ્યક્ત કરતા રહ્યા છે. એમનાં આ વક્તવ્ય-લેખન જોતા તેમનો ઉપયોગ સતત આત્માકાર સ્વરૂપે હતો તેવી અનુભૂતિ સહેજે થઈ આવે છે. કેટલાક વચનો સ્મરણમાં આવે છે :
પચ્ચીસ વર્ષની વયે લખે છે,
ગમે તે ક્રિયા જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એકજ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સનાં ચરણમાં રહેવું.”
વિશેષમાં વ્યક્ત કરે છે કે :
“અને એ એકજ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.” “અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વસિદ્ધિ થતી નથી.”
ની&િઇટને પ્રશાબીજ • 102 base
Page #103
--------------------------------------------------------------------------
________________
આપણો સૌનો અનુભવ છે કે માનવ સમાજમાં મોટાભાગે ધર્મ પ્રવૃત્તિ કરતા એવા જીવો જપ, તપ, સેવા, પૂજા, શ્રવણ, વાચન વગેરે સાધનો કરતા જોવા મળે છે. પરંતુ આત્મલક્ષે-સ્પષ્ટ હેતુએ ભાગ્યે જ જોવા મળે છે. કાં તો લોકદૃષ્ટિએ, ઓઘેઓઘે, પરંપરાગત, કુળ ધર્મને કા૨ણે અથવા પોતે ધાર્મિક હોવાનું દર્શાવવા માટે આ બધા ક્રિયાકાંડ કરતા હોય છે. આ ધર્મનાં નામે થતા કહેવાતા પુરુષાર્થનું સફળપણું શું ? તે વિચાર તો ભાગ્યે જ કરવામાં આવે છે. આત્મલક્ષ રહિત થતી આવી ક્રિયા શુભ ગતિનું, સાંસારિક શાતાસમૃદ્ધિનું કારણ બની શકે પરંતુ મોક્ષનું કારણ બનતું નથી જ એવો શાનીઓનો મત છે તેનું શું ?
“સા ચરણમાં રહેવુ” અર્થાત્ નિજ આત્મસ્વરૂપમાં સ્થિર થવું, દેહાધ્યાસથી મુક્ત થવું, ૫૨ પદાર્થો, જડ અને ચેતન બન્નેનો સંગ ક્રમથી ઘટાડતા જવું, રાગ-દ્વેષથી અને કષાયભાવોથી બચવું તે છે, તેમ સમજાય
છે.
“જગતની વિસ્મૃતિ કરવી” અર્થાત્ સ્વ આત્મતત્ત્વ સિવાય જે કંઈ પણ પદાર્થોનો સંગ છે, તેનાં પ્રત્યેની આસક્તિ-મોહ છોડવો. કર્મ સંયોગે આ જગતમાં રહેવું તો પડશે જ પરંતુ તે પ્રત્યે આસક્ત થઈને રાગ-દ્વેષ કરવા કે ન કરવા તે જીવની સ્વતંત્રતા છે. તીર્થંકરો સહિત બધાંજ મહાપુરુષો, સંતો જગતમાં રહીને જ જગત પ્રત્યે રાગ રહિત થવાનો અથાગ પરિશ્રમ કરતા હતા, કરે છે, જે પરિણામે જે અવકાશ પ્રાપ્ત થયો તેમાં નિજ આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો અભ્યાસ કરતા જ રહ્યા. ખરેખર તો આજ સાચી ધર્મક્રિયા છે, ધર્મપુરુષાર્થ છે.
“એ લક્ષ થયા વિના જીવને સમ્યક્ત્વ સિદ્ધિ થતી નથી.’” આ જ્ઞાનીનો સ્પષ્ટ અભિપ્રાય છે. કોઈ પણ ધર્મપુરુષાર્થની સફળતા સમક્તિની પ્રાપ્તિ છે કે જે સમક્તિ મોક્ષનું બીજ છે, કારણ છે. મુમુક્ષુ-સાધકનો અંતિમ લક્ષ તે મોક્ષ પ્રાપ્તિ જ હોય છે.
84848 પ્રશાબીજ + 103 KOKAR®
Page #104
--------------------------------------------------------------------------
________________
જીવાત્માએ અનંત કાળનાં પરિભ્રમણમાં અનંતીવાર ધર્મસાધન કર્યા છે, જપ-તપ આદિ સાધનો કર્યા છે, ઘર-બાર છોડીને સાધુ પણ થયો છે, શાસ્ત્ર અભ્યાસમાં પારંગત થઈ વિદ્વતાપૂર્વકનાં પ્રવચનો કરીને બહુમાન, કીર્તિ, યશ પામ્યો છે. ગ્રંથો લખ્યા છે, મંડન-ખંડનની પ્રવૃત્તિ પણ કરી છે તો પછી મોક્ષ કાં ન થયો ? આ વિચાર સાધકને અવશ્ય થવો ઘટે છે.
જપ-તપ આદી સાધનો ખોટા નથી, પરંતુ જો આત્મલક્ષે-સ્પષ્ટ હેતુ એ ન થાય તો તે મોક્ષનું કારણ બનતું નથી તે સમજવાનું ખૂબ જરૂરી છે.
“વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજી ન પર્યા; અબ ક્યોં ન વિચારત હે મન સે;
કહું ઓર રહા ઉન સાધન સે.” આ “કછુ ઔર” ને જાણવાનું છે, જાણીને આરાધવાનું છે. આટલું થાય તો મુક્તિ બહુ દુર નથી જ એમ સહેજે સમજમાં આવે છે.
Laath Meuolet • 104 BABALA:
Page #105
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૩૯
(આત્મભાવનાથી આત્મસિદ્ધિ-૪ (૯)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીએ આત્મચિંતનનું સેવન કેટલું પ્રગાઢ કર્યું છે તે તેમનાં જ કેટલાક વચનોથી જણાય છે. ૧. “આત્મઅનુભવગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષસુખ એકજ
છે.” “માત્ર શબ્દ જુદા છે.” ૨. “બાજરી અથવા ઘઉંનો એક દાણો લાખ વર્ષ સુધી રાખી મૂક્યો
હોય, પણ તેને પાણી, માટી આદિનો સંયોગ ન મળે તો ઉગવાનો સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારનો યોગ ન મળે તો આત્મગુણ
પ્રગટ થતો નથી.” ૩. દેહ કરતા ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે
છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ
જાય.”
હાઇakી
પ્રજ્ઞાબીજ •105
Page #106
--------------------------------------------------------------------------
________________
૪. “આત્મજ્ઞાન છે તે સ્વરૂપ સ્થિતિ છે.’
૫. “સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. એ માટે નિર્વિકાર દૃષ્ટિની અગત્ય છે.’
૬. “દેહની મૂર્છા હોય તેને કલ્યાણ કેમ ભાસે ?” “જેને દેહની મૂર્છા ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય.”
૭. વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે, તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે.’’
૮. જેને આત્મજ્ઞાન નથી તેનાથી ક્લ્યાણ થાય નહીં.”
૯. જેને અનુભવ થયો છે એવા અનુભવીનાં આશ્ચર્ય, તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ્ઞાન (આત્મજ્ઞાન) થાય.’’
૧૦ “આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કોઈનાં શાપથી અપ્રાપ્ત થતો નથી, કે કોઈનાં (વરદાનથી) આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી.' પુરુષાર્થ પ્રમાર્ગે થાય છે, માટે પુરુષાર્થ (સત્પુરુષાર્થ)ની જરૂર છે.’’
૧૧. “આત્મજ્ઞાન વિચારથી (આત્મવિચારથી) થાય છે.’’
૧૨. “આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય ''
૧૩. 'રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી. વર્તમાનમાં થતી નથી, ભાવિકાળે થઈ શકે તેમ નથી.*
૧૪. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે." ૧૫. ‘“એકમાત્ર જ્યાં આત્મ વિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જ્વનાં સ્વરૂપથી જીવાય છે." ૧૬. ગૃહસ્થાદિ વ્યવહારવર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન
#C# પ્રશાબીજ + 106 #CKER
Page #107
--------------------------------------------------------------------------
________________
હોય તેને ગૃહસ્થાદિ વહેવાર ન હોય એવો નિયમ નથી.” ૧૭. “વિષય-કષાય સહિત મોક્ષે જવાય નહીં.” ૧૮. “જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય
ત્યાં મુનિપણું ન જ સંભવે.” ૧૯. “આત્મા શાથી, કેમ અને કેવા પ્રકારે બંધાયો છે, આ જ્ઞાન જેને થયું
નથી, તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેવું જ્ઞાન પણ
થયું નથી.” ૨૦. “જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે વર્તવું.” ૨૧. “આત્મભાવની વૃદ્ધિ કરજો; દેહભાવને ઘટાડજો.” ૨૨. “જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવ રૂ૫ છે.” ૨૩. “અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે
ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો દેહનો) ઉપયોગ
કરવો.” ૨૪. “આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય જ્યારે
એક માત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે.” ૨૫. “આત્મસિદ્ધિશાસ્ત્ર વિશેષ વિચારવા યોગ્ય છે.” ૨૬. “જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો અને ભવસ્થિતિ
આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં.” ૨૭. “સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે.”
આ પ્રકારે જે વચનો લખ્યા છે તેને સૂક્ષ્મતાએ વિચારતા, આત્મભાવના
ની&િઇટને પ્રશાબીજ • 107 base
Page #108
--------------------------------------------------------------------------
________________
ભાવવા માટે અને તે વડે આત્મસિદ્ધિ કરવા માટે જીવે શું કરવું જરૂરી છે તે સહેજે સમજાય છે.
સંસાર પ્રત્યે અને સંસારી સંગ-પ્રસંગ પ્રત્યે રૂચિ ઘટાડતા જવાથી, ચિત્તમાંથી કલેશ ક્રમે કરી શાંત થાય છે, રાગ-દ્વેષ ક્ષીણ થાય છે. અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. આવા અનેક ગુણો પ્રગટે છે, પુષ્ટ બને છે અને વૈરાગ્યની દઢતા થતી રહે છે, જે થોડા કાળમાં મુક્તિનું કારણ પણ બને છે. આમ થવા માટે ધીરજ અને પ્રમાદરહિત થવાનું જરૂરી છે. સર્વશ્રેષ્ઠ ઉપાય તો સત્સંગમાં વાસ અને અસંગતતા ભણી લક્ષ રાખવાનું ખૂબ-ખૂબ જરૂરી છે તેમ લાગે
%e0%ઇ પ્રશાબીજ 108
ટિટિ9િ
Page #109
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪૦
0
સત્સંગ
છે
9099 9999999 0 0 0 0 0 0
0
માનવજીવોને મોક્ષપદની પ્રાપ્તિ માટેનું બળવાન નિમિત્ત આ કાળમાં તો એક માત્ર સત્સંગ છે. માનવજીવો ઠેરઠેર અસત્સંગમાં ઘેરાયા છે. અનેક પ્રકારે અસત્સંગ જીવને સંસારવૃદ્ધિ અને પરિભ્રમણનું કારણ બને છે. જીવાત્મા અસત્સંગ પ્રત્યે સહેજે દોરાય છે તેનું કારણ જીવનો મોહભાવ, ભ્રાંતિ અને અજ્ઞાન છે. આ ત્રણે કારણોનો ક્ષય કરવા માટે સત્સંગ ઉત્તમ સાધન છે તેવો નિશ્ચય કરવાનું જરૂરી છે. તે માટે સત્સંગનું સ્વરૂપ જાણવું પણ જરૂરી છે, નહીં તો સત્સંગને નામે અસત્સંગનું પણ આરાધન થઈ જવા સંભવ છે.
સતુ તે શુદ્ધાત્મા છે, જીવાત્માને અનાદિનાં દ્રઢ સંસ્કાર દેહભાવનાં છે. દેહને જ પોતાપણે માને છે કે પોતાનો માને છે. જે મોટી ભ્રાંતિ છે. દેહનાં સંયોગમાં જીવાત્મા અનાદિથી છે, પરંતુ તેથી તે ક્યારેય દેહરૂપ થયો નથી કે દેહ ક્યારેય જીવરૂપ થયો નથી. આ પરમ સત્ય છે તેવો સર્વજ્ઞાનીનો અભિપ્રાય છે, આવું જ્ઞાન જીવાત્માને સત્સંગનાં માધ્યમથી જ મળી શકે છે.
ની&િઇટને પ્રશાબીજ ... 109 base
Page #110
--------------------------------------------------------------------------
________________
સમાન વિચાર ધરાવતા, સમાન આત્મહિતની ભાવનાવાળા અને તત્ત્વજીજ્ઞાસુ માનવજીવો સાથે મળીને આત્મવિચાર, આત્મજ્ઞાનીનાં બોધનો વિચાર, મહતુપુરુષોનાં ચારિત્રનો બોધરૂપ વિચાર કરે તે સત્સંગ છે. આ પ્રકાર સાધારણ સત્સંગનો છે, જેમાં સશાસ્ત્રનો આધાર લેવાય છે.
કોઈ આત્મજ્ઞાની પુરુષની નિશ્રામાં ઉપરોક્ત ચર્ચા-વિચારણા થતી હોય તે સત્સંગનો બીજો પ્રકાર છે.
મહાભાગ્યથી કોઈ તીર્થકર કે કેવળીભગવંતની નિશ્રામાં રહીને તત્ત્વવિચાર, શંકાનું નિવારણ પામીને આત્મહિતનાં લક્ષથી સાધના-આરાધનાં કરતો થાય તે ત્રીજો પ્રકાર છે.
ત્રણ પ્રકારનાં સત્સંગથી જે જીવાત્મા બોધ પામીને અસંગ-કેવળ અસંગ થઈને નિજસ્વરૂપનાં સંગમાં રહે છે, તે અવસ્થા પરમ સત્સંગની છે, સર્વોત્કૃષ્ટ સત્સંગનું આ સ્વરૂપ છે. સત્સંગનાં બધાંજ પ્રકાર કલ્યાણકારી છે.
Laath Meuolex • 110 BASAUR
Page #111
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪૧
સત્સંગનો મહિમા
પરમ કૃપાળુ શ્રીમદ્ભુએ પોતાનાં લખાણમાં, કાવ્યોમાં અને અલૌકિક એવી આત્મસિદ્ધિમાં સત્સંગનો ખૂબ મહિમા ગાયો છે, તે તેમનાં જ શબ્દોથી સમજીએ :
૧. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; સત્સંગ મળ્યો કે તેનાં પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવાં પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે.’’
૨. “સત્સંગનો સામાન્ય અર્થ એટલો જ કે ઉત્તમનો સહવાસ.’’
૩. “આત્માને સત્નો રંગ ચઢાવે તે સત્સંગ.’
૪. “સત્સંગ એ આત્માનું પરમ હિતેષી ઔષધ છે.’’
૫. “સત્સંગ હોય તો બધાં ગુણો સહેજે થાય.’’
A#C# પ્રશાબીજ + 111 parano
Page #112
--------------------------------------------------------------------------
________________
૬. “સત્સંગનાં આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે.’’
૭. પરમાર્થ ઉ૫૨ પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે.
૮. “જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે.’”
૯. જેમ બને તેમ સત્સંગના જોગને ઇચ્છવો અને પોતાનાં દોષને જોવા યોગ્ય છે.’’
૧૦. “જો કોઈ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન ક૨વો; સત્સંગ કરવો યોગ્ય છે.”
૧૧. “સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે.”
૧૨. “અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભ જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી.”
૧૩. “સત્સંગ વિના આખું જગત ડુબી રહ્યું છે.”
૧૪. “સર્વપરમાર્થના સાધનમાં પરમસાધન તે સત્સંગ છે.’’
સર્વ ધર્મમત-સંપ્રદાય, સત્સંગ અને ભક્તિનાં પાયા ઉપર જ કાર્યકારી છે. બાહ્ય જપ, તપ, સેવા, પૂજા ઇત્યાદિ તો ઘણું ખરું પરંપરાગત, લૌકિક કે દેખાદેખીથી થતા હોય છે. સત્સંગમાં તો સ્વયં સ્થિરતાપૂર્વક ઉપયોગ જોડવો પડે છે, જેથી તે વિશષ બોધપ્રદ છે. જો કે લૌકિક દૃષ્ટિએ પણ લોકો સત્સંગમાં જતા હોય છે, પરંતુ લાંબા કાળનો આવો સત્સંગ યથાર્થ સત્સંગની રૂચિ કરાવે છે તેમ પણ જોવા મળે છે. સ્વરૂપ લક્ષે સત્સંગ ઉપકારી છે.
*
84848 પ્રશાબીજ +12 POKAR ®
Page #113
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪૨
સાચો સત્સંગી કોણ ?
પ્રત્યેક ધર્મસ્થાનકમાં કોઈને કોઈ પ્રકારે સત્સંગ ઘણું કરીને નિયમિત થતો હોય છે. કોઈ પ્રભાવશાળી વક્તા હોય તો હજારોની સંખ્યામાં સત્સંગીઓ જોડાતા હોય છે. આવું જ નાટક, સિનેમા, જાદુનાં ખેલ, સર્કસ કે રમતગમતનાં ક્ષેત્રમાં પણ ઘણાં લોકો જોડાતા હોય છે. પરંતુ આવા સ્થાનકો તો મનોરંજન માટેનાં છે. જો સત્સંગી પણ મનોરંજન માટે સત્સંગમાં જોડાતો હોય, ધાર્મિક દેખાવા માટે જોડાતો હોય, લૌકિક કે કુળધર્મની મર્યાદાનાં કારણે જોડાતો હોય, નામના-કીર્તિ માટે જોડાતો હોય તો તે સાચો સત્સંગી નથી. સત્સંગનું પરિણમન સત્સંગીના સાંસારિક જીવનમાં-વર્તનમાં ન આવે તો સત્સંગ શા કામનો ? સત્સંગનું સીધું જ પરીણામ સત્સંગીનાં આચરણમાં-સદાચારમાં પ્રતિબિંબિત થવું જ જોઈએ. સદાચાર જ અધ્યાત્મનો પાયો છે તે ભૂલવાનું નથી. કેટલાક નિયમો લક્ષમાં રાખવા યોગ્ય છે.
૧. સત્સંગી કંઈક સારું તત્ત્વ પ્રાપ્ત કરવા માટે સત્સંગમાં જોડાય છે તેવો મનથી પાકો નિશ્ચય કરીને જોડાય.
848 પ્રશાબીજ * 113 Basava
Page #114
--------------------------------------------------------------------------
________________
૨. સત્સંગી અહંમનો ત્યાગ કરીને જોડાય. અહંમનો અર્થ, અ = અજ્ઞાન, હ = હું પણુ-કર્તાભાવ અને મ = મમત્વભાવ. કર્તાભાવ અને મમત્વભાવ એજ અજ્ઞાન છે. પરિભ્રમણનું કારણ છે, કર્મબંધનું કારણ છે.
૩. સત્સંગી ભલે શાસ્ત્રોનો અભ્યાસી હોય તો પણ સત્સંગમાં લઘુતાભાવે જોડાય. હું જાણતો નથી પણ જાણવા માટે જોડાયો છું તેવી સ્પષ્ટ સમજ જરૂરી છે.
૪. વક્તાની કસોટી કરવાનો ભાવ સત્સંગીને હાનિરૂપ છે. તે સમજવાનું ખૂબજ જરૂરી માનવું.
૫. અન્ય સાથી-સત્સંગી પ્રત્યે પ્રેમભાવ રાખે, સહકાર કરે, કોઈ પ્રત્યે તુચ્છતાનો ભાવ ન રાખે.
૬. વક્તા પૂર્ણજ્ઞાની ન હોય અને કોઈ વાત ન સમજાય તો પણ વક્તાની નિંદા ન કરે, પણ સત્ય સમજવા બીજા કોઈ પાસે સમાધાન મેળવે અને ચિંતન-મનન પણ કરે.
ØKOK પ્રશાબીજ + 114 parano
Page #115
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪૩
0
સગુરુ
છે)
9099 9999999 0 0 0 0 0 0
0
સર્વકાળમાં ધર્મનાં આરાધનાનાં ક્ષેત્રમાં ગુરુ-શિષ્ય પરંપરા લગભગ દરેક ધર્મમત-સંપ્રદાયમાં જોવામાં આવે છે. સાધનામાં સારીપેઠે આગળ વધેલા, તપમાં ઉગ્ર તપ કરતા, શાસ્ત્રાર્થ કરવામાં નિપુણ, વાકચાતુર્યથી ભરપૂર અને તર્કથી લોકોને આંજી દેવામાં સમર્થ ગુરુઓ ઠેરઠેર જોવા મળે છે, પરંતુ તે બધાં લક્ષણો માત્ર સદ્ગુરુની સાચી ઓળખ નથી. સદ્દગુરુની સાચી ઓળખ પૂ. શ્રીમદ્જીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં ૧૦મી ગાથામાં યથાર્થ સમજાવી છે :
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ;
અપૂર્વ વાણી, પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” સદ્દગુરુ સ્વયં આત્મજ્ઞાની, આત્મઅનુભવી હોય, પ્રત્યેક જીવ પ્રત્યે સમભાવ રહેતો હોય, કોઈ મિત્ર-શત્રનો ભેદ ન હોય, અનુયાયી, શિષ્ય કે ભક્ત પ્રત્યે રાગ ન હોય (વાત્સલ્ય હોય), ઇચ્છાપૂર્વક તેમની વિચરણા ન હોય પરંતુ પ્રારબ્ધવશ વિચરતા હોય, પૂર્વકર્મનો ઉદય શાતારૂપ હોય તો
ની&િઇટને પ્રશાબીજ •15 base
Page #116
--------------------------------------------------------------------------
________________
પણ ઇચ્છે નહીં કે અશાતારૂપ હોય તો ચિત્તમાં કલેશ ન થતો હોય, વક્તવ્યમાં વાણી એવી તો સાતત્યવાળી હોય કે શ્રોતાને અપૂર્વતા ભાસે, પરસ્પર અવિરોધ કથન હોય, કોઈની નિંદા અંશે પણ વાણી કે વર્તનમાં ન હોય, વાણી દ્વારા કોઈ ધર્મમત કે શાસ્ત્રોની ઉપેક્ષા ન કરે, સયંમપૂર્વકની દિનચર્ચા હોય, કોઈ જીવ પ્રત્યે પક્ષપાત ન હોય, ભક્તો-અનુયાયીઓની સ્વ અર્થે સેવા લેતા ન હોય, માન-મોટાઈની સ્વપ્ન પણ ઇચ્છા ન હોય, નિરર્થક આરંભ-સમારંભથી દૂર રહે, અપરિગ્રહી હોય, સંસારી સંગ-પ્રસંગ પ્રત્યે ઉદાસીન હોય, પોતાની વાત જ સાચી છે તેવો હઠાગ્રહ કે કદાગ્રહ ન હોય, તત્ત્વનું સ્વરૂપ અનેકાંત દૃષ્ટિએ માન્ય કરે અને બોધે, એકાંતે આગ્રહ ક્યારેય ન રાખે અને મુખ્યતાએ પોતે ગુરુ છે તેવો ભાવ ન વેદે, પણ સમસ્ત જગતનાં જીવોનો પોતે શિષ્ય હોય તેવી લઘુતા સિદ્ધ કરી હોય, આ સદગુરુનું યથાર્થ સ્વરૂપ છે. આવા સદ્દગુરુ અનેક જીવોના કલ્યાણનું નિમિત્ત કારણ બને છે. સગુરુનો યોગ જીવને પૂર્વના શુભ કર્મનાં કારણે થતો હોય છે.
%e0%ઇ પ્રશાબીજ 116
કિટિ9િ
Page #117
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪૪
0
અસગુરુ
છે
WWWWWWWWWWWWWWWWWWW
જીવાત્માને સદ્દગુરુનો યોગ પૂર્વનાં પુણ્યથી મળે છે. અસદ્દગુરુનો યોગ સહેજે ઠેર-ઠેર થઈ શકે છે. જેને ધર્મની રૂચિ હોય અને ગુરુનો યોગ ન હોય તેથી કંઈ ગમે તેને ગુરુ માની લેવાય નહીં. પુત્ર યુવાન થયે તે માટે કોઈ સુકન્યા પુત્રવધરૂપે લાવવાની દરેક મા-બાપની ઇચ્છા હોય છે. તે માટે સારું ઘર, સંસ્કારી કુટુંબ, ભણેલી અને સુશીલ કન્યાની અપેક્ષા રહે છે. પૂરી કાળજી લઈને પૂરી તપાસ કરીને નિર્ણય લેવામાં આવે છે, તો પછી જેને આત્મહિત કરવું છે તે ગમે તેવા ગુરથી ન થાય. શ્રીમદ્જીએ આત્મસિદ્ધિશાસ્ત્રની ગાથા ૨૪માં યોગ્ય જ કહ્યું છે, “બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં તે માટે ગુરુ સત્ય; અથવા નિજકુળ ધર્મનાં, તે ગુરુમાંજ મમત્વ.”
પોતાના કુળ ધર્મ અનુસાર જે સાંપ્રદાયિક ગુરુ બની બેઠા હોય તેમાં મમત્વ રાખે, અંધશ્રદ્ધા રાખીને સેવે અને આવા ગુરુ તો બાહ્ય વેશધારી હોય, આત્મજ્ઞાન પામેલા ન હોય તો જીવને શું ઉપકારી થાય ? તે વિચારવું જરૂરી છે, શ્રીમદ્જી તેને માટે આત્મસિદ્ધિશાસ્ત્રની ગાથા ૩૮માં કહે છે :
ની&િઇટને પ્રશાબીજ •17 base
Page #118
--------------------------------------------------------------------------
________________
“જ્ઞાનદશા પામે નહીં, સાધન દશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવ માંહી.”
જીવાત્માએ સદ્ગુરુ મળે તેની ચિંતા રાખવા કરતા અસદ્ગુરુ ન મળી જાય તેની ચિંતા રાખવી જરૂ૨ની છે. અસદ્ગુરુ પથ્થરની નાવ જેવા સમજવા જે બૂડે અને અન્યને પણ ડુબાડે અને આવું પૂર્વે અનંત જન્મમાં જીવે કર્યું છે. તેથી જ તો પરિભ્રમણ ચાલતું જ રહ્યું છે.
પરમકૃપાળુદેવે મધ્યમમાર્ગરૂપે ઉપાય બતાવતા આ.શાસ્ત્રની ગાથા ૧૩માં દર્શાવ્યું છે :
“આત્માદિ અસ્તિત્ત્વનાં, જેહ નિરૂપકશાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્દગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર.’’
સદ્ગુરુનો યોગ ન થાય ત્યાં સુધી સત્શાસ્ત્ર કે જે આપ્તપુરુષ (તીર્થંકરકેવળી)ના બોધેલા હોય તેનો આશ્રય પણ સસ્જીજ્ઞાસુ સાધકને ઉપકારી થઈ શકે છે.
*
NKAKE પ્રશાબીજ * 11854KUK®
Page #119
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪૫
0 સદ્ગુરુની ઓળખ છે)
9099 9999999 0 0 0 0 0 0
0
ધર્મજીજ્ઞાસુ માનવજીવોની મોટી મુંઝવણ સદ્દગુરુની ઓળખની હોય. છે. બહારનાં દેખાવ, વેશભૂષા, ચિન્હ વગેરે જીવોને ભૂલાવામાં નાંખી દેતા હોય છે. સાચા-ખોટાની સમજ બહારનાં દેખાવથી થઈ શકે જ નહીં ત્યારે શું કરવું ?
કોઈ પણ પદાર્થનો નિર્ણય કરવા માટે ઓળખ કરનારની યોગ્યતા જરૂરી છે, જેમ કે હીરાની ઓળખ માટે ઝવેરીની દૃષ્ટિ જોઈએ જે લાંબા સમયનાં અભ્યાસથી પ્રાપ્ત થાય છે. આવું જ ગુરુને ઓળખવા જીજ્ઞાસુએ લાંબો સમય ગુરુનો પરિચય કરવાનું અનિવાર્ય સમજવું. પરિચય સાથે સદ્ભાવપૂર્વક ગુરુનાં લક્ષણોનું અવલોકન કરવું જરૂરી છે, પોતાની યોગ્યતા વધારવાનું પણ જરૂરી છે. શ્રીમદ્જી લખે છે કે “મુમુક્ષુનાં નેત્રો મહાત્માને
ઓળખે છે... અહીં નેત્ર એટલે આંખ નહીં, પણ જ્ઞાન દૃષ્ટિ-વિવેક સમજવું. કોઈ ગુરુ ચમત્કાર બતાવીને પોતાની મહત્તા બતાવતા જોવા મળે કે તુરત
ની&િઇટને પ્રશાબીજ •19 base
Page #120
--------------------------------------------------------------------------
________________
તેવા ગુરને છોડી દેવામાં જ કલ્યાણ છે. કેમ કે જગતમાં ચમત્કાર જેવું કશું જ નથી હોતું. ગુરુ સંસારીક કાર્યોમાં સહાયક બનતા જોવામાં આવે તે પણ ગુરનું યોગ્ય લક્ષણ નથી. સાધના થોડી કરતા હોવાથી ગુરુને કોઈ લબ્ધિસિદ્ધિ મળી હોય તેનો ઉપયોગ સાચા ગુરુ તો સંયમ-સાધનામાં આપત્તિ કાળમાં કરે પરંતુ અનુયાયીઓને આકર્ષવા તો કરે જ નહીં અને કરે તો તે અસદ્દગુરુ સમજવા.
મૂળમાર્ગ કાવ્યમાં શ્રીમજી લખે છે કે :
કરી જોજો વચનની તુલના રે, જો જો શોધીને જિન સિદ્ધાંત”
અર્થાતુ ગુરુનો ઉપદેશ યોગ્ય છે તેવો નિર્ણય કરવા માટે તે ઉપદેશ જિન સિદ્ધાંતની વિરુદ્ધ તો નથી તેની ખાતરી કરવી. માત્ર અંધશ્રદ્ધાથી અનુસરવામાં મોટું જોખમ સમજવાનું છે.
સાચા ગુરુ માત્ર માર્ગ બતાવીને દુર થઈ જાય છે, પુરુષાર્થ આશ્રિત કરવો પડે. ગુરુનું કાર્ય આત્માની મલિનતા દુર કરવામાં સાબુ જેવું છે, પંરતુ પાણી વિના સાબુ શું કરે ? પાણી તો આશ્રિતનો પુરુષાર્થ છે. પ્રભુ મહાવીર ગૌતમને મોક્ષનો માર્ગ બતાવે છે, મોક્ષમાં લઈ જતા નથી તે સ્મરણમાં રાખવું.
%e0%ઇ પ્રશાબીજ 120
તિદિષ્ટિ
Page #121
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪૬
-
સાધક
FF 2 )
જે કોઈ મનુષ્ય પોતાનાં લક્ષને પામવા માટે પુરુષાર્થ કરે તેને સાધક કહી શકાય. સૌના લક્ષ ભિન્ન-ભિન્ન હોઈ શકે છે. કોઈને વિદ્યા પ્રાપ્તિનું, કોઈને ધન પ્રાપ્તિનું કોઈને સત્તાનું, કોઈને યશ-માન-કીર્તિનું તો કોઈને મોક્ષ પ્રાપ્તિનું પણ લક્ષ હોઈ શકે. તે પ્રાપ્ત કરવા જે પુરુષાર્થ થાય છે તે એક પ્રકારની સાધના છે અને પુરુષાર્થી સાધક છે.
સાધકમાં કેટલાક ગુણો આવશ્યક છે તેનો થોડો વિચાર કરીએ તો : ૧. સાધકને પોતાનું લક્ષ સ્પષ્ટ હોવું જોઈએ, લક્ષ પોતાની શક્તિની મર્યાદાવાળુ જોઈએ અને લક્ષની સિદ્ધિ થતા જે પરિણામ આવશે તે પૂરેપૂરું પોતાને સ્વિકાર્ય હોવું જોઈએ. લક્ષ બદલતા રહેવાની વૃત્તિ હોવી ઘટે નહીં.
૨. સાધક સાધના પ્રત્યે સમર્પિત હોવો જોઈએ, નિયમિત હોવો જોઈએ, પરિશ્રમી હોવો જોઈએ.
484848 પ્રશાબીજ +11 KOKIdliD
Page #122
--------------------------------------------------------------------------
________________
૩. સાધકનો પુરુષાર્થ પ્રમાણિક અને મૌલિક હોવો જરૂરી છે. ૪. સાધકની સાધના અન્ય જીવોને હાનિકર, વિક્ષેપરૂપ કે ઘાતક ન હોય
તેની પૂરેપૂરી સાવધાની રાખવામાં આવે. ૫. સાધકનું મન ખૂલ્લું હોવું જોઈએ. સત્યનો સ્વીકાર કરવા તત્પર, પોતાની
ભૂલ જણાયે તુરત દુર કરે. ૬. સાધકમાં સજીજ્ઞાસા ખૂબ જરૂરી માનવી. જ્યાં પણ શંકા થાય તેનું
સમાધાન વિનમ્રભાવે આગળ વધેલા એવા સાધક પાસે વિના સંકોચે
મેળવવા માટે પ્રયત્ન કરે. ૭. જે કંઈ સિદ્ધિ મળી હોય તેને પ્રદર્શીત કરવાની વૃત્તિ ન રાખતા વધુ
બળવાન સિદ્ધિ માટે પુરુષાર્થ કરતો રહે. ૮. સાધનામાં ખૂબજ ધીરજ રાખે. પરંતુ પ્રમાદ ન કરે. ૯. પ્રાપ્ત થયેલી સિદ્ધિ અન્ય જીવોને ઉપકારી થાય. સ્વ-પર કલ્યાણનું
કારણ થાય તેવી ભાવના રાખે.
૧૦. પ્રાપ્ત થયેલી સિદ્ધિ માટે અહંકાર ન થાય, યશ, નામના, કીર્તિનો લોભ
ન જાગે તેવી સાવધાની રાખે. ૧૧. પ્રાપ્ત થયેલી સિદ્ધિનો શ્રેય, સાધનામાં સહાયક એવા ગુરુ કે શાસ્ત્રોને
આપે, લઘુતાભાવમાં રહે.
Laath Meuolet • 122 BASAUR
Page #123
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪૭
0
કર્મનું પ્રાબલ્ય છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સાધક લક્ષ પ્રાપ્તિ માટે ભારે પરિશ્રમ કરતો હોય, સાધકિય ગુણો પણ ધારણ કરેલા હોય, સાધના માટે જરૂરી સાધનો પણ પ્રાપ્ત હોય છતાં સિદ્ધિ પ્રાપ્ત થવામાં તેને પ્રારબ્ધનું બળ પણ જરૂરી છે તે સ્મરણમાં રાખવું જરૂરી છે. આ પ્રારબ્ધ તે જીવનાં પૂર્વકર્મનું પરિણામ છે. અનાદિનાં પરિભ્રમણમાં જન્મ-જન્માંતરોનાં કરેલા શુભ-અશુભ ભાવ અને ક્રિયા પરિણામ રૂપે સમય આવ્યે ઉદયમાં આવે છે, પ્રત્યક્ષ થાય છે. આવા સમયે પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચે ઘર્ષણ થાય છે તેમાં જેનું બળ વધુ હોય તે જીતે છે.
- સાધકે પુરુષાર્થ કરતા રહેવાનું જેટલું જરૂરી છે તેટલું જ પ્રારબ્ધવસાતું કોઈ વિઘ્ન આવે તો ધીરજ રાખવી જરૂરી છે. સાધકને સાધનામાં મુખ્ય સાધન તે પોતાનો દેહ છે, અંગ-ઉપાંગ છે, ઇન્દ્રિયો છે, મન છે, ગ્રહણ શક્તિ છે અને આ બધા સાધનો ઉપર કર્મનો પ્રભાવ સતત પડતો રહે છે. એક વાત ચોક્કસ છે કે કોઈ જ વિબ, વિક્ષેપ કે પ્રતિકૂળતા સમયવર્તી છે, કાયમી
ની&િઇટને પ્રશાબીજ •123
&ઇ
e
Page #124
--------------------------------------------------------------------------
________________
નથી. થોડો સમય શાંતિથી પસાર કરી, ધીરજથી છતા મક્કમતાથી આગળ વધતા રહેવું જરૂરી છે.
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ આધ્યાત્મનાં લક્ષે બાળપણથી સાધના મક્કમતાથી અને ધીરજથી કરી હતી. આગળ જતા યુવાવયમાં એક તરફ પરમાર્થની સિદ્ધિ માટે પ્રચંડ પ્રચંડ પુરુષાર્થ કરવાની અંતરવૃત્તિઓ જોર કરે છે તો બીજી તરફ પૂર્વકર્મનો ઉદય ભારે અંતરાયો ઉભા કરે છે. ઇચ્છા નથી છતા વેપાર, વ્યવહાર, સંસાર વેઠવો પડે છે, સાથે-સાથે સમક્તિની પ્રાપ્તિ, આત્મવિશુદ્ધિ, મોક્ષપુરુષાર્થ પણ પૂરા વેગથી કરતા રહ્યા, એટલું જ નહીં, અન્ય આશ્રિતોનાં કલ્યાણ માટે પણ લેખન, સત્સંગ જેવી પ્રવૃત્તિ પણ કરતા રહ્યા. પરંતુ પ્રારબ્ધનો સાથ ન મળ્યો અને મોક્ષ પ્રાપ્તિ થોડી દૂર હતી ત્યાં આયુકર્મ પૂર્ણ થયું. જેથી લખ્યું :
“અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે;
તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” ભગવાન રામનો વનવાસ અને મહાવીરના ઉપસર્ગો કર્મનું જ ફળ
%e0%eત્ર પ્રશાબીજ 124. BAઇટાઇટ: શિ
Page #125
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪૮
0
ગ્રહોનું નડતર છે
ನನನನನನನನನನನನನನನನನನನ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવજીવોનાં જીવનમાં સુખ-દુઃખ, સંયોગવિયોગ, સફળતા-વિફળતા માટે નવ આકાશી ગ્રહો કારણરૂપ હોય છે. ગ્રહોની સીધી અને આડકતરી અસરો જીવન પર્યત થતી રહે છે, જેમાં ચડ-ઉતર થતી રહે છે અને તેનો પ્રભાવ વેદવો પડે છે. આવા ગ્રહોની અસરો શિથિલ કરવા કે ક્ષય કરવા માટે વિધિ-વિધાન પણ કરવામાં આવે છે. સાથે ધીરજ રાખી પુરુષાર્થ પણ કરતા રહેવું પડે છે.
આકાશી ગ્રહો ઉપરાંત માનવજીવો બીજા વધુ હાનિકારક ગ્રહો ઉપર લક્ષ આપતા નથી તે દુર્ભાગ્ય છે. તે ગ્રહોની ઓળખ કરવી ખૂબજ જરૂરી છે. જરા વિચારીએ – આગ્રહ, હઠ્ઠાગ્રહ, કદાગ્રહ, મિથ્યાગ્રહ ઉપરાંત સૌથી બળવાન તે પરિગ્રહ છે. માટે તો જ્ઞાનીઓ કહે છે “પરિગ્રહ તે પાપનું મૂળ છે.” સાધકે આ વાત વિચારવી જરૂરી છે.
પોતાની વાત કે વર્તન, અન્યને હાનિકારક છે તેવું સમજવા છતાં આગ્રહ
ઇakબે પ્રજ્ઞાબીજ •125
Page #126
--------------------------------------------------------------------------
________________
છોડતો નથી – અહંકાર તેને રોકે છે. પોતાની જિદ્દને સંતોષવા માટે હઠ્ઠાગ્રહ કરતો રહે છે. ઘણાં સાથીદારોની ઉપેક્ષા કરીને કદાગ્રહ છોડતો નથી. આમ મિથ્યા આગ્રહ સેવવાથી પોતાને અને અન્યોને પણ કષ્ટરૂપ થવામાં કારણભૂત બને છે.
રાજકારણમાં અને સમાજજીવનમાં એક નવો ગ્રહ ઉભો થયો છે જેને સત્યાગ્રહ જેવું રૂપાળું નામ આપ્યું છે અને પોતાનું ધાર્યું કરાવવા માટે, પોતાની જ્ઞાતિ, ધર્મ કે પ્રદેશના નામે સત્યાગ્રહો થતાં હોય છે તે પણ લાંબા ગાળે તો નુકશાન કરતા જોવાય છે. ગાંધીજીએ સત્યનાં આધાર ઉપર, સત્યાગ્રહો કર્યા પરંતુ હવે તો સત્ય કે અસત્યનો વિવેક રાખ્યા વગર સત્યાગ્રહો થાય છે તે કેવું ?
આચાર્ય વિનોબાભાવે ગાંધીજીનાં સત્યાગ્રહી હતા પરંતુ પછીથી લખ્ય “સત્યાગ્રહી થવા કરતા, સત્વગ્રાહી બનવું સારું છે.” – સત્યનાં ગ્રાહક બનવું જરૂરી છે, સત્યમેવ જયતે. આત્મકલ્યાણ એજ પરમ સત્ય.
%e0%ઇ પ્રશાબીજ 128
જતિદિષ્ટિ
Page #127
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૪૯
0 કષાય મુક્તિ -૧
)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈનદર્શનનાં શાસ્ત્રોમાં કષાય શબ્દનો પ્રયોગ વ્યાપક રીતે થયો છે. અન્ય દર્શનમાં એટલું વ્યાપકપણું જોવામાં આવતું નથી. કષાય મુક્તિ વિના કર્મબંધથી મુક્ત થવાતું નથી અને કર્મથી સર્વથા મુક્ત થયા વિના કેવળ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોક્ષાર્થી સાધકે સર્વપ્રથમ કષાયોનું સ્વરૂપ, કારણ અને પરિણામ જાણવાનું અનિવાર્ય સમજવું.
કષાયનાં મુખ્ય ચાર પ્રકાર ખૂબ જાણીતા છે તે છે, ક્રોધ, માન, માયા અને લોભ. જીવનાં મૂળભૂત સ્વભાવમાં આમાંનો કોઈ પણ કષાય નથી, પરંતુ સ્વભાવથી જીવાત્મા છૂટો પડીને વિભાવમાં ઉપયોગ જોડે છે ત્યારે જે-જે ભાવ થાય છે તે કષાયભાવ છે. આવા કષાયભાવ વડે જીવાત્મા મન-વચનકાયાથી જે ક્રિયા કરે છે તે સર્વ કર્મબંધનું કારણ થાય છે. શ્રીમદ્જી લખે છે કે “કષાય વગર બંધ નથી.” અર્થાતુ ક્રિયા તે બંધ નથી પરંતુ કષાયયુક્ત ક્રિયાથી કર્મબંધ થાય છે.
ની&િઇટને પ્રશાબીજ •127 base
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક જીવ અનેક જીવો સાથે જીવનવ્યવહાર કરતો જ રહે છે અને તે સહજ છે. આવા વ્યવહાર કરતી વખતે પોતાને જે ગમે છે તેમ બીજો જીવ વ્યવહાર ન કરે અથવા પોતાને જે નથી ગમતું તેવો વ્યવહાર બીજો જીવ કરે તે સહન કરી શકતો નથી ત્યારે જ ક્રોધ થઈ આવે છે. ઇચ્છાનુસાર બીજો જીવ માન-પાન ન આપે તો પણ ક્રોધ થાય અને ક્રોધના આવેગમાં જીવાત્મા અન્ય જીવો સાથે જે વ્યવહાર-પ્રતિક્રિયા કરે છે તે ક્રોધ કષાયયુક્ત હોવાથી કર્મબંધ થાય છે. કર્મબંધથી ફરીફરી જન્મ-મરણ કરીને, જ્યારે તે કર્મઉદયમાં આવે ત્યારે તે કર્મબંધનું ફળ ભોગવવું પડે છે અને ત્યારે તે કર્મથી મુક્ત થાય છે. આમ જીવાત્મા કે જેનું અસ્તિત્વ અનાદિનું છે તે આવા કર્મબંધ સતત કરતો જ રહે છે અને સમય આવ્યે ભોગવતો પણ રહે છે. આ પ્રક્રિયા ફરીફરી જીવ કરતો જ રહે છે. અન્ય કષાયો સંબંધમાં પણ જીવાત્મા આ પ્રકારે બંધ અને ભોગવટો કરતો જ રહે છે. ચાર કષાયમાં બળવાન લોભ કષાય છે. લોભવશ અન્ય કષાયો સહેજે થતા રહે છે. પોતાનું બળ ઓછું પડે ત્યાં માયાચાર કરે છે તે પણ કષાયનો જ પ્રકાર છે.
%e0%ઇ પ્રશાબીજ 128
જતિદિષ્ટિ
Page #129
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫૦
0 કષાય મુક્તિ-૨ )
9099 9999999 0 0 0 0 0 0
0
આગલા પાઠમાં કષાયની સામાન્ય સમજનો વિચાર થયો. કષાય કોઈ પણ સ્વરૂપે હો, કર્મબંધનું કારણ છે જ. કષાય મંદ-શિથિલ હોય તો કર્મબંધ હળવો થાય છે અને તે વધુ પીડા વિના ભોગવી લેવાય છે. ભારે-તીવ્ર કષાયો સાથે ક્રિયા થવાથી બંધ પણ કઠણ-ભારે થાય છે તેનો ભોગવટો જીવને બહુ પીડા આપે છે અને તે પીડા સહન નહીં થવાથી તુરત નવો કર્મબંધ કષાય ભાવે જ બાંધે છે. આ વિષ ચક્રથી છૂટવું એ સાચો ધર્મ પુરુષાર્થ છે. ભગવાન મહાવીરનાં કાનમાં ખીલા ઠોકાયા તેનું કારણ તિવ્ર કષાયભાવે થયેલું પૂર્વ કર્મ જ હતું. પરંતુ ભોગવતા સમયે પ્રભુવીર સમતાભાવમાં રહ્યા જેથી નવું કર્મ બંધાયું નહીં. જાણે કે ડૉક્ટર ઑપરેશન કરતા હોય અને દર્દી શાંત પડ્યો હોય. જો કે ઓપરેશન સમયે જીવ બેહોશીમાં હોય છે, જ્યારે પ્રભુ તો પૂર્ણ જાગૃત રહીને શાંતભાવે સહન કરે છે તે તેમની સિદ્ધિ અભૂત છે. આ પ્રસંગથી સાધકે પ્રેરણા લેવી ઘટે.
ઇakબે પ્રજ્ઞાબીજ •129 views
Page #130
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રોમાં કષાયોનું વર્ણન અનેકવિધ પ્રકારે જોવા મળે છે, તેમાં એક વિચારવા જેવો, ધ્યાનમાં લેવા જેવો પ્રકાર તે અનંતાનુબંધી કષાય છે. પરમ કૃપાળુદેવ શ્રીમદ્જી લખે છે : “જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય છે, તે કષાય પરિણામને જીનપ્રવચનમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે, જે કષાયમાં તન્મયપણે, અપ્રશસ્ત(ભાઠા) ભાવે, તીવ્રોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે.” વળી લખે છે કે : “સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખભાવ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતા અનંતાનુબંધી કષાય સંભવે છે.”
અનંતાનુબંધી પ્રકારનાં કષાયથી બચવા માટે સાધકે ખૂબ સાવધાની વર્તવી જરૂરી છે. ખાસ કરીને જૈન કે અન્ય કોઈ પણ મત-સંપ્રદાયનાં દેવગુરુ-શાસ્ત્ર સંબંધમાં આવા વિષમભાવે લેશમાત્ર પ્રવૃત્તિ કે વિભાવ ન થવો તે બચવાનું મુખ્ય સાધન છે. એકાંતે કોઈ પણ ધર્મ સાચો નથી કે ખોટો પણ નથી. અનેકાંત દૃષ્ટિથી સમાધાન મેળવીને ગ્રહણ કે ત્યાગ ન્યાયયુક્ત છે.
*
NKAKE પ્રશાબીજ * 130548KB®
Page #131
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫૧
0 કષાય મુક્તિ -3
0
ನನನನನನನನನನನನನನನನನನನ
શ્રીમદ્જીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં સમ્યક્દર્શનના કારણમાં કષાય મુક્તિનો લક્ષ કરાવ્યો છે તે પ્રત્યેક સાધકે બહુ બહુ પ્રકારે ચિંતવવો જરૂરી છે. આ. શાસ્ત્રની ગાથા ૧૦૮-૧૦૯માં લખ્યું છે :
કષાયની ઉપશાંતતા; માત્ર મોક્ષ અભિલાષ; ભવખેદ, અંતર દયા; તે કહીએ જીજ્ઞાસા.” “તે જીજ્ઞાસુ જીવને, થાયે સદ્દગુરુ બોધ;
તો પામે સમકિતને, વર્તે અંતર શોધ.” આ ગાથામાં કષાય માત્ર ઉપશાંત થવાથી અને સાથે મોક્ષ અભિલાષા રાખ્યાથી જીવની યોગ્યતા આવે છે અને તેવા યોગ્યતાવાળા જીજ્ઞાસું (સતુજીજ્ઞાસુ) સાધકને સદ્દગુરુનો બોધ પરિણમે તો સમકતિની પ્રાપ્તિ થાય છે તેમ પ્રતિપાદન થયું છે - તે ઉપરથી કષાય સર્વથા ક્ષય પામે કે જેના કારણે કર્મબંધ થતો રોકાય તો તેનું ફળ કેવું અદૂભૂત-અલૌકિક હોય તે શ્રદ્ધામાં આવે છે.
ઇ ઇઇમાં પ્રજ્ઞાબીજ •131 sad છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
નિશ્ચયનયથી આત્માને કેવળ શુદ્ધ કહ્યો છે, તેમાં કોઈ જ અશુદ્ધિ નથી પરંતુ જીવ વિભાવભાવમાં પ્રવર્તીને તે શુદ્ધ સ્વરૂપને આવરણ કરે છે. આ આવરણ કર્મનું છે અને કર્મનું કારણ કષાયભાવ છે. રાગ-દ્વેષ એ કષાયનું સ્વરૂપ છે અને રાગ-દ્વેષનું કારણ જીવનું અજ્ઞાન છે. અજ્ઞાનમાં જ્ઞાનરહિત દશા નથી પરંતુ વિપરીત જ્ઞાનદશા છે. અર્થાત્ અસત્ સત્ અને સને અસત્ માને છે. સત્ને સત્ અને અસત્ને અસત્ સમજવા માટે જ્ઞાનીસત્પુરુષનો બોધ થવો તે માત્ર ઉપાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુ દરેક કાળમાં, દરેક જીવને મળી શકતા નથી. તેથી પૂર્વાચાર્યોએ બહુ ઉપકાર કરી જ્ઞાનીનો બોધ શાસ્ત્રોમાં ઉપદેશીને જીવોને માર્ગ સ૨ળ કરી આપ્યો છે.
જીવમાં-સાધકમાં યથાર્થ પાત્રતા આવ્યાથી સદ્ગુરુનો યોગ સહેજે થઈ આવે છે. કેમકે સત્પુરુષ પણ પોતાને જે પ્રાપ્ત થયું છે તે યોગ્ય જીવને પ્રાપ્ત થાય તેવું હંમેશાં ઇચ્છે છે અને આ જ તેમની અનંતી કરૂણા છે. તેમ સમજાય
છે.
સાધકે જીવન વ્યવહાર સાવધાનીથી કરવો અનિવાર્ય છે. કર્મબંધનાં કારણોથી દૂર રહીને વ્યવહાર સાંચવતા શીખવું પડશે. બનવાનું છે તે બનીને રહેશે જ તો પછી કષાય શા માટે ?
*
NKAKE પ્રશાબીજ * 13254AKAK®
Page #133
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫૨
-
કષાય મુક્તિ-૪
માનવજીવો અનાદિનાં કુસંસ્કારના પરિણામે નિરર્થક કષાયભાવ કરી કર્મબંધ કરતા જોવા મળે છે, પરંતુ તેનું તેને જ્ઞાન-ભાન નથી અને એમાં તેને કંઈ દોષ જણાતો નથી. આમ અજ્ઞાન દશામાં બહુ બહુ કર્મ બંધ થતો હોય છે. જીવ સહજ વિચારે આ દોષથી મુક્ત થઈ શકે છે.
સવારે છાપું વાંચતો હોય અને કોઈ ખૂન-લૂંટ-બળાત્કાર જેવા સમાચાર વાંચીને દ્રવી ઉઠે અને ભાવ કરે કે આવાને ગોળીએ દેવા જોઈએ, ફાંસી દેવી જોઈએ વગેરે વિભાવ કરી નિરર્થક કર્મબંધનું કારણ સેવે છે. જે ઘટના ઘટી છે તેનો ન્યાય આપણે કરવાનો નથી એ જાણતા છતા વિભાવ કરીએ, વળી સમાચારમાં કેટલું સત્ય, કેટલું કલ્પિત છે તે પણ જાણતા નથી. તો પણ કષાયભાવ કર્યો જ ને ?
સિનેમા જોતા હિરો વિલનને મારે તે જોઈને રાજી થાય. વિલન હિરોને મારે તે જોઈને દુઃખી થાય. વિના કારણ આમ રાગ-દ્વેષ થાય. વળી સિનેમા
NAGARA
પ્રજ્ઞાબીજ * 133 Basarano
Page #134
--------------------------------------------------------------------------
________________
તે કેવળ ભ્રાંતિ છે. ત્યાં સત્ય તો છે નહીં, માત્ર અભિનય છે તે જાણવા છતાં ક્લેશ-કષાય કેમ?
પાડોશી કોઈ યાચકને સારી ભિક્ષા આપે કે જમાડે અને યાચક યુવાનસશક્ત છે તો શા માટે તેને તમે સહાય કરો છો ? તેમ કહી અંતરાય કર્મ બાંધે છે તે તેને લક્ષમાં આવતું નથી. શું સશક્ત-યુવાન નિઃસહાય ન હોઈ શકે ?
જેની સાથે કોઈ સંબંધ કે લેવાદેવા નથી તેની કોઈ નિંદા કરતું હોય અને પોતે મનમાં રાજીપો કરે, કોઈને નુકશાન થયું હોય તે જાણી ઈર્ષાથી સારું થયું તેવો ભાવ કરે, કોઈનું સુખ જોઈને ઈર્ષા કરે, કોઈની ચાડી ચુગલી કરી લડાવી મારે. આમ અનેક પ્રકારે નાની-મોટી પ્રવૃત્તિ સતત કર્મબંધનું કારણ બનતી રહે છે. તેનો ધર્મની રૂચિવાળા સાધકે જરૂર વિચાર કરવો જોઈએ. થોડી એવી જાગૃતિ રાખવાથી બચી જવાય છે. જેવા સાથે તેવા થવાની વૃત્તિ સાધકને શોભે નહીં. ઉદાર મનથી જતું કરવાથી નિરર્થક કર્મબંધથી બચી જવાય છે. યાદ રહે, ક્રિયાથી કર્મબંધ અલ્પ થાય છે. ભાવ-વિભાવથી વધુ થાય છે.
%e0%eત્ર પ્રશાબીજ 134 toઇટાઇટ: શિ
Page #135
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫૩
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સાધક-સાધના અને સિદ્ધિ(ફળ) પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. સાધક સિદ્ધિનાં લક્ષથી જ સાધના કરતો હોય છે. ક્ષેત્ર વ્યવહારનું હોય કે પરમાર્થનું હોય નિયમ બંનેને લાગુ પડે છે. જેને પરમાર્થનો લક્ષ છે તેવા સાધક માટે સાચી સિદ્ધિ તો એક માત્ર આત્મસિદ્ધિ જ છે. સાધક પોતે આત્મા જ છે. દેહ તો સાધન માત્ર છે અને સિદ્ધિ તો કેવળ પોતે (આત્મા) પોતાને જાણે, સમજે, અનુભવે અને આત્માની કેવળ સુખમય દશાને માટે પુરુષાર્થ કરે તે સાધના. ભૌતિક સુખ-દુઃખ તો પૂર્વ કર્મને આધિન છે, આત્મિક-સુખ સ્વપુરુષાર્થને આધીન છે અને પુરુષાર્થની સાચી દિશા, સાચું સ્વરૂપ અને સાચી રીત જાણ્યા વિના સફળતા મળતી નથી આટલો નિર્ણય સાધકને જરૂર થવો ઘટે છે. જેને આવો નિર્ણય છે તેણે જ્ઞાની પુરુષ, ગુરુ, સશાસ્ત્ર વગેરેથી યથાર્થ સમજણ મેળવવાનું અનિવાર્ય સમજવું. ગમે તેવો મોટો ડૉક્ટર-સર્જન પોતાનું ઑપરેશન જાતે કરી શકે નહીં જ. તેમ શાસ્ત્રનો જ્ઞાતા-પંડિત-વિદ્વાન
ની&િઇટને પ્રશાબીજ •135 base
Page #136
--------------------------------------------------------------------------
________________
પણ આત્મકલ્યાણ માટે તો સત્પુરુષ, સદ્ગુર, અનુભવી ગુરુની નિશ્રામાં જ સાધના કરીને મુક્ત થઈ શકે. ઈન્દ્રભૂતિ ગૌતમ તેમનાં કાળમાં મહાપંડિત હતા, શાસ્ત્રોમાં પારંગત હતા પરંતુ મુક્તિ તો મહાવીરના શરણમાં જઈને, સત્ય સમજીને, સત્ય આચરીને જ પામ્યા. આ પરંપરા સર્વકાળમાં અનિવાર્ય સમજવી.
વર્તમાન કાળમાં આપણને તીર્થંકરનો યોગ નથી, પ્રત્યક્ષ બોધ નથી, તેથી મોક્ષમાર્ગ બંધ થતો નથી. તે આપ્તપુરુષોનાં બોધેલા શાસ્ત્રો છે, તે પૂરતા છે. પરંતુ એ શાસ્ત્રોનો મર્મ ન સમજાય તો કાર્ય સિદ્ધ થવાનું નથી, માટે મર્મ પામેલાં કોઈ આત્મજ્ઞાનીનાં શરણમાં જવું અનિવાર્ય સમજવું ઘટે.
નજીકનાં ભૂતકાળમાં આવા મર્મ પામેલા શ્રીમદ્ રાજચંદ્રજીનો સાધકને સંપૂર્ણ મોક્ષમાર્ગ આરાધવા માટે બળવાન યોગ તેમનાં વચનામૃત અને વિશેષતઃ આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપે સંપ્રાપ્ત છે. આપણે યથા શક્તિ - યથા મતિ જરા અવલોકન કરવાનો યત્ન કરીએ, એવી ભાવના રહે છે.
%e0%ઇ પ્રશાબીજ •136 દિતિદિષ્ટિ
Page #137
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫૪
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૨ ૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ રાજચંદ્રજીએ તેમનાં પારમાર્થિક આશ્રિત અને ભારે યોગ્યતાવાળા સાધક-શ્રાવક-મુમુક્ષુ એવા પૂજ્ય શ્રી સૌભાગભાઈ (સાયલા)ની નિર્મળ અને નિર્દભ યાચનાથી, નિષ્કામ કરુણા થઈ આવતા આ ધરતીનું સાક્ષાત અમૃત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપે પ્રયોજ્યું અને એ મહાભાગ્યશાળી સૌભાગને અર્પણ કર્યું. તે સાથે પૂ. શ્રી લઘુરાજમુનિ અને પોતાના પડછાયાની જેમ સદાય સેવામાં તત્પર અને પ્રજ્ઞાવંત એવા શ્રી અંબાલાલભાઈ ખંભાત)ને પણ અર્પણ કરી તે સૌને ધન્ય કર્યા. આજે એ પૈકી કોઈ મહાત્મા આપણી વચ્ચે સદેહે વિદ્યમાન નથી, પરંતુ તેમના નિમિત્તે આપણને સૌને આ અમુલ્ય રત્નભંડાર વિના પરિશ્રમે પ્રાપ્ત થયો છે તે માટે આપણે સૌ તે સર્વનાં સદાય ઋણી છીએ. ભારતનાં છે એ દર્શનનાં સાર રૂપ અને શુદ્ધ નિષ્પક્ષ આધ્યત્મનાં નિચોડરૂપ આ મહાગ્રંથ છે. આ ગ્રંથ કોઈ એક ધર્મમત - સંપ્રદાયનો નથી પરંતુ પ્રત્યેક આત્માનો છે, જે વાંચે-વિચારે-આરાધ તેનો જ છે, અનેક ભવોની સાધનાથી જે પરમ તત્ત્વ
ની&િઇટને પ્રશાબીજ •137 base
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થવા યોગ્ય છે તે એક જ ભવમાં કે થોડા જ ભવોમાં પ્રાપ્ત કરાવે તેવી અદ્ભૂત પ્રચંડ શક્તિ આ ગ્રંથમાં છે. ખૂબ જ ધીરજથી, ખંતથી, નિર્મળ ચિત્તથી, ૫૨મ જીજ્ઞાસાવૃત્તિથી અને પ્રમાદ છોડીને જે કોઈ આ મહાગ્રંથનો, તેમાં રહેલાં મર્મનો સહેજ માત્ર સ્પર્શ કરશે તો પણ આત્મહિતનું કારણ બનશે. તેમાં કોઈ સંશય નથી. વળી આપણી પોતાની સાદી સરળ ગુજરાતી ભાષામાં અને રસપ્રચુર શૈલીથી આ ગ્રંથ લખાયો છે. કોઈ એક ધર્મમતનો પક્ષપાત નથી તો કોઈ ધર્મ મતની ઉપેક્ષા પણ નથી. અનેકાંત દૃષ્ટિનું યથાર્થ સ્વરૂપ આ મહાગ્રંથમાં સ્પષ્ટ જાણવામાં આવે છે. ધન્ય છે આ જ્ઞાનાવતાર પુરુષને, ધન્ય છે તેમની નિષ્કામ કરુણાને, વંદન છે તેમનાં અનન્ય યોગ બળને.
*
NAKE પ્રશાબીજ +138 parxxx48
Page #139
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫૫
ם
) સિદ્ધિ-આત્મસિદ્ધિ-૩
~~~~~~~~~~~~
~~~~~
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પદ્યરૂપે ૧૪૨ ગાથામાં થઈ છે, જે પૈકી કેટલીક ગાથાનો વિચાર આપણી સાધનાનાં ભાગરૂપે, સાધકની ભૂમિકામાં રહીને કરવાનો નમ્ર પ્રયાસ છે. પ્રથમ ગાથા –
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.”
જીવાત્મા પોતાનું જ સ્વરૂપ ન સમજવાથી અનંતકાળથી ભવભ્રમણ, ચારે ગતિમાં કરતો રહીને અનંત પ્રકારનાં દુઃખ ભોગવી રહ્યો છે, તે આત્મસ્વરૂપનું ભાન જેણે કરાવ્યું તે સદ્દગુરુ ભગવાનને નમન કરું છું, વંદન કરું છું.
ચારે ગતિનાં જીવો પૈકી માત્ર માનવ જીવ વિચારવંત, વિવેકી અને બુદ્ધિશાળી છે. બાકી જીવોમાં આવી દશા નથી. અથવા તો અનુકૂળતા નથી,
NKAKE પ્રશાબીજ * 139 $#C#IK®
Page #140
--------------------------------------------------------------------------
________________
જેથી આત્મહિતનો વિચાર કે પુરુષાર્થ થતો નથી. આ માનવભવમાં જીવાત્મા આ સંબંધમાં વિચાર અને પુરુષાર્થ કરી શકે તેવી પુરેપુરી અનુકૂળતા છે.
અન્ય અપેક્ષાએ વિચારતા જણાય છે કે જીવને મોક્ષ(મુક્તિ)નાં સ્વરૂપનું જ્ઞાન-સમજ નથી, જેથી શુભ ક્રિયાથી મોક્ષ થાય છે તેમ માની દાન-પુણ્યજપ-તપ-વ્રત વગેરેમાં રાચે છે. આ બધું તો સારી ગતિનું કારણ છે. મોક્ષનું કારણ નથી એવું સદ્ગુરુ કૃપાથી જાણ્યું જેથી તેમને વંદન-નમન છે.
જીવાત્માને જ્યારે જ્યારે જે દેહ મળ્યો તેમાં જ પોતાપણાની માન્યતા કરી વર્તો પરંતુ દેહ તો ૫૨૫દાર્થ છે. પોતે ચેતન અને દેહ જડ એમ બંનેની જાત જુદી છે. પદાર્થો ભિન્ન છે. દેહનાં લક્ષે થતી ક્રિયાથી પરિભ્રમણનો અંત નથી. આત્માર્થે થતી ક્રિયા જ મોક્ષનું કારણ છે તેવું શ્રી સદ્ગુરુથી જાણ્યું માટે નમન છે.
સંસાર ગમે તેટલી અનુકૂળતાવાળો હોય, શાતારૂપ હોય, સંબંધો મીઠા હોય, કોઈ વાતે કમી ન હોય, માન-મોટાઈ પ્રાપ્ત હોય, અઢળક સંપત્તિ હોય, રાજ્યસત્તા હોય, ધર્મક્ષેત્રમાં આચાર્ય પદ મળ્યું હોય, લાખો અનુયાયી યજ્યકાર કરતા હોય, શાસ્ત્રોમાં પારંગત હોય પરંતુ નિજસ્વરૂપનું જ્ઞાન કે ભાન ન હોય, આત્મકલ્યાણની યથાર્થ પ્રવૃત્તિ ન હોય તો મોક્ષનું કારણ નથી, આવું સદ્ગુરુથી જાણ્યું તે અર્થે તેમને વંદન-નમન છે.
8488 પ્રશાબીજ +140/4Cast: ®
Page #141
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫૬
૦ સિદ્ધિ-આત્મસિદ્ધિ-૪ 6
ನನನನನನನನನನನನನನನನನನನ
શ્રીમદ્જી આત્મસિદ્ધિ શાસ્ત્રની ૭ મી ગાથામાં જણાવે છે કે,
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને શાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.” માનવજીવને સદ્દગુરુનાં યોગથી અને અનુગ્રહથી નિજસ્વરૂપનું ભાન થયા પછી, તેનાં ચિત્તમાં સંસારી સંગ, પ્રસંગ, સાધન કે સંબંધો પ્રત્યે મોહ મંદ થતો ન હોય અને તેથી કરી તે પ્રત્યે વૈરાગ્ય પણ ઉદ્ભવતો નથી. વૈરાગ્ય ન થવાથી ત્યાગ પણ થતો નથી. પરિણામે મોહભાવનાં કારણે તેનો સંસાર મજબૂત થતો જાય છે, કર્મબંધ થતો રહે છે અને જન્મમરણ વધારતો જાય છે. આવા જીવને આત્મજ્ઞાન માત્ર કહેવા પૂરતું જ માનવું. કાર્યકારી થતું નથી, મોક્ષનું કારણ પણ બનતું નથી. ઉલ્ટો પોતાને જ્ઞાની માનીને અહંને પોષે
ઇakબે પ્રજ્ઞાબીજ •141 views
Page #142
--------------------------------------------------------------------------
________________
કોઈ કા૨ણે કોઈ જીવને વૈરાગ્યનો આવેગ થઈ આવે અને પરિણામે ઘર-સંસાર છોડી સાધુ થાય. સાધુનાં આચાર અને ક્રિયાકાંડ પરપંરાગત કરતો રહે પણ આત્મલક્ષ ન હોય તો તે જીવ ત્યાગ-વૈરાગમાં અટકેલો છે. તેને આત્મભાન નથી વૈરાગ્ય વિના ત્યાગ પણ ટકતો નથી.
વૈરાગ્ય જ્ઞાનયુક્ત - જ્ઞાનગર્ભિત હોય તો જ ઉપકારી છે. દેખાદેખી, મનાવા-પૂજાવાની ઇચ્છા, સંસારની નિર્ધનદશાથી થાકીને કે એવા કારણે જે ત્યાગ થાય છે તેમાં વૈરાગ્યનું બળ નથી હોતું જેથી તેને વૈરાગ્યનું સાચું ફળ મળતું નથી.
કેટલાક ત્યાગી સાધુઓની દશા દયાજનક જોવા મળે છે. ઘ૨-સંપત્તિ છોડી હોય પણ મોહ છુટ્યો ન હોય. હજી તેને સંસારી ભાઈ, ભાંડુ, કાકા, મામા, પુત્ર, પરિવાર સ્મરણમાંથી જતા નથી. અમુક ગામમાં, અમુક ઉપાશ્રયમાં ચાતુર્માસનો આગ્રહ રાખતા હોય ત્યારે ત્યાગ કેવો ને વૈરાગ્ય કેવો સમજવો ? ભક્ત કવિ નરસિંહ મહેતાની પંક્તિ સમજવા જેવી છે,
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેનાં મનમાં રે; રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેનાં તનમાં રે.’’ વૈરાગ્યનું આ સ્વરૂપ સાધકે ક્યારેય ભૂલવા જેવું નથી.
*
ICKG પ્રશાબીજ + 142 paravano
Page #143
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫૭
સિદ્ધિ-આત્મસિદ્ધિ-૫
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા-૧૫ અને ૧૭ સાધકને સાવધાન કરે છે તે જોઈએ :
222~~~~~~27
“રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.’
- ગાથા : ૧૫
“સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.”
- ગાથા : ૧૭
ધર્મરુચિવાળો માનવ જીવ થોડું વાંચન-શ્રવણ કરીને પોતાને સાચો સાધક માની પુરુષાર્થ કરે પણ ધર્મનો મર્મ તો પામ્યો નથી તો આવો પુરુષાર્થ તે સ્વચ્છંદ છે. ખરેખર તો ધર્મનો યથાર્થ મર્મ, યોગ્ય સદ્ગુરુનો પરિચય
NKAKE પ્રશાબીજ * 143 $#AKAK®
Page #144
--------------------------------------------------------------------------
________________
રાખીને તેનો કૃપાપાત્ર બને તો સમજાય અને તે પછી પુરુષાર્થ થાય તો ઉપકારી થાય. આ માટે સદ્ગુરુને પોતે સમર્પિત થવું પડે, પોતે કંઈ જ જાણતો નથી તેનો સ્પષ્ટ વિચાર રહેતો હોય અને ગુરૂઆશાને ઈશ્વરઆજ્ઞા તુલ્ય માનીને આરાધના-સાધના કરે તો ભાગ્ય યોગે ધર્મનો મર્મ પમાય છે. સત્ય પુરુષાર્થનું કારણ બને છે.
પોતાની મતિ-કલ્પના કે જેનો આધાર થોડું કે વધુ અજ્ઞાન છે તે અનુસાર, ગમે તેટલી સાધના કરે તો પણ નિષ્ફળ છે. આ સ્વચ્છંદનું સ્વરૂપ છે, તે ઉપરાંત પોતાની માન્યતાનો એકાંત આગ્રહ, મતનો કે ગચ્છનો - સંપ્રદાયનો આગ્રહ રહેતો હોય તે પણ સ્વચ્છંદ છે. માટે આવા સ્વચ્છંદનો તુરંત ત્યાગ કરીને સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તન કરવું જરૂરી માનવું.
- જ્ઞાની ભગવંત કહે છે કે જે જીવ સ્વચ્છંદ છોડીને શ્રી સદ્ગુરુની આજ્ઞાએ નિષ્ઠાપૂર્વક, ભક્તિભાવથી સાધના કરે છે તે દશા જ સમકિતની દશા છે. સમકિતનું પ્રત્યક્ષ કારણ છે. અને સમકિત, વ્યવહાર સમકિત હોય, નિશ્ચય સમકિત હોય કે ક્ષાયિક સમકિત હોય બધા મોક્ષનું કારણ છે. આવા સાધકને વધુ લાંબો સંસાર ન હોય, ત્રણ, પાંચ કે પંદર ભવમાં જ તે મોક્ષ પામે છે. આવું જિનવચન છે ત્યાં શંકા શું?
“મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર;
કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” સ્વછંદનો ત્યાગ અને આજ્ઞાધીન દશામાં ઉપરોક્ત ગુણો પ્રગટ જોવામાં આવે છે.
ની&િઇટને પ્રશાબીજ •144 base
Page #145
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫૮
o સિદ્ધિ-આત્મસિદ્ધિ-૬ ૦ ನನನನನನನನನನನನನನನನನನನ
સાધકે સ્વચ્છેદનો ત્યાગ કરવા માટે લઘુતાભાવ અને વિનય ગણોનો વિકાસ કર્તવ્ય છે. અહંભાવ હોય તો સ્વચ્છંદની ઓળખ થતી નથી અને તેથી તે છુટી શકતો નથી. અહંભાવથી મુક્ત થવા માટે લઘુતાભાવ ઉપકારી છે. લઘુતાનું વ્યક્તિ સ્વરૂપ વિનય-વિનમ્રતા, સરળતા છે. આ વિનયભાવ સાધકને લક્ષ પ્રાપ્તિમાં બહુ પ્રકારે સહાયકારી થાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગાથા - ૧૯-૨૦ માં શ્રીમદ્જીએ વિનયનું સ્વરૂપ અને મહિમાં બતાવ્યો છે,
“જે સદ્દગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છધ્યસ્થ પણ, વિનય કરે ભગવાન.” “એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.” ઉપકારીનો ઉપકાર ભુલાય નહીં અને સિદ્ધિ પ્રાપ્ત થવામાં જેમનો ઉપકારી બોધ કાર્યકારી થયો છે, તેવા ગુરુ પ્રત્યે વિનય ભાવે વર્તે તે સાધકનું
ઇAિZA પ્રશબીજ •145 bookઇ8િ
Page #146
--------------------------------------------------------------------------
________________
લક્ષણ છે, ભલે પોતે ગુરુથી પણ વધુ સિદ્ધિ પ્રાપ્તિ કરી હોય તો પણ ગુરુ પ્રત્યે અહોભાવ બની રહે તે જરૂરી છે. શ્રી વીતરાગ જિને આ વિનયને માર્ગ (મોક્ષ માર્ગનું મૂળ કહ્યું છે અને આ વાત સાચા સાધકને સમજાય છે તે સાધકનું સદ્ભાગ્ય છે. કેમકે સિદ્ધિની પ્રાપ્તિથી ઘણું કરીને અહંકાર બહુ પ્રકારે વ્યાપી જતો જોવામાં આવે છે. આ વિનયભાવે અહંકારને પરાસ્ત કર્યો તે જેવી તેવી સિદ્ધિ નથી.
વિનય = વિશેષ નય એવો અર્થ પણ થઈ શકે છે. પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે ભિન્નભિન્ન નયનો (અપેક્ષાનો) આશ્રય લેવામાં આવે છે. સાધકે પોતાનાં નિજસ્વરૂપને યથાર્થ જાણવું છે, તો આ વિનય ઉપયોગી છે. મોક્ષની પ્રાપ્તિ દુર્લભ નથી, મોક્ષનાં માર્ગની પ્રાપ્તિ દુર્લભ છે. તેવો જ્ઞાની ગુરુનો અભિપ્રાય છે. આવો દુર્ઘટ મોક્ષ માર્ગ પ્રાપ્ત થવામાં સાધકનો સદ્દગુરુ પ્રત્યે વિનયભાવ હોવો અનિવાર્ય છે તેમ સમજાય છે. વિનયભાવની સિદ્ધિથી કષાયો અને સ્વચ્છેદથી જરૂર બચી શકાય છે.
%e0%ઇ પ્રશાબીજ 146 જિતિદિષ્ટિ
Page #147
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૫૯
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૭ )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=
૦૦૦૦==
સાધકે જેમ કષાય, સ્વચ્છેદ અને અહંતાભાવથી બચવાનું જરૂરી છે, તેમ મતાર્થથી-સ્વમતનાં આગ્રહથી પણ બચવાનું જરૂરી છે. તે માટે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્જીએ ગાથા - ૨૩ માં દર્શાવ્યું છે કે,
“હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથ લક્ષણો, અહીં કહ્યા નિપેક્ષ.”
જેને સ્વમત, માન્યતા અને પરંપરાનો આગ્રહ છે તે મતાર્થી છે. આગ્રહ છૂટે નહીં ત્યાં સુધી આત્મલક્ષ થાય નહીં અને તેથી આત્મકલ્યાણની યોગ્ય પ્રવૃત્તિ પણ થઈ શકતી નથી. જેનું મન ખુલ્લું નથી તે સારી રીતે બોધ ગ્રહણ કરી શકતો નથી. તેને તો પોતાની માન્યતા સાથે જે બોધનો મેળ બેસે તેને જ સ્વીકારે છે. બાકીનું હિતકારી હોવા છતાં સ્વીકારતો નથી.
શ્રીમદ્જીએ મતાર્થીનાં લક્ષણો બતાવ્યા છે. તેમાં એક લક્ષણ ખાસ વિચારવા જેવું છે, તે ગાથા - ૨૮ માં દર્શાવે છે,
હાઇakી પ્રજ્ઞાબીજ 147 take
Page #148
--------------------------------------------------------------------------
________________
“લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.’
કુળધર્મની પરંપરા અનુસાર વ્રત, જપ, તપ આદિ કરતો રહે, પણ આમ કરવાનો હેતુ જાણતો નથી, તેથી સફળતા મળતી નથી. નવકારમંત્રની કેસેટ હજા૨ વા૨ વાગે તેથી કેસેટનું કલ્યાણ થતું નથી તેવું આ બધા લક્ષ વગરનાં ક્રિયાકાંડનું સમજવું જરૂરી છે. વળી જે વ્રત આદિ સમજણ વગ૨ કર્યે જાય અને વધુમાં તે માટે અહંકાર, અભિમાન કરે જેથી જરા જેટલું ફળ, મળ્યું હોય તે પણ નાશ પામે છે. આમ શુભ ફળથી પણ વંચિત રહે છે.
=
વ્રત કરે તે વ્રતી છે, વ્રત સાધન છે, વ્રતી સાધક છે – ચેતન આત્મા છે. આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે વ્રત કે જે સાધન માત્ર છે તેનો અપરંપાર મહિમા તેને છે પણ વ્રતી જે પોતે છે તેનું તો સ્મરણ પણ થાય નહીં, કેવળ વિસ્મરણ હોય ત્યાં લાભ કેવો અને કોને ? વ્રતઆદિનાં પરિણામે જીવમાં જો સમભાવ, સમતા, શાંતિ જેવા ગુણો પ્રગટતા નથી તો સમજવું કે વ્રતઆદિની તેની પ્રવૃત્તિ અને અંદરની વૃત્તિનો મેળ નથી જ. આવો મતાર્થી સાધક શું પ્રાપ્ત કરશે ?
*
CAKE પ્રશાબીજ * 148 parava
Page #149
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬૦
.
) સિદ્ધિ-આત્મસિદ્ધિ-૮
722~~~~~~~~~
મતાર્થી જીવનું એક બીજું પણ અગત્યનું લક્ષણ આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા-૩૨માં બતાવ્યું છે :
“નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સ૨ળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય.’
પોતાના મત, માન્યતાનાં કદાગ્રહનાં કારણે તેનો જીવન વ્યવહાર પણ દૂષિત હોય છે. જેમ કે તેનાં કષાય ભાવો જરાપણ શાંત થયા નથી, વૈરાગ્ય કદાચ જોવા મળે તો પણ બાહ્ય વ્યવહારમાં જ દેખાવ પુરતો વૈરાગ્ય હોય, અંતરમાં સાચો વૈરાગ્ય હોય નહીં. વ્યવહારમાં અન્ય જીવો પ્રત્યે સરળતાભર્યો વ્યવહાર પણ ન હોય. મધ્યસ્વભાવ જોવામાં આવે નહીં, અકા૨ણ રાગદ્વેષનાં ભાવ પ્રત્યક્ષ થતા હોય. શ્રીમદ્દજી આવા મતાર્થીનું આ દુર્ભાગ્ય છે તેમ કહે છે. તે યથાર્થ છે. આવા મતાર્થી જીવની દશા કેવી થાય છે તેનું શ્રીમદ્ભુએ આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા - ૩૦ માં સચોટ દર્શન કરાવ્યું છે,
NAKE પ્રશાબીજ +149 $4CKCK
Page #150
--------------------------------------------------------------------------
________________
“જ્ઞાનદશા પામે નહીં, સાધન દશા ન કાંઈ;
પામે તેનો સંગ છે, તે બુડે ભવ માંહી.” આવા મતાગ્રહી માનવજીવો ગમે તેટલા ધર્મ સાધન કરે, પણ યથાર્થ જ્ઞાન તેને પ્રાપ્ત થાય નહીં અને જ્ઞાન વગર જે સાધન કરે તેનું ફળ પણ શું હોય ? હાથમાં તલવાર હોય તેથી યુદ્ધ જીતી શકાતું નથી. યુદ્ધની કળાનું જ્ઞાન, શૌર્ય, શક્તિ વગેરે પણ હોવા જોઈએ. તેવું અત્રે પણ સમજવું ઘટે છે. આવો મતાર્થી પોતે તો ભવસાગરમાં બુડતો રહે છે અને તેવાનો સંગ જેને હોય તે પણ બુડવાનો જ.
મતાર્થી જીવનાં લક્ષણો બરાબર સમજીને સાધકે પોતે સ્વપરિક્ષણ અને સ્વનિરિક્ષણ કરવું અનિવાર્ય છે. અને જો આવા લક્ષણો થોડાઘણાં અંશે પણ જોવામાં આવે તો ત્વરાએ તે દોષ દૂર કરવાનો પ્રથમ પુરુષાર્થ કરવો જોઈએ. મલિન પાત્રમાં દૂધ લઈએ તો જલ્દીથી બગડી જવાનું જ છે. દોષ જોઈ દોષને ટાળવા તેવી જ્ઞાનીની પ્રથમ શિક્ષા છે, તે ભુલવું નહીં. નિર્દોષતા એ ધર્મપ્રાપ્તિનું ઉત્તમ કારણ છે.
%e0%ઇ પ્રશાબીજ 150
તિદિષ્ટિ
Page #151
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬ ૧
સિદ્ધિ-આત્મસિદ્ધિ-૯ છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પરમ કૃપાળુ શ્રીમદ્જીએ મતાર્થીનાં લક્ષણ અને દશા બતાવ્યા પછી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માર્થીનાં લક્ષણો ગાથા - ૩૪ માં દર્શાવતા જણાવે
“આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય;
બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.” જે જીવાત્મા મતાર્થીનાં લક્ષણો જાણીને તજે છે તે જીવાત્મા આત્માર્થી થવા માટે યોગ્યતા વાળો થાય છે. જે જીવ સાવધાન થયો છે. આત્મગુણો પ્રગટાવવાની ઇચ્છા થઈ છે તેને આત્માર્થી કહી શકાય. આવો જીવ સદ્દગુરુની શોધ માટે તત્પર થયો છે. ત્યારે સ્પષ્ટ વિચાર ધરાવે છે કે સદ્ગુરુ આત્મજ્ઞાની જ હોવા ઘટે, પછી તે બાહ્ય વેશે મુનિ હોય કે ન પણ હોય. જેને આત્મજ્ઞાન વર્તે છે તે ગુરુ જ કોઈને આત્મજ્ઞાન કરાવી શકે તે સહેજે સમજાય છે. બાકી જે કુળ-જાતિમાં જનમ્યો છે તે કુળપરંપરાનાં ગુરુ જો આત્મજ્ઞાની ન
ની&િઇટને પ્રશાબીજ •rs base
Page #152
--------------------------------------------------------------------------
________________
હોય તો તે આત્મજ્ઞાન કરાવી શકે નહીં તેમ સમજીને આવા ગુરુનો આશ્રય કરતો નથી અને સાથો સાથ સાચા આત્મજ્ઞાની ગુરુની શોધ કરતો રહે છે, તે વાત ગાથા-૩૭ માં કહે છે,
“એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ;
કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ.” આવા આત્માર્થી સાધકનો નિશ્ચય એક જ છે કે આત્માર્થ યથાર્થ અને પૂર્ણ પ્રાપ્ત કરવો જ. અને તે માટે સદ્દગુરુની શોધ કરી સર્વભાવ અર્પણ કરી, કેવળ આજ્ઞાધીન થઈને વર્તવાની તેની નિષ્ઠા છે અને આત્માર્થ પ્રાપ્ત થવા માટે પોતે પુરો સજ્જ થાય છે તે ગાથા-૩૮ માં જોવા મળે છે.
કષાયની ઉપશાંતા; માત્ર મોક્ષ અભિલાષ;
ભવખેદ, પ્રાણી દયા; ત્યાં આત્માર્થ નિવાસ.” કષાય રહિત થઈને મોક્ષ માટે જ યત્ન કરે છે. સાથે સ્વ અને પર દયાનાં ભાવ સેવે છે અને શક્તિ અનુસાર આચરે છે. આવા આત્માર્થી જીવને સંગુરુનો બોધ પરિણામી થઈ, મોક્ષનું કારણ બની શકે છે. તેનો મોહભાવ નષ્ટ થઈ નિર્વાણ પદને પામે છે, જીવન મુક્ત થાય છે, દેહાતિત પણ થાય છે.
%e0%ઇ પ્રશાબીજ 152
કિટિ9િ
Page #153
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬૨
( સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૦ o ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=
૦૦૦૦==
આત્માર્થી જીવને કેવળ મોક્ષનો જ લક્ષ છે અને તે માટે ગુરુ આજ્ઞાધીન થઈને મોક્ષનો માર્ગ સમજવા માટે કેટલીક શંકાઓ છે, તેનું સમાધાન શ્રીગુરુ પાસે પ્રાપ્ત કરવા માટે વિનમ્રભાવે યાચના કરે છે. અને નિવેદન કરે છે કે મને આત્માનાં અસ્તિત્વ હોવાપણાં)ની શંકા છે. કેમ કે તે જોવામાં આવતો નથી અને તેનું રૂપ-આકાર પણ જણાતા નથી. તો પછી મોક્ષનો ઉપાય શા માટે કરવો ?
શ્રીમદ્જી આત્માનાં અસ્તિત્વની સમજ ગાથા ૪૯ થી ૫૮ સુધી ભિન્નભિન્ન પ્રકારે આપે છે,
“ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણો ભાન.” અનાદિથી જીવને જ્યારે જે દેહનો સંયોગ થયો છે, તેમાં જ પોતાપણું માન્યાથી, આત્મ વિચાર થયો જ નથી. તે જીવની પ્રથમ અને મોટી ભૂલ છે.
ની&િઇટને પ્રશાબીજ •1ss base
Page #154
--------------------------------------------------------------------------
________________
વળી આત્માને જે અતિન્દ્રિય પદાર્થ છે તેને ઈન્દ્રિયો વડે જોવા-જાણવા પ્રયત્ન કરે તો ક્યાંથી જણાય ? ઈન્દ્રિયો પોતે તો જોતી કે જાણતી પણ નથી, જોનારો, જાણનારો જે છે તે આત્મા છે, તેનું ભાન ન થવાથી આત્માની શંકા થાય છે. તે વાત સમજાવતા ગાથા-૫૮માં બતાવે છે કે,
“આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો ક૨ના૨ તે, અચરજ એહ અમાપ’
આત્મા છે કે નહીં એવી શંકા જેને થઈ તે કોણ છે ? દેહ અને ઈન્દ્રિયો તો જડ છે તેને વિચારશક્તિ જ નથી તો તે શંકા કરે તેવું તો બને નહીં. વળી ત્રીજા કોઈ વ્યક્તિ કે પદાર્થ પણ હાજર નથી કે જે આવી શંકા કરે. તેથી નિર્ણય કરવો જ રહ્યો કે આત્માની શંકા જેને થઈ છે તે શંકાનો ક૨ના૨ જ આત્મા છે. જીવ પોતે પોતાનાં જ હોવા વિશે શંકા રાખે તો તેથી મોટું આશ્ચર્ય બીજું શું હોય ?
આ પ્રકારે શ્રી ગુરુ પોતાનાં શરણે આવેલા આશ્રિતની શંકાનું નિરસન કરે છે, તે કેટલું બધું સચોટ છે. યથાર્થ છે. તે સમજાયાથી આવા સદ્ગુરુ પ્રત્યે સહેજે અહોભાવ વેદાય છે.
*
NKAKE પ્રશાબીજ * 154 $4CKAK®
Page #155
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬૩
- સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૧ )
ನನನನನನನನನನನನನನನನನನನ
આત્માર્થી જીવને - સાધકને આત્માનાં અસ્તિત્વની શંકાનું સમાધાન થયું છે તેનો તે સ્વીકાર કરે છે અને સાથે બીજી શંકા આત્માનાં નિત્ય હોવા વિશે કરે છે.
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઉપજે, દેહ વિયોગે નાશ.”
- ગાથા : ૬૦ આત્માનું અસ્તિત્વ છે, પરંતુ તે તો ક્ષણિક લાગે છે. દેહનો સંયોગ થયો તેનાથી તે(આત્મા) ઉત્પન્ન થયો છે અને દેહનો વિયોગમૃત્યુ) થતા તે આત્મા નાશ પામવાનો છે. તો પછી મોક્ષનો પ્રયત્ન કોના માટે કરવો ? આવી શંકા શિષ્યને થઈ આવતા તેનું સમાધાન શ્રીમદ્જી ગાથા - ૬૨ થી ૭૦ માં જુદાં જુદાં પ્રકારે કરે છે. જેમાં મુખ્યતાએ એવો વિચાર રજુ કર્યો છે કે આત્મા ચેતન પદાર્થ છે અને સંયોગી એવો દેહ જડ છે. જડથી ચેતન કે
ની&િઇટને પ્રશાબીજ •155 base
Page #156
--------------------------------------------------------------------------
________________
ચેતનથી જડની ઉત્પત્તિ થતી હોય તેમ ક્યારેય કોઈએ જાણ્યું નથી તો પછી ચેતન, દેહમાં કેવા પ્રકારે ઉત્પન્ન થાય ? કોઈ પણ કારણ ચેતનની ઉત્પત્તિનું લક્ષગત થતું નથી જેથી ચેતન-આત્માનું અસ્તિત્વ, દેહનાં ઉત્પન્ન થયા પહેલાંથી જ હોવું જોઈએ અને કોઈ કારણે તેનો દેહ સાથે સંબંધ થયો છે. આમ આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. વળી પૂર્વ જન્મ અને પુનઃજન્મનો સુક્ષ્મ વિચાર કરતાં તેનું હોવાપણું પણ સમજવામાં આવે છે. કોઈ જન્મથી શાંત પ્રકૃતિનો મનુષ્ય છે તો કોઈ અતિ ચંચળ પ્રકૃતિવાળો જોવા મળે છે. વળી તે બંને એક જ માતા પિતાનાં સંતાનો હોવા છતાં આવું કેમ ? તે વિચારતા જીવની નિત્યતાનો લક્ષ થઈ શકે છે. પૂર્વસંસ્કારથી આવી ભિન્ન પ્રકૃતિ હોવી ઘટે છે, તે વિચારતા પણ જીવની નિત્યતા સિદ્ધ થાય છે. અને સિદ્ધાંત સ્થાપિત થાય છે કે,
કયારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ;
ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.” જડ કે ચેતન બંને અનાદિ છે તેનો કોઈ કાળે સર્વથા નાશ થતો જ નથી. નાશ થાય તો તે કેમાં ભળે છે તે શોધ કરે તો સમજાશે કે આમ તો બનતું નથી. માટે નિત્યતા સમજાય છે.
%e0%ઇ પ્રશાબીજ 156
કિટિ9િ
Page #157
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬૪
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧ર
0 909999999999 = = = = = =
શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માર્થી શિષ્યને પોતાના અસ્તિત્વનું અને નિત્યતાનું ભાન કરાવ્યું અને શિષ્ય તે બાબતમાં નિશંક પણ થયો છે. આમ જોઈએ તો શિષ્યમાત્ર નિશંક જ નહીં પણ નિશ્ચિત પણ થવો જોઈએ કે નિત્યતા છે તો પછી મૃત્યુનો ભય રહેતો નથી, જેને મરણ નથી તેને શો ભય હોય ? પરંતુ વિવેકી અને બુદ્ધિમાન એવા શિષ્યને વિચાર થાય છે કે વર્તમાન જીવનમાં સુખ અને દુઃખ બને અનુભવમાં આવે છે અને દુઃખ તો ઇચ્છતો નથી તો શા માટે તેનો અનુભવ થાય છે અને સુખ ઇચ્છવા છતા તે નિત્ય મળતું નથી તેવો અનુભવ કેમ થાય છે ? આનું કોઈ કારણ જો સમજાય તો શિષ્ય તેનો ઉપાય કરવા તત્પર છે. શિષ્યની શંકા ગાથા-૭૧થી ૭૩માં દર્શાવી છે.
“ક જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ”
- ગાથા ૭૧
Aઇkત્ર પ્રજ્ઞાબીજ •157 2028
Page #158
--------------------------------------------------------------------------
________________
“આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ.”
- ગાથા ૭૨ શિષ્ય આત્માર્થી છે, શાસ્ત્રોનો અભ્યાસુ છે અને તેની જાણમાં છે કે શુભ-અશુભ કર્મથી વર્તમાન જીવનમાં સુખ-દુઃખ અનુભવાય છે. પરંતુ આવા કર્મ જીવ શા માટે કરે ? કે પછી કર્મ જ કર્મનો કર્તા છે ? અથવા જીવનો સ્વભાવ જ કર્મ કરવાનો હોય અને એજ જીવધર્મ હોય એમ બને ? વળી કોઈ શાસ્ત્રો જીવને તો કેવળ અસંગ ઠેરવે છે અને પ્રકૃતિ કર્મબંધનું કારણ છે તેમ કહે છે તો વળી કોઈ કર્મનાં કારણરૂપ ઈશ્વર(ઈશ્વરેચ્છા) માને છે. જો આમ હોય તો જીવનો મોક્ષ કેમ કરીને થાય જ નહીં. તો પછી મોક્ષ ઉપાય શા માટે કરવો ? અને જો જીવ કર્મનો કર્તા ઠરતો નથી તો ભોક્તા પણ કેમ બને ? આમ જીવને કોઈ પ્રકારે કર્મનું બંધન છે તે વાત સિદ્ધ થતી નથી અર્થાતુ જીવ તો અબંધ છે તો પછી મોક્ષ પુરુષાર્થનો કોઈ હેતુ જણાતો નથી. વળી કર્મ કરવાનો જીવનો સ્વભાવ જ હોય તો કોઈ પદાર્થ પોતાનો સ્વભાવ જ ત્યાગી દે તો પાછળ શું બચે ? પદાર્થનું અસ્તિત્વ જ રહેતું નથી, તો ખરેખર રહસ્ય શું છે ?
%e0%ઇ પ્રશાબીજ 158
કિટિ9િ
Page #159
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬૫
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૩ 0
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી ગુરુ શિષ્યની આ શંકાનું નિવારણ ગાથા ૭૪થી ૭૮માં રૂડી રીતે કરે છે. પ્રશ્ન ઘણો પેચિદો છે. વળી ધર્મ પુરુષાર્થ પણ આ કર્તા-ભોક્તાની અવસ્થાને સમજવામાં છે અને તેનાં નિવારણમાં છે. પ્રથમ બે પદ જે આત્માનું અસ્તિત્વ અને નિત્યત્વ દર્શાવે છે તે માટે કોઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. જીવ તેનો સ્વીકાર કરે કે ન કરે તો પણ આ બે પદની અવસ્થા શાશ્વત છે. જીવે સર્વથા આ ભૌતિક સુખ-દુઃખનાં કારણરૂપ જીવનો કર્તાભાવ અને ભોક્તાભાવ સમજવાનો છે અને સમજીને જે કંઈ બન્ને ભાવ સંબંધી દોષ જાણવામાં આવે, તેનું નિવારણ કરવાનો પુરુષાર્થ કરવો જ પડશે, તો જ પરિભ્રમણનો અંત આવશે. જન્મ-મરણ થયા જ કરે છે તેમાંથી મુક્ત થવાશે.
“જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમ જ નહીં જીવ ધર્મ.”
– ગાથા ૭૫
હાઇakી
પ્રજ્ઞાબીજ 159
k 9.
Page #160
--------------------------------------------------------------------------
________________
“કર્યાં ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્યે, ઈશ્વર દોષ પ્રભાવ.” - ગાથા ૭૭
જગતમાં બે જ પદાર્થ એવા છે જે કેવળ ભિન્ન છે. કોઈ પણ ગુણ એકમાં છે તે બીજામાં ક્યારેય હોતો નથી. આ પદાર્થમાં એક ચેતન (જીવઆત્મા) અને બીજો જડ (પુદ્ગલ). જડમાં તો કોઈ ક્રિયા કરવાની સમજ કે પ્રેરકબળ નથી તે કેવળ મૂઢ દશા છે. માટે કોઈ પણ ક્રિયા થતી જોવાય છે તેનું પ્રેરકબળ માત્ર ચેતન (આત્માજ) ઠરે છે. મૃત માનવ શરીર, ગમે તેટલું બળવાન હોય પણ લેશમાત્ર ક્રિયા કરી શકતું નથી, ચેતનની હાજરીમાં જ ક્રિયા દેહમાં થાય છે તે સહેજે સમજાય છે. આમ કર્મનો કર્તા જીવ-ચેતનઆત્મા છે તે સિદ્ધ થાય છે.
ઈશ્વરને કર્મનો કર્તા કહીએ તો માઠા-પાપનાં કર્મનો કર્તા પણ ઈશ્વરને માનવો પડે છે તો પ્રશ્ન થશે કે આને ઈશ્વર કેમ કહી શકાય ? ઈશ્વર તો શુદ્ધ સ્વભાવી આત્મતત્ત્વ છે જે કોઈને સુખ આપે ને કોઈને દુઃખ આપે તેવો પક્ષપાતી હોઈ શકે ? જો એમ હોય તો તે ઈશ્વર કહેવા યોગ્ય નથી. જીવ પોતે જ અજ્ઞાનવશ કર્મ બંધ કરી શકે, તેમ માનવું રહ્યું.
*
8488 પ્રશાબીજ + 160 KOKst ®
Page #161
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬૬
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૪ o ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=
૦૦=૦૦=૦=૦
આત્માર્થી શિષ્યને ગુરુગમે કરી જીવનું કર્તાપણું સમજાય છે પરંતુ ભોક્તાપણું સમજાતું નથી જેથી પ્રશ્ન કરે છે તે વાત ગાથા ૭૯-૮૦-૮૧માં દર્શાવી છે :
“જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ?”
- ગાથા ૭૯ શિષ્યનો પ્રશ્ન તાર્કિક છે. જીવ કર્મનો કર્યા હોય તો પણ કર્મ તો જડ છે – મૂઢ છે તે જે-તે જીવને વળગે તેવી સમજ તો તેને છે નહીં અને આમ છે તો પછી જે કર્મ જીવને વળગતા નથી તે ભોગવવાનો પ્રશ્ન જ નથી રહેતો. શ્રીગુરુ આ શંકાનું નિરસન કરતાં કહે છે
“ભાવ કર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવ વીર્યની ફુરણાં, ગ્રહણ કરે જડ ધૂપ.”
– ગાથા ૮૨ ની&િઇટને પ્રશાબીજ •11 best
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્જી આ પ્રશ્નનું સમાધાન કરતા લખે છે કે “કર્મ જડ છે તે જીવને વળગતું નથી, પરંતુ જીવ ભ્રાંતિમાં પડીને કલ્પના કરે છે તે ચેતનરૂપ છે અને તે કલ્પનાને અનુસરીને તેનાં વીર્યસ્વભાવની ર્તિ થાય છે, પરિણામે જડ કર્મની વર્ગણા પોતે (ચેતન) ગ્રહણ કરે છે.” આમ પોતે જ પોતાથી બંધાય છે. જીવને બાંધનારું કોઈ નથી, ઈશ્વર પણ જીવને બાંધતો નથી કેમ કે ઈશ્વર કોઈ જીવને બંધનમાં મૂકે તેથી તેને શો લાભ થાય ? તે વિચારવા જેવું છે. વળી ઈશ્વરી સિદ્ધાંત પણ એમ કહે છે કે જે જીવ અન્યને બંધન કરે છે તે પોતે જ કર્મબંધથી બંધાય છે. તો આવું ઈશ્વર કરી શકે ?
જીવાત્માએ અજ્ઞાનવશ જે શુભાશુભ કર્મ બાંધ્યા છે તેનો કર્તા પણ પોતે જ છે અને ભોક્તા પણ પોતે જ છે. કોઈનાં કર્મ કોઈ ભોગવે તે તો અન્યાય છે. ધર્મનાં માર્ગે અન્યાયને સ્થાન કેમ હોય ? ન્યાય-નીતિનો બોધ આપનાર ઈશ્વર જ જો અન્યાય કરે તો પછી તેનું ઈશ્વરપણું ક્યાં રહ્યું ?
આત્માર્થી સાધકે આ વાત બરાબર સમજીને અજ્ઞાનવશ થતી કર્મ બંધની ક્રિયાથી બચવું અને પરિણામે તેનાં ફળ ભોગવવાથી પણ બચવાનો પુરુષાર્થ કર્તવ્યરૂપ બની જાય છે. જ્ઞાન પ્રાપ્તિ માત્ર ઉપાય છે. જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી જ. સમ્યક જ્ઞાન સાચો ઉપાય છે.
%e0%ઇ પ્રશાબીજ 162
કિટિ9િ
Page #163
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬૭
સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૫ ૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીએ આત્માના અસ્તિત્વ, નિત્યત્વ, કર્તુત્વ અને ભોફ્તત્વ વિષેનું શિષ્યનું સમાધન કર્યા પછી શિષ્યને જીવાત્માનો જે અંતિમલક્ષ છે તે મોક્ષ. પ્રાપ્તિ વિશે શંકા રહે છે તે વ્યક્ત કરતા ગાથા ૮૭-૮૮માં તેનું સમાધાન ઇચ્છે છે
“કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ.”
– ગાથા ૮૭ “શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય.”
- ગાથા ૮૮ શિષ્ય કહે છે કે જીવ કર્મનો કર્તા છે, ભોક્તા છે તે બરાબર પણ
%e0%ઇ પ્રશાબીજ 16s
જતિદિષ્ટિ
Page #164
--------------------------------------------------------------------------
________________
જીવ તો નિરંતર આ બન્ને ક્રિયા કરતો જ રહે છે, આમ કરતા અનંતકાળ ગયો તે જોતા આમાંથી મુક્તિ મળે તેમ દેખાતું નથી. શુભ કે અશુભ બને ક્રિયાનું પરિણામ તો સંસારનું કારણ છે. હવે જો જીવાત્માને આ બન્ને પૈકી કોઈ જ ક્રિયા ન કરવાની હોય તો ત્રીજી કઈ ક્રિયા કરવી ? તે પ્રશ્ન ઉઠે છે કેમ કે જીવને તો મોક્ષનો લક્ષ છે. તો શું કરવું ઘટે તે પ્રશ્નનું સમાધાન શું ? શ્રી ગુરુ આ પ્રશ્નનું સમાધાન ગાથા ૮૯-૯૦૯૧માં કરે છે.
જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ;
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.” હે શિષ્ય જે શુભાશુભ કર્મ સંસારનું કારણ છે, તે કારણને જ જો સેવવામાં ન આવે તો સંસાર ક્રમે કરી ક્ષય થઈ શકે છે. જીવાત્મા અનાદિથી સંસારમાં રહ્યો છે અને શુભ-અશુભ કર્મ જ કરતો રહ્યો છે. જેથી સંસારથી મુક્ત થયો નથી તે ખરું છે પણ કર્મ કરવાથી તે બંધાયો નથી, કર્મ કરવાની આસક્તિથી બંધાયો છે. આવું જ્ઞાન થયું નથી માટે બંધાય છે અને ભોગવે છે ફરી તે ભોગવતા સમયે અજ્ઞાનવશ નવું કર્મ આસક્તિથી જ બાંધે છે. આ ચક્રનો અંત ત્યારે જ આવે, જ્યારે જીવને આ ભૂલ છે તેમ સમજાય. આ સમજ તે યથાર્થ જ્ઞાન થયે આવે છે, માટે જ સમ્યક જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે. સંસારનો ક્ષય એ જ મોક્ષની સ્થિતિ છે. જીવાત્મા સ્વભાવમાં હોય ત્યારે કર્મ બાંધતો નથી, માત્ર વિભાવમાં અર્થાત્ સ્વભાવની બહાર જાય ત્યારે જ કર્મ બાંધે છે. વિભાવમાં જવાનું કારણ અજ્ઞાન છે. આમ સમજાય
Araba veuolex • 164 Balada
Page #165
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬૮
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૬ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં આત્માનાં પાંચ પદની સુંદર, તાત્ત્વિક, તાર્કિક ચર્ચા કર્યા બાદ, જીવનું અંતિમ ધ્યેય જે મોક્ષ છે તેની પ્રાપ્તિનો ઉપાય છઠ્ઠા પદમાં સંક્ષેપમાં છતા, જરા ઉપયોગ રાખ્યાથી સરળતાથી સમજાય તેવી શૈલીથી, શ્રીમદ્જીએ કૃપા કરી દર્શાવ્યો છે, તે માટે ગાથા ૯૦થી ૯૬માં શિષ્યની મોક્ષનો ઉપાય જાણવાની જીજ્ઞાસા જણાય આવે છે. અત્રે શિષ્યની યોગ્યતા જણાઈ આવે છે.
“હોય કદાપિ મોક્ષ પદ, નહીં અવિરોધ ઉપાય; કમ કાળ અનંતનાં, શાથી છેદ્યા જાય.”
- ગાથા ૯૨ હે ભગવંત મોક્ષ પદ પ્રાપ્તિનો મારો લક્ષ છે, પણ આશંકા થાય છે કે અનંતકાળનાં અનંતકર્મો ભોગવતા અંનતકાળ પણ જોઈએ, તે જોતા મોક્ષ ભલે હો, પણ ઉપાય જણાતો નથી. વળી શિષ્ય કહે છે કે ઘણાં ધર્મમત
688ી પ્રજ્ઞાબીજ • 165 b&ાઇ છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રવર્તે છે, ઘણાં દર્શનશાસ્ત્રો છે અને બધાંજ ભિન્ન-ભિન્ન મોક્ષનો માર્ગ બતાવે છે, તેમાં સાચું શું સમજવું ? ઉપરાંત કોઈ જાતિ કે વેષનો આગ્રહ રાખે છે. આમ સાચો ઉપાય શું છે તે સમજાતું નથી. જેથી મોક્ષનો કોઈ ઉપાય હોય તેમ લાગતું નથી. જો આપ મને સદૂઉપાય બતાવો તો આપનો મહાઉપકાર માનું છું.
અત્રે શિષ્યની જે મુંઝવણ છે તે લગભગ બધાંજ ધર્મમાર્ગમાં પ્રવર્તતા સાધકની હોય છે. ધર્મને નામે ધર્મગુરુઓમાં જ અનેક પ્રકારે મતભેદ વર્તે છે. વેશ-ચિન્હ-ઉપકરણો-ક્રિયા વગેરે પણ સૌ પોતાના આગ્રહથી કરે છે, ક્યાંય એક મત થતા નથી. અનુકુળતા મુજબ સમયે-સમયે ફેરફાર પણ થતા જોવાય છે. આ બધું જોઈને સાધક, મુમુક્ષુને વિટંબણાં થઈ આવે તે સ્વાભાવિક છે. વળી જેની પાસે જઈને પુછે તે પોતાનો મત જ આગળ ધરીને તેજ સાચો છે તેવો આગ્રહ રાખે અને જીવને તો શાસ્ત્રજ્ઞાન હોતું નથી કંઈ શંકા થાય તો સમાધાન આપવાને બદલે ભય બતાવે કે શાસ્ત્રમાં શંકા કરશો તો નરક જેવી ગતિમાં જવું પડશે. આવા ભયથી આશ્રિત, અનુયાયી ગતાનુગત, ઓઘેઓઘે ક્રિયાકાંડ કર્યા કરે છે તેમાંથી તેને શું પ્રાપ્તિ થાય ? ક્યારેક તો આવા કારણે માનવજીવો લગભગ નાસ્તિકપણે વર્તતા થાય છે. આ કેવું દુર્ભાગ્ય છે ? માનવભવમુક્તિનો અવસર છે તે વ્યર્થ જવા દેવો ?
%e0%ઇ પ્રશાબીજ 166 કતાદિષ્ટિ
Page #167
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૬૯
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૭ 0 =૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું હાર્દ, મર્મ આ મોક્ષનાં ઉપાયમાં રહેલું જણાય છે. શ્રીમદ્જીએ નિષ્કામ કરુણા કરીને સચોટ, મોક્ષ ઉપાય ગાથા ૯૭થી ૧૧૮ એટલે કે ૨૨ ગાથા વડે લંબાણપૂર્વક દર્શાવ્યો છે. જે મોક્ષાર્થી સાધકને ખૂબખૂબ સહાયક અને ઉપકારક છે. જે કંઈ વિટંબણા છે તે દુર થઈ શકે તેવી તેની તાકાત દેખાઈ આવે છે. ધીરજથી અને શાંત ચિત્તથી વિચારવાનું ખૂબ જ જરૂરી છે.
“પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત.”
– ગાથા ૯૭ હે, શિષ્ય પાંચ પદની તને પ્રતીતિ થઈ છે, તારી શંકા નિર્મૂળ થઈ છે તે પ્રકારે આ મોક્ષોપાયની યથાર્થ સમજણ આવ્યું તને અવશ્ય પ્રતીતિ થશે જ. પાંચ પદ જેને બરાબર સમજાયા છે તેને આ પદ પણ સમજવાનું સરળ છે તેવો વિશ્વાસ શ્રીગુરુ આપે છે અને પછી મોક્ષોપાય બતાવતા કહે છે તેના મુખ્ય મુદ્દા આપણે વિચારવા પ્રયત્ન કરીએ તો આ પ્રમાણે વિચારમાં આવી શકે છે.
ની&િઇટને પ્રશાબીજ •167 base
Page #168
--------------------------------------------------------------------------
________________
૧. જીવ અજ્ઞાનનાં કારણે કર્મ બાંધે છે, જ્ઞાન થાય તો અજ્ઞાન ટળે.
અજ્ઞાનવશ વિભાવ કરે છે, ત્યારે ઉપયોગ સ્વરૂપની બહાર જાય છે અને નિમિત્તોને આધિન થઈ વર્તે છે જેથી કર્મ બાંધે છે. જો સ્વભાવમાં પાછો ફરે ને સ્થિર થાય તો કર્મ બાંધશે નહીં.
૨. આમ કર્મબંધનું કારણ લક્ષમાં રાખીને તે કારણનો નાશ કરે તો કર્મ બંધાશે નહીં. અર્થાત્ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર કરે તો વિભાવમાં જવાશે નહીં અને પરિણામે કર્મબંધથી બચી જશે.
૩. કર્મ બંધનાં મુખ્ય ત્રણ કારણ છે, રાગ-દ્વેષ અને અજ્ઞાન. જોકે રાગદ્વેષ થવાનું કરાણ જ અજ્ઞાન છે. જ્યારે જ્ઞાન-બોધ જીવાત્મામાં કાર્યકારી થશે ત્યારે, રાગ-દ્વેષ થઈ શકશે નહીં, પરિણામે કર્મબંધ થવાની સંભાવના રહેતી નથી.
૪. આત્મા પ્રત્યેક આત્મા) મૂળ સ્વરૂપે તો સત્⟨શાશ્વત) અને ચૈતન્યમય અર્થાત્ સ્વભાવમય છે. દેહનાં યોગે અજ્ઞાનવશ, ભ્રાંતિ થઈ આવવાથી વિભાવમાં સરી પડે છે ત્યારે કર્મબંધ થઈ આવે છે. આ ભૂલ સુધારી લેવાય તો તે મોક્ષ માર્ગ છે.
૫. કર્મ અનંત છે તેમ તેનાં પ્રકાર પણ અનંત છે, પરંતુ મુખ્યતા આઠ (ચાર ઘાતી + ચાર અઘાતી) છે, તેમાં પણ વિશેષઃ મુખ્યતા બે પ્રકારની છે, તે દર્શનમોહ અને ચારિત્રમોહની પ્રકૃતિ છે. દર્શનમોહમાં જીવ ૫રમાર્થને અપરમાર્થ અને અપરમાર્થને પરમાર્થ માની પ્રવર્તે છે. અર્થાત્ ત્યાગવા જેવું છે તે આરાધે છે અને આરાધવા જેવું છે તેનો ત્યાગ કરે છે. ચારિત્ર મોહમાં જીવ, સ્વસ્વરૂપમાં સ્થિતિ થવા માટે જે પ્રયત્ન કરે તેમાં અવરોધ કરનારા તત્ત્વો કષાય – નોકષાય કામ કરે છે તેને શાસ્ત્રીય પરિભાષામાં ચારિત્ર મોહ કહે છે.
૬. જીવાત્મા બોધ પામીને રાગ-દ્વેષ કરતા અટકે તો દર્શનમોહરૂપ જે દોષ છે તે ટળી જાય છે અને સાચું ધર્મ આરાધન કરી શકે છે. બીજું
84848 પ્રશાબીજ +168 #AKOR+®
Page #169
--------------------------------------------------------------------------
________________
જીવ સંસાર, દેહ, પદાર્થો, પરિગ્રહ વગેરે સંયોગી સંબંધો પ્રત્યે વૈરાગ્ય પામીને તે સર્વનો ત્યાગ કરે તો તેનાં પરિણામે તેનો બીજો દોષ (ચારિત્રમોહ ટળી શકે છે. ટૂંકમાં સમજવાનું કે જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એજ ધર્મ છે. આમ થવા માટે સાક્ષીભાવમાં (જ્ઞાતા-દ્રષ્ટા
ભાવમાં) રહેવું ઘટે છે. ૭. ક્રોધ કર્યાથી કર્મ બંધ થાય છે, પણ ક્ષમાં રાખવાથી બંધ થતો નથી.
તે સૌના અનુભવની વાત છે. (ક્રોધ એ દ્વેષનું પરિણામ છે.) ૮. લોભ આદિ કષાયો પણ – સંતોષ, સરળતા, લઘુતા જેવા ગુણો ધારણ
કરવાથી જતા રહે છે. આ જીવની યોગ્યતા છે. ૯. મતમતાંતરમાં પડવું નહીં – દૂર થઈ જવું. આગ્રહ રાખવો નહીં, વિકલ્પો
કરવા નહીં, તે રીતે જાતિ, વેષ, ચિન્હ વગેરે પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવો
પરંતુ સત્યમાર્ગ ગ્રહણ કરતા રહેવું. ૧૦. સાધકે પોતાની યોગ્યતા વધારવા ઉપર લક્ષ કેન્દ્રીત કરવું અનિવાર્ય
છે. જેમાં ખાસ કષાયોને શમાવવા અને મોક્ષની અભિલાષા રાખવી ઉપરાંત સ્વ-પરની દયા સેવવી. આ સજીજ્ઞાસુ જીવની દશા છે,
સમક્તિનું કારણ છે. ૧૧. જીવની યોગ્યતા આવ્ય, સદ્દગુરુનો યોગ સહજ થવો સંભવે છે અને
સદ્દગુરુનો બોધ પરિણમવાથી સમક્તિ પામીને અંતર્મુખ થાય છે, સ્વરૂપમાં સ્થિર થવા પુરુષાર્થ કરે છે, મત, દર્શન વગેરેનો આગ્રહ છોડી સદ્દગુરુની આજ્ઞામાં રહે છે. સમક્તિ શુદ્ધ થાય છે. સાધકને આટલી ભૂમિકા થયેથી નિસ્વરૂપનો, સ્વભાવનો, લક્ષ, અનુભવ અને પ્રતીતિ થાય છે જે સમક્તિનું સ્વરૂપ પારમાર્થિક પ્રકારનું છે.
ક્ષાયિક દશારૂપ આ સમક્તિ થાય છે. ૧૩. આટલી ઊંચી દશા થઈ આવતા સ્વભાવ સમાધિરૂપ ચારિત્ર દશામાં
૧૨.
ની&િઇટને પ્રશાબીજ • 169 base
Page #170
--------------------------------------------------------------------------
________________
સાધક પ્રવેશે છે અને સર્વથા રાગ-દ્વેષ રહિત થઈ વીતરાગ દશા પામે
૧૪. પૂર્ણ વીતરાગતા, કેવળજ્ઞાન દશાનું કારણ બને છે. જ્યાં કેવળ નિજ
સ્વરૂપનું સંવેદન અખંડ પણે રહે છે. આ અવસ્થા, દેહ છતાં નિર્વાણ (દેહાતીત)ની છે. ચાર ઘાતી કર્મ ક્ષય પામે છે, માત્ર આયુષ કર્મ સાથે જેને સંબંધ છે તેવા અઘાતી કર્મનો યોગ રહે છે પણ તે ખૂબ
શિથિલ-નિર્બળ છે. આયુષ્ય પૂર્ણ થયે નાશ પામે છે. ૧૫. શિષ્યને શંકા હતી કે અનંતકાળનાં કર્મો કેમ ટળે ? તેનું સમાધાન
કરતા કહે છે કે જેમ સ્વપ્ન દશામાં એમ ભાસે કે કરોડ વર્ષ થયા અમુક દશા ભોગવી છે અને જાગૃત થતા તે બધુ વિલિન થઈ જાય છે તો જાગૃત થયા પછી વિલિન થવામાં કોઈ સમય લાગતો નથી તેમ જ અનંતકાળનાં કર્મ, જ્ઞાન થતા વિલય થાય છે. અહીં જ્ઞાન,
અર્થાત્ યથાર્થ આત્મજ્ઞાન સમજવાનું રહે છે. ૧૬. કર્મબંધનું મુખ્ય કારણ જીવનો દેહાધ્યાસ છે, દેહમાં પોતાપણાની
માન્યતા અને પ્રવર્તન અને તેનું કારણ અજ્ઞાન છે. જ્ઞાન પામીને દેહાધ્યાસ છૂટી જાય તો કર્મ થશે તો પણ આસક્તિ કે કર્તાભાવ ન
હોવાથી બંધાતો નથી. ૧૭. દેહાધ્યાસ છૂટતા કર્મબંધાતું નથી કે ભોગવવાનું રહેતું નથી. આ ધર્મનો
મર્મ છે તેમ શ્રીગુરુ કહે છે. ૧૮. નિશ્ચયથી તો હે શિષ્ય તું શુદ્ધ-બુદ્ધ, ચૈતન્યઘન અને સ્વ-પર પ્રકાશક
શુદ્ધાત્મા જ છે, જરા વિચાર કરે તો સમજાય. ૧૯. શ્રીગુરુ કહે છે આ ઉપાય જે અમે કહ્યો તે સર્વ ધર્મ-મત અને જ્ઞાનીને
સંમત છે તેમાં સંશય કરવા જેવું રહેતું નથી. ધન્ય છે આવા પરમગુરુને જે નિષ્કામ કરૂણાં વરસાવે છે.
ની&િઇટને પ્રશાબીજ •17 base
Page #171
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭૦
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૮ 0
= ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં આત્માનાં છ પદની ચર્ચા સંક્ષેપમાં છતા સચોટ કરી છે. કોઈ પણ મત-સંપ્રદાય સાથે જોડાયેલો મનુષ્ય કે જેને મોક્ષની ઇચ્છા છે, તેને આ છ પદનું ચિંતન અવશ્ય ઉપકારી છે, પ્રેરણાત્મક છે અને અધ્યાત્મનાં સંબંધમાં જે કંઈ સંદેહ હોય તેનું સમાધાન મળે છે. શરત એટલી કે મત-સંપ્રદાય વડે ગ્રહણ કરેલી માન્યતા અને આગ્રહને બાજુમાં કરીને વાંચન-ચિંતન કરવું પડશે. પાત્ર સ્વચ્છ ન હોય તો તેમાં દૂધ રાખવાથી દૂધ બગડે છે – ખરાબ થાય છે. એ પ્રકારે જેનું મન-ચિત્ત સ્વચ્છ નથી, તેને આ અમૂલ્ય પદાર્થમાં રૂચિ થશે નહીં, શ્રદ્ધા થશે નહીં.
આત્માના આ છ પદ જેને સમજાય છે અને શ્રદ્ધામાં આવે છે તેને આત્મકલ્યાણનનું કારણ છે. આ છ પદ ભલે શ્રીમદ્જીએ લખ્યા છે, પરંતુ તે પરંપરાએ ચાલ્યા આવતા અનેક જ્ઞાની પુરુષોએ સંમત કરેલા છે અને બોધેલા છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભેદથી શૈલી-ભાષાનાં ભેદ હોય છે પરંતુ મર્મ એક જ છે, તે વાત ખુદ શ્રીમદ્જીએ તેમના એક પત્ર (આંક ૪૯૩)માં લખી છે તે જોઈએ :
ની&િઇટને પ્રશાબીજ •17 base
Page #172
--------------------------------------------------------------------------
________________
“શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યગુદર્શનનાં નિવાસનાં ઉત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે.” આમ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો મૂળ આધાર પૂર્વે થયેલા પૂર્ણજ્ઞાની-આત્મજ્ઞાની પુરુષોનો બોધ છે. આવા જ્ઞાની તો કેવળ વીતરાગ પ્રભુ જ હોઈ શકે તે વાત શ્રદ્ધામાં આવે તો પછી સંદેહનું કારણ રહેતું નથી.
આત્મસિદ્ધિશાસ્ત્રનાં શિષ્યને આ વાત પૂર્ણ પ્રતીતિમાં આવ્યાથી અહોભાવ વ્યક્ત કરતા કહે છે :
“સદ્દગુરુનાં ઉપદેશથી, આવ્યું, અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.”
- ગાથા ૧૧૯ ભાસ્ય નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતના રૂપ; અજર-અમર અવિનાશીને, દેહાતીત સ્વરૂપ.”
- ગાથા ૧૨૦ “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ.”
- ગાથા ૧૨૩ શિષ્યનો આ પ્રતિભાવ જ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો મહિમા સમજવા માટે પુરતો છે. હા, એટલું ખરું કે તેને સાચું શિષ્યત્વ પ્રગટ્યું છે, તત્ત્વ જીજ્ઞાસા છે, નિષ્ઠા છે અને ઉપદેશક ગુરુ પ્રત્યે પ્રેમ છે, ભક્તિ છે અને નિષ્ઠાપૂર્વકની શ્રદ્ધા પણ છે. સદૂગુરુ પ્રત્યેની શિષ્યને જે પ્રેમભક્તિ ઉલ્લાસીત થઈ તે ગાથા ૧૨૪થી ૧૨૭માં વ્યક્ત કરી છે :
“અહો ! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર.”
- ગાથા ૧૨૫
હાઇakી
પ્રજ્ઞાબીજ •172
Page #173
--------------------------------------------------------------------------
________________
આમ શ્રી સદગુરુ પ્રત્યે અહોભાવ જેને વેદાય છે તે શિષ્ય સદ્ગુરુને વચન આપે છે :
“આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આધિન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.”
- ગાથા ૧૨૬. આમ શિષ્ય શ્રી સદ્દગુરુનાં ચરણમાં સર્વભાવ અર્પણ કરીને વર્તવાની પ્રતિજ્ઞા કરે છે. ધન્ય છે આવા ગુરુને અને આવા શિષ્યને. આ જોગાનુજોગ એમને એમ થતો નથી, મહતુ પુણ્યનાં ઉદયથી આવો યોગ બને છે.
પૂર્ણપુણ્યનાં ઉદયથી, મળ્યો સદ્દગુરુ યોગ; વચન સુધા શ્રવણે, તા થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ;
નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” શાસ્ત્રો જેને કાળલબ્ધિ કહે છે તે આવો યોગાનુયોગ છે. પૂર્વનાં મહતુ પુણ્ય વિના આવો યોગ મળતો નથી. જેમ સ્વાતિનક્ષત્રમાં મેઘ વરસે મેઘ બિંદુ ઝીલવા માટે એ સમયે માછલી દરીયાની સપાટી ઉપર આવે અને તેનું મુખ ખુલ્લું હોય અને મેઘબિંદુ મુખમાં આવે તે મોતી બને. કેટલી બધી કઠીન શરતો છે. આવું અહીં પણ છે.
મહાઆત્મજ્ઞાની સદ્ગુરુ પણ સમર્થ છે તે કહે છે :
એક સતુપુરુષને શોધીને, સર્વભાવ તેનાં ચરણમાં અર્પણ કરીને વર્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” આવો ગુરુ-શિષ્યનો યોગ અનેકનું કલ્યાણ કરે છે.
ની&િઇટને પ્રશાબીજ •173 base
Page #174
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭૧
(શ્રીમજીની અલૌકિક ગીત-ગાથાઓ-૧ (o
શ્રીમદ્ રાજચંદ્રદેવે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના કરી આ દુઃષમકાળનાં માનવજીવોને અદ્દભુત-અલૌકિક મહા મૂલ્યવાન ભેટ આપી છે, તો જે માનવજીવોને આ મહાશાસ્ત્રમાં પ્રીતિ થઈ છે, ભક્તિ અને શ્રદ્ધા પ્રગટી છે અને યથાશક્તિ તેને અનુસરી આત્મકલ્યાણ કરી રહ્યા છે તે પણ ધન્ય છે. ખરેખર આ મહત પુણ્યોદય સમજવો ઘટે છે, ભાગ્ય ખુલી ગયું છે તેમ સમજીને પ્રમાદ તજીને માનવ જીવનને સફળ કરી લેવાનો આ અણમોલ અવસર રખેને ચુકાય જાય નહીં તેની પૂરેપૂરી સાવધાની રાખવાનું અતિ આવશ્યક માનવું રહે છે.
શ્રીમદ્જીએ બીજી કેટલીક કાવ્ય રચનાઓ દ્વારા પણ ઘણો-ઘણો બોધ કર્યો છે, તેમાંથી કંઈક ધ્યાનમાં લાવવાનો પ્રયત્ન કરું છું.
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.”
ઇAિZA પ્રશાબીજ •174 backઇ8િ
Page #175
--------------------------------------------------------------------------
________________
ભૌતિક સુખ-દુઃખ પૂર્વ કર્મનું પરિણામ છે, જ્ઞાની કે અજ્ઞાની સર્વને ભોગવવું પડે છે, પણ ભોગવતા સમયે જ્ઞાની સમતાભાવે ભોગવે અને અજ્ઞાની રડતો રહીને ભોગવે છે, આ જ્ઞાની-અજ્ઞાનીનો ભેદ છે.
મંત્રતંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.’’
પરિણામે જે પાપનું કારણ છે તે મંત્ર-તંત્ર-ઔષધનું સેવન અજ્ઞાની જીવનું સ્વરૂપ છે. પરમ ઔષધ તો વીતરાગ વાણી જ છે.
જન્મ, જરાને મૃત્યુ, મુખ્ય દુઃખનાં હેતુ; કારણ તેના બે કહ્યાં, રાગ-દ્વેષ અણ હેતુ.”
જીવાત્માનું મુખ્ય દુઃખ જન્મ-જરા-મરણ છે, તે સર્વનું કારણ રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ પણ ખાસ હેતુ વિના જ જીવ કરે છે.
છે.
“જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર: એ ભાવે શુભભાવના, તે ઉતરે ભવ પાર.”
આત્મજ્ઞાન, સ્વસ્વરૂપનું ધ્યાન, જગત પ્રત્યે વૈરાગ્ય ભાવ અને ઉત્તમ વિચાર યુક્ત શુભભાવમાં સ્થિતિ ભવપાર ઉતારે છે.
“ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન.’’
શ્રી કેવળી ભગવંતોએ સ્વપર દયા જેવો બીજો ધર્મ નથી તેમ કહ્યું
પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.’’ પુષ્પપાંખડીથી લઈને નાના-મોટા કોઈ પણ જીવ દુભાય નહીં તેની સાવધાની રાખવાની શ્રી જિનેશ્વરની આજ્ઞા છે.
“શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો.’’
ØKGK8 પ્રશાબીજ + 175 KVKVK |
Page #176
--------------------------------------------------------------------------
________________
અશુભભાવ કરવાનો તો એકાંતે નિષેધ છે. શુભભાવમાં રહીને મનચિત્ત શુદ્ધિ કરીને નવકારમંત્રનું સ્મરણ કરો. આના જેવો સુમંત્ર બીજો નથી. ભગવાનને ભજીને ભવ અંત કરો.
“એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર.” કામ-ભોગનો એક જ વિષય પણ જીતવાથી સમગ્ર સંસાર જીતી શકાય છે. બીજા વિષયો પણ સહેજે વશ થઈ શકશે.
બહુ પુણ્ય કેરા પુંજથી, શુભદેહ માનવનો મળ્યો.” આ માનવદેહ પૂર્વનાં ઢગલાબંધ પુણ્યથી મળ્યો છે તેમ સમજો. વ્યર્થ ગુમાવશો તો ભારે પસ્તાવું પડશે.
હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે, એ પરહરું ?”
માનવજીવ આ પાંચ પ્રશ્નો શાંત ચિત્તથી વિચારે તો વૈરાગ્યભાવ નિશ્ચિત ઉદય પામશે. મોક્ષમાર્ગ પામશે.
સર્વાત્મમાં સમદ્રષ્ટિ , આ વચનને હૃદયે લખો.” પ્રત્યેક જીવને સમદ્રષ્ટિથી જોવાનો અભ્યાસ કરો. આ વચન ક્યારેય વિસ્મૃત કરવા યોગ્ય નથી તેવો નિશ્ચય કરો.
“અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” સમગ્ર અધ્યાત્મનો આધાર જીવની સંસાર પ્રત્યેની ઉદાસીનતા ઉપર નિર્ભર છે. સંસારનું એક પરમાણુ પણ આત્મહીતનું કારણ થઈ શકે તેમ નથી તે સમજવું બહુ જરૂરી છે.
“ભિન્ન-ભિન્ન મત દેખીએ, ભેદ દ્રષ્ટિનો એહ.” ધર્મ તો તત્ત્વથી એકજ – આત્મધર્મ છે, જે ભેદ જણાય છે તે દ્રષ્ટિનો ભેદ છે, તત્ત્વથી ભેદ નથી, પર્યાયમાં ભેદ છે. હાઇakી પ્રજ્ઞાબીજ •176
Page #177
--------------------------------------------------------------------------
________________
“શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ?” સુખ-દુઃખનું સાચું કારણ શોધીને ઉપાય પ્રમાણિકતાએ કરે તો સુખદુઃખ (ભૌતિક)થી મુક્ત થવાય છે.
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત.” અંતરદ્રષ્ટિ, દિવ્યદ્રષ્ટિ, જ્ઞાનદ્રષ્ટિ મળે નહીં ત્યાં સુધી અતિન્દ્રીય એવો પદાર્થ(આત્મા) જાણવામાં આવતો નથી. દ્રષ્ટિ મેળવવા જ્ઞાની-સદ્દગુરુની નિશ્રા અને ભક્તિ કારણરૂપ છે.
પિછે લગ સત્પુરુષ કે, તો સબ બંધન તોડ.” એક સત્પુરુષને શોધીને તેની પાછળ સર્વભાવ અર્પણ કરી ચાલ્યો જા તો સંસાર પરિભ્રમણનાં સર્વબંધન તુટી જશે.
“કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ;
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.” પરમાત્મા પ્રત્યે દીનભાવે સમર્પિત થઈને એમનાં અનુગ્રહ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવાથી આ અનાથ જીવ સનાથ થાય છે કેમ કે એ પ્રભુ, કેવળ કરુણામૂર્તિ છે, નિસ્પૃહ છે, પ્રેમથી બંધાય છે.
“સબ શાસ્ત્રનકે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધનબાર અનંત કિયો, તદપિ કશું હાથ હજી ન પર્યો. અબ ક્યોંન બિચારત હે મનસે, કછું ઔર રહા ઉન સાધનશે ?”
સાધક આપ મતિથી સર્વશાસ્ત્રો, ભિન્ન-ભિન્ન નયથી વાંચે અને ધારણા બાંધે તેમ જ શાસ્ત્રાર્થ માટે મંડન-ખંડનની પ્રવૃત્તિ પણ કરે, આવું વારંવાર કરે તો પણ પરમાર્થની પ્રાપ્તિ થાય નહીં. કેમ કે શાસ્ત્રમાં માર્ગ બતાવ્યો છે, પણ મર્મ તો જ્ઞાનીનાં હૃદયમાં છે, તેની પ્રાપ્તિ ન થાય તો હાથમાં કશું આવતું નથી, માટે તે સાધક મનથી વિચાર કરી, સમજ કે આ સાધનમાં કંઈક ખુટે છે. લાખ ઉપાયે જીવ પોતે પોતાથી બોધ પામે નહીં. ગુરૂગમે જણાય. નાઇક 4 પ્રજ્ઞાબીજ •17 bass
Page #178
--------------------------------------------------------------------------
________________
“પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.”
જીવાત્માને જન્મથી જ દેહ ઉપર દ્રષ્ટિ રહ્યાથી, “દેહ તે હું” એવી ધારણા હતી અને તેથી દેહમાં પ્રિતી રહી, આ અજ્ઞાનનું ભાન બોધની પ્રાપ્તિ થતા થયું. દેહ ઉપરનો રાગ છૂટી ગયો.
બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન.” આત્મા જ્યાં સુધી અભાન-મુછભાવ, બેહોશીમાં છે ત્યાં સુધી જ કર્મબંધ થાય છે.
ઉપદેશ સદ્દગુરુનો પામવો રે, વળી સ્વચ્છંદને પ્રતિબંધ.” મૂળ મારગ સાંભળો જિનનો રે”
હે, ભવ્ય જીવાત્મા સ્વચ્છેદ અને પ્રતિબંધનો દોષ તજીને સદ્દગુરુનો બોધ પામવો એ જિનનો મૂળ માર્ગ છે.
“અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?
ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર જેવી તત્ત્વસભર ગાથાઓ “અપૂર્વ અવસર કાવ્ય રચનામાં છે, સર્વસંગ પરિત્યાગની ભાવના કરીને ચૌદ ગુણસ્થાનકની યાત્રાની ભાવના કરે છે તે શ્રીમદ્જીનો અદ્ભુત વૈરાગ્ય ભાવ વ્યક્ત કરે છે સાથે પૂર્ણ વીતરાગ દશા આરાધીને કેવળજ્ઞાન દશા પ્રાપ્તિની અભિલાષા પણ વ્યક્ત કરી છે અને સિદ્ધપદનો નિર્ધાર પણ આ કાવ્યમાં વ્યક્ત કર્યો છે, જેમ કે :
“એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું, ધ્યાન મેં; ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો;
પ્રભુ આજ્ઞાએ થાશું, તે જ સ્વરૂપ જો.” હાઇakી પ્રજ્ઞાબીજ 178 take
Page #179
--------------------------------------------------------------------------
________________
પરમપદ તે સિદ્ધપદ-મોક્ષપદનું લક્ષ રાખી તેનું જ ધ્યાન ધરે છે. જો કે તે માટેનું સામર્થ્ય કંઈક અંશે ઊણું છે તેવી સભાનતા સાથે હાલનો મનોરથ - અભિલાષા જ સેવવાનું થાય છે, પરંતુ પ્રભુ આજ્ઞાએ એ પદની પ્રાપ્તિ થશે જ એવી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ મનમાં દઢ કર્યો છે.
“કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા; નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે.”
દેહાધ્યાસ છોડી, દેહભાવથી મુક્ત થઈને જે નિજસ્વરૂપમાં સ્થિતિ કરી નિગ્રંથ મુનિ અવસ્થા યથાર્થ ધારણ કરે છે તે ભવઅંતનો (મોક્ષનો) ઉપાય
જબ જાન્યો નિજરૂપ કો, તબ જાન્યો સબ લોક; નહીં જાન્યો નિજરૂપકો, સબજાન્યો સો ફોક.”
જેણે નિજઆત્માને જાણ્યો તેણે સર્વલોક જાણી લીધો અને નિજઆત્મા નથી જાણ્યો તેનું અન્ય સર્વ જાણ્યું તે નિરર્થક હોય છે.
%e0%eત્ર પ્રશાબીજ •179 કઇટાઇટ: શિ
Page #180
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭૨
() શ્રીમદજીની અલૌકિક ગીત-ગાથાઓ-૨ (6)
9099999999999999999
શ્રીમદ્જીએ પોતાના વર્તમાન જીવનનો વૃતાંત એક કાવ્ય “ધન્ય રે દિવસ આ અહો”માં દર્શાવ્યો છે, જેમાં સાતમા વર્ષે જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ, અઢારમાં વર્ષે અભુત વૈરાગ્ય દશા, ત્રેવીસમાં વર્ષમાં સમકિતની શુદ્ધતા, ચોવિસમાં વર્ષથી લગભગ પાંચ વર્ષ પૂર્વ કર્મનો કઠીન ઉદય રહેતા ભારે ઉપાધીનો યોગ અને એ પછીનાં જીવનનાં આખરી પાંચેક વર્ષમાં વધતો વૈરાગ્ય જોવા મળે છે. તે એક ગાથામાં વ્યક્ત થયું છે તે જોઈએ :
“આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે.” “અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે;
તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” કોઈ અપૂર્વ દશાનું વદન થઈ રહ્યું છે અને તે ભાવિદશા કેવી હશે
હાઇakી
પ્રજ્ઞાબીજ 180
& 9િ.
Page #181
--------------------------------------------------------------------------
________________
તેનો લક્ષ થઈ આવે છે કે અપ્રમતગુણ સ્થાનનો યોગ અને લગભગ કૈવલ્ય દશાનો યોગ આ દેહે થવો સંભવે છે. પરંતુ કોઈ એવું કર્મ શેષ રહેવાનું જણાય છે જેથી હવે એક જ દેહ ધારણ કરીને “સ્વદેશ” સિદ્ધ પદ-મોક્ષ પદની પ્રાપ્તિ થશે. કળિકાળ-દુઃષમ કાળમાં ભાગ્યે જ, મહાભાગ્યે જ આવી દશાનું દર્શન જોવા મળે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા આ પ્રભુતુલ્ય મહાત્મા પરમાત્માને નત મસ્તકે કોટી-કોટી વંદના હો.
શ્રીમદ્જીએ આયુષ્યનાં છેવટનાં લગભગ ૪૫ દિવસ રાજકોટમાં અતિક્ષીણ દેહનાં યોગમાં વિતાવ્યા ત્યારે દેહત્યાગ પહેલાનાં ૧૦માં દિવસે જગતનાં જીવોને આખરી સંદેશ આપતી અદૂભૂત-અલૌકિક કાવ્ય રચના આપી, ગયા છે, બહુ ઉપકાર કર્યો છે તે જોઈએ :
ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂ૫; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ.” “નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણયોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગનાં, પરમ યોગ જિતલોભ.” “ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતા નહિ વાર.” “સુખધામ અનંત સુસંત ચહી દિનરાત રહે તદ્દધ્યાન મહીં; પર શાંતિ અને સુધામય જે, પ્રણમું પદે તે વરતે જયતે.”
જે યોગી સાધક મહાત્માની સાધનાનો મુખ્ય હેતુ અનંતસુખ(શાશ્વત સુખ) કે જે નિજ મુળશુદ્ધ આત્મપદની પ્રાપ્તિમાં રહ્યું છે, જેનું સ્વરૂપ શ્રી જિનપ્રભુનું છે, તે માટે નિષ્ઠાપૂર્વક, અપ્રમત યોગે, પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યા છે તેમને આ સંદેશમાં કેટલાક ભયસ્થાનોમાં સાવધાન રહેવાની ભલામણ કરી છે, સાધનાની કેટલીક અગત્યની રીત પણ બતાવી છે અને છેવટનું લક્ષ પણ બતાવ્યું છે. સાધકની ત્રણ ભૂમિકા દર્શાવી છે અને ઉત્કૃષ્ટ ભૂમિકામાં
ની&િઇટને પ્રશાબીજ • 18 base
Page #182
--------------------------------------------------------------------------
________________
જીવવા માટેની કોઈ તૃષ્ણા ન હોય, કે મરણના યોગે ક્ષોભ ન હોય, તે સાધક મોક્ષમાર્ગનો મહાપાત્ર જીવાત્મા છે તેમ કહે છે.
સમસ્ત સંસાર મોહનાં કારણે છે, પરંતુ ઉપયોગ બહાર હોવાથી સંસારનો યોગ છે, જો ઉપયોગ અંતર્મુખ કરી નિજસ્વરૂપ પ્રત્યે લક્ષ કેન્દ્રીત કરે તો સંસાર એજ ક્ષણે લય પામે છે.
પોતે મહાપદની-પરમપદની અભિલાષા વ્યક્ત કરી છે અને તે માટે રાત-દિવસ કેવળ એ એક જ લક્ષને અર્થે સ્થિતિ કરતા સુધામય-અમૃત સમાન પરમ શાંતિની પ્રાપ્તિ કરવાની જાણે કે દૃઢ પ્રતિજ્ઞા કરે છે. અદ્દભુત દશાનું આ દર્શન છે.
સવંત ૧૯૫૭ ચૈત્ર વદ પાંચમનો દિવસ જીવનનો આખરી દિવસ આવ્યો છે, સવારે સાડા આઠ-નવની વચ્ચે આખરી શબ્દો ઉચારતા કહ્યું :
હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” પરમ આશ્ચર્યરૂપ આ વચનો જણાય છે, કેમ કે નિશદિન જેનો ઉપયોગ આત્મરમણતામાં હતો તેણે. આત્મસ્વરૂપમાં લીન થવાનું બાકી ન હોય, એ તો સ્વરૂપમાં જ હતા તો આ વાણી પ્રયોગ કેમ થયો? જરા સૂક્ષ્મતાએ વિચારતા લાગી આવે છે કે જગતનાં જીવોને તેમનો આ આખરી આદેશ છે – જે જીવોને મુક્ત થવાનો નિશ્ચય છે, તેમણે સ્વરૂપમાં લીન થવું એ જ માત્ર ઉપાય છે તેમ સુચવે છે, ધર્મને નામે ભલે, ગમે તેટલાં ક્રિયાકાંડ કે વ્રત-તપ થયા હોય, પણ કરવા જેવું એકજ અને અનિવાર્ય કાર્ય તે સ્વરૂપમાં સ્થિતિ કરવી તે છે, તેવો તેમનો આ મહામુલો આદેશ છે, તેમ વિનમ્રભાવે સમજાય છે. જ્ઞાની દ્રષ્ટ,
ની&િઇટને પ્રશાબીજ • 182 base
Page #183
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭૩
0 શ્રીમદ્જીનો તત્વબોધ-૧ )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પરમકૃપાળુદેવ શ્રીમદ્જીને સાત વર્ષની વયે પૂર્વનાં કેટલાંક ભવોનું સ્મરણ થયેલું, જેમાં એક ભવમાં પ્રભુમહાવીરનાં શિષ્ય હોવાનું લક્ષમાં આવેલું, આ વખતથી વૈરાગ્યની ધારા પ્રગટ થઈ જે ઉત્તરોત્તર વધતી ચાલી. કેટલુંક લેખનકાર્ય થયું છે જે ૧૬ વર્ષની વય સુધીમાં જે લખાયું તે પ્રથમ ભાગરૂપે છે. તે પૈકી કેટલાક વચનો અદ્ભુત છે તે જોઈએ : ૧. પુષ્પમાળા : “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા.”
મોહનિદ્રાથી મુક્ત થયા, જ્ઞાન પ્રકાશ વ્યાપી ગયો, જાગૃત થયા. ૨. “મૂળ તત્ત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દ્રષ્ટિમાં ભેદ છે.” ૩. જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મને તે સદાચાર
સેવજે.” ૪. “બ્દોષને ઓળખી દોષને ટાળવા.”
ડિજિત્ર પ્રશાબીજ • 180 bite:
Page #184
--------------------------------------------------------------------------
________________
૫. જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો.” ૬. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો.” ૭. “કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યો જા.” ૮. પરહિત એજ નિજહિત સમજવું.”
૯. “પરદુઃખ એ પોતાનું દુ:ખ સમજવું.” ૧૦. “સુખદુ:ખ એ મનની કલ્પના છે.” ૧૧. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.” ૧૨. “વિવેક બુદ્ધિથી સઘળું આચરણ કરવું.” ૧૩. “ધર્મકાર્યમાં વૃત્તિ રાખવી.” ૧૪. “જીતેન્દ્રિય થવું.” ૧૫. “પરનિંદા એ જ સબળ પાપ માનવું.” ૧૬. “જગતમાં આદરવા જેવું શું છે ? – સદ્ગરનું વચન.” ૧૭. “આત્માને હિતકારી એવી બારભાવનાઓનું ચિંતન કરું છું.” ૧૮. “પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને;
પરિપૂર્ણ ચારિત્ર, બોધિત્વ દાને; નિરાગી મહા શાંત મૂર્તિ તમારી,
પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી.” ૧૯. “વચનામૃત વીતરાગના, પરમ શાત રસ મૂળ;
ઔષધ જે ભવ રોગનાં, કાયરને પ્રતિકૂળ.” ૨૦. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.”
ઇ%e0%e04 પ્રશાબીજ - 184 BAટાઇટ®િ
Page #185
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭૪
~~~~~~~~~~~~~~~~~~~
0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૨૦
શ્રીમદ્જીનાં જીવનનાં ૧૭માં વર્ષે લખાયેલા બોધવચનો તેમની વધતી આત્મદશા દર્શાવે છે. તેનો લક્ષ કરીએ :
૧. ભાવનાબોધ લઘુગ્રંથની રચના અને મોક્ષમાળાનાં બાલાવબોધનાં ૧૦૮ પાઠની અદ્ભુત રચના અલ્પકાળમાં કરી જેમાં તેમનું પૂર્વનું યોગબળ જણાઈ આવે છે.
I
૨. ભાવનાબોધમાં જૈન માર્ગની સર્વસંમત બારભાવનાઓ જે વૈરાગ્ય પ્રેરક છે તેનું સુંદર અને સચોટ માર્ગદર્શન પોતાનાં જ શબ્દોમાં સુંદર, રૂચિકરશૈલીમાં થયું છે. કેટલાક વચનો બહુજ પ્રેરક છે તે જોઈએ :
I
“બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે, મુક્તિ એટલે સંસાર શોકથી મુક્ત થવું.’
સ્વપ્નની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે.’’
NKAKE પ્રશાબીજ * 185 $#C#IK®
Page #186
--------------------------------------------------------------------------
________________
T T
“પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ છે.” “શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય.” વિવેકબુદ્ધિ જેનાં મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય.” “સદૈવ, સધર્મ અને સતગુરુને જાણવા અવયનાં છે.” જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય
T
T
“આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે.” પ્રમાદ વિના વિચક્ષણ પુરુષો આત્મકલ્યાણને આરાધ છે. આત્મહિતૈષી એ નિરંતર મનન કરવું અને બીજાને બોધવું.” “ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે.” સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે.” “પ્રત્યેક કામ, યત્નાપૂર્વક જ કરવું, એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે.” રાત્રિમાં જે ચાર પ્રકારનાં આહાર છે તે અભક્ષ્યરૂપ છે.” દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે.” “સદ્વિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો.” સપુરુષો મોક્ષનું કારણ નવકારમંત્રને કહે છે, એ હું પણ માન્ય રાખું
T
જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્ર પરિચય વધારવો.”
“જ્યાં રાગ નથી, ત્યાં દ્વેષ નથી; આ માન્ય સિદ્ધાંત છે.” I “તૃષ્ણા એ સંસારવૃક્ષનું બીજ છે.”
%e0%ઇ પ્રશાબીજ - 186 ટિટિ9િ
Page #187
--------------------------------------------------------------------------
________________
T T T T
“વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દાવો છે.” “જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે.” “વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.” “સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી.” મોક્ષનાં સ્વરૂપ વિષે શંકા કરનારા તો કુતર્કવાદી છે.” જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દનો આ અર્થ
“જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વનો ઉદય થશે.” “વીતરાગ જેવો એકેય દેવ નથી.” “સર્વદર્શનનાં શાસ્ત્રતત્ત્વને જુઓ, તેમ જૈનતત્ત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિકશક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો.” આત્માને તારો અને તારવા માટે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સશીલને સેવો.” “રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી.” માત્ર સત્તર વર્ષની વયે શ્રીમદ્જીએ મોક્ષમાળામાં જે તત્ત્વબોધ દર્શાવ્યો છે તે તેમનો ગાઢ શાસ્ત્ર અભ્યાસ દર્શાવે છે. એટલું જ નહીં પણ શાસ્ત્રોનો મર્મ ગ્રહણ કરવાની તેમની ક્ષમતા પણ વ્યક્ત થાય છે.
જે કિશોરાવસ્થામાં માનવજીવો આનંદ-પ્રમોદ અને કંઈ બાલસહજ પ્રકૃતિએ પ્રવર્તતા હોય છે તે વયમાં આ બાલયોગીએ તેની પ્રજ્ઞાવંત અવસ્થાનો પણ પરિચય આપ્યો છે.
મોક્ષમાળાનાં પાકોમાં જે વિવિધ વિષયો પસંદ કર્યા છે અને તેને જે રીતે ન્યાયસંગત પ્રકારે રજુ કર્યા છે તે તેમની અદૂભૂત અંતરંગ દશા, વિચક્ષણતા અને કારૂણ્યભાવ પણ પ્રગટ કરે છે.
ની&િઇટને પ્રશાબીજ • 197 base
Page #188
--------------------------------------------------------------------------
________________
આગળ જતા આયુષ્યનાં છેવટનાં વર્ષોમાં પોતે જ આ મોક્ષમાળાનાં પાઠો અંગે વ્યક્ત કરેલું કે “અમે આ પાઠ માપી-માપી લખ્યા છે, તેમાં કંઈજ ફેરફાર કરવા જેવું નથી.”
જ્ઞાની, સત્પુરુષોનું માપ વયથી જણાતું નથી, તેમની જ્ઞાન દશાની ઉત્કૃષ્ટ પરિપક્વતા ઉપરથી સમજાય છે, એ વાત સહેજે સમજવામાં આવે છે.
Laath Meuolet • 188 B&SAXA:
Page #189
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭૫
-
0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૩
Ø ી ી
પરમ પૂજ્ય દેવ શ્રીમદ્ભુનાં ૧૮માં અને ૧૯માં વર્ષનાં કોઈ લેખ ઉપલબ્ધ નથી. ૨૦માં વર્ષમાં તેમનો વાસ મુંબઈમાં રહ્યો હતો. આ વર્ષમાં “મહાનીતિ” શિર્ષક સાથે ૭૦૦ વચનો લખ્યા છે જે સંસારી જીવોને સદાચારની સમજ આપે છે અને માનવજીવોનાં વિચા૨ અને વર્તન કેવા હોવા જોઈએ તેની સાદી-સીધી ઉપયોગી સમજ આપી છે જે તેમની લઘુ વયમાં રહેલી પરિપક્વતાનાં દર્શન કરાવે છે. કેટલાંક વચનો જોઈએ :
૧. “સત્ય પણ કરુણામય બોલવું.”
૨. “બાર દિવસ પત્ની સંગ ત્યાગવો.” જેનો ગૃહવાસ હજું તો શરૂ જ થયો નથી તેનો આવો વિચાર આશ્ચર્યકારી છે.
૩. વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું.’’
૪. “અસત્ય ઉપદેશ આપું નહીં.”
૫. “સર્વ-પ્રાણીમાં સમભાવ રાખું.”
૬. કોઈ દર્શનને નિંદુ નહીં.”
૭. વૈરભાવ કોઈથી રાખું નહીં.”
84848 પ્રશાબીજ * 189 $#CKGK:®
Page #190
--------------------------------------------------------------------------
________________
૮. “સમભાવથી મૃત્યુને જોઉં.” ૯. “ગુરુનો ગુરુ બનું નહીં.” ૧૦. “સર્વ પ્રકારની ક્ષમાને ચાહું.” ૧૧. “આત્માને પરમેશ્વર માનું.” ૧૨. “તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું.” ૧૩. “કાયાને નિરપરાધી રાખું.” ૧૪. “નીતિ વિના સંસાર ભોગવું નહીં.” ૧૫. “ક્ષમાપના વગર શયન કરું નહીં.” ૧૬. “પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં.” ૧૭. “સૃષ્ટિને સ્વર્ગ બનાવું તો કુટુંબને મોક્ષ બનાવું.” ૧૮. “ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં.” ૧૯. “મહાપુરુષનાં આચરણ જોવા કરતા તેનું અંતઃકરણ જોવું.” ૨૦. “ગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ.”
આવા અનેક વચનો યુવાવસ્થામાં લખાયા છે તે તેમની પ્રૌઢતા પીઢતા) દર્શાવે છે. વચનો આત્મસાત્ કરવા યોગ્ય છે.
શ્રીમદ્જીએ ૨૦માં વર્ષનાં અંતભાગમાં એક પત્ર લખતા એમ જણાવ્યું છે કે “હું બીજો મહાવીર છું.” અર્થાત્ જે પ્રભુ મહાવીરે જે આત્મસાત કર્યું, સિદ્ધિ પ્રાપ્ત કરી તે પ્રાપ્ત કરવાની ક્ષમતા આ આત્મામાં છે તેની પ્રતીતિ તેમને વર્તે છે. આ વચનો કંઈ અજ્ઞાનદશામાં લખાયા નથી, બેહોશીમાં પણ લખાયા નથી. અહંભાવ પ્રેરીત પણ નથી તે વાત બરાબર લક્ષમાં રાખવાનું ખૂબ જ જરૂરી છે. અન્યથા જ્ઞાનીની વિરાધનાનો દોષ થવાની સંભાવના રહેલી છે માટે સાવધાની રાખવી જરૂરી છે.
ની&િઇટને પ્રશાબીજ • 1so base
Page #191
--------------------------------------------------------------------------
________________
મહાવીરે તેનાં સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠધર્મ સ્થાપન કરીશ.” “આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું.” આ વચનો એક શુદ્ધ આત્મદશામાં આવીને વ્યક્ત થયા છે. “મારો ધર્મ” અર્થાતુ શુદ્ધ આત્મધર્મની વાત કરી છે અને તેને સમગ્ર સંસારમાં પ્રગટ કરવાની અભિલાષા રાખી છે. સાથે મહાવીરનો પ્રવર્તાવેલો મોક્ષમાર્ગ વિશેષ આલોકિત કરવાની પ્રતિજ્ઞા પણ કરવામાં આવી છે. આ અતિ અદૂભૂત દશાનું આપણને દર્શન કરાવે છે તે સમજવું ઘટે છે.
જેમનો ઉપયોગ નિરંતર અતિ જાગૃત છે તેવા પુરુષનાં આ વચનો પ્રજ્ઞાવાન સાધક સિવાય કોણ સમજે ?
આપણને આ વચનોથી વિકલ્પ થાય તો સમજવું કે આપણી યોગ્યતાની ખામી છે, જ્યારે યોગ્યતા આવશે ત્યારે જરૂર સમજાશે તેમ વિચારી આ વચનો આવા માનવજીવોએ ડીપોઝીટ કરી રાખવા જેવું છે, ઉતાવળે નિર્ણય કરીને જ્ઞાનીને અન્યાય ન કરી બેસીએ તેવો વિવેક રાખવાનું અનિવાર્ય માનવું.
આ મહાજ્ઞાની પુરુષને પૂર્વનું બળવાન આરાધન છે તેનો ઉઘાડ થયો છે, ઉદય થયો છે તે વિના આવા વચનો લખવાનું સાહસ ભલભલા ગણધરો કે આચાર્યો પણ કરે નહીં. માટે મુમુક્ષુ વિવેક ચુકાય નહીં તેની પુરી કાળજી રાખે તે જરૂરી છે. આપણે આવા પરમજ્ઞાનીનો આશ્રય-યોગ મળ્યો છે તે પરમ સદ્ભાગ્ય માનવું રહ્યું.
ડિજિત્ર પ્રશાબીજ 1 to
8
Page #192
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭૬
0 શ્રીમજીનો તત્ત્વબોધ-૪ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=૦
શ્રીમદ્જીએ ૨૧માં વર્ષમાં ગૃહસ્થવાસનો પ્રારંભ કર્યો – લગ્ન કર્યું. ભરયુવાન વય અને લગ્નનો પ્રસંગ હોય ત્યારે ચિત્ત-વૃત્તિઓ કેવી ઉલ્લાસિત હોય તે આપણને સૌને લક્ષમાં છે. આ મહાત્માને અંતરંગવૈરાગ્યની ધારા એવી તો બળવાન છે કે કોઈ ઉલ્લાસ વ્યક્ત થતો નથી, માત્ર પૂર્વકર્મનો ઉદય માની, પરસ્પરનાં ઋણમાંથી મુક્ત થવાનો નિર્ધાર થયો છે. પોતાના બનેવી શ્રી ચત્રભૂજભાઈને આ પ્રસંગે પત્ર લખીને પોતાની પત્નિ પ્રત્યે શી અપેક્ષા છે તે દર્શાવતા લખે છે : “આપણો અન્યોન્ય સંબંધ છે તે કંઈ સગપણનો નથી. છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું. જે વિચારો સઘળી સગપણતા દૂર કરી, સંસાર પ્રયોજનો દૂર કરી તત્ત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવાનાં છે અને આપે જાતે અનુકરણ કરવાનાં છે.” તેઓ પત્નિ) શુભ પ્રસંગમાં સદ્વિવેકી નીવડી, રૂઢીથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપ સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓનાં હૃદયમાં છે કે ? આપ ઉતારશો કે ? કોઈ ઉતારશે કે ? એ ખ્યાલ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે.”
ઇakબે પ્રજ્ઞાબીજ •192 views
Page #193
--------------------------------------------------------------------------
________________
જે કાળમાં યુવક-યુવતી પરસ્પરનું મુખ પણ જોવા ન મળે અને વડીલો નક્કી કરે તે માન્ય રાખી લગ્નથી જોડાવાનું થતું તે કાળમાં પોતાનાં વિચાર બનેવી મારફત વ્યક્ત કર્યા છે, જેમાં કુટુંબમાં સ્નેહભાવ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત થઈ છે.
આ અરસામાં પોતાના કાકાજી સસરા શ્રી રેવાશંકરને લખ્યું “ક્ષણભંગુર દુનિયામાં સતુપુરુષોનો સમાગમ એજ અમુલ્ય અને અનુપમ લાભ છે.” આ તેમનો પરમાર્થ પ્રેમ વ્યક્ત કરે છે.
મોક્ષમાળા ગ્રંથનાં છાપકામ માટે ૧૭-૧૮માં વર્ષમાં અમદાવાદ જવાનું થયેલું ત્યારે બે યુવાન ભાઈઓ ઉજમસી તથા જુઠાભાઈ તેઓશ્રીનાં પરિચયમાં આવેલા. એ બન્નેને ધર્મરૂચિ ઉત્તમ હતી, શ્રી જુઠાભાઈને તો પૂર્વનાં કોઈ ઋણાનુબંધથી શ્રીમદ્જી પ્રત્યે અહોભાવ અને ભક્તિભાવ પ્રગટ થયેલો જેથી તે ભાઈઓ અને શ્રીમદ્જી વચ્ચે પત્રવહેવાર રહેતો હતો. પ્રથમ પત્ર શ્રીમદ્જીનો જુઠાભાઈ ઉપર આ વર્ષમાં લખાયેલો છે જેમાં લખે છે : “તમારી તત્ત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. ગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી... જો, એક ભવ આત્માનું રૂડું થાય તેમ કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે.”
જીવાત્માની આ ભૂલ માનવજીવોને લક્ષમાં આવતી નથી તેથી પરિભ્રમણ થયા જ કરે છે, અંત આવતો નથી. આ ભૂલ બતાવી છે અને ઉપાય પણ બતાવ્યો છે. જેમાં સંસારનું મૂળ કારણ અને તે કારણ છેદવાનો ઉપાય (આત્મલક્ષી બતાવીને ધર્મનો મર્મ બતાવી દીધો છે. વળી લખે છે : “જ્યાંત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એજ મારો ધર્મ છે અને તે તેમને અત્યારે બોધી જઉં છું... વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણ કમળ છે; તે પણ કહી જઉં છું.” વધુમાં ભલામણ કરે છે.” આત્મભાવમાં સઘળું રાખજો, જગતનાં કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબ, મિત્રમાં કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી.” - “હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું એ ભૂલશો નહીં. દેહ જેનો
ની&િઇટને પ્રશાબીજ •193 base
Page #194
--------------------------------------------------------------------------
________________
ધર્મ ઉપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે
શ્રી જુઠાભાઈ પણ લગભગ શ્રીમદ્જીની વયનાં જ હતા, આ પત્રથી પોતાનાં પરમાર્થ સંબંધી સ્પષ્ટ વિચારો વ્યક્ત થયા છે, અને કોઈ પણ સાધકને પાયાની સમજ આપે છે.
એક અન્ય લેખમાં લખે છે કે :
વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રીયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.”
માનવભવ અનંતવાર મળ્યો છે પણ મુક્તિ મળી નથી તેનું કારણ ઉપરોક્ત ગુણોનો અભાવ છે તેમ સમજાય છે. શ્રી તીર્થકરનો યોગ થાય, બોધ-શ્રવણ થાય, વ્રત-જપ-તપ બહુ પ્રકારે થાય કે સંસાર ત્યાગ કરી સન્યાસ લે તો પણ ઉપરોક્ત ગુણો પ્રગટે નહીં ત્યાં સુધી કોઈ સાધન કાર્યકારી થવાનાં નથી તે વાતનો નિશ્ચય રાખવો પડશે. સાધક માટે યોગ્યતા પ્રાપ્ત કરવાનું લક્ષ રહે તે વધુ ઉપકારી છે. યોગ્યતા વિના સફળતા નથી તેમ સમજાય છે.
%e0%eત્ર પ્રશાબીજ 190 toઇટાઇટ: શિ
Page #195
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭૭
0 શ્રીમદજીનો તત્વબોધ-૫ )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીએ ૨૨માં વર્ષમાં પૂ. શ્રી જુઠાભાઈ ઉપર વધુ કેટલાક પત્રો લખ્યા છે અને કંઈ લેખ પણ લખાયા છે તે જોઈએ :
“જગતમાં નિરામીત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો, પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે.” સાધક-મુમુક્ષુએ ફરી ભૂલ ન થાય અને યથાર્થ પુરુષાર્થ કરવાનો નિશ્ચય કરી જીવન વ્યતિત કરવું તે જ ઉચિત છે. “ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે.” માનવજીવો ધર્મનું રહસ્ય-સ્વરૂપ સમજ્યા વિના જ બાહ્ય પરંપરાગત ધર્મનાં સાધનો કરી, ધર્મ કર્યાનો સંતોષ માને તે ભૂલ છે તેમ સમજાય તો ધર્મ કે જે અંતરમાં આરાધવો જરૂરી છે તેનો લક્ષ થાય. ધર્મ આત્માએ આત્મામાં જ રહીને કરવાનો છે. આત્મવિચાર, આત્મચિંતન અને છેલ્લે આત્મ અનુભૂતિમાં સઘળો ધર્મ સમાયો છે તે સમજવું
ની&િઇટને પ્રશાબીજ •195 base
Page #196
--------------------------------------------------------------------------
________________
ખૂબજ અગત્યનું છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે થાય તે ધર્મપુરુષાર્થ છે, બાકી વ્યર્થ વ્યાયામ માનવો.
ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવતા; નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે.” ટૂંકો છતા સચોટ ઉપાય પરિભ્રમણનાં અંત માટે આ વચનો લખાયા છે તે વિચારવા.
મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી.” ધર્મને નામે જેટલા મતભેદ જોવા મળે છે તેટલા મતભેદ સંસાર માટે જોવાતા નથી અને જ્ઞાની તો મતભેદ ટાળવાનું કહે છે. સાચા સાધકે કોઈ જ મતભેદ કે આગ્રહમાં નહીં પડતા આત્મભાવમાં સ્થિર થવામાં જ હિત માનવું જરૂરનું છે.
કર્મ એ જડ વસ્તુ છે. જે આત્માને એ જડથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે.” જીવાત્માને જડ એવા શરીર પ્રત્યે જે રાગ-મોહ છે તે તેનું અજ્ઞાન છે. શરીર તો કર્મનું પરિણામ છે, ભિન્ન પદાર્થ છે, પોતાનું સ્વરૂપ કેવળ ભિન્ન છે, આ વાત સમજવા માટે તે રાગ, તે મોહ તજવો પડશે. સમસ્ત સંસાર આ દેહમાં મોહ રાખ્યાથી છે.
શ્રી જુઠાભાઈને નિજસ્વરૂપમાં સ્થિર કરવા માટે લખે છે : “મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવાની મારી ઇચ્છા નથી.” આ જ્ઞાની પુરુષનો કેવો સાક્ષીભાવ હોય છે તે દર્શાવે છે.
વેદાંતમાર્ગનાં પ્રખર વિદ્વાન શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી શ્રીમદ્જીનાં પરિચયમાં આવેલા. એક પત્રમાં શ્રીમદ્જી તેમને લખે છે : “સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે, તે માટે નિર્વિકાર દ્રષ્ટિની અગત્ય છે.” સાધકને મન આત્મજ્ઞાનનું મહત્ત્વ હોવું જરૂરી છે કેમ કે ધર્મ આત્મા માટે છે, આત્મકલ્યાણ માટે છે, મુક્તિ માટે છે, અન્ય હેતુએ થતી ધર્મક્રિયા આત્માને ઉપકારી નથી જ. બીજા પત્રમાં લખ્યું છે : “સર્વશાસ્ત્રનાં બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન
ઇAિZA પ્રશબીજ • 196 bakઇ8િ
Page #197
--------------------------------------------------------------------------
________________
સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે.” કોઈ પણ દર્શન, મત, સંપ્રદાય વગેરે ભલે ક્રિયા-કાંડ વગેરેમાં ભિન્ન દેખાતા હોય છે, પણ લક્ષ તો આત્મસાક્ષાત્કાર, આત્મદર્શન, આત્મ અનુભૂતિનું જ હોય છે તે સમજવું જરૂરી છે.
એક લેખમાં પરમાર્થ માર્ગનું રહસ્ય ખુલ્લું કરતા કહે છે : “મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણ ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે.” અત્રે જે વસ્તુવિચાર પ્રગટ થયો છે તે વિચારતા સહેજ સમજાય છે કે મહારંભ (આરંભ, સમારંભ), પરિગ્રહ (સંગ્રહ), ક્રોધાદિ, કષાયો વગેરે ત્યાગવાથી અંતરંગમાં જીવાત્માને પરમ આનંદની અનુભૂતિ થાય છે અને આ વૈરાગ્યનું સ્વરૂપ છે, આત્મકલ્યાણનું કારણ છે. ધર્મનાં નામે, પરંપરાગત, આરંભ, સમારંભમાં માનવજીવો રાચતા જોવા મળે છે ત્યારે કેટલું અજ્ઞાન આ કાળે વર્તે છે તે જોઈને ભારે ખેદ થાય છે. અરે આ માનવભવ આમ જ ગુમાવી દેવાનો છે ! સુવિચારથી સતુપ્રવૃત્તિ થાય તો શ્રેયરૂપ બને, બાકી તો લખ્યું જાય તેવું નથી.
ડિજિત્ર પ્રશાબીજ • 197 base
Page #198
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭૮
0 શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૬ 0.
૦= ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આયુષ્યનાં ૨૩માં વર્ષમાં શ્રીમદ્જીનાં પરિચયમાં ત્રણ પરમ જીજ્ઞાસુઓ આવેલા : (૧) પૂ. શ્રી અંબાલાલભાઈ (ખંભાત), (૨) પૂ. શ્રી સૌભાગભાઈ (સાયલા) અને (૩) પૂ. શ્રી પ્રભુશ્રી લલ્લુજી મહારાજ (લઘુરાજ). આગલા વર્ષમાં શ્રી જુઠાભાઈ પરિચયમાં આવેલા, તેમના મિત્ર અંબાલાલ શ્રી જુઠાભાઈનાં નિમિત્તે અને અંબાલાલના નિમિત્તે પૂ. શ્રી. પ્રભુશ્રી લઘુરાજ સ્વામી પરિચયમાં આવેલા. પૂ. શ્રી સૌભાગભાઈને “સુધારસ”ની પ્રાપ્તિ તેમનાં પિતાશ્રીથી થયેલી અને પિતાની આજ્ઞાથી તે સુધારસ સંબંધી જ્ઞાન શ્રીમદ્જીને અર્પણ કરવા માટે શ્રી સૌભાગભાઈ મોરબી (જેતપુર) ગયેલા ત્યારે પરિચયમાં આવેલા. આ ત્રણે જીજ્ઞાસુઓ સાથેનો પત્રવહેવાર આજ વર્ષમાં શરૂ થયેલો તેનાં કેટલાક અંશો આપણે જોઈશું.
શ્રી મનસુખરામ ત્રિપાઠીને એક પત્રમાં લખ્યું છે : “જેન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે ત્યાથી પ્રાપ્ત થાઓ; એ સિવાય મારી અંતરંગ જીજ્ઞાસા નથી.”
ની&િઇટને પ્રશાબીજ • 198 base
Page #199
--------------------------------------------------------------------------
________________
કોઈ પણ ધર્મમત – સંપ્રદાયનો આગ્રહ આ પુરુષને નથી. કેવળ નિજ આત્મસ્વરૂપનો જ લક્ષ છે તે વાત સ્પષ્ટ કરી છે. વળી એમ પણ બીજા પત્રમાં દર્શાવ્યું કે :
જૈનનાં આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણાં વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે.”
જેનોનો સાંપ્રદાયિક માર્ગ આ પુરુષને બાંધી શક્યો નથી, પરંતુ મૂળમાર્ગ” આત્મધર્મનો જે શ્રી વીતરાગે બોધ્યો છે તેની પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે તે વાત ઘણી જગ્યાએ વ્યક્ત થઈ છે.
શ્રી અંબાલાલભાઈને લખ્યું છે કે :
“ગમ પડ્યા વિના આગમ વીતરાગનાં શાસ્ત્રો) અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તરંગ રૂપ થઈ પડે છે.” આમ, શાસ્ત્રોને સમજવા માટે સત્સંગનો મહિમા દર્શાવ્યો છે. સત્સંગ જેવું ઉત્તમ અને સરળ સાધન આ કાળમાં બીજું એકેય નથી તે ધર્મપ્રેમી મુમુક્ષુને સહેજે લક્ષમાં આવે છે.
પૂ. શ્રી સૌભાગભાઈ, શ્રીમદ્જીને મોરબી (જેતપર) મળીને સાયલા પરત ફર્યા પછી બન્ને વચ્ચે પત્રવહેવાર શરૂ થયો હતો. પ્રથમ પત્ર ૧૯૪૬, સવંતનાં ભાદરવા માસમાં શ્રીમદ્જીએ લખ્યો છે જેમાં આદ્ય શંકરાચાર્યજી રચિત એક શ્લોકની એક લીટી લખીને તેનો ભાવાર્થ પ્રગટ કરતા લખ્યું હતું કે : “ક્ષણવારનો પણ સતુપુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.”
આમ, સતુપુરુષ અને તેમનાં સમાગમરૂપ સત્સંગ બન્નેનો અપાર મહિમાં વ્યક્ત કર્યો છે અને સંસારને સમુદ્રની ઉપમા આપી છે તે સચોટ અને અદ્ભુત છે. સંસાર અને સમુદ્ર બને ખારા, અગાધ અને અત્યંત રહસ્યમય છે તે વાત સહેજે સમજાય તેવી છે. વળી લખે છે કે :
“અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું; અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે.”
ની&િઇટને પ્રશાબીજ • 199 base
Page #200
--------------------------------------------------------------------------
________________
સ્વ-૫૨ કલ્યાણની કેટલી ઉત્કૃષ્ટ ભાવના તેમને રહેતી તે વાત લક્ષમાં આવે છે અને તે અહોભાવ પ્રગટ કરાવે છે.
શ્રી અંબાલાલભાઈને એક પત્રમાં અદ્ભુત વાત લખી : “અહો, અનંત ભવનાં પર્યટનમાં કોઈ સત્પુરુષનાં પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઇચ્છો છો, તેની પાસેથી ધર્મ ઇચ્છો છો અને તેતો હજી કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે... તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયુ છે ? એનો કહેલો ધર્મ અનુભવ્યે અનર્થકારક તો નહીં લાગે ? અર્થાત્ તેની (શ્રીમદ્ની) પૂર્ણ કસોટી કરજો; અને એમ કરવામાં તે (પોતે) રાજી છે.” કેટલું અદ્ભુત નિર્મળ હૃદય આ પુરુષનું જોવા મળે છે ? પોતાનો આશ્રય લેતા પહેલા આશ્રિત પૂર્ણ કસોટી-ચોક્સી કરીને નિર્ણય લે તે ખૂબ જરૂરી માન્યું છે. કેટલી નિખાલસતા અને લઘુતા જોવા મળે છે ? અદ્ભુત. વળી એમ પણ જણાવ્યું કે “તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી.” આમ સાવધાન કરે છે.
*
8488 પ્રશાબીજ * 200 Basava
Page #201
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૭૯
0 શ્રીમદજીનો તત્ત્વબોધ-૭
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીએ ૨૪માં વર્ષમાં પૂ. શ્રી સૌભાગભાઈને તેમજ પૂ. શ્રી પ્રભુશ્રી લઘુરાજીને ઘણાં પત્રો મારફત આત્મકલ્યાણ થવામાં અતિ ઉપકારી માર્ગદર્શન કર્યું છે. સાથોસાથ ખંભાતનાં અન્ય કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે પણ એવા પત્રો લખાયા છે તે જોઈએ.
પૂ. શ્રી પ્રભુશ્રીજી ઉપરનો પ્રથમ પત્ર સંવત ૧૯૪૭માં કાર્તિક માસમાં લખાયો છે. જેમાં સાધક-મુમુક્ષને આત્મધર્મની પ્રાપ્તિ માટે સર્વપ્રથમ લક્ષ આપવા જેવી અગત્યની વાત લખી છે તે જોઈએ : “નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્વરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્યરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું. સયુરષોનાં લક્ષણનું ચિંતન કરવું. સત્યરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદૂભૂત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.”
હાઇakી પ્રજ્ઞાબીજ •201 tak
Page #202
--------------------------------------------------------------------------
________________
લગ્નની સપ્તપદીમાં જેમ સાત પ્રતિજ્ઞા હોય છે તેમ આ સાત પ્રતિજ્ઞા સાધકને લેવાનું આવશ્યક છે. પાયો મજબુત હશે તો તેના ઉપર રચાયેલી ઈમારત સંબંધી ચિંતાનું કારણ રહેતું નથી.
શ્રી સૌભાગને એક પત્રમાં લખેલું છે કે,
“દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છુટવાના કામીને બાંધવો નહીં; બંધાવાનાં કામીને છોડવો નહીં.”
સમગ્ર કર્મસિદ્ધાંતનું રહસ્ય આ પ્રકારે સરળતાથી સમજાવી દીધું. બીજા પત્રમાં પોતાની અંતરંગ દશા શ્રીમદ્જીએ શ્રી સૌભાગને લખતાં કહ્યું, છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યુનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી, સર્વ અનુભવાયું છે.”
છેવટનું કેવળજ્ઞાનયુક્ત) સ્વરૂપ સમજાયું છે, પુરેપુરું સમજાયું છે. અનુભવવામાં એક દેશે(અતિ અલ્પ) બાકી છે. આવી અલૌકિક દશાની પ્રાપ્તિ છતાં કેટલી જાગૃતતા છે ? કેટલી લઘુતા છે ? કેટલી કરુણાં (જગત જીવો પ્રત્યે) છે તે જણાતા મસ્તક વારંવાર તેમના ચરણોમાં ઝૂકી જાય છે. ધન્ય છે, ધન્ય છે.
એક પત્રમાં મુનિશ્રી પ્રભુશ્રી)ને લખે છે :
જીવને બે મોટા બંધન છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છેદ વળવાની ઇચ્છા જેને છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની જેની ઇચૂછા છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી.” માનવજીવોની આ બે પાયાની ભૂલો બતાવી છે તે કેટલી યથાર્થ છે તે સહજ વિચારતાં સમજાય છે. સ્વચ્છંદમાં પોતાનો આગ્રહ છે અને તેનો આધાર અજ્ઞાનવિપરીત જ્ઞાન) છે અને પ્રતિબંધમાં લોકલજ્જા આડી આવે છે. અને તે પરિભ્રમણનાં મુખ્ય કારણો છે, મોક્ષ માર્ગમાં મોટો અવરોધ છે.
ની&િઇટને પ્રશાબીજ 202 base
Page #203
--------------------------------------------------------------------------
________________
શ્રી સૌભાગને લખ્યું છે કે :
ઘણાં ઘણાં પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણ. વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” આમ ભક્તિ માર્ગની મહત્તા બતાવે છે. ભક્તિમાં સમર્પણ એ મુખ્ય શરત છે તે માટે લઘુતાનો ગુણ વિકાસ પામે તે પણ જરૂરી છે. ભક્તિ અર્થાત્ સ્વપણાનો લોપ અને પરમતત્ત્વનો સર્વાગી સ્વીકાર એમ સમજાવું ઘટે છે. વળી લખે છે : “મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક ‘સતુને જ પ્રકાર્યું છે. તેનું જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે, અને તે જ પરમપ્રેમે ભજવા યોગ્ય છે.”
સતની વ્યાખ્યા આત્મા, પરમાત્મા, ઈશ્વર, સત-ચિત-આનંદ વગેરે કરી છે, તેનો સ્વીકાર થતાં મતભેદ નાશ પામે છે. વળી લખે છે :
“સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે.” જીવાત્માને સંસાર પ્રત્યે મોહ છે જેથી સત્ જે પોતે જ છે તેનો લક્ષ થતો નથી. મોહ છૂટતા નિસ્વરૂપમય દશા સહજ છે. શ્રીમદ્જીનો એક અદ્ભુત નિર્ધાર જોવા મળે છે, લખે છે : “હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય.” આમ લખીને જૈન સાંપ્રદાયિક પરંપરાની માન્યતાનો અસ્વીકાર કરીને અદૂભૂત શૌર્ય બતાવ્યું છે. કોઈ મોટા આચાર્ય પણ આવું સાહસ કરતા દેખાતા નથી. મોક્ષનું સાચું સ્વરૂપ સમજાય તેને આ વાત સમજવાનું સરળ છે.
શ્રી સૌભાગને એક પત્રમાં લખે છે કે :
શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા. અને ભાગવતાદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા છે (શુદ્ધાત્મા છે). પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે.” આમ પરમાત્મા શ્રીકૃષ્ણ અને મહાત્મા શ્રીકૃષ્ણ બે એક નથી તે દર્શાવીને એમ કહે છે, જે કોઈ મહાપુરુષે પરમાત્મા જેવા ગુણો
ની&િઇટને પ્રશાબીજ 203 base
Page #204
--------------------------------------------------------------------------
________________
પોતામાં પ્રગટાવ્યા હોય, ગ્રહણ કર્યા હોય તેને પરમાત્મા સમકક્ષ સમજવાનું થાય છે. સાધકે મૂળ પરમતત્ત્વનો લક્ષ થવા અર્થે વિવેક રાખીને નિર્ણય કરવો પડે. શ્રીમદ્ ભાગવત ગ્રંથરૂપે શ્રી વેદવ્યાસજીએ પ્રયોજ્યું છે અને તે કાળમાં શ્રીકૃષ્ણ વાસુદેવમાં તેવાં જ ગુણો વ્યક્ત થતાં જોવામાં આવતા તેમનાં નામે કથારૂપે આલેખન થયું. પરમાત્માને નામ, રૂપ વગેરે તો હોય નહીં, માત્ર ગુણોનો પીંડ, શુદ્ધાત્મા છે.
ખંભાતનાં શ્રી અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓને લખે છે :
“નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે.” અદૂભુત સૂત્ર રચના છે. જીવ શંકા રહિત થાય તો નિર્ભય બને છે. ભ્રાંતિને લીધે શંકા હોય તે જ્ઞાન થતા નિઃશંક થઈ શકે અને પરિણામે નિઃસંગતા પ્રગટ થાય છે. મુમુક્ષુએ નિઃસંગ થવું જરૂરી છે. પછી મુમુક્ષુના લક્ષણ બતાવ્યા, આ પત્રમાં લખે છે :
“મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો.” જેને મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા રહેતી હોય તેણે જીવનમાં આ બે કારણો સેવવા જોઈએ. સંસાર અને સંગ-પ્રસંગ પ્રત્યેની આસક્તિ છોડવાનો પ્રયત્ન સતત કરવો પડશે અને તેની સાથોસાથ મોક્ષ પ્રાપ્તિનાં જે જે સાધનો પરમપુરુષે ઉપદેશ્યાં છે તે સેવવા પડશે. બાકી માત્ર મુમુક્ષુ કહેવડાવાથી કોઈ લાભ નથી. આ કારણો સામાન્ય મુમુક્ષતા માટે છે, પરંતુ આગળ વધીને તીવ્ર મુમુક્ષુતા માટે તો “અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” તેવો આદેશ પણ આપ્યો છે. મન-વચન-કાયાનાં બધા જ યોગ આ પ્રકારે વિવેકપૂર્વક પ્રવર્તે તેનું સતત ધ્યાન રાખવું પડશે અને સમયે સમયે જે ઉપલબ્ધિ જોવા મળે તેનું પરિક્ષણ, નિરિક્ષણ કરતાં રહેવું પડશે. આ ઉપરાંત ઘણાં સ્થાને મુમુક્ષુઓનાં લક્ષણ કહ્યાં છે, ખાસ કરીને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ખુબ સમજાવ્યું છે. તે ગુણોનું સંકલન નીચેનાં ગીત(કાવ્ય)માં વ્યક્ત કરું છું :
ઇakબે પ્રજ્ઞાબીજ •204 views
Page #205
--------------------------------------------------------------------------
________________
આ તો મારગ છે, વીતરાગનો રે,
વીતરાગનો રે ગુર રાજનો રે... આતો જેણે મારગ વીરનો સેવિયો રે,
તેનો જનમ સફળ થઈ જાય રે.. આતો જેને પુરવ જન્મનું પુણ્ય છે રે,
તેને મળિયો છે માનવ દેહ રે... આતો વળી મહત્વપુણ્યનાં પ્રતાપથી રે,
જે પામ્યો સદ્ગુરુનો યોગ રે.. આતો જેનો સરળ વહેવાર સંસારમાં રે,
ન્યાય નીતિ સદાય આચરે રે.... આતો જેના અંતરમાં દાન-દયા ઉછળે રે,
સત્ય-ત્યાગ અને વૈરાગ રે... આતો સમતાને ક્ષમા જેના ભાવમા રે,
વળી શાંતિ છે પારાવાર રે... આતો સર્વ કષાય ભાવની ક્ષોભતા રે,
રાગ-દ્વેષ તજયા છે વિવેકથી રે.... આતો મોહાશક્તિથી જે મૂંઝાય છે રે,
લક્ષ એક જ જેનો મોક્ષ છે રે... આતો સદ્દગુરુનો ઉપદેશ આધાર છે રે,
અને વર્તે છે આજ્ઞાધીન રે... આતો નિશદિન ભજે છે ભગવંતને રે,
સત્સંગનો જેને રંગ રે.. આતો લક્ષણ આતો મુમુક્ષુ જીવના રે,
કહ્યા રાજપ્રભુએ હેતથી રે... આતો
Lalala velesle2 • 205 Balata*
Page #206
--------------------------------------------------------------------------
________________
આવા ગુણો વિકસાવીને મુમુક્ષુતા પ્રાપ્ત કરવાથી મોક્ષ માટેનો પુરુષાર્થ યથાર્થ થઈ શકે છે, અને આવા મુમુક્ષુને જે જ્ઞાન દૃષ્ટિ મળે છે તે વડે સદ્દગુરુનો યોગ અને ઓળખાણ સહેજે થઈ શકે છે. પરિણામે તે નિકટભવિ બને છે.
શ્રીમદ્જીએ “બિના નયન” કાવ્ય લખીને એક નોંધ લખી છે જેમાં પ્રાથમિક ભૂમિકામાં સાધકને ભલામણ કરી છે :
તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો.”
સાધકને થોડો બોધ મળ્યાથી તે અન્યને બોધ આપતો થઈ જાય છે તે વૃત્તિ શમાવી દેવાનું જરૂરી છે તે વાત સમજાવી છે. “નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ.”
પૂ. સૌભાગભાઈને એક પત્રમાં સાચા યોગીની ઓળખ બતાવી છે : ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વપ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત્ જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે.” કહેવાતા સંતો, યોગીઓ થોડી સિદ્ધિ મળતાં પ્રયોગો કરતા જોવા મળે છે. સાંસારિક રિદ્ધિ માટે દોરા, ધાગા, તાવિજ જેવું કે ભભૂતિ, પાણી વગેરે અનુયાયીઓને આપી પોતાની મહત્તા વધારે છે તેવા સંતો-યોગીઓ સ્વ-પર બંનેને અહિત જ કરી રહ્યા છે તે સમજવું ઘટે.
“જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.”
જેને આત્મહિતનો નિશ્ચય હોય તેની વર્તના આવી હોવી ઘટે છે. પૂ. શ્રી અંબાલાલભાઈને એક પત્ર લખતાં લખે છે કે :
“અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે, જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે, અને જીવને ભુલામણી પણ એ જ છે.”
ની&િઇટને પ્રશાબીજ 200 best
Page #207
--------------------------------------------------------------------------
________________
ચારે ગતિમાં પરિભ્રમણ કરતા જીવોને જે પૂર્વ ભવમાં પ્રાપ્ત થયું હોય તે જ એક યા બીજા સ્વરૂપે મળતું રહે છે અને તેમાં જ જીવ રાચતો રહે છે, પરિણામે ફરી ફરી આ ભ્રમણ થતું જ રહે છે. પરંતુ આ વાત બહુ થોડાં જ મનુષ્યોને સમજાય છે. જેને આ વાત સમજાય છે તેણે ઉપરનાં વચનો લક્ષમાં લેવાનું ખુબ જરૂરી છે. જીવ સ્વચ્છેદે એ ગ્રહિત માન્યતા ઉપરાંત અહંભાવમાં આવીને ગતાનુગત ધર્મક્રિયા કરતો રહે છે, ઓઘે ઓથે, લોકસંજ્ઞાએ ધર્મની સાંપ્રદાયિક પરંપરાએ વત્ય કરે છે. જેથી તેનાં પરિભ્રમણનો અંત આવતો નથી. જેને ખરેખર છુટવાનો નિશ્ચય છે તેણે તો સાચા જ્ઞાની-સત્પુરુષને ઓળખીને, ચોકસી કરીને નિષ્ઠાથી આશ્રય કરવો પડશે. જો કે આ કાળમાં આવા સત્પુરુષનો યોગ દુર્લભ છે. તો પણ પોતાની યોગ્યતા-પાત્રતા વધારતા રહીને પુરુષની શોધ પણ કરતાં રહેવું પડશે.
“એમ વિચારી અંતરે; શોધે સદ્દગુરુ યોગ,
કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રોગ.” અપૂર્વ પદાર્થની પ્રાપ્તિનો આ એક જ ઉપાય છે તેમ સમજાય છે, સમજાતું જાય છે.
HAR
euolex • 207 BALACA:42
Page #208
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૮૦
0 શ્રીમદજીનો તત્વબોધ-૮
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૫. ક. શ્રીમદ્જીનાં જીવનનાં ૨૫ માં વર્ષમાં અષાઢી મેઘ જેવી ભારે બોધ વર્ષા થઈ છે જેનો પરિચય કરીએ :
“કાળ વિષમ આવી ગયો છે. સત્સંગનો જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે. એટલે કયાંય સાતુ નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી.” આ વર્ષમાં ધંધાકીય ઉપાધિનો યોગ વિશેષ રહ્યો છે, ખુબ જ પરિશ્રમ કર્યો છે, જેથી મન કે જે વૈરાગ્યભાવમાં રહેવા ઇચ્છે છે, તે પ્રકારે અવકાશ મળતો નથી, તેની વ્યથા દેખાય છે.
મોક્ષમાર્ગનું રહસ્ય બતાવતાં લખ્યું છે :
“ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સનાં ચરણમાં રહેવું.”
deskત્ર પ્રજ્ઞાબીજ 208 Aઇજી8િ
Page #209
--------------------------------------------------------------------------
________________
માનવ જગતમાં પ્રવર્તતા પ્રત્યેક ધર્મમતમાં જપ, તપ, આદિ ક્રિયાની મુખ્યતા કરીને માનવોને શુભ ભાવ-ક્રિયામાં પ્રેરવામાં આવે છે, પણ તેથી પુણ્ય મળે જે સારી ગતિનું કારણ બને, મોક્ષનું સીધું કારણ બનતું નથી. શ્રીમદ્જીએ. અત્રે મોક્ષનું સીધું જ કારણ “સતુના ચરણમાં રહેવું” તેમ બતાવ્યું છે. સત્ મુખ્યતાએ નિજ આત્મસ્વરૂપ છે. જીવાત્મા આત્મસ્વરૂપમાં જેટલો સમય સ્થિતિ કરે તેટલો સમય મોક્ષનો અનુભવ કરેનિરંતરની સ્થિતિ પૂર્ણ મોક્ષનું કારણ બને છે. આ પ્રકારે સાધકને આત્મધર્મનો લક્ષ કરાવી મોક્ષનો સચોટ ઉપાય બતાવ્યો. સદેવ અને સતગુરુ પણ ગૌણતાએ મોક્ષનું કારણ છે. જોકે જપ, તપ આદિનો નિષેધ કર્યો નથી, પણ આત્મલક્ષ પૂર્વક ન થાય તો સફળ નથી તેવી સ્પષ્ટતા પણ કરેલી છે. માનવજીવો ઘણું ખરું બહિરાત્મભાવમાં જ હોય છે, તેને અંતરાત્મદશાનો લક્ષ અત્રે કરાવ્યો છે તે મુમુક્ષુ-સાધકે ખાસ ધ્યાને લેવાનું જરૂરી છે. આ બહુ બહુ મોટો ઉપકાર કર્યો છે.
સાધકની યોગ્યતા-પાત્રતા વધવા માટે ઉપાય લખે છે :
જગત આત્મારૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં.”
શ્રીમદ્જીએ જીવનો મોટો દોષ-દેહાભિમાન ક્ષય થવા ઉપાય બતાવ્યો : “ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી.” વેદાંત માર્ગમાં અને અન્ય માર્ગમાં પ્રભુભક્તિ માટે આ સુત્ર ઘણું જ પ્રચલિત છે અને ખરેખર જીવનો અહંભાવ છૂટવા માટે ખુબ જ કાર્યકારી છે તે વાતનો શ્રીમદ્જીએ સ્વીકાર કરી તેમ કરવા ભલામણ કરી છે.
શ્રીમદ્દજી, નિજ દશા જે સિદ્ધ કરી છે તે વ્યક્ત કરતાં લખે છે :
સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી.”
ઇakબે પ્રજ્ઞાબીજ •209 views
Page #210
--------------------------------------------------------------------------
________________
અંતરંગદશા ગુપ્ત રાખવાની જ્ઞાનીની રીત હોય છે, તે સમજાય છે. શ્રી સૌભાગભાઈને એક પત્ર લખતા પ્રશ્નરૂપ માર્મિક વાત લખી છે :
“લૌકિક દૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે ?” જેણે આત્મહિત કરવાનો નિશ્ચય છે તે પ્રત્યેક મુમુક્ષુએ આ. વાતને લક્ષમાં રાખીને જ પ્રસંગે પ્રસંગે પ્રવર્તવું યોગ્ય છે. લોકદૃષ્ટિ સાધકને ક્યારેય કલ્યાણનું કારણ થતું નથી, અવરોધક તત્ત્વ છે. મુમુક્ષતા વર્ધમાન થવા માટેનો ઉપાય બતાવતા લખે છે કે : “આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદતાને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે” સંસારી જીવો પ્રાય આરંભ અને પરિગ્રહ પ્રત્યે હિત બુદ્ધિએ વર્તે છે. તેમને આ બંને અનિષ્ટકારી સંસાર વર્ધક છે તેવું જ્ઞાન નથી. જેને સંતકૃપાએ આ બોધ મળ્યો છે તેણે સાવધાન થઈ વર્તવું યોગ્ય છે.
“દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે.”
આત્મા, માનવદેહમાં રહેવા છતાં, સર્બોધ પામીને તથારૂપ પુરુષાર્થ કરે તો પૂર્ણ વીતરાગ થઈ સિદ્ધ પદને પામે છે. પૂર્વે જે કોઈ આત્મા મુક્ત થયા, સિદ્ધ થયા, તે આ પ્રકારે થયા છે.
કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે.” જીવાત્મા જ્યારે પણ સુખ-દુઃખ વેદે છે, ત્યારે પોતાનાં કર્મ જ ભોગવે છે, કોઈનાં કારણે સુખ-દુઃખની પ્રાપ્તિ હોતી નથી, આ પરમ સત્ય છે. અજ્ઞાનવશ વર્તતો મનુષ્ય આ વાત ન સમજાયાથી અન્યને દોષ દે છે.
“જગતનાં અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીનાં અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીનાં અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યકદર્શન થાય છે.” જગતને અને ભગતને ક્યારેય મેળ બેસતો નથી, કેમ કે બંનેની દૃષ્ટિ તદ્દન ભિન્ન છે, ભગત(જ્ઞાની) ની&િઇટને પ્રશાબીજ • 210 base
Page #211
--------------------------------------------------------------------------
________________
તત્ત્વ દૃષ્ટિએ જોવે છે. જગત પર્યાય દૃષ્ટિએ જોવે છે. પર્યાય ક્યારેય સ્થાયી ન હોય. જે જીવ જ્ઞાનીની જેમ તત્ત્વદૃષ્ટિએ જોતો થાય તે સમિકતને પામે છે.
બૃહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધકર્મ ભોગવવાને અર્થે, અને જીવોનાં કલ્યાણને અર્થે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે.” જેમનો સંસાર પ્રત્યેથી મોહ નાશ પામ્યો છે તેવા મહાત્માઓની આવી નિસ્પૃહ અવસ્થા હોય છે. આ જ તો તેમની ઓળખ છે.
“ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઇચ્છા કરવી યોગ્ય નથી.”
સાધક-મુમુક્ષુ-શિષ્ય, બધાંએ આવો નિશ્ચય અનિવાર્ય સમજવો. ૫૨માર્થ સિદ્ધ ક૨વાને જ્ઞાની પાસે વિનમ્રભાવે માર્ગદર્શન લેવાય.
“દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી.” સુખ-દુઃખનું કારણ જીવના પૂર્વકર્મ છે, કર્મનું કારણ જીવનું અજ્ઞાન છે. અજ્ઞાનવશ રાગ, દ્વેષ, કષાય આદિ ભાવથી કર્મ બંધાય છે.
“સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગતનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે.”
સત્સંગ = સત્નો સંગ. સત્ તે પોતાનાં સહજસ્વરૂપનો સંગ તે મુખ્ય છે, ગૌણતાએ સત્પુરુષ, સદ્ગુરુ, સત્શાસ્ત્રનો સંગ છે. જીવને પ્રથમ ગૌણ સાધનને સેવવાનું જરૂરી છે, યોગ્યતા આવ્યે મુખ્ય એવા નિજસ્વરૂપનાં સંગમાં અસંગ થઈને રહેવું ઉત્તમ છે. જે જે સ્થાનકો સત્સંગનાં છે, પણ લોક દૃષ્ટિએ મનોરંજનરૂપ પ્રવર્તતા હોય તો બહુ ઉપકારી થતા નથી, માટે સાધકે સાવધાની રાખવી ઘટે છે. આરંભ-સમારંભ સત્સંગના સ્થાનમાં ન હોવા ઘટે.
Æ4848 પ્રશાબીજ + 211 @CKCK: @
Page #212
--------------------------------------------------------------------------
________________
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મનાં છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર ધર્મરૂપ નથી, અન્યરૂપ છે.”
ધર્મનાં આરાધનમાં અનેકવિધ સાધનો છે. તે બધા મોટાપુરુષોએ પ્રયોજ્યા છે અને ઉપકારી છે, પરંતુ સાધક જીવોની પ્રકૃતિ અનેક પ્રકારે પ્રવર્તે છે, જેથી દરેકને એકજ સાધન અનુકુળ થાય નહીં. જેને જે સાધન અનુકુળ થાય તે સેવે, પણ આત્મા આત્મભાવમાં સ્થિર થતો હોય તો જ તે ઉપકારી સાધન છે. અન્ય ભાવમાં-પરભાવમાં સરી જતો હોય તો યોગ્ય નથી.
ક્રોધાદિ (ક્રોધ, માન, માયા, લોભ) અનેક પ્રકારનાં દોષો પરિક્ષીણ પામી ગયાથી સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે અથવા તો કોઈ મહતુપુરુષનાં યોગે યથાપ્રસંગે તેમ કરવું યોગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી.”
સંસારત્યાગરૂપ દીક્ષા ગ્રહણ કરવાનો ભાવ કોઈ કારણે થઈ આવે તો સાધકે આ વચન વિચારવા ખૂબ જરૂરી છે.આગમાં કે અન્ય કોઈ સંજોગવસાત, જરૂરી વૈરાગ્ય દશા આવ્યા વગર આવો નિર્ણય યોગ્ય નથી. વૈરાગ્ય વિના ત્યાગ ટકતો નથી. કષાયભાવો અત્યંત મંદ થયા હોય અને યોગ્ય સતુપુરષ-આત્મજ્ઞાની પુરુષની નિશ્રા હોય તો જ આ વાતે સાધકે નિર્ણય કરવો યોગ્ય છે.
“કરેલા કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી અને નહીં કરેલું એવું કિંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહીં.”
લોકોકિત પણ કહે છે કે “કરે તે ભોગવે’ આ ન્યાયસંગત વાત છે, કોઈનાં કર્મ કોઈ બીજો ભોગવે તેમ બનવું સંભવિત નથી. અજ્ઞાનવશ બોલાતું હોય કે ઘરડાંનાં પુણ્યથી સારું થયું. અને કોઈના પાપે અમે દુ:ખી છીએ” આ વાત ન્યાયસંગત નથી. માનતા-બાધાથી દુઃખ જતું રહેતું હોય તો કર્મનો સિદ્ધાંત સિદ્ધ થતો નથી. વિવેક રાખવો જરૂરી છે.
ની&િઇટને પ્રશાબીજ • 212 base
Page #213
--------------------------------------------------------------------------
________________
જે-જે કાળે જે-જે પ્રારબ્ધ ઉદય આવે તે-તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે
પૂર્વકર્મ (શુભ કે અશુભ) સમય પાક્ય ઉદયમાં આવીને જે-તે પ્રકારે ફળ આપે છે અને પ્રત્યેક જીવ તે ભોગવે છે – વેદે છે. આ અફર સિદ્ધાંત કર્યતંત્રનો સનાતન છે. શ્રીમદ્જી પોતે એવી જ અવસ્થા સમતાભાવે વેદન કરી રહ્યા છે. પ્રતિકુળ વેદન જલ્દી ચાલ્યું જાય કે અનુકુળ વેદન બની રહે તેવું જ્ઞાની સ્વપ્ન પણ ઇચ્છતા નથી, આ જ તેમની મહત્તા છે.
%e0%ઇ પ્રશાબીજ •13
જતિદિષ્ટિ
Page #214
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૮૧
શ્રીમદજીનો તત્વબોધ-૯
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીનાં દેહધારણ કર્યાનાં ૨૬માં વર્ષમાં વ્યક્ત થયેલા તેમનાં બોધવચનોની વિચારણાં આ પાઠમાં કરીશું.
વર્તમાન કાળને વિષે જો કોઈ પણ જીવ, પરમાર્થમાર્ગ આરાધવા. ઇચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમકે દુખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય છે, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે.”
પરમાર્થમાર્ગ અર્થાત મોક્ષમાર્ગ. સર્વજીવો માટે સદાકાળ ખુલ્લો જ છે, તે કોઈ કાળે બંધ થતો નથી. લોકવાયકા એવી છે કે આ કાળમાં મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય નહીં. આવું સાંભળતા એવો વિચાર થઈ આવે છે કે જીવ એક દ્રવ્ય છે અને કાળ પણ એક દ્રવ્ય છે. કાળ દ્રવ્ય કરતા જીવ દ્રવ્ય વધુ બળવાન છે તેમ શાસ્ત્રો થકી જણાય છે ત્યારે કાળ દ્રવ્ય જીવને મોક્ષમાર્ગ પ્રાપ્ત થવામાં અંતરાય-બાધા કરે તે બનવા જોગ નથી. વળી કાળ દ્રવ્ય જડ છે, જીવ ચેતન છે, શું જડ ચેતનને આ પ્રકારે અવરોધે તેમ બને ?
ની&િઇટને પ્રશાબીજ • 214 base
Page #215
--------------------------------------------------------------------------
________________
વસ્તુતઃ જીવે વધુ બળવાન પુરુષાર્થ કરવો પડે તેવું આ કાળનું સ્વરૂપ છે તેમ સ્વીકારવું પડે, કેમ કે આત્મજ્ઞાની પુરુષો કે જે જીવોને મોક્ષમાર્ગમાં પ્રવર્તવાની પ્રેરણા અને બળ આપે તેનો યોગ અતિ અલ્પ, દુર્લભ છે. માર્ગ સર્વથા બંધ હોતો નથી.
જે જીવો બાહ્યક્રિયા (એટલે દાનાદિ અને શુભ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણભાવે ગ્રહણ કરીને સમજે છે.” મોક્ષમાર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને અપેક્ષાઓ સમજવાનું જરૂરી છે. એકાંત દ્રષ્ટિ ન્યાય યુક્ત બનતી નથી. માટે તો વીતરાગ ભગવાને અનેકાંત દૃષ્ટિ આપી છે. બાળજીવો-સાધકો બાહ્યક્રિયામાં જોડાઈને થોડી યોગ્યતા મેળવીને નિશ્ચયમાર્ગને સમજવાનું કરી શકે છે, સીધુ જ નિશ્ચયમાર્ગ સમજવાનું ઘણું કઠણ છે. આમ વિવેક કરવો ઘટે છે. એ ખરું છે કે માત્ર બાહ્યક્રિયા જીવને મોક્ષનું કારણ બની શકે નહીં, પરંતુ પાત્રતા માટે બાહ્યક્રિયા કોઈ પ્રકારે ઉપકારી છે તેમ સ્વીકારીને ક્રમથી આગળ વધતું રહેવું તે યોગ્ય છે.
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સોય.” “ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગનાં વિચારમાં સ્થિતિ કરાવે છે અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે.”
જે જીવને આત્મહિત કરવાનો સંકલ્પ થયો છે, રૂચિ છે, પ્રવર્તન પણ કરે છે તે જીવે પ્રમાદ ન થાય તેવી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. પ્રમાદવશ કેટલીકવાર થોડું જે પ્રાપ્ત થયું હોય તેમાં જ તે સંતોષ માનીને રોકાય જાય તેમ બને છે અને પરિણામે પ્રાપ્ત થયેલું પણ ગુમાવી દે છે. ઉપયોગ પૂર્ણ જાગૃતપણે વર્તે તેની કાળજી લેવી જરૂરી છે.
"પુનર્જન્મ છે - જરૂર છે. એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ
%e0%ઇ પ્રશાબીજ •25 હજતાદિષ્ટિ
Page #216
--------------------------------------------------------------------------
________________
જ્યારે જીવની નિત્યતાનો સ્વીકાર કરાતો હોય ત્યારે પુનર્જન્મનો પણ સ્વીકાર કરવો રહ્યો, કેમ કે જીવાત્મા જે-તે દેહનો કોઈ સમયે ત્યાગ કરે છે (મૃત્યુ પામે છે) તે સહજ અનુભવમાં આવે છે. તો તે જીવ દેહ છોડીને ક્યાં ગયો ? શું પ્રત્યેક જીવનો મોક્ષ થાય છે તેમ માની શકાય ? ક્યાંકથી આવ્યો છે અને ક્યાંક જાય છે. જ્યારે-જ્યારે તે જ્યાં ગયો ત્યાં-ત્યાં તેનો તે પુનર્જન્મ જ છે, તેમ સમજવું.
“દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી... દેહનો જોનાર જાણનાર એવો આત્મા દેહથી ભિન્ન છે, અર્થાતુ દેહ નથી.”
આ ભેદજ્ઞાન છે. ભ્રાંતિથી દેહમાં સ્વપણાની માન્યતા જીવને અનાદિથી ચાલી આવે છે. પરિણામે દેહ અને દેહનાં સંયોગમાં આવતા જડ-ચેતન પદાર્થો પ્રત્યે જીવને મોહભાવ રહે છે. ભિન્નતા ભાસે તો દેહભાવ છૂટી જાય અને આત્મા આત્મભાવમાં રહેતો થાય. જગત પ્રત્યે સાક્ષીભાવ પ્રગટ થાય.
“દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો (જીવનો) અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલા તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી.”
આ કાળનાં મુનિઓએ આ વાત લક્ષમાં લેવા જેવું છે. જીવને સ્વતંત્ર નિર્ણય લેવા માટે અવકાશ આપવો જરૂરી છે. દોરવાય જઈને નિર્ણય લે તો પરિણામે, જે વીતરાગતા પ્રગટવાનું જરૂરી છે તે કદાચ નહીં થાય. સ્વનિર્ણયમાં જીવનો નિર્ધાર બળવાનપણે વર્તે છે.
આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે.”
- શ્રીમદ્જીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમાર્થ સમક્તિનું સ્વરૂપ ગાથા૧૧૧માં લખ્યું છે તે ત્રીજા પ્રકારનું ઉત્કૃષ્ટ સમક્તિ છે. આવું સમક્તિ
હાઇakી
પ્રજ્ઞાબીજ •216 a
t
9
Page #217
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. આત્મા જેવો છે તેવો સ્પષ્ટ અનુભવમાં આવે, વેદનમાં આવે અને તેમાં પરિણામે કૃતકૃત્યતા અનુભવાય, શાંતિ અને આનંદનું વેદન થાય તે પરમાર્થ સમક્તિ પ્રાપ્તિનું પ્રમાણ છે, તેમ સમજાય છે.
ઘણાં પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી.’’
અરૂપી અને અતિન્દ્રીય એવો આત્મા કોઈ રૂપી પદાર્થનાં દૃષ્ટાંતે તો સમજાય નહીં અને ઇન્દ્રીયોથી પણ જાણી શકાતો નથી, છતાં તેનો અનુભવ, પ્રતીતિ, વેદન અવશ્ય થઈ શકે છે, પરંતુ આમ થવા માટે જે પુરુષને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે જ અન્ય જીવને તે આત્માનો યથાર્થ પરિચય કરાવી શકે છે.
“સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે (જીવે) જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી; અથવા જ્ઞાનીનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થંકર કહે છે.’’
સાધક-મુમુક્ષુએ અપક્ષપાતપણે પોતાનું જ આત્મ નિરિક્ષણ-પરિક્ષણ કરવાથી પોતાની ભૂમિકા સમજાય તેવું છે. સત્પુરુષનો સંગ, ઓળખ અને શ્રદ્ધા જેને પણ પ્રાપ્ત થઈ હોય તેને સંસાર પ્રત્યે ઉદાસીનતા આવ્યા વિના રહે નહીં.
“જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું.”
ધર્મ પ્રાપ્તિનો હેતુ મોક્ષની પ્રાપ્તિનો હોય છે. સામાન્ય ભૌતિક પદાર્થ ખરીદવામાં પણ ચોકસાઈ રાખતા હોઈએ તો આ તો અમૂલ્ય, અલૌકિક પદાર્થ લેવો છે તો ચોકસી અનિવાર્ય સમજવી ઘટે.
NAKE પ્રશાબીજ + 217 parava
Page #218
--------------------------------------------------------------------------
________________
“આતમભાવના ભાવતા, જીવ લહે કેવળજ્ઞાન રે.’’
આ વચન આ વર્ષમાં મુનિશ્રીને – પ્રભુશ્રીને લખી આપેલું છે. તેનો વિસ્તારથી વિચાર અગાઉ લખાઈ ગયો છે જેથી તેની પુનરૂક્તિ ન કરતા એટલું જ વિચારમાં આવે છે કે અન્યભાવથી જીવે નિવૃત્ત થઈને આત્મભાવમાં નિરંતર રહેવાનો પુરુષાર્થ કરતા રહેવાથી કેવળજ્ઞાન આ કાળમાં પણ પ્રગટે તેવું છે જ છે.
8488 પ્રશાબીજ + 218/4CKGK: ®
Page #219
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૮ ૨
-
0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૧૦૦
શ્રીમદ્જીએ ૨૭માં વર્ષમાં પરમાર્થમાર્ગનાં કેટલાક રહસ્ય ખોલ્યા છે. “કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો, એ અપરાધ છે અને તેમાં મુમુક્ષુજીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂ૨ અપરાધ છે.”
આત્માર્થે જેમની પ્રવૃત્તિ મુખ્યપણે રહેતી હોય તેમની અંતરવૃત્તિ આ પ્રકારે હોય છે, તે પોતાનું સાંસારિક કાર્ય જાતે જ કરતા હોય છે – કોઈ પણ જીવને પરિશ્રમ થાય તેમ વર્તે જ નહીં. કોઈ મુમુક્ષુને તો કોઈ પણ પ્રકારે પરિશ્રમ આપે જ નહીં. હા, મુમુક્ષુનાં કલ્યાણનાં હેતુએ ક્યારેક તેવું પ્રવર્તન કરવામાં આવે તેમ બને ખરું. આમ હેતુની સ્પષ્ટતા હોય છે. સાચા ગુરુ શિષ્યને પણ, પોતાને અર્થે પરિશ્રમ આપે નહીં. આ પ્રકારે જો ગુરુ ન વર્તે તો કોઈ પ્રકારે નવો ઋણાનુબંધ સંસારવૃદ્ધિનું કારણ, કોઈ પ્રકારે બને, જેમાં બન્નેનાં આત્મહિતને હાનિ થવાનું બને.
હ4848 પ્રશાબીજ + 219 JCKCK: @
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે.”
જીવાત્મા-સાધકજીવ બહિરાત્મ દશામાં, સ્વરૂપનું વિસ્મરણ કરીને, જે કિંઈ પણ પ્રવૃત્તિ કરતો હોય તો તે જ્ઞાનીની દૃષ્ટિએ પ્રમાદ છે અને આવી પ્રવૃત્તિ કર્મબંધનું કારણ બને છે. જીવાત્મા સ્વ-આત્મ દશામાં જાગૃત પણે રહીને, બાહ્ય પ્રવૃત્તિ કરે તો પણ કર્મબંધન થાય. આવી પ્રવૃત્તિ ઉદયવશ હોય છે, ઇચ્છાએ કરી થતી નથી.
“જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી અને અભોગવ્ય નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઇચ્છા નથી.”
જ્ઞાની-સતુપુરુષનું આ વિલક્ષણ ચિંતવવા જેવું છે. પ્રારબ્ધકર્મ સમભાવે ભોગવીને કર્મથી મુક્ત થાય છે. ભોગવ્યા વિના મુક્ત થવાનું સ્વપ્ન પણ ઇચ્છતા નથી. આ જ્ઞાનીની ઓળખ છે.
સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવષયો અને આત્મા ગષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવષવો, તેમ જ ઉપાષવો. સત્સંગની ઉપાષના કરવી હોય તેણે સંસારને ઉપાષવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો.”
જે મનુષ્ય પરિભ્રમણનાં મહાદુઃખથી મુક્ત થવા ઇચ્છે છે, તેણે સર્વ પ્રથમ નિજઆત્મસ્વરૂપને શોધવા, અનુભવવા માટે સત્સંગને પ્રધાન માની સેવવાનું જરૂરી છે. જપ-તપ આદી ગૌણ કરવા અને સત્સંગને સફળ થવા અર્થે સંસારને બને તેટલો ગૌણ કરતા રહેવું યોગ્ય છે. સંસારબળ ઘટે તો સત્સંગ સફળ થાય.
“મને એમ લાગે છે કે જીવને મૂળ પણે જોતા જો મુમુક્ષતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટ્યા કરે.”
મુમુક્ષતાનું એક વિશેષ લક્ષણ અત્રે દર્શાવ્યું છે. મુમુક્ષુને પૂર્વ પ્રારબ્ધ
ની&િઇટને પ્રશાબીજ • 220 base
Page #221
--------------------------------------------------------------------------
________________
અનુસાર સંસાર હોય, સંપત્તિ હોય, પરિવાર હોય, પરિગ્રહ પણ ભલે હોય પણ એકેમાં તેની આસક્તિ-મોહભાવ ન હોય. આ બધુ હો તો ભલે, ન હો તો પણ ભલે, એવો મુમુક્ષુનો નિર્ધાર હોય અને આવો નિશ્ચય સંસારબળ ઘટવાનું કારણ બને છે. પરિણામે મુમુક્ષુ ઊર્ધ્વદશાને પામે છે, મોક્ષની નિકટ જાય છે.
“વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો, જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષનાં યોગ વિના સમજાતું નથી, તો પણ તેનાં જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.”
સંસારમાં-જગતમાં અનેકવિધ પ્રકારે ધર્મનું સ્વરૂપ કહેવાયું છે અને આરાધતું જોવામાં આવે છે, પરંતુ જે ધર્મ સેવવાથી જીવ સર્વકાળને વિષે મુક્ત થાય તે ધર્મને જ સત્યધર્મ કહી શકાય. આવો ધર્મ વીતરાગ પુરુષ વિના યથાર્થ કહેવાને કોઈ સમર્થ હોઈ શકે નહીં. કેમ કે વીતરાગી ભગવાનને કોઈ પક્ષપાત નથી, અપેક્ષા નથી, હેતુ નથી, કેવળ ઉત્કૃષ્ટ જ્ઞાનદશામાં સ્થિત થઈને ધર્મબોધ્યો છે. જેનું સેવન પણ જીવને પરમ શાંતિ-સમાધિની અનુભૂતિ કરાવે છે - ત્યાં શંકા શી હોય ? આવા સત્ય ધર્મનું સ્વરૂપ સમજવા માટે સપુરુષનો આશ્રય કરવો.
“અનુત્પન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે.”
આત્મા સદા સર્વદા અનુત્પન્ન છે, અજર-અમર છે તે જોતા વહેવારથી પુત્રરૂપે ભલે સંયોગ થયો હોય પણ તે આત્મા કદી પુત્રરૂપ થવો સંભવે નહીં. દેહ અપેક્ષાએ ભલે હો, મુમુક્ષુએ આ વાત હૃદયગત રાખી પ્રસંગેપ્રસંગે સ્મરણમાં લાવવાનું અતિ જરૂરી માનવું યોગ્ય છે. બધાજ સંબંધો માટે આમ જ છે.
હું જાણું છું. એ મારું અભિમાન, કુળધર્મને અમે કરતા આવ્યા છીએ
deskત્ર પ્રજ્ઞાબીજ • 28 Aઇજી8િ
Page #222
--------------------------------------------------------------------------
________________
તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય, સત્પુરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ અને કદાપિ કોઈ પંચવિષયકાર એવાં કર્મ જ્ઞાનીને, ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે, તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે.”
જીવને મોક્ષમાર્ગ પ્રાપ્તિમાં આ બધા અવરોધક પરિબળ છે તે વાત સાધકે લક્ષમાં રાખી, આવા દોષથી મુક્ત થવાનો નિર્ણય અને તદ્અનુસાર પુરુષાર્થ કર્તવ્ય છે. બીજા સાધન પછી જ કામ લાગે. “જ્યાં-જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં-ત્યાં તથા પ્રકારનાં અભિમાન પણે વર્યો છે.”
અનંતકાળથી ચાલ્યુ આવતું આવું અજ્ઞાન નિવૃત્ત ન થાય ત્યાં સુધી જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કે પુરુષાર્થ થઈ શકે નહીં.
“આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધ બીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે.”
જીવાત્મા પોતાનો સ્વભાવ, સ્વરૂપ અને અસંગપણાનું વિસ્મરણ કર્યાથી અન્ય (૫૨) ભાવમાં પ્રવર્તે છે અને તે પોતાની ભૂલ છે તેમ સમજીને સ્વભાવસ્વરૂપમાં પાછો ફરે તે માટે પરસંગ અને પરપદાર્થો પ્રત્યે ઉદાસીનતા પ્રગટ કરવાનો યત્ન કરે તે જરૂરી છે.
મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદુગરની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે ?”
જીવનાં વર્તમાન દોષનું નિવારણ જિનપ્રતિમાની સેવા, ભક્તિ આદિથી થવું સંભવે નહીં. પ્રત્યક્ષ સદૂગુરુની ભક્તિ એ ખરો ઉપાય છે.
મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી શ્રીમદ્જીને પત્રો લખી ને
હાઇakી પ્રજ્ઞાબીજ "222 tak
Page #223
--------------------------------------------------------------------------
________________
માર્ગદર્શન મેળવ્યું હતું તે પૈકી એક પ્રશ્ન હતો “મોક્ષ શું છે ?” શ્રીમદ્જીએ ઉત્તર લખ્યો હતો તે આ મુજબ છે :
“જે ક્રોધાદિ (ક્રોધ-માન-માયા-લોભ આદિ) અજ્ઞાનભાવમાં દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી તે મોક્ષ પદ જ્ઞાનીઓએ કહ્યું છે, તે સહજ વિચારતા પ્રમાણભૂત છે.”
મોક્ષ એટલે બંધનોથી મુક્તિ. જીવને કર્મબંધ તે બંધન છે. જેટલા અંશે કર્મબંધ ઘટે તેટલા અંશે મુક્તિનો અનુભવ થાય અને સર્વથા કર્મબંધ ટળે તો સર્વથા મુક્તિ-મોક્ષ અનુભવમાં આવે.
બીજો પ્રશ્ન કર્યો છે, “આર્યધર્મ તે શું ?” શ્રીમદ્જી ઉત્તર આપે છે, “આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાનાં પક્ષને આર્યધર્મ કહેવા ઇચ્છે છે... જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય તેને આર્યધર્મ કહે છે.”
આર્ય ધર્મ અર્થાત્ સત્ય ધર્મ, કોઈ મોટા પુરુષની સેવા, પૂજા વગેરે તે મોટા પુરુષની વિદ્યમાનતા ન રહે ત્યારે મંદીરો કે એવા સ્થાનકોમાં કરવામાં આવે છે તે વ્યવહાર ધર્મ કહી શકાય. નિશ્ચયથી તો આત્મધર્મને સત્યધર્મ માની શકાય કે જે ધર્મથી જીવાત્મા ક્યારેય પણ મોક્ષ પામી, જન્મ-મરણથી મુક્ત થાય.
ત્રીજો પ્રશ્ન એવો છે કે “અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે ?” શ્રીમદ્જીનો ઉત્તર આ પ્રકારે છે :
ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે.” જેને અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહેવામાં આવે છે. પરંતુ આવા જીવને અજ્ઞાની કહી શકાય નહીં. જ્ઞાનગુણ તો પ્રત્યેક જીવને, પ્રત્યેક અવસ્થામાં, ગતિમાં, દેહમાં શાશ્વત છે. મોક્ષનું કારણ જ્ઞાન છે. જ્ઞાનનો અર્થ આત્મજ્ઞાન, શુદ્ધ અને સહજ નિજસ્વરૂપનું જ્ઞાન. આત્મા જેવો છે તેવો જ જાણવો તે
ની&િઇટને પ્રશાબીજ • 223 base
Page #224
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન છે. આવું જ્ઞાન જ્ઞાનમાર્ગ આરાધવાથી પણ પ્રાપ્ત થાય છે અને ભક્તિમાર્ગ આરાધવાથી પણ થાય છે. ભક્તિથી જીવનાં અંતરંગ ભાવો નિર્મળ થાય છે, આÁ થાય છે અને અહંભાવ તેમ જ કષાયભાવો મંદ થાય છે. આવી દશા પ્રાપ્ત થવાથી સર્બોધ તે જીવાત્મામાં પરિણામ પામીને તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે અને આત્મજ્ઞાન મોક્ષનું કારણ બને છે. આપણી પરંપરામાં આવા ઘણાં ભક્તો થયા છે, વાલિયો ભીલ, વાલ્મિકિ મહર્ષિ થયા જેણે રામાયણ ગ્રંથની રચના કરી, કબિર, મીરા, નરસિંહ, શબરી, હનુમાન જેવા ભક્તો અક્ષરજ્ઞાનની પ્રાપ્તિ વિના જ ભક્તિથી આવી સિદ્ધિ મેળવી શક્યા છે, તે લક્ષમાં રાખવા જેવું છે.
Araba ewollex 224_Balada
Page #225
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૮૩
-
0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૧૧
પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીનો બોધ તેમની વધતી દશાનુસાર અઠ્યાવીસમાં વર્ષે તો બારે મેઘ વરસતા હોય તેમ જોવા મળે છે.
“મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી.”
જ્ઞાનીઓએ અજ્ઞાનને સંસારનું કારણ માન્યું છે. અજ્ઞાન એટલે વિપરિત જ્ઞાન. સ્વભાવ છોડીને, વિભાવમાં-પરભાવમાં જીવનું પ્રવર્તન તે કર્મબંધનું કારણ છે અને કર્મબંધ સંસારનું કારણ છે. જ્ઞાન થયે સંસાર નિરાધાર થશે.
“સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા (૫૨-અન્ય) પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે.’’
પ્રત્યેક ગતિનો, પ્રત્યેક જીવ સમસ્વભાવી હોવાનું સ્વાભાવિક છે, જો કે આ જ્ઞાન માનવજીવોને સહજ વિચારતા સમજાય તેમ છે, અન્ય જીવોની
484848 પ્રશાબીજ + 225 KAKOR:D
Page #226
--------------------------------------------------------------------------
________________
તેવી યોગ્યતા નથી. માનવજીવો સ્વ-૫૨નો ભેદ કરવાની બુદ્ધિ ધરાવે છે. પરંતુ અજ્ઞાનનો આશ્રય તજે નહીં તો સમજાતું નથી.
પોતે તરે અને બીજાને તારે તે તીર્થંકરાદિ પોતે તરે નહીં અને બીજાને તારી પણ ન શકે તે અભવ્ય કે દુર્વ્યવ્ય જીવ.”
સંસાર પરિભ્રમણથી મુક્ત થવું અને અન્યજીવોને મુક્ત થવાનો બોધ આપે, સહાયક બને તે અવસ્થા તીર્થંકરની હોય છે. પોતે તરે પણ અન્ય જીવોને તારવાનું ઘણું કરીને થઈ શકે નહીં તે દશા કેવળી ભગવંતોની હોય છે, જો કે સર્વજીવોની મુક્તિની ભાવના તો તેમને પણ હોય જ. પરંતુ કહેવાતા અજ્ઞાની ગુરુ તો ડુબે અને ડુબાડે તેવા છે.
“કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ ૫૨૫દાર્થનાં વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે.”
જીવાત્માને પોતાના નિજસ્વરૂપ સિવાય બધુજ પ૨પદાર્થ છે. આવા ૫૨૫દાર્થની જીવ ઇચ્છા કરે અને વિયોગ થતા ચિંતા કરે તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, જે દુર્ધ્યાન છે, પરિભ્રમણનો હેતુ છે.
મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક જ્ઞાની-આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીમાં આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે.”
મોક્ષનાં કારણરૂપ ધર્મપ્રવૃત્તિ આત્મજ્ઞાની કરે છે અથવા આવા આત્મજ્ઞાનીનાં નિષ્ઠાવાન આશ્રિત-સાધકો જ કરે છે. બાકી તો ભ્રાંતિગત, પરંપરાગત કહેવાતો ધર્મ સૌ કોઈ સેવતા જોવામાં આવે છે પણ તે મોક્ષનું કારણ બનતું નથી. પુણ્યનું હોઈ શકે.
“મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે ?’’
જગત મિથ્યા બ્રહ્મ સત્ય આવું કથન મહાત્માં શંકરાચાર્યજીનું છે, તે સૌ જાણે છે. જીવને જગદીશ પરમાત્મા) થવું છે તેમાં જો તેને મોટો અવરોધ હોય તો તે જગતનો છે. જોકે જગત પ્રત્યે જીવ આસક્તિ ન રાખે અને
ØKBK8 પ્રજ્ઞાબીજ * 226 paravano
Page #227
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યભાવે જગતમાં રહ્યા થકી તે જીવ જગદીશ થઈ શકે છે. આ અપેક્ષાએ જગતને મિથ્યા માન્યું છે. આત્મજ્ઞાનીને જગત અવરોધરૂપ થતું નથી. આ સમાધિભાવ છે.
જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને નિવૃત્ત કરવો એ છુટવાનો એક પ્રકાર છે.”
જીવને જે કારણથી બંધન (કર્મનું બંધન) છે તે કારણને જાણે અને તજે તો કર્મબંધ થાય નહીં. સર્વપ્રકારનો બાહ્ય પરિચય-સંબંધ કર્મબંધનું કારણ સહેજે થાય છે. સાધક સાક્ષીભાવે રહેવાની કળા હસ્તગત કરે તો ઘણું કરીને કર્મબંધ થતો નથી.
“સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી.”
જ્ઞાનીઓ સંસારને એકાંતે કલેશમય કહે છે કેમ કે સંસાર કલેશ અને અનેકવિધ પ્રકારે દુઃખથી ભરેલો છે. આવા સંસારમાં રહીને જ સાધકે મોક્ષમાર્ગ આરાધવાનો છે અને તે માટે આત્મવિચાર થકી આત્મજ્ઞાન કરવાનું છે અને આત્મવિચાર થવામાં સત્સંગ મુખ્ય સાધન છે.
“આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસહ્મસંગનું બળ ઘટે છે, સત્સંગનાં આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે.”
અનાદિનાં કુસંસ્કાર અને વર્તમાનમાં અજ્ઞાનદશા હોવાથી જીવને આરંભપરિગ્રહની પ્રવૃત્તિ સહજ થઈ ગઈ છે. સત્સંગનાં પરિણામે જીવ યથાર્થ જ્ઞાનનો પરિચય પામી આ દોષથી મુક્ત થઈ શકે છે. આવી દોષમુક્તિ પણ મોક્ષનું આંશિક સ્વરૂપ છે. સ્વરૂપની શુદ્ધિ થાય છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.” જીવને જેમ-જેમ અજ્ઞાન-વિપરીતજ્ઞાન ઘટતું જાય તેમ-તેમ આત્મજ્ઞાન
ઇ%e0%e04 પ્રશાબીજ • 27 Aટાઇટ®િ
Page #228
--------------------------------------------------------------------------
________________
વધતું જાય છે. આત્મજ્ઞાન, આત્મસમાધિ અર્થાત્ નિજસ્વભાવ-સ્વરૂપમાં સ્થિતિ થવામાં મુખ્ય કારણ છે અને સ્વરૂપમાં સ્થિતિ જેટલી વધે તેટલી મોક્ષપદની નિકટતા અનુભવાય છે.
શ્રીમદ્જીએ મહાત્મા ગાંધીજીને બીજા એક પત્રમાં જણાવ્યું છે કે :
“અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેનાં કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે.”
અનાદિથી, નિત્ય એવા જીવને સદાય પુદગલનો સંયોગ છે. પુદગલની પર્યાય સમયે-સમયે બદલાતી રહે છે અને જ્યારે-જ્યારે જીવ કોઈ પર્યાય પ્રત્યે રાગ-આસક્તિ કરી પ્રવર્તે છે ત્યારે ત્યારે શુભાશુભ કર્મબંધ કરીને પરિભ્રમણ વધારતો રહે છે. આ અજ્ઞાન દશા છે. આવા બોધ વચનનાં પરિણામે પૂ. ગાંધીજી અત્યંત અપરિગ્રહી થયા હતા.
જ્ઞાની પુરુષનાં ચરણને વિષે મન સ્થાપ્યા વિના, એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી.”
મોક્ષપદની પ્રાપ્તિ માટે ત્રણ માર્ગ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે. જ્ઞાનમાર્ગ, ક્રિયાયોગ)માર્ગ અને ભક્તિમાર્ગ. જેમાં ભક્તિમાર્ગ સરળ છે તેવું કથન જ્ઞાનીઓનું છે. ભક્તિમાર્ગનું સ્વરૂપ સમજીને આરાધન થાય તો સફળ છે. જેની ભક્તિ કરીએ તેની આજ્ઞામાં પૂર્ણપણે રહીને, મન સ્થિર કરીને અને વિકલ્પરહિત થઈને ભક્તિ થાય તો જ ભક્તિ સરળ છે - સફળ છે. ભક્તિમાં સમર્પણ થવું તે મુખ્ય શરત છે. ભજન, કીર્તન, ભાવના, સ્તુતિ વગેરે રાગરાગીણી અને વાંજીત્રોથી લોક રંજનનું કારણ બનતું હોય તો તે ભક્તિનું સાચું સ્વરૂપ નથી.
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે.”
આત્માને પોતાનું નિજસ્વરૂપ કોઈ પ્રકારે પરોક્ષ હોવાનો સંભવ નથી. પોતે પોતાથી દુર-અદશ્ય કેમ કરીને રહી શકે ? આમ અત્યંત પ્રત્યક્ષ છે.
ની&િઇટને પ્રશાબીજ • 228
Page #229
--------------------------------------------------------------------------
________________
પરમપુરુષની દેહધારી દશામાં પણ જે પ્રવૃત્તિ છે તેનું સુક્ષ્મ અવલોકન કરાય તો તેમનો નિશ્ચય પણ પ્રત્યક્ષ ભાસે છે. આવા પરમપુરુષ દેહધારી છતાં પ્રગટ આત્મારૂપ દેખાય છે.
“આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચવામાં બહુ વિચાર કરી પ્રવર્તવું ઘટે છે.’
આત્મહિત-૫૨માર્થની પ્રવૃત્તિમાં આત્મવીર્ય શૂરવીરપણે પ્રવર્તે તે યોગ્ય છે અને સંસાર પ્રત્યયી પ્રવૃત્તિમાં સંકોચથી પ્રવર્તે તે પણ યોગ્ય છે. જીવાત્માનો લક્ષ આત્મહિત સિવાય અન્ય કોઈ પણ ન હોય તે મુમુક્ષુતાનું લક્ષણ છે, તેમ સમજાય છે.
“સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, તે રસ્તે પરમાત્મપણું પ્રગટે છે.’
પ્રત્યેક જીવાત્મા પરમાત્માનો અંશ છે, તે વેદાંત માર્ગની રીતે વિચારતા જીવમાં પરમાત્મપણું છે જ. જૈનમતથી પણ જે કોઈ પ૨માત્મસ્વરૂપ થયા છે તે જીવાત્માની દશામાંથી જ થયા છે. અર્થાત્ પ્રત્યેક જીવમાં ૫૨માત્માદશા શક્તિપણે રહેલી છે જ. પરંતુ કર્મનું આવરણ ટળીને પ્રત્યક્ષ-પ્રગટ થાય તેને પરમાત્મા કહેવું તે યોગ્ય છે. એવી દશા પ્રાપ્ત થવા માટે સત્ જિજ્ઞાસુ, મુમુક્ષુ થવું.
“જગતનાં સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુ:ખનો હેતું છે તો બીજા પદાર્થોમાં સુખના હેતુની શું કલ્પના કરવી.’
આત્માને જે દેહનો સંબંધ છે. તેમાં અત્યંત પ્રીતિ હોય છે. જો કે દેહ પણ આત્માને સંયોગ સંબંધે છે, સ્વાભાવિક સંબંધ નથી. આવો દેહ જરા, રોગ, આદિ દુઃખરૂપ અનુભવાય છે તો પછી દેહના આધારે રહેલાં અન્ય સ્વજન, સંપત્તિ આદિમાં સુખ કેમ હોય ?
8488 શાબીજ + 229 pararao
Page #230
--------------------------------------------------------------------------
________________
“રાગદ્વેષાદિ વિચારોનું ઉદ્દભવ થવું તે જીવે પૂર્વોપાર્જિત કરેલાં કર્મનાં યોગથી છે. વર્તમાનકાળમાં આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિ વૃદ્ધિમાં કારણરૂપ છે.”
કોઈપણ જીવ સ્વભાવથી રાગી કે દ્વેષી નથી, વિભાવથી છે. પૂર્વ ઉપાર્જિત કર્મ ઉદયમાં આવતા, અજ્ઞાનવશ જીવ ત્યાં રાગ કે દ્વેષ કરી કર્મબંધ કરે છે. પરંતુ જ્ઞાન ઉપયોગ અને જાગૃતપણે રહીને ત્યાં સાક્ષીભાવે વર્તે તો રાગ-દ્વેષ કરવાનું ટાળી શકે છે અને તે કર્મબંધથી પણ બચી જાય છે. વર્તમાન પુરુષાર્થ નિર્ણાયક છે.
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં.”
જીવને દેહ સાથેનો સંબંધ સંયોગથી છે - સ્વભાવથી નથી. બંને દ્રવ્ય સર્વથા ભિન્ન છે. એક નથી. અને જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ નિશ્ચયથી છે જ તેવો બોધ જેને થયો છે તે વિચારવાનું કહેવા યોગ્ય છે. આવી દશામાં જે જીવ છે તેને દેહ ત્યાગ વિષે કોઈ પ્રકારે હર્ષ-શોક સંભવે નહીં. હર્ષ-શોક તો અજ્ઞાન દશાનું સ્વરૂપ છે – પરિણામ છે. તેમ સમજવું યોગ્ય લાગે છે.
શ્રીમદ્જીએ આ અઠ્યાવીસમાં વર્ષમાં એક અદ્ભુત લેખ લખ્યો છે, જેમાં મોક્ષ પ્રાપ્તિનો સહજ અને સરળ માર્ગ સમજાવ્યો છે :
“સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ-સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. જે થયું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.”
અનેક ધર્મમત, દર્શન, શાસ્ત્રો અને ધર્મગુરુઓ આ કાળમાં મોક્ષનાં ઉપાય અનેકવિધ પ્રકારે બતાવે છે. કોઈ જ્ઞાન માર્ગની તો કોઈ યોગમાર્ગની તો વળી કોઈ ભક્તિમાર્ગની મુખ્યતા કહે છે. કોઈ જપ, તપ, ક્રિયાકાંડ, હોમહવન, દાન-પુણ્ય, સેવા-પૂજા અને તીર્થયાત્રા કે તીર્થસ્થાપના વગેરેનું મહત્ત્વ દર્શાવે છે. શ્રીમદ્જીએ આ બધી બાબતોને ગૌણ માની છે અને મુખ્યતા જીવાત્માને સ્વરૂપમાં સ્થિર થવાની કહી છે. જીવાત્મા સ્વસ્વરૂપમાં સ્થિર થયાથી
ની&િઇટને પ્રશાબીજ • 230 base
Page #231
--------------------------------------------------------------------------
________________
વિભાવમાં જઈ શકતો નથી અને તેથી કર્મબંધથી બચી જાય છે. સત્તાગત કર્મની નિર્જરા પણ સહેજે થાય છે.
શ્રીમદ્જીએ ૨૫માં વર્ષમાં એક વચન એવું લખ્યું છે કે :
“ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સનાં ચરણમાં રહેવું.”
આ બંને વચનોની સંધિ કરતા સહેજે સમજાય છે કે બાહ્ય ક્રિયાકાંડ વગેરે મોક્ષનું સીધુ કારણ બનતું નથી. જીવ શુભભાવમાં આવી શકે છે અને સારી ગતિનું કારણ બની શકે છે. અને પરંપરાએ મોક્ષનું કારણ થઈ શકે છે. આ માર્ગ લાંબો છે. ટૂંકો માર્ગ તો જગતની વિસ્મૃતિ અને સંતુનિજ શુદ્ધાત્મા)માં લીન થવું તે છે.
શ્રીમદ્જીએ પોતાનાં દેહત્યાગનાં સમયે છેલ્લું વચન કહ્યું : હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.”
આ વચન ઉચ્ચારાયા પછી કેવળ મૌન થયા, સમાધિભાવમાં પૂર્ણ જાગૃત છતાં અચેતન દશારૂપ દેહને સ્થિર કર્યો, સર્વ સંગથી સંપૂર્ણ નિવૃત્ત થયા. નિર્વિકલ્પ દશામાં પાંચ કલાક રહીને પૂર્ણ સમાધિભાવે દેહ છોડી દીધો. આ અવસ્થાનું મુમુક્ષુએ વારંવાર સ્મરણ કરી ચિંતવન-નિદિધ્યાસન કરવું અતિ શ્રેયકારી બને તેમ છે તેમ નિશંક લાગે છે. ધન્ય છે આ આત્મદશાને. વંદન હો, વંદન હો.
ની&િઇટને પ્રશાબીજ • 231 base
Page #232
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ– ૮૪
-
0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૧૨
722~~~~~~~~~~~~~~~~
ઓગણત્રીસમાં વર્ષમાં શ્રીમદ્ભુએ બે મહાન પદ્ય રચના જગતને ભેટ ધરી છે, (૧) મૂળ માર્ગ(મોક્ષ માર્ગ) અને (૨) આત્મસિદ્ધિશાસ્ત્ર. ઉપરાંત એક પત્ર(૬ ૮૦) મહાવીર જન્મદિન ચૈત્ર સુદ-૧૩, ૧૯૫૨. શ્રી સૌભાગભાઈ વગેરેને પણ ઘણાં પત્રો લખાયા છે તે પ્રથમ જોઈશું.
જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ, સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે.’’
અનંતકાળ થયા, જે આત્મતત્ત્વ જાણ્યું નહોતું, તે તત્ત્વ જેમ છે, તેમજ યથાર્થ સ્વરૂપમાં જાણ્યું તે ખરાં અર્થમાં સમજવું કહેવાય. કેમ કે સમજવા જેવું આ એક જ તત્ત્વ છે, નિજ સ્વરૂપ છે, બાકીનું સમજવું પણ આ તત્ત્વને સમજવા પુરતું જ કામનું છે. આત્મતત્ત્વ યથાર્થ જાણ્યાથી વિકલ્પ સર્વ સમાય જાય છે, તેથી તે દશા સમાય ગયાની છે. પરિણામે અન્ય સર્વ પદાર્થ સંબંધી આસક્તિ-રાગ છુટી જાય છે.
84848 પ્રશાબીજ + 232 KAKOR+®
Page #233
--------------------------------------------------------------------------
________________
“આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવો ઘટે છે, કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થવો કઠણ છે.”
આત્મકલ્યાણના હેતુરૂપ સંગ તે સત્સંગ છે. તેનું સેવન તો મુમુક્ષુનો સોશ્વાસ છે. મુમુક્ષતાનો પ્રાણ છે. સત્સંગ વિના મોક્ષમાર્ગનું ઉદ્દઘાટન - પ્રાપ્તિ કયા પ્રકારે થવી ઘટે ?
આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશઅહંકાર) છે.”
ધર્મશાસ્ત્રો જીવાત્માને આત્મકલ્યાણનો હેતુ છે, શાસ્ત્રોનો ઉપયોગ એ અર્થે જ થવો યોગ્ય છે. પરંતુ ઘણાં જીવો થોડું ઘણું શાસ્ત્રવાંચન કરી પોતે અનુસરવાનું છોડીને અન્યને બોધ આપવાનું કરતાં જોવામાં આવે છે, આ શાસ્ત્રીય અભિનિવેશ અહંભાવને પોષે છે.
સર્વ પ્રકારનાં ભયને રહેવાનાં સ્થાનક એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.”
જ્ઞાનીઓ સંસારને ભયરૂપ કહે છે. જે વિચારતાં યોગ્ય લાગે છે. કોઈ જીવાત્મા ભયરહિત જોવા મળતો નથી. રોગનો, જરાનો, મૃત્યુનો, મુખ્ય ભય ઉપરાંત રૂપ, ધન, સ્વજનો, સત્તા, શરીરબળ વગેરે બધાં જ અનિત્ય હોવાથી તેનાં વિયોગનો ભય પણ રહે જ છે. જીવને જો આ વાત બરાબર સમજાય તો નિર્ભયતા માત્ર વૈરાગ્ય દશામાં હોવાનું પ્રતીત થશે. પરપદાર્થ પ્રત્યેથી રાગ છૂટી જાય તે વૈરાગ્ય છે.
“અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે. એમાં સંશય નથી.”
ચારે ગતિમાં ભટકતો જીવાત્મા ક્યારેય પણ સંગરહિત થતો નથી. દેહનો સંગ, પરિવારનો સંગ, પદાર્થોનો સંગ નિરંતર રહ્યા કરે છે. છતાં તત્ત્વદૃષ્ટિએ પ્રત્યેક જીવ અસંગ છે. પણ તેનું ભાન જીવને નથી. આ અભાન
ની&િઇટને પ્રશાબીજ • 233 base
Page #234
--------------------------------------------------------------------------
________________
દશા માત્ર સત્સંગનાં યોગે જ દૂર થઈ શકે છે અને પોતાનું યથાર્થ આત્મસ્વરૂપ ભાનમાં આવે છે, સહેજે સમજાય છે.
જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય, ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.”
કોઈપણ દેહધારી જીવને વર્તમાનમાં કર્મનું બંધન છે જ. જો આમ ન હોય તો દેહમાં રહેવાપણું પણ ન હોય. આવા બંધનથી જેણે છુટવું છે, તેણે યથાર્થ આત્મજ્ઞાન - નિજસ્વરૂપનું જ્ઞાન પ્રગટાવવું પડે જ.
“ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે.”
જૈન સાંપ્રદાયિક પરંપરામાં ત્રણે કાળનું, ત્રણે લોકનું, પ્રત્યેક પદાર્થનું અને તેની પ્રત્યેક પર્યાયનું જ્ઞાન જેને વર્તે છે તે જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. શ્રીમદ્જી લખે છે કે શાસ્ત્રકારોએ આવું તો શાસ્ત્રોમાં લખ્યું નથી. સર્વથા અજ્ઞાન(વિપરીત જ્ઞાન) રહિત જે કેવળ જ્ઞાનદશા જેને વર્તે છે તે દશાને કેવળજ્ઞાન કહ્યું છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા-૧૧૩માં પણ શ્રીમદ્જીએ આમ જ લખ્યું છે :
“કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવણ.” જરા વિવેકથી વિચારતા પણ આ વાત સમજી શકાય છે કે જે પરપદાર્થ જીવને ક્યારેય કોઈ પણ અવસ્થામાં આત્મહિતનું કારણ બની શકે તેમ નથી, તે પદાર્થો અને તેની કોઈપણ પર્યાય વિષેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ શું ? આત્મજ્ઞાની પુરુષોની વીતરાગ દશાનો વિચાર કરીએ તો સહેજે સમજાય છે કે આવી નિરર્થક જ્ઞાનની પ્રાપ્તિ માટે કદી પણ પુરુષાર્થ કરે જ નહીં. હા, એ ખરું છે કે નિરાવરણ-કેવળજ્ઞાન દશામાં, આવું પદાર્થનું જાણપણું સહેજે રહેલું હોય છે, પરંતુ તે માટે પુરુષાર્થ ન હોય.
ઇ ઇઇમાં પ્રજ્ઞાબીજ 234 bad 9.
Page #235
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્જીએ આ વર્ષમાં જે અદૂભૂત પત્ર લખ્યો છે તેમાં : “મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.”
“આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અને બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ.”
સમસ્ત આગમ શાસ્ત્રો કે ધર્મગ્રંથોમાં કોઈ મહાત્માએ પોતા સંબંધમાં આવું વ્યક્ત કર્યું હોય તેમ જોવામાં આવતું નથી. સુજ્ઞ મનુષ્ય નિષ્પક્ષપાતપણે, નિરાગ્રહીપણે અને સાંપ્રદાયિક રાગબુદ્ધિથી મુક્ત થઈને આ વચનો વિચારે તો જ આ વચનોનો મર્મ લક્ષગત થાય તેમ છે. પ્રથમ આ પુરુષની નિરાગી અવસ્થાને લક્ષમાં લેવી ઘટે છે. બીજું, તેમની તીર્થંકરદેવો પ્રત્યેની નિષ્કામ ભક્તિને લક્ષમાં લેવી ઘટે છે. ત્રીજી, તેમની જગતનાં જીવો પ્રત્યે અસીમ કરણાં ઠેર ઠેર જોવા મળે છે તે લક્ષમાં લેવું ઘટે છે. ચોથું જીવન પર્યંત જેમણે કોઈ પદ, પ્રતિષ્ઠા કે પદાર્થ પ્રત્યે સહેજ પણ સ્પૃહા રાખી નથી એ વાત પણ લક્ષમાં લેવી ઘટે છે. આટલી વાત લક્ષમાં રાખીને નિષ્પક્ષપાતપણે વિચારતા આ વચનો યથાર્થ ભાસવાનું થશે. આટલું ખુલ્લુ લખવાનું શૌર્ય
ક્યાંય જોવા મળતું નથી. જે આત્મદશા, આ લખાણ કર્યું ત્યારે અનુભવાતી હતી તેને ગોપવ્યા વગર પ્રગટ કરી છે. આમ છતાં સંસારી જીવોનો સંદેહ દૂર કરવા વધુમાં લખ્યું કે :
“આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાનાં અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતાં જગતનાં જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી, તેમનું કલ્યાણ કરવાની તથા તેનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરણાં એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણાં કરે છે.”
ટૂંકી દૃષ્ટિવાળા, આગ્રહોથી બદ્ધ, સાંપ્રદાયિક રાગથી ઘેરાયેલા અને આ પુરુષની અંતરંગ અવસ્થાથી અપરિચિત લોકો આ વાતને આ વચનને ન્યાય આપી શકશે નહીં. વળી આવા વચનો લખીને જગતનાં જીવો પાસેથી તેમની કંઈ અપેક્ષા હોઈ શકે ? એટલો વિચાર તો જરૂર કરવો જોઈએ.
ની&િઇટને પ્રશાબીજ • 235 base
Page #236
--------------------------------------------------------------------------
________________
જીવન પર્યત જે પુરુષ જિનાજ્ઞામાં રહીને પ્રવર્તી છે તેનો અંતર આશય સમજવાનું કરવું ઘટે છે. તેમાં પણ કલ્યાણ છે.
“હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય છે.”
સંસાર પરિભ્રમણનું કારણ જીવનાં કર્મ છે અને કર્મબંધનું કારણ રાગદ્વેષ છે, કષાય છે, અજ્ઞાન છે. આટલી વાત લક્ષમાં રાખીને પોતાનું સ્વરૂપ ઉપર મુજબ ચિંતવવાથી રાગાદિ સર્વ દોષથી મુક્ત થવાય છે, પરિણામે પરિભ્રમણનો અંત આવે છે. મોક્ષ પામે છે.
મનુષ્ય દેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું કહ્યું છે, તે સત્ય છે, પણ જો તેથી મોક્ષ સાધન કરી શકાય તો જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે.”
માનવદેહ તો કર્મ સંયોગે સહેજે પ્રાપ્ત થયો છે, તેથી કાંઈ તેને મોક્ષની પ્રાપ્તિ થાય તેમ બનવા જોગ નથી. માનવપણું, મનુષ્યત્વ વગેરે પ્રાપ્ત કરી યોગ્યતા વધારવી પડે. મહાપુરુષોનાં માર્ગે જાતે ચાલવું પડે. યથાર્થ પુરુષાર્થ નિષ્ઠાથી અને ધીરજથી કરવો પડે. અને કર્મબંધનનાં સર્વ કારણો સમજપૂર્વક
ત્યાગવા પડે. ઉપરાંત પૂર્વકર્મની નિર્જરા માટે જ્ઞાનીએ બોધેલા માર્ગને સેવવો પડે તો જ માનવદેહનું સાર્થક્ય કરી શકાય. બાકી તો પશુ સમાન જ ગણાય.
“જૈન દર્શનની રીતિએ જોતા સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતા કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે.”
જૈન દર્શન સમ્યકુ જ્ઞાનને, દર્શનને કેવળ જ્ઞાનનું કારણ માને છે. વેદાંત આદિ આત્મસાક્ષાત્કારને કેવળજ્ઞાન કહે છે. અપેક્ષાએ બંને વિચાર યોગ્ય છે. સમ્યક જ્ઞાન-દર્શન એ કેવળજ્ઞાનનો જ અંશ છે. બીજરૂપ છે તે બીજ ફળવાન
ઇAિZA પ્રશાબીજ • 236 bookઇ8િ
Page #237
--------------------------------------------------------------------------
________________
થઈ કેવળજ્ઞાન વૃક્ષરૂપ ધારણ કરે છે. આ વાત તો જૈનો પણ સ્વીકારે છે. સુક્ષ્મ વિચાર જોઈએ.
સર્વથા સ્વાભાવપરિણામ તે મોક્ષ છે. સદ્દગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્દવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે.”
માનવજીવ સદેહે મોક્ષ દશામાં સ્થિતિ કરી શકે છે. મર્યા પછીનો મોક્ષ સર્વથા મોક્ષ છે. સદેહે મોક્ષ તે આંશિક મોક્ષ છે. બંનેમાં આત્મ અવસ્થા સરખી છે. સદેહે મોક્ષ દશા સર્વથા મોક્ષદશાની પ્રાપ્તિનું નિશ્ચિત કારણ છે તેમ સમજાય છે.
શ્રીમદ્જીએ આ વર્ષમાં જે મહાન-અમૂલ્ય પદ્યની રચના કરીછે તે પૈકી પ્રથમ “મૂળ માર્ગની રચના છે અને બીજી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના છે. બંને રચના વચ્ચે માત્ર પંદર દિવસનો આંતરો છે. બંને રચનામાં મોક્ષમાર્ગ સાદી-સીધી, સરળ ભાષામાં કહ્યો છે. વળી કેવળ આત્મ-અનુભવનો નિચોડ વ્યક્ત થયો હોવાથી સર્વ જીવને હૃદય સ્પર્શ કરાવે તેવી શક્તિથી ભરપુર છે.
મૂળમાર્ગ કાવ્યમાં સંક્ષેપમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ કહ્યું છે. સમ્યકજ્ઞાન(આત્મજ્ઞાન), સમ્યક્ દર્શન (આત્મસ્વરૂપની શ્રદ્ધા) અને સમ્યક ચારિત્ર (આત્મસ્વરૂપમાં રમણતા-સ્થિરતા) આ ત્રણે એકરૂપ થતા મોક્ષ પદની પ્રાપ્તિ કરાવે છે. અને આ ત્રણેની પ્રાપ્તિ સદ્દગુરુનાં ઉપદેશથી અને જીવની યોગ્યતાથી થઈ શકે છે. આમ મોક્ષ પ્રાપ્તિનો સરળ ઉપાય દર્શાવ્યો છે.
આત્મસિદ્ધિશાસ્ત્ર તો અનુપમ શાસ્ત્ર છે. જે વાત મૂળ માર્ગમાં સંક્ષેપ લખી છે તેનો વિસ્તાર આ શાસ્ત્રમાં કરાયો છે. જીવનાં દોષ, દોષ નિવારણનો ઉપાય, જ્ઞાન, વૈરાગ્યનું સ્વરૂપ, સદ્દગુરુનું સ્વરૂપ, મુમુક્ષુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કર્મબંધનું કારણ, મોક્ષનું કારણ અને સિદ્ધપદનો લક્ષ વગેરે વિષયોની વિષદ્ ચર્ચા કરી છે. સંપ્રદાયમાં પ્રવર્તતા ધર્મગુરુઓ પાસેથી આ કાળમાં
ઇakબે પ્રજ્ઞાબીજ •237 views
Page #238
--------------------------------------------------------------------------
________________
આટલી વિષદ્ ચર્ચા થતી જોવામાં આવતી નથી. અને જીવને શાસ્ત્રો વાંચવાસમજવા કઠણ છે. ભાષા, લીપી વગેરે અને પારિભાષિક શબ્દ જ્ઞાનનો અભાવ જીવને નિરાશા તરફ લઈ જાય છે. ત્યારે આ શાસ્ત્ર જીવોને માર્ગની સમજ, સરળતાથી આપે છે, તે કેટલો મોટો ઉપકાર થયો છે ? માર્ગને અતિશય ટૂંકો છતાં યથાર્થ બોધ્યો છે. આ પુરુષ અને આ શાસ્ત્ર (આત્મસિદ્ધિ)નો ઉપકાર કોઈ પ્રકારે ભુલી શકાય તેમ નથી. મુમુક્ષુ આ શાસ્ત્રનો પુરો લાભ લઈ આત્મકલ્યાણ સાધે તેમાં આ પુરુષનો મોટો રાજીપો છે અને એ જ ઉપકારનો પ્રતિ ઉપકાર માનીને વર્તવું હિતકારી છે. વિશેષ તો કહ્યું જાય તેમ નથી.
*
8488 પ્રશાબીજ * 238 Basavaro
Page #239
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૮૫
0 શ્રીમદ્જીનો તત્વબોધ-૧૩ (o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીએ ૩૦ માં વર્ષમાં અપૂર્વ અવસર નામે કાવ્ય રચના કરી છે જેમાં જૈન દર્શન અનુસાર ગુણ સ્થાનકે માનવજીવની દશા ઉત્તરોત્તર વધતી હોય છે તે કેવી હોય તેનું અદભત દર્શન છે. અને છેલ્લે સિદ્ધપદ પ્રાપ્તિની ભાવના સુંદર-સચોટ કરી છે. કેટલાંક શ્રી સૌભાગભાઈ ઉપરનાં પત્રો તત્ત્વસભર લખાયા છે. તેમ જ પંચાસ્તિકાયનું વર્ણન કેટલાંક લેખમાં આ વર્ષે થયું છે.
લોકની દૃષ્ટિને જ્યાં સુધી આ જીવ વમે નહીં તથા તેમાંથી અંતવૃતિ છૂટી ન થાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક મહાસ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી.
જેનું પરમાર્થને વિષે આરાધન છે તેવાં મુમુક્ષુ-સાધકે પ્રથમ લોકલાજલોકષ્ટિ તજવી પડે અને જેણે તેમ કર્યું છે તે વાસ્તવિક પરમાર્થ પામીને મુક્ત થયા છે. જ્ઞાનીનો સમાગમ તો ઘણાં જીવોને થતો જોવાય છે, પરંતુ હા8િ4 પ્રજ્ઞાબીજ • 239 base
Page #240
--------------------------------------------------------------------------
________________
તેમનું સાચું ઓળખ થવું અને ધર્મનો મર્મ જ્ઞાની પાસેથી પ્રાપ્ત થવા માટે, લૌકિક દૃષ્ટિ તજવી જરૂરી છે. એક જ પદાર્થને જોવાની દૃષ્ટિ જ્ઞાની અને અજ્ઞાનીની સદાય ભિન્ન હોય છે.
“લૌકિક કારણોમાં અધિક હર્ષ-વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં.”
સંસારમાં શુભાશુભ પ્રસંગો દરેક માનવજીવને પિરચયમાં આવતા જ રહે છે. મુમુક્ષુ સાક્ષીભાવે રહીને પ્રસંગમાં વર્તે છે.
“દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી, તેનું મમત્વ છેદીને, નિજસ્થિરતાને અથવા જ્ઞાનીનાં માર્ગની યથાર્થ પ્રતીતિ પામ્યા છે. તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી.’’
જીવને દેહનો સંયોગ સર્વકાળે પૂર્વકર્મનાં કારણે જ મળે છે. માનવજીવ દેહની અનિત્યતા અને પૂર્વકર્મ અનુસાર દેહમાં થતો શાતા-અશાતાનો યથાર્થ વિચાર કરી, નિશ્ચય દૃઢ કરે તો ક્રમે કરી દેહનું મમત્વ છુટતું જાય અને સમાધિ મરણ પામી મુક્ત થાય છે.
“આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણાં પ્રકારે રોધક છે.” પ્રત્યેક સંસારી માનવજીવોને આરંભ-પરિગ્રહનો યોગ થતો જ હોય છે, તે સમયે તેમાં રાગ-મોહ કરી તે સંસાર વધારે છે. સાધક તો સદાય સાવધાન હોય, તે દૃષ્ટાભાવે પ્રવર્તે તો સંસાર ટૂંકો થઈ શકે છે. આ પ્રકારે આત્મહિત કરી શકે છે. સાવધાન રહે નહીં, તો પરિભ્રમણ છે જ.
“નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દૃષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે.’”
જે જ્ઞાનીનાં બોધ-ઉપદેશને કર્તવ્ય માની આરાધે છે તેનાં વિકલ્પો ત્વરાથી સમાઈ જાય છે, આત્મહિતનો લક્ષ રહે છે અને સહેજે દૃષ્ટાભાવે રહેતો થાય છે. જેને જ્ઞાનીનાં વચનમાં શ્રદ્ધા નથી તે વિકલ્પોથી દોરાય છે, અને આત્મહિત ચુકી જાય છે. આત્માનો લક્ષ પણ છૂટી જાય છે.
NKAKE પ્રશાબીજ * 240 54AKAK®
Page #241
--------------------------------------------------------------------------
________________
જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે. તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રૂચી કરવી.”
આત્મદ્રવ્ય તો સમસ્ત જીવોનું એકસમાન જ છે. પાંચે ગતિમાં આ અવસ્થા સર્વકાળને વિષે છે. જેઓ વર્તમાન સિદ્ધપદમાં બીરાજે છે. તે સૌ કોઈ કાળે આપણાં જેવા દેહધારી જ હતા. જે સિદ્ધપદને ઇચ્છે છે તેણે કર્મરહિત થવાને માટે જ્ઞાનીનો માર્ગ સેવવો તે ઉપાય છે. ઉપાય સેવતા, સદાય સિદ્ધપદનો લક્ષ રાખવો. સર્વ કાળમાં આ ઉપાય થઈ શકે છે. આ કાળમાં આવા પદની પ્રાપ્તિ-અપ્રાપ્તિનો વિચાર તજી દેવો. કહેવાય છે કે જેવી મતિ તેવી ગતિ. આ વાત ખોટી નથી.
“જીવને મોક્ષમાર્ગ છે, નહીં તો ઉન્માર્ગ છે.”
જીવાત્મા પોતાના સ્વભાવમાં રહે ત્યાં સુધી તે મોક્ષ માર્ગમાં છે. સ્વભાવ છોડીને વિભાવ-અન્યભાવમાં રહે તે ઉન્માર્ગ છે.
“કાળનાં દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે.”
શ્રત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણાં છતાં, સમાધાનનાં કેટલાક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું ક્વચિત્વ છતાં, હે આર્યજનો, સમ્યકુદર્શન, શ્રતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યકચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે.”
“મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષમાર્ગનો વિચ્છેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી.”
પ્રત્યેક ધર્મમતનાં પૂર્વનાં મૂળ શાસ્ત્રો ઘણાં અંશે નાશ પામ્યા છે. અલ્પ માત્રામાં બચ્યાં છે. તો પણ વર્તમાને મોક્ષ થવામાં તે પણ પુરતા છે. નિરાશ થવા જેવું નથી. મોક્ષ પુરુષાર્થ કરતાં રહેવું. યથાર્થ ભક્તિથી પણ વગર શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થાય છે. ઘણાંએ તે પ્રકારે પ્રગટ કર્યું છે.
ની&િઇટને પ્રશાબીજ • 24 base
Page #242
--------------------------------------------------------------------------
________________
“સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે. અને તે જ પરમહિત છે.”
મોક્ષ એટલે મુક્તિ, બંધનથી મુક્તિ, જીવ રાગ, દ્વેષ, કષાય અને અજ્ઞાનથી મુક્ત થાય તો સદેહે મોક્ષસુખનો અનુભવ કરે, મર્યા પછીનાં મોક્ષની કલ્પના સાધકને ઉપકારી નથી. દેહ છતાં નિર્વાણની દશાનો લક્ષ રાખીને આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો અભ્યાસ કર્તવ્ય છે.
સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિગ્રંથનો માર્ગ છે.”
જેની મોહની-રાગની ગ્રંથી ક્ષય પામી છે તે નિગ્રંથ છે. બહિર્મુખતા મોહનરાગમાં વૃદ્ધિ થવામાં સહાયક પરિબળ છે. તેમ સમજાય છે.
કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે કેમ કે તે રોગાદિનાં હેતનો કર્મબંધ પણ તેવા પ્રકારનો હોય છે.”
“નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધિ કર્મબંધ ન હોય તો તેના પર ઔષધ આદિની અસર થતી નથી. અથવા ઔષધ આદિ પ્રાપ્ત થતા નથી કે સમ્યકુ ઔષધાદિ પ્રાપ્ત થતા નથી.”
જ્યાં દેહ છે ત્યાં રોગ પણ તેમાંજ છુપાઈને રહ્યો છે. સમય આવ્યે પ્રગટ થઈ વેદન કરાવે છે. રોગનું કારણ જે તે જીવનું પૂર્વનું અશુભકર્મ છે. કર્મબંધ અનેક પ્રકારે થાય છે, કર્મની સ્થિતિનો કાળ પણ ક્ષણિક છે. નિત્ય નથી. ઔષધ લીધાથી રોગ મુક્ત થવાય છે જ એવું પણ નથી. થવાય પણ ખરું, ન પણ થવાય, અથવા યોગ્ય ઔષધ સમયસર મળે કે ન મળે, આ બધું આપણાં અનુભવમાં આવે છે. એ જોતાં જે તે જીવની પૂર્વકર્મની પ્રકૃતિ અને સ્થિતિ અને બળવાન કે શિથિલ ઉદય અનુસાર નિમિત્તરૂપ ઔષધ પરિણામ આપે છે. એક જ પ્રકારના રોગમાં, એક જ પ્રકારનું ઔષધનું સેવન છતાં એક જલ્દી સાજો થાય, બીજો લાંબા સમયે થાય, ત્રીજો મરણ પામે, આ આપણાં સૌનો અનુભવ છે. મુખ્યતા કર્મબળની છે. મોક્ષનો હેતુ જેને મુખ્ય
ની&િઇટને પ્રશાબીજ • 242 vieઇkes
Page #243
--------------------------------------------------------------------------
________________
છે તેણે પૂર્વકર્મનાં ઉદયરૂપ વેદન સહી લેવું જ ઉત્તમ છે. આત્મબળ મંદ હોય ને આર્તધ્યાન થતું હોય તો જ ઔષધ લેવું અને આર્તધ્યાનથી બચવું. પરંતુ ઔષધ નિર્દોષ, નિરાવદ્ય લેવું. મુનિ કે મુમુક્ષુ બંનેએ આ વિવેક કરવાનું યોગ્ય છે.
શ્રીમદ્જીના પરમસખા, પરમાર્થસખા શ્રી સૌભાગભાઈનો આ વર્ષમાં દેહાંત થયો છે. તે દેહાંત સંબંધી આગોતરી જાણ તેમને અને શ્રીમદ્જીને પણ હતી. શ્રીમદ્જીએ તેમને સમાધિ મરણ થવામાં સહાયકારી થાય તેવાં છેવટનાં ત્રણ પત્રો લખ્યા છેપ્રત્યેક મુમુક્ષને પ્રેરણા થવામાં અતિ ઉપકારી છે. કેટલાક વચન આપણે વિચારીએ :
“સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વદ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે.”
જીવાત્મા પોતાનાં સ્વભાવમાં લીન થાય છે ત્યારે અન્યભાવથી મુક્ત રહે છે. સ્વભાવ તે આત્મભાવ છે, તે સિવાય સર્વભાવ તે અન્ય ભાવ છે. કોઈ પણ પરપદાર્થ, પરસંયોગ કે તે પ્રત્યેની જીવની આસક્તિ કેવળ કર્મબંધનું કારણ બને છે. અને તે સર્વ પ્રત્યે અસંગભાવ મોક્ષનું કારણ બને છે. જો કે પરપદાર્થ-પદ્રવ્ય વગેરેનો સંયોગ જીવને પૂર્વકર્મનાં પરિણામે થતો હોવાથી તે સંયોગ કે વિયોગ તેના વશમાં નથી, પરંતુ સાક્ષીભાવે, દ્રષ્ટા બનીને તે વર્તે તો કર્મબંધથી બચે છે. કર્મ નિર્જરાનું પણ કારણ છે.
“કોઈને અર્થે વિકલ્પ નહીં આણતા અસંગપણું જ રાખશો. જેમ જેમ સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે. એમ નિઃસંદેહતા
શ્રી સૌભાગને દેહત્યાગ નિકટ છે તે જણાઈ આવ્યાથી પરિવાર પ્રત્યે તેમનો પરમાર્થિક ભાવ હતો કે એ લોકો આત્મકલ્યાણમાં રુચિ કરીને વર્તે.
ની&િઇટને પ્રશાબીજ • 243 vieઇkes
Page #244
--------------------------------------------------------------------------
________________
આ વાત શ્રીમદ્જીને લખેલી જેમ શ્રીમદ્જીએ એ વિકલ્પ પણ છોડી - અસંગ થવાનો ઉપદેશ કર્યો અને લખ્યું કે જે તે જીવને પુરુષ અને તેમનાં વચનમાં પ્રતીતિ થાય ત્યારે જ તેને પરમાર્થ રુચિ સંભવે છે, માટે આવો વિકલ્પ પણ ત્યાગવો જરૂરી છે.
“સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે.”
આમ સમાધિમરણનું રહસ્ય વીતરાગ દશા છે તેવો નિશ્ચય શ્રી સૌભાગને કરાવી બહુ બહુ ઉપકાર કર્યો છે. ધન્ય છે આવા નિષ્કામ કરૂણાશીલ આત્મજ્ઞાની પુરુષને અને ધન્ય છે તેનાં આવાં સત્ જીજ્ઞાસુ આશ્રિત મુમુક્ષુને. આપણાં એ સૌને વંદન હો.
Araba veuolex • 244 Balada
Page #245
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૮૬
(0 શ્રીમદજીનો તત્વબોધ-૧૪ (6)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીનાં ૩૦ વર્ષ સુધીનાં કાળ પૈકી શ્રી સૌભાગ સાથેનાં સમાગમનો જે લગભગ સાત વર્ષ રહ્યો તે હવે સમાપ્ત થયો. શ્રી સૌભાગને શ્રીમદ્જીએ લખેલા પત્રો સૌથી વધુ - ૨૫૦ જેટલાં શ્રી રાજચંદ્ર ગ્રંથમાં પ્રકાશિત થયા છે. આટલા બધા પત્રો અન્ય કોઈને લખાયા નથી. વળી આ બધાં જ પત્રો પરમાર્થ માર્ગનાં રહસ્યોથી ભરપુર છે. શ્રીમદ્જીને પણ શ્રી સૌભાગ એક વિશ્રાંતિરૂપ લાગ્યા છે. શ્રી સૌભાગનાં વિયોગ પછી શ્રીમદ્જીએ પોતાના આયુષ્યનાં છેલ્લા ચાર વર્ષમાં પ્રમાણમાં થોડા જ પત્રો લખ્યા છે. તે સુચવે છે કે શ્રીમદ્જીનું હૃદય શ્રી સૌભાગ પ્રત્યે જેટલું ખુલ્યું તેટલું બીજે ખુલતું નથી. બે મહાપુરુષોનું કોઈ પૂર્વનું ઋણાનુબંધ જાણે કે સમાપ્ત થયું. મુમુક્ષુ જગત ઉપર શ્રી સૌભાગનો આ પ્રકારે નિમિત્ત કારણરૂપ મોટો ઉપકાર છે. જે કદી વિસ્મરણ થવા યોગ્ય નથી. ફરી ફરી આ મહાત્માને વંદન હો, વંદન
ઇakબે પ્રજ્ઞાબીજ •245 views
Page #246
--------------------------------------------------------------------------
________________
૩૧માં વર્ષમાં શ્રીમદ્જીએ કેટલાંક વચનો લખ્યાં છે તે પૈકી થોડા વચનો લક્ષમાં આવે છે તે જોઈએ :
ખેદ નહીં કરતાં શુરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષપાટણ સુલભ જ છે.”
કોઈ પણ જ્ઞાનીના આ બોધેલા માર્ગ ઉપર ચાલવું-પુરુષાર્થ કરવો તે કઠણ તો છે જ. જેને આ માર્ગે ચાલવું છે તેનામાં નિષ્ઠા, શ્રદ્ધા અને ધીરજ હોવાનું જરૂરી છે. વળી પૂર્વ કર્મનો કોઈ વિપાક પણ માર્ગમાં અવરોધક બની શકે છે, તેને ઓળંગી જવાનું સાહસ પણ જોઈએ. આ બધું જેણે પ્રથમથી જ પ્રાપ્ત કર્યું હોય તેને માર્ગ સુલભ છે. લક્ષ પ્રાપ્તિ માટે ધીરજ જોઈએ. પ્રતિકૂળતા આવ્યે ખેદ ન થવો ઘટે.
“મુમુક્ષુપણું જેમ દૃઢ થાય તેમ કરો.”
ઘણી યોગ્યતા-પાત્રતાથી મુમુક્ષુ થવાય છે. મુમુક્ષુ સાધક છે. સાધનાનો માર્ગ કઠણ હોય છે. મોક્ષનો લક્ષ છે જેનો એવા મુમુક્ષુએ ધીરજપૂર્વક આગળ વધતાં રહેવાથી વિશેષ ગુણવૃદ્ધિ થાય છે. સદાચાર, સરળતા, કષાયોની મંદતા, જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે દઢતા, અને પ્રમાદનો ત્યાગ જેવા ગુણો, મુમુક્ષુને તેનાં લક્ષની પ્રાપ્તિ થવામાં અનિવાર્ય સમજવા જરૂરી છે. શ્રાવક કરતા પણ મુમુક્ષુ વધુ યોગ્યતાવાળો હોવો જોઈએ એ અપેક્ષાએ મુમુક્ષુ શબ્દ પ્રયોજ્યો છે.
દેહથી ભિન્ન સ્વપપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે, આર્યજનો અંતર્મુખ થઈ, તે આત્મામાં જ રહો. તો અનંત અપાર આનંદ અનુભવશો. કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.”
ધર્મધ્યાનનાં ઘણાં સાધનો શાસ્ત્રોમાં કહ્યાં છે, જેમાં ઘણાંખરાં બાહ્ય સાધન છે. બાહ્ય સાધન ઘણું કરીને પુણ્યનું કારણ બને છે, જેનાં પરિણામે સારી ગતિ મળે છે. કેટલાક આંતરિક સાધન છે, તેમાંનું મુખ્ય સાધન અસંગતતા અને અંતર્મુખતા છે. આ મોક્ષનું કારણ બને છે. જગતનાં પદાર્થો
ઇAિZA પ્રશાબીજ 246 bookઇ8િ
Page #247
--------------------------------------------------------------------------
________________
અને સંબંધોનું વિસ્મરણ કરી સાધક અંતર્મુખ થઈને ત્વરાએ મોક્ષનો અધિકારી બને છે. બાહ્ય સાધન પણ અંતરંગ સાધનનું કારણ બની શકે છે, પણ તે માટે સાધક જાગ્રત હોવો ઘટે. અસંગતા માટે પર પદાર્થોની આસક્તિ છોડવી જ રહી. આ બધું કર્યાથી ઉત્તરોત્તર આત્મા નિર્મળ થાય છે, શુદ્ધ થાય છે. જેટલી શુદ્ધિ તેટલી સિદ્ધિ છે.
શ્રી સૌભાગનાં સાથી-સત્સંગી એવા શ્રી ડુંગરશીભાઈ સાયલામાં જ રહેતા હતા. એ બંનેએ શ્રીમદ્જી સાથે પ્રત્યક્ષ સમાગમ સારી પેઠે કર્યો હતો અને પત્રો દ્વારા પણ ઘણાં સમાધાન પ્રાપ્ત કરી શક્યા હતા. આ ડુંગરશીભાઈને શ્રી સૌભાગનાં સમાધિ મૃત્યુની છેવટની દશા નજરે જોયાથી વૈરાગ્ય દેઢ થયો અને શ્રીમદ્જી પ્રત્યે નિષ્ઠા-ભક્તિ બળવાન થઈ હતી. ડુંગરશીભાઈનું આયુષ્ય સમાપ્ત થવા આવ્યું છે તેમ જાણીને શ્રીમદ્જીએ તેમને સમાધિમરણ થાય તેવો પત્ર(૮૩૩) લખ્યો છે તે જોઈએ.
“દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તલવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહાપુરુષોને જીવન અને મરણ બંને સમાન છે.”
“સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સખસ્વરૂપ માત્ર એકાંત શદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપ ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ”
આ પ્રકારનો પત્ર વાંચી-સાંભળીને શ્રી ડુંગરશીભાઈ પોતાનાં સ્વરૂપમાં નિમગ્ન થઈ, સર્વ સંબંધો પ્રત્યેથી નિવૃત્ત થઈ, સર્વ સ્પૃહા તજીને એકજ દિવસરાતમાં દેહત્યાગીને, સમાધિપૂર્વક ઉત્તમ ગતિને પ્રાપ્ત થયા. શ્રીમદ્જીએ પણ લખ્યું, “સમાધિ સહિત દેહમુક્ત થયા.” ધન્ય છે આવા જ્ઞાનીની નિષ્કામ કરુણાને, અને તેનાં આશ્રિતને.
ની&િઇટને પ્રશાબીજ • 247 base
Page #248
--------------------------------------------------------------------------
________________
“દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષ-વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે.”
આત્મા અને દેહ સંબંધમાં જેમને નિશ્ચયરૂપ ભેદજ્ઞાન પ્રત્યેક ક્ષણે વર્તે છે તેને દેહ પ્રત્યે ગમે તેવી શાતા કે અશાતાનાં પ્રસંગે પણ કિંચિત માત્ર હર્ષ-શોક થતો નથી. ગણધર ભગવંતોએ જે દ્વાદશાંગી(બાર અંગ)ની રચના કરી છે. તેનો સાર પણ આવી આસંગદશા પ્રાપ્ત થવી તે છે.
“હે જીવ આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા.”
શ્રીમદ્જીએ જગતનાં સર્વ જીવો પ્રત્યે અતિ કરુણા થઈ આવતા, આ બોધ વચન લખ્યું છે તેનો મહિમા જીવને થાય અને સંસાર પ્રત્યેથી તેની આસક્તિ છુટી જાય, વૈરાગ્ય ભાવ બળવાન થતો જાય અને સંસાર પ્રત્યેની કોઈ પણ સ્પૃહા ન રહે તો પછી તેને આ સંસારમાં રોકનારું કોણ છે ? અનેકાંત દૃષ્ટિથી સમસ્ત જગતને જોતાં એવા જ્ઞાનીઓ એકાંતે ક્લેશરૂપ આ સંસારને માને છે-બોધે છે તેનો મર્મ સત્ જીજ્ઞાસુ સહેજે સમજી શકે તેમ છે. જ્ઞાનીનું વચન મિથ્યા હોય નહીં.
*
ICC પ્રશાબીજ = 248 Basavaro
Page #249
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૮૭
-
શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૧૫
222~~~~~~~~~~~~~~~~
શ્રીમદ્જીએ ૩૨માં વર્ષમાં પત્ર વ્યવહાર અલ્પ રાખ્યો જણાય છે. જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાનીપુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે.’’
સાધકને મોક્ષમાર્ગનાં આરાધનમાં આ પાંચે બળની જરૂર છે. જેની પ્રાપ્તિ આત્મજ્ઞાની અને પરમશ્રુત સંપન્ન જ્ઞાનીનાં યોગે સંભવે છે.
છે.”
જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુઓમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો.”
આત્મસ્વરૂપમાં-આત્મસ્વભાવમાં સ્થિર થવા આ વચન ઉપકારી છે. વળી આ અસંગતા પ્રાપ્ત થવાનું કારણ છે. રાગ-દ્વેષ સંસા૨નું કારણ છે.
“હે, આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ
84848 પ્રશાબીજ = 249 KAKOR+®
Page #250
--------------------------------------------------------------------------
________________
ચાર અનુયોગ પૈકી સૂક્ષ્મ અને રહસ્યમય દ્રવ્યાનુયોગ છે. જેમાં સુક્ષ્મ તત્ત્વ વિચાર છે. જેને તે પરિણમે તે સંયમની આરાધનાં સહેજે કરે છે. આવા સાધક ત્વરાએ મોક્ષપદનાં અધિકારી બને છે.
“અમુક નિયમમાં ન્યાયસંપન આજીવિકાદિ વ્યવહાર તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે.”
ગૃહસ્થદશામાં જેને ધર્મ રુચિ થઈ છે, તેણે સર્વપ્રથમ આ નિયમ ન્યાયસંપન્ન આજીવિકાનો નિયમ લેવાનું જરૂરી છે. આ સદાચારનું મુખ્ય અંગ છે. સદાચાર ધર્મમાર્ગનું પ્રથમ સોપાન છે. તે સમજવું ઘટે છે.
“આ દુષમકાળમાં સત્સમાગમ અને સત્સંગપણું અતિ દુર્લભ છે, ત્યાં પરમ-સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી છાજે ?”
પંચમકાળ, દુષમકાળ, કળિકાળ એમ કેટલાંક પ્રકારે આ કાળની ઓળખ જ્ઞાનીઓ આપે છે અને બધાં આ કાળને દુષમ કહે છે - કઠણ કહે છે. આ કાળમાં જીવ ધર્મધ્યાનની પ્રવૃત્તિ પણ મુશ્કેલીથી કરી શકે છે. આવા કાળમાં કોઈ પૂર્વનો આરાધક જીવ મોક્ષમાર્ગ આરાધવાનું કરે તો તેને પરમ સત્સંગ જરૂરી છતા યોગ મળવો કઠણ છે. સત્સંગ ચાર પ્રકારે સમજાય છે. (૧) ધર્મ ગ્રંથોનું વાંચન-વિચાર ગૃહસ્થ દશામાં હોય તે પહેલો સાધારણ સત્સંગ છે. (૨) જિજ્ઞાસુ-સાધકને આત્મજ્ઞાની નિગ્રંથની નિશ્રામાં તત્ત્વચર્ચા થાય તે અસાધારણ સત્સંગ. (૩) વીતરાગી તીર્થકર-કેવળીનાં યોગે તત્ત્વવિચાર થાય તે પરમ સત્સંગ અને હજી નિજઆત્મસ્વરૂપમાં લયલીન થવાય તે સર્વોત્કૃષ્ટ સત્સંગ કહી શકાય.
PLACAVA vaulx • 250 B&&A:&
Page #251
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૮૮
0 શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧૬ 0
તેત્રીસમાં વર્ષમાં શ્રીમદ્જીનાં દેહે ઘણું કરીને અસ્વસ્થતારૂપ રોગવ્યાધિનો ઉદય હતો, જો કે આત્મસ્વસ્થતા પુરેપુરી હતી. કેટલાક વચનો વિચારવા જેવા છે.
આ દુષમકાળમાં સત્સમાગમનો યોગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમસત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી બને ?”
ભૌતિક પદાર્થો અને સ્વાર્થવૃત્તિનાં માનવજીવોની બોલબાલા અતિશય જોવા મળે છે ત્યાં સત્સમાગમ માટે પણ જીવને રૂચિ અને સમય મળતો. નથી. તો પછી પરમસત્સંગ કે અસંગતાનો યોગ તો ક્યાં શોધવો ? આ કાળમાં આત્મજ્ઞાની પુરુષોનો વિરહ બહુધા રહે છે. આમ જાણીને સતુજીજ્ઞાસુ મુમુક્ષુએ વધુ સાવધાન રહી, વધુ પરિશ્રમ લેવો પડે.
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય; સ્વરૂપમાં સ્થિર થવું તે જ છે.”
હાઇakી પ્રજ્ઞાબીજ •25 take
Page #252
--------------------------------------------------------------------------
________________
સતસુખની પ્રાપ્તિ અર્થે નિજસ્વરૂપમાં નિરંતરની સ્થિતિ કરવી એ ઉપાય છે, બાકી જગતમાં ક્યાંય સુખ નથી.
“જ્ઞાનીના વાક્યનાં શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્ન સ્વરૂપે યથાર્થપણે પ્રતિત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય
જડ-ચેતન પુદ્ગલ અને જીવ) પરસ્પરનાં સંગમાં અનાદિથી છે. જીવ આ સંગનાં યોગે પોતાનું ભિન્નપણું વિસરી ગયો છે. બંને એકરૂપ માનતો થયો છે. આ પાયાની ભૂલ છે તે જ્ઞાનીનાં વચનોથી લક્ષમાં આવે છે, વિચાર કરતા પ્રતીતિ થાય છે, સૂક્ષ્મ વિચારનાં પરિણામે અનુભવમાં આવે છે. આ ભેદ જ્ઞાન છે.
અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે, અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે.”
સમસ્ત સંસારી જીવો કર્મવસાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે.”
શ્રીમદ્જીને સંગ્રહણી નામનો રોગ એકાએક દેહમાં પ્રગટ થયો. શરીર ક્ષીણ થવા લાગ્યું. પૂર્વનું અશુભકર્મ ઉદયમાં આવ્યુ છે. આમ છતા આત્મબળથી સ્વસ્થ આત્મદશામાં છે. છેવટ સુધી રહી શક્યા છે. વેદનીય કર્મ સમાધિભાવમાં રહીને ભોગવ્યું છે. આવી વિકટ અવસ્થામાં પણ નિષ્કામ કરુણાંથી તેમનાં આશ્રિત મુમુક્ષુઓને છેવટ સુધી પરમાર્થમાર્ગનો બોધ કરતા જ રહ્યા. મુનિશ્રી લઘુરાજ સ્વામીને એક પત્રમાં લખે છે કે :
“બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે.”
સમક્તિનું બીજ મુનિશ્રીનાં આત્મામાં પોતે રોપેલું છે. તેની કાળજી લેવા જણાવ્યું છે. ધીરજ છોડીને ખોતરવારૂપ ક્રિયા કરવાથી બીજ નિષ્ફળ થાય છે તેવો લક્ષ કરાવ્યો છે.
ઇakબે પ્રજ્ઞાબીજ •252 views
Page #253
--------------------------------------------------------------------------
________________
“હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો શાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય નથી એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય.’”
જેને સમાધિ મરણની ભાવના છે તેણે આ વચનો સંપૂર્ણપણે આત્મસાત્ કરી, નિત્યપ્રતિ સ્મરણમાં લાવીને દેહથી ભિન્નતાનો અભ્યાસ કરવાનું જરૂરી માનવું. આ ખરા સ્વરૂપમાં આત્મભાવના છે.
“ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે, એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતતા ધારી તો પાર પાડે છે.”
જ્ઞાનીઓ માનવદેહને રત્નચિંતામણિની ઉપમા આપે છે તે એવા અર્થમાં છે કે જીવને સંસાર પરિભ્રમણ કરવું હોય તો તે પણ કરાવી શકે છે અને મોક્ષ જોઈએ તો તે આપી શકે તેવી આ માનવ દેહરૂપ સાધનાની ક્ષમતા છે. વિચાર કર્તવ્ય છે.
“ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તિક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે.”
શારીરિક વેદના, ઉપશમભાવમાં (સમતા-સમાધિભાવમાં) રહીને વેદવામાં આવે તો પૂર્વકર્મની નિર્જરાનું કારણ બને છે. આર્તધ્યાન કરવાથી પણ વેદના ઘટતી નથી તે જ્ઞાન વિચારે આત્મહિત અર્થે ઉમશમ ભાવમાં રહેવું તે કલ્યાણકારી છે.
*
8488 પ્રશાબીજ = 253 Basavaro
Page #254
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૮૯
0
શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૧૭ 0
શ્રીમદ્દના આયુષ્યનું છેલ્લુ ૩૪મું વર્ષ માત્ર પાંચ માસ અને પાંચ દિવસનું જ રહ્યું. આટલા સમયમાં મુનિશ્રી અને અન્ય મુમુક્ષુઓ પ્રત્યે થોડા પત્રો લખ્યા છે. ઉપરાંત રાજકોટમાં લગભગ છેલ્લા ૪૫ દિવસ રહેવાનું થયું તે દરમ્યાન એક અંતિમ સંદેશરૂપ કાવ્ય રચના કરી તે અદ્ભુત રચના છે.
લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકાંટો છે, તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે.”
પરમ વૈરાગ્યભાવ પ્રગટ કરાવે તેવા આ અમુલ્ય વચનો છે. જીવનમાં ગમે તેટલી શાતારૂપ અવસ્થા હોય તે પણ અંતે તો કેવળ દુઃખરૂપ જ છે. કેમ કે કર્મબંધનો આવી અવસ્થામાં વિશેષ અવકાશ છે. પરંતુ વૈરાગ્ય સભર જેનું જીવન વ્યતિત થાય છે તેને મોક્ષ નિકટ છે.
84848 પ્રશાબીજ + 254 KAKOR+®
Page #255
--------------------------------------------------------------------------
________________
દેહત્યાગતા પૂર્વે (૧૭ દિવસ પહેલા) સ્વવૃતાંત વ્યક્ત કર્યો તેમાં દેહમાં પારાવાર વેદના છતા જે સમભાવ, સમાધિભાવમાં સહેજે રહી શકતા હતા તે તરફ ઈશારો કરતા જણાવ્યું કે :
જે સ્વરૂપ છે, તે અન્યથા થતું નથી એજ અદ્ભુત આશ્ચર્ય છે, અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે.”
આત્મસ્વરૂપમાં ઉપયોગ એટલો ગાઢ સ્થિર થયો છે કે ઉદયાનુસાર શરીરની પીડા પ્રત્યે લક્ષ જતો નથી. અશાતાનું વેદન પણ શાતારૂપ માનીને નિર્વિકલ્પ સમાધિભાવમાં રહેવાનો પુરુષાર્થ પણ સહજ બની ગયો છે.
છેવટની કાવ્ય રચના દેહત્યાગ પહેલાના ૧૧માં દિવસે કરી છે, તેમાં જે સાધક-યોગી અનંત સુખસ્વરૂપ મોક્ષને ઇચ્છે છે તેને ઉદ્દેશીને આ રચના થઈ છે તેમ બાહ્યથી જોતા લાગે છે, પરંતુ તેવા કોઈ યોગીપુરુષ એ સમયે પરિચયમાં તો હતા નહીં. તે જોતા આ બોધ પણ પોતા પ્રત્યે જ થયો જણાય છે. સાધનાનાં કેટલાક સ્થાનકો બતાવ્યા પછી છેવટે સાધકની ત્રણ ભૂમિકા બતાવી અને છેલ્લી ઉત્કૃષ્ટ સાધક દશા આ પ્રકારે બતાવી છે :
“નહીં તૃષ્ણા જીવાતણી, મરણયોગ નહીં ક્ષોભ;
મહાપાત્ર તે માર્ગનાં, પરમ યોગ જિતલોભ.” ઉત્કૃષ્ટ સાધકદશામાં જેને જીવવા માટે મોહ કે તૃષ્ણા રહેતી નથી, તેમ જ મરણ નિકટમાં જાણીને જરા પણ ક્ષોભ પામતા નથી. આવો સાધક મોક્ષ માર્ગનો મહાન પાત્રતાવાળો છે, જેને મોક્ષનો પણ લોભ નથી, કેવળ નિજસ્વરૂપસ્થ દશામાં જ રમણતા કરવામાં રસ છે. આવો પરમયોગી મહાત્મા
આ કાળમાં જોવા, જાણવા કે અનુભવમાં આવે તે અદ્ભુત, પરમ આશ્ચર્યરૂપ ઘટના છે. કાવ્ય રચનાનું સમાપન કરતા એક ગાથામાં સમસ્ત સંસારનું સ્વરૂપ સંક્ષેપમાં આ પ્રકારે જણાવ્યું છે.
ઇakબે પ્રજ્ઞાબીજ •255 views
Page #256
--------------------------------------------------------------------------
________________
“ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતા, વિલય થતાં નહિ વાર.” માનવજીવ ગમે તે મત, સંપ્રદાયના અવલંબને ધર્મધ્યાન કરતો હોય, તે દરેકે આ પરમ સત્ય સમજવું જ રહ્યું કે સમસ્ત સંસાર-પરિભ્રમણનું કારણ મૂળમાં એક જ છે અને તે છે જીવનો પરપદાર્થ પ્રત્યેનો મોહભાવ. મોહભાવ એવો તો ગાઢ છે કે ભલભલા મુનિઓને પણ છૂટવો અતિ દુષ્કર છે. તો પણ મોહ છૂટ્યા વિના મોક્ષ માટે કોઈ પણ પુરુષાર્થ નિષ્ફળ જ છે. જૈનમત અનુસાર ચૌદ ગુણસ્થાનકોની યાત્રામાં બારમાં ગુણસ્થાનકના અંત સુધી આ મોહ સર્વથા છુટતો નથી એમ કહ્યું છે તે જ મોહનું બળવાનપણું સિદ્ધ કરે છે. પરંતુ પ. પુ. દેવ શ્રીમદ્જીએ અત્યંત સહેલો-સરળ ઉપાય બતાવી દીધો, ગાથાનાં બીજા ચરણમાં કે....
“અંતર્મુખ અવલોકતા, વિલય થતા નહિ વાર.” આત્મા પોતાનાં નિજસ્વરૂપમાં, નિજસ્વભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે, અંતરાત્મા પ્રત્યે દૃષ્ટિ કરે, સ્વસંવેદન પામે એટલું જ બસ છે. કોઈ વ્રત, તપ, જપ આદિની પણ તેને આવશ્યકતા નથી. સ્વરૂપમાં સ્થિર થવામાં કોઈ રોકનારું નથી, કોઈને પુછવાની જરૂર નથી, કોઈની સહાય લેવાનું જરૂરી નથી. જગતનાં સર્વસંયોગી જડ-ચેતન પદાર્થો ઉપરથી ઉપયોગ પાછો વાળી સ્વસ્વરૂપમાં તે ઉપયોગને જોડી દે તે પુરતું છે. નિરાલંબી થઈને સ્વપુરુષાર્થ વડે આ કાર્ય સિદ્ધ કરવાનું છે, સમજે તો સરળ છે.
%e0%ઇ પ્રશાબીજ •256
જટિટિ9િ
Page #257
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯૦
-
0 શ્રીમદ્ભુનું મનોમંથન-૧
શ્રીમદ્ભુએ મુંબઈમાં વ્યાપાર અર્થે લગભગ ૨૦માં વર્ષે ૨હેવાનું કર્યું અને લગભગ ૧૦ વર્ષ વેપારમાં પ્રવૃત્ત રહ્યા હતા. તે દરમ્યાન પેઢી ઉપર બેસીને કાર્યભાર સંભાળતા રહ્યા. આ પ્રવૃત્તિ કરતા સાથે રોજ-બરોજ થોડો અવકાશ મળ્યે પોતાની નોંધપોથી (ડાયરી) રાખેલી તેમાં મનમાં ઉદ્દભવતા વિચારો લખતા રહેતા. આ નોંધ પોથીઓ – ત્રણ નોંધપોથીઓ મળી આવેલી અને તેમાંની બધી નોંધ શ્રી વચનામૃત (શ્રીમદ્ રાજચંદ્ર) ગ્રંથમાં અત્યંતર પરિણામ અવલોકન એવા શિર્ષક હેઠળ મુકવામાં આવી છે. ૫૨માર્થ સંબંધી ભારે મનોમંથન કર્યાંનું આ નોંધમાં જોવા મળે છે. સાધકને ખૂબ ઉપયોગી થાય તેવા પરમાર્થિક વિષયોની ચર્ચા-વિચારણાં જોવા મળે છે. તે પૈકી થોડા અંશોનું અવલોકન ક૨વા જેવું લાગે છે :
પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત કરવો એમ નિગ્રંથ કહે છે. નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગનાં તાદાત્મ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી.’’
84848 પ્રશાબીજ + 257 KAKOR+®
Page #258
--------------------------------------------------------------------------
________________
માનવજીવો પોતાનાં ચેતન સ્વરૂપ આત્માને વિસરી ગયા છે જેનું કારણ પરપદાર્થ પ્રત્યે પોતાપણાંની-મમત્વની માન્યતા છે. સર્વ પ૨પદાર્થ પ્રત્યેની આ માન્યતા તજી દે તો સ્વરૂપનો લક્ષ થાય.
જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે... તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્વનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે.”
શ્રીમદ્દ પોતા વિષે જ પ્રાપ્તિ થયાનું અને વિશેષ ઉચ્ચ દશાની પ્રાપ્તિનાં માર્ગની ગાઢ જિજ્ઞાસા હોવાનું જણાવે છે.
“દ્રવ્યથી – હું એક છું, અસંગ છું, સર્વભાવથી મુક્ત છું. ક્ષેત્રથી – અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળથી – અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી – શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ છું.”
ધ્યાનમાં સ્થિર થઈ આ પ્રકારે આત્મભાવનાં ભાવવાથી માનવજીવ સર્વ પદ્રવ્યથી સ૨ળતાથી આસક્તિ રહિત થાય છે.
“શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇન્દ્રીયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વપ્રકારની અન્ય-આલંબનરહિત સ્થિતિ કરવી.”
જીવાત્માને પોતાનાં નિજશુદ્ર સ્વરૂપનો અનુભવ કરવા માટે આ અદ્ભુત પ્રક્રિયા, ક્રમબદ્ધ બતાવી છે. શરીર-દેહ સિવાય તમામ પરપદાર્થો પ્રત્યેની આસક્તિ છોડવાનું સર્વપ્રથમ કરવાનું છે. પછી શરીરનાં અંગ, ઉપાંગ, ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ, મનમાં ઉઠતા વિકલ્પો ક્રમથી તજી દેવા અર્થાત્ આસક્તિ છોડી દેવી અને હું કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા છું તેવો ભાવ દૃઢ કરતા જવું, છેલ્લે સર્વ આલંબન (દેવ, ગુરુ, શાસ્ત્ર) પણ વિસારીને નિજસ્વરૂપમાં સ્થિર થવા
ICC પ્રશાબીજ = 258 pararao
Page #259
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ કરવો, તે ઉપાય છે. યથાર્થ આત્મભાવના ભાવવાની આ સચોટ પદ્ધતિ છે, તેમ લાગે છે.
આ સર્વ વિભાવયોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાય સંતોષ પામે એમ લાગતું નથી.”
સ્વભાવ-નિજભાવ છોડીને આત્માનો ઉપયોગ જ્યાં પણ, જ્યારે પણ જોડાય છે તે વિભાવમાં જ જોડાય છે તેમ સમજાય છે. પૂર્વ કર્મ ઉદયરૂપ વિભાવમાં રહેવાનું થાય તે એક વાત છે અને સ્વેચ્છાએ, રંજીતભાવે વિભાવમાં રહે તે જુદી વાત છે – વિવેક કર્તવ્ય છે.
જો આ જીવે તે વિભાવ પરિણામ ક્ષીણ ન કર્યો તો આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે.”
વિભાવ-વિપરિત ભાવથી પ્રવર્તતા સંસારિક સંબંધો પણ કલેશમય બને છે અને તે સ્વ-પર બન્નેને દુઃખનું કારણ બને છે.
“હે જીવ, અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા.”
જ્ઞાનીઓ સંસારી જીવને સમયે-સમયે અનંત કર્મનો વ્યવસાયી કહે છે, તે વ્યવસાય કેવળ અસાર છે, તેમાંથી નિવૃત્ત થવાનું કહે છે.
“હે જીવ, હવે તું સંગ નિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર.”
સર્વ સંગ દુઃખનો હેતુ છે, કેવળ સત્સંગ સુખરૂપ છે આ પરમ સત્ય લક્ષમાં રાખી સતુપુરુષનો સંગ કરવો, તે ન હોય તો સતુશાસ્ત્રનું શ્રવણ, વાંચન, ચિંતન કરવું તે પણ સત્સંગ જ છે. કર્મબંધથી નિવૃત્ત થવાનો ઉપાય છે, નવા કર્મથી બચવાનો પણ એજ ઉપાય છે.
ની&િઇટને પ્રશાબીજ • 259 base
Page #260
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯૧
0 શ્રીમદ્જીનું મનોમંથન-૨ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
બજે-જે પ્રકારે આત્માને ચિંતવન કર્યો હોય તે-તે પ્રકારે પ્રતિભાસે છે.”
આત્મા તો અરૂપી અને નિરાકાર છે, ઇન્દ્રિયો વડે જણાય તેવો પદાર્થ નથી, દેહાધ્યાસ છૂટે તો અને સર્વ પર પદાર્થ-સંયોગ પ્રત્યેની આસક્તિ છૂટે તો જેમ છે તેવો અનુભવમાં આવે તેવો પદાર્થ છે. આપણે અજ્ઞાનવશ દેહરૂપે માનવાથી દેહરૂપે ભાસે છે. તે દોષ છે.
વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે, શૂન્ય પણે ચિંતન કરનારને શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે.”
પ્રવાહી પદાર્થને જેવા પાત્રમાં ભરીએ તેવા આકારે તે ભાસ્યમાન થાય છે, તેવું જ આત્મપદાર્થ સંબંધમાં સમજવું રહે છે.
શું વિચારતાં, શું માનતા, શી દશા થતા ચોથું ગુણસ્થાનક કહેવાય ? શાથી ચોથે ગુણસ્થાનકથી તેરમે ગુણસ્થાનકે આવે ?”
આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર આ ચોથા ગુણસ્થાનકની દશા છે તે શું કરવાથી પ્રાપ્ત થાય અને આગળ વધીને કેવળજ્ઞાનદશા ચૌદમાં ગુણસ્થાનકની છે તે કેમ કરી પ્રાપ્ત થાય ? આ વિચાર સતત સાધકને રહે અને સંશોધન કરે તો પ્રાપ્તિ થાય.
ની&િઇટને પ્રશાબીજ - 260 base
Page #261
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સિદ્ધ કોણ ? પ્રથમ જીવપર્યાય ક્યો ? પ્રથમ પરમાણુપર્યાય ક્યો ? એ કેવળજ્ઞાન ગોચર પણ અનાદિ જ જણાય છે, અર્થાતુ કેવળજ્ઞાન આદિ પામતું નથી અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ બે વાત પરસ્પર વિરોધી છે.”
કેવળજ્ઞાન બાબતે સંપ્રદાયોનો અભિપ્રાય એવો છે કે તે દશામાં આત્માને સર્વકાળનું, સર્વપદાર્થનું અને તેની સર્વ પર્યાયનું જ્ઞાન હોય છે. અને ઉપરનાં પ્રશ્નોના ઉત્તર આપતા અનાદિ કહીને રોકાય જાય છે. આ વાત પરસ્પર વિરોધ દર્શાવે છે. અર્થાતુ કેવળજ્ઞાનની ખરી વ્યાખ્યા તો કેવળ નિજ સ્વરૂપની અખંડ જ્ઞાન દશા જ કહી શકાય તેમ છે. પરપદાર્થોનું જ્ઞાન આત્માને શું ઉપકારી છે ? તે વિચારવું ઘટે છે.
“કેવળજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે, કે વેદાંતે પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે ?”
બન્ને દર્શનની આ વિષયમાં ભિન્ન-ભિન્ન વ્યાખ્યા છે. તે બાબતે વિવાદ ઉપકારી નથી. સર્વથા અજ્ઞાનનો નાશ તેને કેવળજ્ઞાન કહેવું યોગ્ય છે.
“રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા, તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.”
પૂર્ણ વીતરાગ શ્રી તીર્થંકર-કેવળીનું આ સ્વરૂપ છે. આ સ્વરૂપનું શ્રીમદ્જીને સતત સ્મરણ, ધ્યાનનો વિષય બની ગયો છે તેમ દેખાય છે.
જે મતભેદે આ જીવ પ્રહાયો છે, તે જ મતભેદ જ તેનાં સ્વરૂપને મુખ્ય આવરણ છે.”
માનવજીવ નિજસ્વરૂપનો લક્ષ ચૂકી જઈને સાંપ્રદાયિક મત, માન્યતા, આગ્રહ વગેરે ક્ષુલ્લક બાબતમાં સમયનો વ્યય કરે છે, તે આવરણરૂપ છે.
ઇ%e0%e04 પ્રશાબીજ - 26 BAટાઇટ®િ
Page #262
--------------------------------------------------------------------------
________________
હે મુમુક્ષ, વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે.”
વીતરાગ પ્રભુનું સ્મરણ કરીને તેમની વીતરાગ દશા ઉપર લક્ષ કેન્દ્રીત કરીને તે દશાનું ધ્યાન, ચિંતન, વિચાર કરતા રહેવું ઉપકારી છે.
હે જીવ, સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.”
અંતર્મુખ થઈને સ્વરૂપ ચિંતન કરવાનો વારંવાર અભ્યાસ કરતા રહેવાથી નિજસ્વરૂપ જેમ છે તેમ ભાસવું સંભવે છે. અભ્યાસ જોઈએ.
દુઃખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે, જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે, કર્મનું બીજ રાગ-દ્વેષ છે.”
નાના-મોટા સર્વ જીવ દુઃખથી બચવા પ્રયત્ન કરતા રહે છે, તે દેહનાં લક્ષથી થાય છે. આત્મલક્ષથી તો પરિભ્રમણ દુઃખ છે, તેનું કારણ કર્મ છે અને કર્મનું કારણ રાગ-દ્વેષ-અજ્ઞાન-કષાય વગેરે વિભાવમાં રહેલું છે.
“સમ્યકજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે.” જ્ઞાનની મુખ્યતા કેવળજ્ઞાન સુધી જોવામાં આવે છે તે યથાર્થ છે. જેમાં શ્રદ્ધા કરવી છે, તેનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. શ્રદ્ધા દ્રઢ થતા જ્ઞાન વિશુદ્ધ થતું જાય છે આમ બન્ને પરસ્પર સહાયક જણાય છે.
ઉદયનાં ધક્કાથી ધ્યાન જ્યારે છૂટી જાય ત્યારે તેનું અનુસંધાન ત્વરાથી કરવું.”
આત્મધ્યાન મોક્ષ પ્રાપ્તિનો મુખ્ય ઉપાય છે. પૂર્વ પ્રારબ્ધવશ અંતરાય થતા ધ્યાન છૂટી જાય તો ફરીથી ધ્યાનમાં સ્થિર થવાનો પ્રયત્ન કરતા રહેવું જરૂરી છે. અન્યથા વિભાવમાં પ્રવર્તવાનું થશે.
ઇ%e0%e04 પ્રશાબીજ - 282 kટાઇટ®િ
Page #263
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯૨
(0) શ્રીમદ્જીનું મનોમંથન-૩ (0)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીને સમક્તિ-સમ્યક્દર્શન ક્યારે પ્રગટ્યું તે ચોક્કસ જાણી શકાતું નથી. પણ તેમનાં હસ્તે લખેલાં “ધન્ય રે દિવસમાં શુદ્ધ સમક્તિ વિ.સં. ૧૯૪૭માં અર્થાતુ ૨૪માં વર્ષમાં પ્રગટ્યું તેમ દર્શાવ્યું છે અને પછીથી ક્ષાયિક સમક્તિ દશા પણ પ્રગટ થયાનું પણ તેમનાં એક પત્રથી જાણી શકાય છે. આવી સમક્તિ દશા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા નોંધપોથીમાં લખે છે :
“હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત જીવો તારા આશ્રય વિના અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રૂચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કતકત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.”
આ પ્રકારે સમક્તિ દશા પ્રગટ્યાથી ઉત્તરોત્તર ઊંચી દશાએ વીતરાગતા પ્રગટાવી લગભગ કેવળજ્ઞાન દશાનો સ્પર્શ કરેલો છે.
ઇakબે પ્રજ્ઞાબીજ - 263 views
Page #264
--------------------------------------------------------------------------
________________
“સર્વશપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે.”
જે ભૂમિકાનો અનુભવ પોતાને થયો અને તેથી કૃતકૃત્યતા વેદાયાથી, જગતનાં મુમુક્ષુ જીવોને પણ તે પ્રાપ્ત થાય તેવી ભાવના કરી છે.
“ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય. સમ્યકદર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુક્ત ન થઈ શકે. સમ્યક્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે.”
સંસારી જીવો દ્રવ્યકર્મથી મુક્ત થવા સર્વસંગ પરિત્યાગ કરી મુનિ થાય છે, પણ ભાવકર્મથી મુક્તિ મુનિ થવાથી આપોઆપ મળે તેમ બનતું નથી. તે માટે ક્રમે કરી અંતર્મુખતા અને અસંગતાનો દીર્ઘકાળ અભ્યાસ કરવો પડે છે. પરિણામે નિજસ્વભાવમાં તે પરિણમી શકે છે. આવી દશા સમ્યકદર્શન થયા પહેલાં સંભવતી નથી. સમ્યક્દર્શન થવા જિનવચન પ્રત્યે રૂચિ, પતિ, ભક્તિ અને તત્ત્વજિજ્ઞાસા થાય તે અતિ આવશ્યક છે, તેમ આ વચનો વાંચતા જણાય છે. સાધક માટે આ સચોટ ઉપાય ઉપકારી છે.
“હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.” “અસંખ્ય પ્રદેશાત્મક નિજઅવગાહના પ્રમાણ છું.” “અજન્મા, અજર, અમર, શાશ્વત છું, સ્વપર્યાયપરિણામી સમયાત્મક
છે ,
“શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ય છું.”
નિત્યપ્રતિ સાધક આ ભાવના એકાંત-નિર્જન સ્થાનમાં સ્થિતિ કરીને, સ્થિર ચિત્તથી વારંવાર ભાવથી ચિંતવન કરે તો સહજમાં ભેદજ્ઞાન પ્રગટ કરી સર્વ પરભાવથી સહેજે મુક્ત થતો જાય તેમ લાગે છે.
હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, એમ સમ્યક પ્રતીતિ થાય છે. તેમ થવાનાં હેતુઓ (કારણો) સુપ્રતીત છે.”
MAત્ર પ્રશાબીજ 264 kiss
Page #265
--------------------------------------------------------------------------
________________
“સર્વ ઇન્દ્રીયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય.”
સાધક-મુમુક્ષનું અંતિમ લક્ષ મોક્ષ છે, મોક્ષનું અનિવાર્ય કારણ કેવળજ્ઞાન દશા છે. આવી દશા પ્રાપ્ત થવાનો સચોટ ઉપાય શ્રીમદ્જીએ અત્રે લખ્યો છે, તે જોતા વિચારમાં પડી જવાય છે, આ પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા પહેલા આ જ્ઞાન કેવા પ્રકારે થઈ આવ્યું હશે ?
શ્રીમદ્જીએ ૨૪માં વર્ષમાં એક પત્ર(૧૮૭)માં લખ્યું છે તેમાં આ બાબતનું સમાધાન જોવા મળે છે તે જોઈએ :
“છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યુનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી, પરંતુ યોગથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે.”
આ વચનો વિચારતા મનને સમાધાન મળી જાય છે, આ મહાત્મા પૂર્વનાં આરાધક અને વર્તમાનમાં ભારે પરિશ્રમ કરી ઉત્તરોત્તર જે જ્ઞાનદશા પ્રગટાવતા રહ્યા તેનું પરિણામ તેમનાં ઉપરોક્ત વચનમાં પ્રતિબિંબિત થાય છે. ધન્ય છે આ કાળનાં તેમના ભક્તોને, અનુયાયીઓને અને જિજ્ઞાસુ મુમુક્ષુઓને કે જેમને આવા મહાન, ઉત્કૃષ્ટ દશાવાન પુરુષનાં વચનો પ્રાપ્ત થયા છે. આ કાળમાં આ વિરલ ઘટના છે.
%e0%ઇ પ્રશાબીજ - 265
કિટિ9િ
Page #266
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯૩
0
0 શ્રીમદ્ભુનો ઉપદેશ-૧
~~~~~~~~~~~~~
શ્રીમદ્ભુએ પ્રસંગોપાત મુમુક્ષુ સમુદાયને સત્સંગનો લાભ આપેલો તેની નોંધ કોઈ કોઈ મુમુક્ષુઓ કરતા તે પૈકી કેટલાંક વચનો સાધક-મુમુક્ષુને ઉપકારી થાય તેવા છે. તે જોઈએ. પ્રેરણાત્મક વચનો સ્વમુખે વ્યક્ત થયા છે :
પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યાં વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તેમ કહી બેસી રહ્ય કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે.”
માનવસમુદાયમાં કેટલાંક પ્રારબ્ધવાદી જોવા મળે છે. તેઓ અલ્પ પુરુષાર્થ તો કરતા જ હોવા છતાં, શ્રદ્ધા પ્રારબ્ધ પ્રત્યે હોય છે. તો કેટલાંક પુરુષાર્થવાદી હોય તે ભારે પરિશ્રમ કરતા હોય છે તેને પ્રારબ્ધમાં બહુ શ્રદ્ધા નથી. તો આમાં સત્ય શું ? આવો પ્રશ્ન સહેજે થાય, તેનો જવાબ ઉપરનાં વચનોમાં જોવાય છે. પ્રારબ્ધમાં શું છે તેમજ કેવું છે, કેટલું છે તે કોઈ જાણતું નથી. તે
8488 પ્રશાબીજ + 266 KOKOK: ®
Page #267
--------------------------------------------------------------------------
________________
જાણવા માટે પુરુષાર્થ કરવો જ પડે. જેમ પાણીની જરૂરિયાત છે તે માટે કુવો ખોદવાનો પુરુષાર્થ કરવામાં આવે, પછી જ તેમાં પાણી છે કે નહીં, કેટલું છે, કેવું છે તે જણાય છે. પાણીની પ્રાપ્તિ પ્રારબ્ધ અનુસાર થઈ, પણ પુરુષાર્થ વિના કેમ થાત ? ખેડુતને પ્રારબ્ધની ખબર નથી, ખેતર ખેડે છે, બીજ વાવે છે, તે પુરુષાર્થ કર્યાથી જે ઉપજ થાય છે તે પ્રારબ્ધ અનુસાર થોડી કે ઝાઝી. થાય છે. માત્ર પ્રારબ્ધ માન્યાથી કંઈ જ હાથમાં ન આવે. મોક્ષ પુરુષાર્થ કર્યાથી પ્રારબ્ધ અનુસાર આ ભવે, આવતા ભવે કે પાંચ પંદર ભવે મોક્ષ મળે. બધાંને એક જ ભવમાં ન મળે.
બધાં જ પૂર્વનાં જ્ઞાનીઓએ આ માટે વિવેક રાખવાનો બોધ કર્યો છે. પુરુષાર્થને પ્રારબ્ધનું બળ જેટલા પ્રમાણમાં મળે છે તેટલા પ્રમાણમાં સફળપણું વહેલું કે મોડું છે જ. વળી પ્રારબ્ધ પણ પૂર્વે કરેલાં કર્મનું ફળ જ છે ને ? તો ત્યાં પણ પુરુષાર્થથી જે કર્મ બંધાયું - શુભ કે અશુભ તેનું જ ફળ વર્તમાનમાં પુરુષાર્થ કર્યાના જે તે પ્રકારે મળી શકે છે. બંને અન્યોન્ય કારણરૂપ છે તેમ સમજવું ઘટે છે.
%e0%ઇ પ્રશાબીજ • 267
ઇતિદિષ્ટિ
Page #268
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯૪
0 શ્રીમદજીનો ઉપદેશ-૨ )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દરેક જીવે જીવનાં અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, એમાં જરા પણ શંકા રાખવી નહીં.”
જીવનાં અસ્તિત્વ હોવાપણું), નિત્યત્વ(શાશ્વત હોવાપણું), કર્તુત્વાકર્તાપણું), ભોકતૃત્વ(ભોગવવાપણું) અને મોક્ષ (કર્મથી રહિતપણું). આ પાંચે પદની શ્રદ્ધા. રાખવાનો બોધ થયો છે. જીવાત્માને માટે આ પાંચે અવસ્થા ઉપલબ્ધ છે. તેમાં શંકા કરે તો પણ અવસ્થા છે તે છે જ. શંકાનું સમાધાન જ્ઞાની પાસેથી મળી શકે છે. નકાર કર્યાથી શંકા ઉભી જ રહે છે. નિશંકત્વ પામ્યાથી મોક્ષ પ્રાપ્તિ સરળ બને છે.
“મિથ્યાષ્ટિની ક્રિયા સફળ છે. ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે. સમ્યક દૃષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે.”
ઇakબે પ્રજ્ઞાબીજ - 268 269
Page #269
--------------------------------------------------------------------------
________________
જે જીવો મિથ્યા દૃષ્ટિ છે, ભ્રાંતિમાં છે, અને સતુ માનીને સેવે છે - આરાધ છે તેને ફળરૂપ પુણ્ય કે પાપનો બંધ થાય છે તે તેનું સફળપણું છે. પરંતુ સમ્યકુદૃષ્ટિ જીવ તો સતને સત્ રૂપે અને અસને અસત્ રૂપે સેવે છે - આરાધે છે. જેથી તે પુણ્ય કે પાપરૂપ ફળ થતું નથી. સમ્યક દૃષ્ટિ સાક્ષીભાવે કર્મ વેદ છે માટે નિર્જરા થાય છે. મિથ્યાર્દષ્ટિ રાગ-દ્વેષ-અજ્ઞાનપણે કર્મ કરતો રહે છે જેથી નવા કર્મ બાંધતો જ રહે છે. આ ભેદ સાધકે સમજવાનું જરૂરી
“આત્મા ધારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી.”
માનવજીવો બાલ્ય અવસ્થા પુરી કરી જેમ જેમ મોટી ઉંમર થતી જાય છે તેમ તેમ સત્યનો આશ્રય છોડતા જોવાય છે. આ માનવજીવનની કરુણા છે. પછી તો સત્યથી દુર દુર થતો જાય છે. વિના કારણે અસત્યનો આશ્રય લેતો થાય એ ટેવ પડી જાય છે. આ બધાનું કારણ અજ્ઞાન છે. તે જાણતો નથી કે વિના કારણે કેટલા કર્મોથી સતત બંધાતો જાય છે. જો કે ઘણાં મનુષ્યો એવા પણ છે કે ભાગ્યે જ સંજોગોવસાત્ અસત્યનો આશ્રય લેતા હોય છે. આવા લોકો કર્મબંધથી ઘણાં અંશે બચી જાય છે. સત્ય બોલવાથીવર્તવાથી નુકશાનનો ભય લાગે તો મૌન રહેવું પણ અસત્યનો આશ્રય ન કરવો તે કલ્યાણનો માર્ગ છે.
%e0%ઇ પ્રશાબીજ 200 પ્રતિક્રિટિશ
Page #270
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯૫
0 શ્રીમદજીનો ઉપદેશ-૩ છે
999999999999999999
“સર્વ વાસનાનો ક્ષય કરે તે સંન્યાસી.”
માનવજીવો મોટાભાગે સમયે સમયે, પ્રસંગે પ્રસંગે, કંઈ ને કંઈ ઇચ્છા કરતાં જ રહે છે. ઇચ્છા બળવાન થયાથી તે સ્પૃહા, વાસનાનું સ્વરૂપ લે છે. જે પદાર્થ પ્રાપ્તિની વાસના થાય તે પદાર્થની પ્રાપ્તિ થતા સુધી વાસના છૂટતી નથી. અને પ્રાપ્તિ પછી પણ બીજા-ત્રીજા પદાર્થ પ્રત્યે તેમજ કરવામાં આવે છે. અથવા વધુને વધુ માત્રામાં મેળવવાની પ્રવૃત્તિ કરવામાં આવે. આ વાસનાનો અંત જ નથી, જીવનનો અંત આવે તો પણ વાસનાનો તંતુ બીજા ભવમાં પણ કોઈ પ્રકારે જોડાય છે. સંન્યાસી = ન્યાસત્યાગ) સહિત. ઇચ્છાનો ત્યાગ એ જ સાચો સંન્યાસી છે. પદાર્થનો ત્યાગ માત્ર સન્યાસીની ઓળખ નથી.
“તીર્થકર કોઈને ઉપદેશ દે તેથી કંઈ પર ઉપયોગ કહેવાય નહીં. પર ઉપયોગ તેને કહેવાય કે જો ઉપદેશ દેતા રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતા હોય.”
ની&િઇટને પ્રશાબીજ • 270 base
Page #271
--------------------------------------------------------------------------
________________
તીર્થકર ભગવાન કે જેને સર્વજ્ઞ કહેવાય છે અને ખાસ તો કેવળજ્ઞાની છે. માત્ર નિરાવરણ જ્ઞાનદશા છે ત્યાં અજ્ઞાનનો અંશ પણ નથી, જેથી રાગ, દ્વેષ, રતિ, અરતિ કે અહંકારની છાયા પણ સ્પર્શતી નથી. જેથી ઉપદેશ આપતા, સ્વભાવમાં સ્થિર રહીને તે ક્રિયા થાય છે, જેથી પર ઉપયોગપણે પ્રવૃત્તિ થતી. નથી. તીર્થકર કે કેવળીની નીચેની દિશામાં કોઈ અંશે જરા તરા પણ દોષની સંભાવના છે, ત્યાં પર ઉપયોગ કહી શકાય.
જીવને સત્યરુષનો યોગ મળવો દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ધર્મમાં ગચ્છમાં) જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરને આ મારો શિષ્ય છે એવો ભાવ હોતો નથી.”
આ કાળમાં પુરુષનો યોગ જીવને ઘણો જ કઠણ છે. તેનાં બે કારણ છે, એક તો જીવની પાત્રતા ન હોવાથી સત્પરુષનું તેને ઓળખાણ જ થતું નથી. બીજું આ કાળમાં પુરુષનું વિદ્યમાનપણું ભાગ્યે જ હોય. સપુરુષને પણ છેવટની દશા પ્રાપ્ત કરવાની બાકી છે, તે પ્રાપ્ત થવામાં વર્તમાનકાળ ઘણો જ પ્રતિકૂળ છે, આવા મહાપુણ્યશાળી આત્મા હાલમાં ઘણું કરી સંભવે
નહીં
Lalala veleslav 271 Balance
Page #272
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯૬
( શ્રીમદ્જીનો ઉપદેશ-૪ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
“વારંવાર બોધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં સત્યરુષનાં ચરણ સમીપ રહેવાની ઈચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયો છે, તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે.”
સત્વરુષનો બોધ સાંભળવાનું જો કે ઉપકારી છે જ, પરંતુ માત્ર શ્રવણ કરવાથી સફળતા નથી. સાંભળ્યું હોય તેનો વિચાર, ચિંતન, મનન થાય અને તેને અનુસરે તો સફળતા છે. પ્રત્યક્ષ સત્પરુષનો યોગ હોય તો તેની સમીપ, તેમની આજ્ઞામાં રહેવું તે ત્વરાએ કલ્યાણકારી થવાનો ઉપાય છે.
જ્ઞાન તેનું નામ જે હર્ષ, શોક વખતે હાજર થાય અર્થાત્ હર્ષ, શોક થાય નહીં. સમ્યક દૃષ્ટિ હર્ષ, શોકદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં.”
પ્રત્યેક જીવને જીવનપર્યંત હર્ષ, શોકનાં પ્રસંગ આવતા જ રહે છે. જ્ઞાનીને પણ એવા પ્રસંગ આવે છે, ત્યારે પ્રાપ્ત થયેલા જ્ઞાન ઉપયોગે વર્તતા તેને
ની&િઇટને પ્રશાબીજ • 272 base
Page #273
--------------------------------------------------------------------------
________________
મારા
રાગ, દ્વેષ થતા નથી, સમભાવે વેદીને નિવૃત્ત થાય છે. હર્ષ, શોકનું બળવાન કારણ હોય ત્યાં કદાચિત હર્ષ, શોક થઈ આવે તો તુરત જ્ઞાન વિચારે પાછો વળી જાય. આમ કર્યાથી પૂર્વ કર્મની નિર્જરા થાય છે. નવા બાંધતો નથી.
સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઇચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાનીપુરુષને જોયા નથી.”
સાચા જ્ઞાનીની ઓળખ તેનો વૈરાગ્યભાવ, વીતરાગતા છે. આવા જ્ઞાનીનો જેને પરિચય થાય તેને અંગે પણ વૈરાગ્ય ભાવ આવે જ છે. આવા વૈરાગ્ય વાનને સંસાર ભોગવવાની ઇચ્છા, સ્પૃહા ન હોય. ઉદયરૂપ સંસાર ભોગવવાનું હોય છે. મુખ્યતાએ સાક્ષીભાવે રહે છે.
વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે.”
કેટલાંક ભોળાં, શાંત પ્રકૃતિવાળા જીવો રાગ, દ્વેષની ઓછપથી વહેવાર કરતા દેખાય છે, પણ ત્યાં એવું પણ બને કે રાગ, દ્વેષ વ્યક્ત કરી શકતા ન હોય પરંતુ અંતરમાં વેદવું થતું હોય, આના કરતા જે જ્ઞાનપૂર્વક સમતાભાવમાં રહીને વર્તે છે તે પરમાર્થહતુ કહી શકાય.
“જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી; અહંકારથી ન કરવી; લોકોને લીધે ન કરવી.”
ઘણું કરીને વ્રત, તપ આદિ તપશ્ચર્યા લોક દૃષ્ટિએ કરાય છે ત્યારે અહંભાવને પોષણ મળે છે. આમ કર્યાથી કર્મબંધ થાય છે. છૂટવાને બદલે બંધાવા માટે તપ થયું. આ તો અમર થવાને ઝેર પીવા જેવું થયું.
ની&િઇટને પ્રશાબીજ • 2nd base
Page #274
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯૭
0 શ્રીમદજીનો ઉપદેશ-૫ o
ನನನನನನನನನನನನನನನನನನನ
કેટલાંક જીવો મોહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાંક દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે છે.”
માનવજીવ પૂર્વનાં અશુભ કર્મનાં પરિણામે ગરીબીમાં હોય અને તે વેદવા માટે જોઈતું બળ ન હોય તેવા કારણે અને કેટલાંક સારું ખાવાનું મળે, પહેરવાનું મળે, રહેવાનું મળે, લોકોમાં માન મળે વગેરે હેતુએ દીક્ષા લે તો ત્યાં વૈરાગ્ય નથી જેથી તે દીક્ષા, તે ત્યાગ, તે સંયમ ઉપકારી થાય નહીં. પરંતુ જે જીવ સર્બોધ પામી વૈરાગ્ય ભાવમાં આવીને દીક્ષા લે તો ઉપકારી થાય છે. આ પ્રકારનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, સાચો વૈરાગ્ય છે. પ્રથમનાં બે પ્રકારવાળા પણ આગળ જતા જ્ઞાન પામીને સાચો વૈરાગ્ય પામે તો તે પણ તેને ઉપકારી થઈ શકે છે. એકાંતે આ વાત નથી.
“જગતને બતાવવા જે કંઈ કરતો નથી, તેને જ સત્સંગ ફળીભૂત થાય છે.”
ઇakબે પ્રજ્ઞાબીજ •274 views
Page #275
--------------------------------------------------------------------------
________________
અમે તો રોજ સત્સંગમાં જઈએ છીએ, એવું ચોતરફ કહેતો ફરે તે જગતને બતાવવા માટે કહે છે. આનું સફળપણું નથી. અંતરંગ ઉલ્લાસિત અને ભક્તિભાવે થતો સત્સંગ ફળવાન થાય છે. આવા સત્સંગીને કોઈ સંસારિક કારણે એક દિવસ પણ જો સત્સંગ છુટી જાય તો ખેદ થાય, ચેન ન પડે. આ ફરક છે.
બાહ્યક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહીં. બાહ્ય ક્રિયામાં જીવકલ્યાણ માની અભિમાન કરે છે.”
વ્રત, જપ, તપ, તીર્થયાત્રા, દાન, સેવા વગેરે બાહ્ય તપનાં પ્રકાર છે. તે શુભકર્મની ક્રિયા હોવાથી, પુણ્ય બંધાય છે. પરંતુ મૂળ દોષ જે આત્મઅજ્ઞાન છે તે દૂર થાય નહીં, તો શા કામનું ? અંતરંગ ક્રિયામાં સમભાવ, સમતા, ધીરજ, વિનય, ભક્તિ વગેરેથી રાગ, દ્વેષ, અહંકાર, મમત્વ, સ્વચ્છેદ અને કષાય ઘટે છે તે ઉપકારી છે.
વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી હુરે છે.”
મન ચંચળ છે, શુભાશુભ વૃત્તિઓ સમયે સમયે મનમાં ઉઠે છે. તેને ક્યારેક દબાવી દેવામાં આવે છે. તેથી શાંત દેખાય છે, પણ ક્ષય પામી નથી જેથી ફરી નિમિત્ત મળતા ફરાયમાન થાય છે, માટે તેને જ્ઞાનબળે કરીને મૂળમાંથી છેદવાનો સચોટ ઉપાય કરવાનું જ્ઞાની બોધે છે, તે સાધકે લક્ષમાં લેવા જેવું છે.
હાઇકત્રિ
પ્રજ્ઞાબીજ 7s
Page #276
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯૮
0 શ્રીમદ્જીનો ઉપદેશ-૬ ૦
9099 9999999 0 0 0 0 0 0
0
જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું સર્વ જીવનું છે.”
જે સિદ્ધપદને પામ્યા છે તે પણ ક્યારેક જીવાત્મા જ હતા, દેહધારી હતા. જે દેહધારી હતા તે જ સિદ્ધ થયા છે. મૂળ આત્મતત્ત્વ તો શુદ્ધ જ સર્વકાળમાં હોય છે. જીવાત્મા કર્મસહિત છે, સિદ્ધ કર્મરહિત છે આ ફરક થયો. આત્મા પોતાનાં સામર્થ્યથી જ સિદ્ધ થાય છે આ અપેક્ષાએ સમાનતા
“આત્માને નામઠામ કે કાંઈ નથી, એમ ધારે સમજી તો કોઈ ગાળો. વગેરે દે તો તેથી તેને કંઈ પણ થતું નથી.”
જે દેહ પ્રાપ્ત થયો છે તેને પોતાપણે માને છે, સમજે છે તેને કોઈ ગાળ દે, અપમાન કરે કે કોઈ માર મારે તો અવશ્ય દુઃખ થાય, ક્રોધ થાય. પણ આવો જ વ્યવહાર કોઈ અન્ય ભાષા કે જે આ જીવને જાણવામાં નથી, તે
ઇakબે પ્રજ્ઞાબીજ •276 views
Page #277
--------------------------------------------------------------------------
________________
ભાષામાં કહે તો કંઈ થતું નથી. ઘટના એક જ છતાં પરિણામ ભિન્ન છે. આવું જ જ્ઞાની કે જે દેહને પોતાપણે માનતા જ નથી તેને પણ કંઈ થતું નથી. નામઠામ કે ઓળખ તો દેહની છે, આત્માને શું નામ, ઠામ, ઓળખ આપવી ?
“અજ્ઞાનીઓ આજે કેવળજ્ઞાન નથી, મોક્ષ નથી' એવી હીન પુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય.”
આ કાળમાં કેવળજ્ઞાન નથી, મોક્ષ નથી તેવું શાસ્ત્ર કથન કોઈ અપેક્ષાએ લખાયું છે તેનો વિચાર કર્યાં વગર આવું કહેતા રહે તો સાધક પુરુષાર્થ છોડીને નાસ્તિક બની જાય તેવું બને. આ સાચા જ્ઞાનીનું કર્તવ્ય નથી. આ વાત જે સમજતા નથી તે અકારણ કર્મબંધ કરી રહ્યા છે તે વાત તેને લક્ષમાં આવતી નથી.
‘ઢુંઢીયા(સ્થાનકવાસી) અને તપાદેરાવાસી) તિથિઓનો વાંધો કાઢી જુદા પાડી, હું જુદો છું એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મોક્ષ જવાનો રસ્તો નથી.”
ધર્મનો માર્ગ દેશ, કાળ આદિ કા૨ણે આચરવામાં કાળક્રમે બદલાતો રહે તેથી મૂળ તત્ત્વ બદલાતું નથી. સિદ્ધાંત બદલાતા નથી. જેમ કે ૨૪ તીર્થંકર, છ દ્રવ્ય, નવ તત્ત્વ, જીવ-અજીવનાં ભેદ, પાંચ મહાભૂત અને લોકનું સ્વરૂપ વગેરે જેમના તેમજ સર્વકાળે છે, તે ભૂલીને અકારણ નાની અને ક્ષુલ્લક વાતોમાં મતભેદ, તકરાર ઉભા કરીને શું પ્રાપ્ત કરવું છે ? ઉલ્ટાનું રાગ દ્વેષ વધારીને પરિભ્રમણ વધવાનું થાય છે તે જીવને કેમ સમજાતું નથી ? સાધર્મિભક્તિને સૌ માને છે તો આ સાધર્મિ અભક્તિ નથી ?
*
84KG પ્રશાબીજ + 277 Basava
Page #278
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૯૯
0 શ્રીમદજીનો ઉપદેશ-૭ ૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
“યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય, સત્પરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય, ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દૃષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી.”
સન્યાસી, ત્યાગી, યોગી કે જેઓ ઘર-સંપત્તિ ત્યાગીને આત્મકલ્યાણ અર્થે લગભગ એકાકી વિચરતા હોય છે, તેમને વૈરાગ્ય સહજ હોય છે, સંસારનાં સંગ-પ્રસંગ પ્રત્યે તેમનો રાગ છૂટી ગયો છે. તેમને માટે વૈરાગ્ય ટકાવવો સરળ છે, કેમ કે સંસારીઓની તેમની પાસે કંઈ અપેક્ષા હોતી નથી. પરંતુ ગૃહવાસમાં રહીને આવો વૈરાગ્ય ટકાવવાનું કઠણ છે. કોઈ વિરલા જનક વિદેહી જેવા જોવા મળે, આ અપવાદરૂપ જણાય છે. શ્રીમદજીનો પણ આવા વિરલા પુરુષમાં સમાવેશ થાય છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, વેપાર અને વહેવાર સારી રીતે જાળવીને વૈરાગ્યમાં અખંડ નિવાસ હતો. સંસારી જીવોને કે જેઓ સંસારી સંગ-પ્રસંગથી ઘેરાયેલા છે અને માને છે કે સંસારમાં રહીને વૈરાગ્ય
ઉનાઇઝિટિવ પ્રજ્ઞાબીજ • 278 &88 9
Page #279
--------------------------------------------------------------------------
________________
સંચવાય નહીં, તેમને આ દૃષ્ટાંતરૂપ ઘટના અને એ પણ આ કાળની જ છે તે ખુબ પ્રેરણા આપી શકે છે. વર્તમાનમાં આપણને તે પ્રત્યક્ષ પ્રમાણ છે કે શ્રીમદ્દનું જીવન જોઈને જાણીને તેમનાં માર્ગે ચાલતા લાખો મુમુક્ષુઓ જોવામાં આવે છે. સારી પેઠે સંપત્તિ-ધનાદિ હોવા છતાં તે પ્રત્યે આસક્તિની મંદતા આવા મુમુક્ષમાં જોવા મળે છે. યથાશક્તિ ત્યાગવૃત્તિ જોવા મળે છે. સરળતા અને સેવામાં રચિ જોવા મળે છે. મને તો લાગે છે કે જો શ્રીમદ્જીએ દીક્ષા લીધી હોત તો તેમનો આટલો મોટો પ્રભાવ આ કાળનાં લોકો ઉપર ન હોત. કેમ કે તેમની આ વિશેષતા કોઈનાં લક્ષમાં આવવાનું બનત નહીં. ઘણાં બધાં સાંપ્રદાયિક મુનિની હરોળમાં જ તેમને માનત. વળી કોઈ એક મતનાં સાધુ બનવું પડત તેથી બીજા મતનાં લોકો તેને સ્વીકારી શકે નહીં. ઉલટાનું કંઈક દ્વેષ થવાનું કારણ બનત. વર્તમાનમાં સંસારી જીવોનો આવો જ અભિગમ સાધુ સમાજ પ્રત્યે સહેજે આપણને જોવા મળે છે.
- શ્રીમદ્જીની ગૃહવાસમાં વૈરાગ્યદશા અને કોઈ એક સંપ્રદાય કે મત પ્રત્યે તેમનું જોડાણ ન થયાથી, જૈન અને જૈનેતરો સૌ તેમનાં પ્રત્યે આકર્ષાયા છે, અહોભાવ વ્યક્ત કરતા જોવાય છે. આગળ વધીને એમ પણ કહી શકાય કે શ્રીમદ્જીને દીક્ષા લેવાનું થયું હોત તો કયા મત-સંપ્રદાયમાં લેત ? જેમને કોઈ પોતાનો મત જ નથી ?
ડિજિત્ર પ્રશાબીજ 79 base
Page #280
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૦૦
0 શ્રીમજીનો ઉપદેશ-૮
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
કોઈ એક સત્સંગમાં મુમુક્ષુનો પ્રશ્ન હતો, “મોક્ષ એટલે શું ?’ તેનું શ્રીમદ્જીએ તાત્વિક સમાધાન આપ્યું છે તે અદ્ભુત છે, લોકોત્તર છે :
આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ.”
ભિન્ન ભિન્ન ધર્મમતમાં મોક્ષની જે વ્યાખ્યા કહેવામાં આવે છે તેથી આ તદ્દન અલગ જ વ્યાખ્યા છે. બધાં મર્યા પછીનાં મોક્ષની કલ્પના બતાવે છે. શ્રીમદ્જી જીવતા મોક્ષનું સ્વરૂપ બતાવે છે. આવો મોક્ષ કોઈપણ માનવજીવ પામી શકે છે. પોતાનો જ આત્મા જે વાસ્તવમાં શુદ્ધ છે, પરંતુ કર્મયુક્ત છે તેથી શુદ્ધતા સમજાતી નથી. કર્મ ક્ષય કરીને શુદ્ધ થવાય છે. મૂળથી આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. પરંતુ મિથ્યા માન્યતા, આગ્રહો છૂટે તો જ્ઞાનસ્વરૂપ ભાસે. જેમ-જેમ અજ્ઞાન-વિપરિત જ્ઞાન છૂટતું જાય તેમ-તેમ જ્ઞાનસ્વરૂપ સ્પષ્ટ થતું જાય છે, જેમ કે પરોઢનો સૂર્યપ્રકાશ, પ્રભાતનો પ્રકાશ, મધ્યાહ્નનો પ્રકાશ.
Sakી પ્રજ્ઞાબીજ • 280 &ાઇ છે
Page #281
--------------------------------------------------------------------------
________________
તિથિને અર્થે ઉપવાસ કરવાનો નથી. પણ આત્માને અર્થે ઉપવાસ કરવાનો છે.”
દરેક ધર્મમતમાં જુદાં-જુદાં સ્વરૂપે ઉપવાસ થતા જોવાય છે. તેની નિયમિતતા જાળવવા માટે તિથિ-તારીખ નક્કી કરી તે વ્યવસ્થા માટે છે. ઉપવાસ તો તપ છે, તે આત્માને માટે છે. પણ જીવો તિથિ છે માટે ઉપવાસ કરવો પડે તેમ માને તો તે તિથિને અર્થે થયો કહેવાય. ઉપવાસનો હેત આહાર પ્રત્યેની આસક્તિ છોડવાનો છે અને અવકાશ પ્રાપ્ત કરી પ્રભુ ભક્તિમાં જોડાવાનું છે. જો કે વર્તમાનમાં આહાર કરતા વિશેષ આસક્તિ ધન, માન, સત્તા પ્રત્યે વધુ છે તે જોતા આ બધું છોડવારૂપ ઉપવાસ જરૂરી છે. આ કાળમાં માનવજીવો મોબાઈલ ફોન અને ટી.વી.નો ઉપવાસ રાખે તો વધુ કલ્યાણરૂપ થશે. જેઓ આહારત્યાગરૂપ ઉપવાસ કરે છે તેવા જીવો પણ આ સાધન છોડી શકતા નથી તે કેવું ?
શુભ ક્રિયાનો કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેધ છે.”
નિશ્ચયનયનાં આગ્રહવાળા શુભક્રિયાનો નિષેધ કરે છે તે કેટલું યોગ્ય છે તે આ વચનથી વિચારવું જરૂરી છે. શુદ્ધ ક્રિયા અર્થાત્ આત્મભાવમાં ઉપયોગને જોડવાની ક્રિયા મોક્ષનું સીધું કારણ છે. શુભ ક્રિયા પરંપરાએ મોક્ષનું કારણ બની શકે છે. સારી ગતિમાં જવાનું કારણ શુભ ક્રિયા છે, સારી ગતિમાં દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર જેવા નિમિત્ત કારણ મળવાનું સંભવે છે અને તે પામી_પુરુષાર્થ કરી મોક્ષ પામી શકે છે.
Araba etuollox • 281_Balada
Page #282
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૦૧
0 શ્રીમદ્જીનો ઉપદેશ-૯ ૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વૃત્તિને ગમે તેમ કરી રોકવી; જ્ઞાનવિચારથી રોકવી; લોકલાજથી રોકવી, ઉપયોગથી રોકવી; ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુઓએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં.”
સમયે-સમયે ચિત્તમાં નવી નવી વૃત્તિ(ઇચ્છા) ઉક્યા જ કરે છે તે સૌનો અનુભવ છે. વૃત્તિ પ્રવૃત્તિનું કારણ છે, વૃત્તિ વિના પ્રવૃત્તિ થતી નથી. વૃત્તિથી ભાવકર્મ બંધાય છે જ્યારે પ્રવૃત્તિથી દ્રવ્ય કર્મ અને ભાવકર્મ બંને બંધાય છે માટે કોઈપણ પ્રકારે વૃત્તિઓને વશમાં રાખવાથી કર્મબંધ થોડો થશે. વૃત્તિ થાય તો તરત જ સાવધાન થઈ તેને છોડવાનું કરવું તે સાધકનું કર્તવ્ય છે - ધર્મ પુરુષાર્થ છે.
બે ઘડી પુરુષાર્થ કરે, તો કેવળ જ્ઞાન થાય એમ કહ્યું છે. રેલ્વે આદિ ગમે તેવો પુરુષાર્થ કરે, તો પણ બે ઘડીમાં તૈયાર થાય નહીં, તો પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો.”
ઇAિZA પ્રશાબીજ 282 backઇ8િ
Page #283
--------------------------------------------------------------------------
________________
લોકોમાં મિથ્યા માન્યતા છે કે મોક્ષ કઠણ છે. વળી ધર્મગુરુઓ પણ આવી વાત કરતા જોવામાં આવે છે તે કેટલું યોગ્ય છે ? આવી વાતો સાંભળી ધર્મમાં રૂચિવાળા જીવો પણ મંદપુરુષાર્થી થાય છે. મોક્ષ તો જીવનો સહજ સ્વભાવ છે. જ્યારે સંસાર તો કેવળ અસહજ એવા વિભાવથી જ સેવવાનું બને છે. આવી અસહજ-કઠણ ક્રિયા જીવાત્મા સતત કરી શકે છે, તો મોક્ષની ક્રિયા આકરી મનાય ?
કોઈનું દીધું દેવાતું નથી; કોઈનું લીધું લેવાતું નથી, જીવ ફોકટ કલ્પના કરી રઝળે છે.’’
કર્મનાં સિદ્ધાંત સમજાય તો જ આ વાત સમજાશે. કોઈ જીવ બીજા જીવને કંઈ આપવાની ઇચ્છા કરે પણ જેને આપવું છે તેનું પ્રારબ્ધ લઈ શકે તેમ ન હોય તો લઈ શકે નહીં. તેમ કોઈનું લઈ લેવાની ઇચ્છાથી મળી શકતું પણ નથી. બધું લેવું દેવું પ્રારબ્ધને આધિન છે અને પ્રારબ્ધ પૂર્વ કર્મનું પરિણામ માત્ર છે. જીવાત્મા અજ્ઞાનવશ આ વાત સ્વીકારે નહીં જેથી અકળાય છે. થોડી મહેનતે વધુ મળે છે એમ પણ બને છે અને તનતોડ મહેનતે થોડું જ મળે છે, ત્યાં પ્રારબ્ધ નથી ? આપણું સાધન-ધન કોઈ ચોરી જાય તેમ બનતું નથી, પ્રારબ્ધ અનુસાર તેનો વિયોગ કોઈ પણ પ્રકારે થાય. ચોરી થાય, લુંટાય જાય, અકસ્માત થાય કે દવા વગેરેમાં જાય આવું જ પ્રાપ્ત થવા સંબંધમાં પણ પ્રારબ્ધ જ કારણરૂપ છે તેમ સમજવું ઘટે.
*
8488 પ્રશાબીજ * 283 Basavaro
Page #284
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૦૨
0 શ્રીમજીનો ઉપદેશ-૧૦ છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પંદરભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેનાં ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગાએ, ગમે તે લિંગ કલ્યાણ થાય જ.”
સર્વથા મુક્તદશા સર્વકાળને વિષે છે તેને સિદ્ધ કહેવાય છે. આવા સિદ્ધ માત્ર જૈન હોય તો જ થાય તેમ નથી. પરંતુ જે સર્વથા રાગ, દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત થયા તે ગમે તે વેષે કે દિગંબર દશાએ, અને ગમે તે લિંગે અર્થાત્ પુરુષ-સ્ત્રી-નપુંસક પણ સિદ્ધ થાય. આત્માને કોઈ લિંગ કે વસ્ત્રાદિ બાધારૂપ નથી. મુખ્ય બાધા અજ્ઞાન છે. અજ્ઞાનથી નિવૃત્ત થવા, જ્ઞાનની આરાધના કરવી પડે. જ્ઞાન માટે જ્ઞાનીનો આશ્રય અને આજ્ઞાપાલન અનિવાર્ય છે. પ્રત્યક્ષ જ્ઞાની મળે તો ઉત્તમ, ન મળે તો સાસ્ત્રો પણ ઉપકારી થાય છે. વ્રત, તપ, જપ આદિ સેવીને પુણ્ય થશે, તે નહીં થાય તો પણ ચાલશે પણ અંતરંગ દોષ નહીં જાય તો મુક્તિ નહીં જ મળે.
આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય. જે આવી પિતાપુત્રની) કલ્પનાને સાચું માની બેઠા છે તે મિથ્યાત છે.”
ની&િઇટને પ્રશાબીજ 24 base
Page #285
--------------------------------------------------------------------------
________________
પિતા-પુત્રાદિ સંબંધો સંસારનાં છે. દેહને આધારે છે. વળી કોઈ સંબંધ સાચો નથી કે નિત્ય પણ નથી. પૂર્વે જે જીવ સાથે પિતા-પુત્રનો સંબંધ હતો તે આ ભવે મિત્ર-શત્રુ રૂપે પણ હોઈ શકે છે, નોકર-શેઠરૂપે પણ હોઈ શકે કંઈ જ નક્કી નથી. માટે જ્ઞાની આવા સંબંધોને કાલ્પનિક કહે છે. માત્ર કલ્પના
“સમકિત થયું હોય તો દેહાત્મબુદ્ધિ ટળે.”
દેહમાં પોતાપણાંની માન્યતા રાખી વર્તે તે સમકિતનું લક્ષણ નથી. સમકિતનું લક્ષણ ભેદ-જ્ઞાનની પ્રાપ્તિ છે. દેહને દેહરૂપે માને, આત્માને આત્મારૂપે માને-પોતાપણે માને તે સમકિતનો મર્મ છે. સર્વ સંયોગી પદાર્થો પ્રત્યે તેનો આવો જ નિર્ણય હોય છે. આમ નિર્ણય થયાથી પરપદાર્થ પ્રત્યે મોહ થાય નહીં, અને તેનાં વિયોગે દ્વેષ કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન પણ ન થાય. આવી દશા આવ્યા પછી જ સાચો મોક્ષ પુરુષાર્થ થઈ શકે છે, જેમાં દીર્ઘકાળ પર્યત એકાંતવાસ, અસંગતા, ઉદાસીનતા અને સ્વસ્વરૂપ પ્રત્યે વર્ધમાન થતી રુચિ જોવામાં આવે છે. અનુભવમાં પણ આવે છે.
%e0%ઇ પ્રશાબીજ • 285
કિટિ9િ
Page #286
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૦૩
0 શ્રીમદ્જીનો ઉપદેશ-૧૧ 0
0 0 0 0 0 0 0 0
0 0 0 0 = = 9999
વાડામાં કલ્યાણ નથી, અજ્ઞાનીનાં વાડા હોય.”
ધર્મને નામે મત, ગચ્છ, સંપ્રદાયો એક પ્રકારે વાડાબંધી છે. ધર્મ જીવાત્માને મુક્ત કરાવે છે, આવા વાડા જીવાત્માને બંધન કરે છે. વનનો કેશરી સિંહ વાડામાં ન બંધાય, ઘેટાં-બકરાં સહેલાઈથી બંધાય છે. તેમ અજ્ઞાની જીવો સહેજે બંધનમાં આવે છે. જ્ઞાનીને કોઈ બંધન હોતું નથી. વાડામાં પુરવાનું કામ ભરવાડનું છે, ભગવાનનું નથી. વાડાબંધીનાં પ્રણેતાંઓ આ વાત ક્યારે સમજશે ? વળી આવા પ્રણેતાઓ માત્ર બીજાને જ બાંધતા નથી, પણ આવું કામ કરી પોતે મહાબંધનનું બીજ વાવે છે.
મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું હશે કે કેમ ? એવા વિકલ્પનું શું કામ છે ? ભગવાન ગમે ત્યાંથી આવ્યા પણ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર હતા કે નહીં ? આપણે તો એનું કામ છે.”
ઇakબે પ્રજ્ઞાબીજ - 286 views
Page #287
--------------------------------------------------------------------------
________________
મહાપુરુષોની ધર્મકથા-ચારિત્રો જીવાત્માને આત્મકલ્યાણ કરવા માટે, માર્ગદર્શન માટે ઉપકારી છે - તે ભૂલીને ખોટા નિરર્થક વાદ, તર્ક કર્યાથી જીવ પોતાનું જ બગાડે છે, તે તેને લક્ષમાં નથી. ભગવાન મહાવીરનાં પૂર્વભવ, છેલ્લોભવ, માતા, પિતા, પરિવાર આ બધું તો તેમનાં કર્મનું પરિણામ છે. સામાન્ય જાણકારી ઠીક છે. મત-તર્ક કરવામાં હિત નથી. ભગવાને પોતાનાં આત્માની મુક્તિ માટે કેવો પુરુષાર્થ કર્યો તેમજ જગત પ્રત્યે તેમની દષ્ટિ કેવી હતી, તેમનો કરુણાભાવ કેવો હતો, તેમની જ્ઞાન દશા કેવી હતી આવા વિચારો
જીવને ઉપયોગી થાય. જેમાંથી પ્રેરણા લઈ તેનાં જેવો થવાનો પ્રયત્ન કરે તો કિલ્યાણ થાય.
“મોક્ષનાં કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન.”
શાસ્ત્રોનું ભારે જ્ઞાન હોય, ઘણું ઘણું સ્મરણમાં હોય, ઘણાંને ઉપદેશ આપી માન-સન્માન મળ્યા હોય અને મર્યા પછી તેનાં મંદિરો પણ બન્યા હોય તેથી કંઈ તેનો મોક્ષ થયો તેમ ન મનાય. મોક્ષનાં કારણભૂત એવું આત્મજ્ઞાન જેને સહજ પ્રાપ્ત હોય, જ્ઞાન અનુસાર ચારિત્ર હોય, સર્વથા રાગરહિત દશા થઈ હોય અને જેને કોઈ શત્રુ ન હોય કે મિત્ર પણ ન હોય આ જીવ મોક્ષનો અધિકારી કહી શકાય.
Lalala Neues 2 287 Balata*
Page #288
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૦૪
છે.
મંત્ર ત્રય-૧
)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવના ભક્ત સમુદાયમાં ત્રણ મંત્રનું આરાધન કરવામાં આવે છે તે નીચે મુજબ છે :
“સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.” “આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે.”
પરમગુરુ નિગ્રંથ સર્વશદેવ.”
દરેક ધર્મ-જાતમાં કોઈ એક મંત્ર ઉપર શ્રદ્ધા કરાવીને અનુયાયીઓને બળવાન આલંબન આપવાની પ્રથા ઘણાં કાળથી હોય તેમ જણાય છે. મંત્ર એટલે મનને નિયંત્રણમાં રાખવાનું સાધન. શ્રીમદ્જી લખે છે કે બધું મનને લઈને છે. જગતનાં શુભાશુભ વહેવારો, ઘટનાઓ વગેરેનું ઉદ્દભવ સ્થાન મન છે. મન ચંચળ છે, સમયે સમયે મનમાં નવા ભાવ-ઇચ્છાઓ થતી રહે છે, અને ઇચ્છાઓ અનંત છે જેથી તૃપ્ત થતી નથી. પરિણામે જીવાત્મા
ની&િઇટને પ્રશાબીજ 288 base
Page #289
--------------------------------------------------------------------------
________________
ઇચ્છાપૂર્તિ માટે શુભાશુભ પ્રવૃત્તિઓ કરીને શુભાશુભ કર્મો બાંધતો જ રહે છે અને પરિણામે ફરી ફરી જન્મમરણ કરતો જ રહે છે. આવું સંસારનું સ્વરૂપ કોઈ વિરલા પુરુષોને જ લક્ષમાં આવે છે, સમજાય છે અને યથાર્થ ઉપાય કરી તે અવસ્થાથી મુક્ત થવામાં સફળ થાય છે. આવા પુરુષો ભગવાન કહેવાય છે. જેમને આવો જાત અનુભવ થાય છે તેમને જગતનાં જીવો પ્રત્યે કરણા થઈ આવવાથી તે ઉપાય જીવોને બતાવે છે, બોધે છે, શ્રદ્ધા કરાવી અનુસરવા માટે પ્રેરણા પણ આપે છે.
બધાં જ મંત્રો મહાપુરુષો દ્વારા જ અપાયા છે, બધાં જ મંત્રો જીવને ઉપકારી છે. જેને જે ગમે તે આરાધે, પરિણામે કલ્યાણ છે. માટે સાધકમુમુક્ષ-ભક્ત એ પોતાને ગમે તે મંત્ર આરાધે પણ બીજા મંત્રો કરતાં પોતાને ગમતો મંત્ર શ્રેષ્ઠ છે તેમ માનવું, તેનો આગ્રહ રાખવો અને તે સંબંધ વિવાદ કરવો અનુચિત છે. તેમાં કલ્યાણ નથી જ. એક જ રોગ માટે અનેક ઔષધ હોય છે અને તેનો સ્વીકાર થાય જ છે તેમ અત્રે વર્તવું હિતકારી છે.
મંત્ર ચમત્કારી છે તેમ માનીને આરાધન કરીને સંસારીક સુખ સાધન માટે આરાધવાનું યોગ્ય નથી. જે મહાપુરુષોએ મંત્ર આપ્યો છે તે સંસારથી મુક્ત થવા આપ્યો છે તો પછી તે મંત્ર સાંસારિક સુખ-સાધન આપે તો મંત્ર નિષ્ફળ ગયો કહેવાય. મંત્ર ચમત્કારી છે જ પણ ચમત્કાર એટલે જે હેતુએ મંત્ર અપાયો છે તે હેતુ સિદ્ધ થાય તે જ તો તેની ચમત્કૃતિ છે.
મંત્રનો આશ્રય, અધિકાર સર્વ જીવને છે. નાત-જાત-પુરુષ-સ્ત્રી જેવાં કોઈ ભેદને ત્યાં સ્થાન નથી કેમકે મંત્ર આત્મા માટે છે. હિંસક અને લુંટારો તેમજ અભણ એવો વાલિયા ભીલ નારદજી પાસેથી રામનામનો મંત્ર મેળવીને, આરાધીને મહર્ષિ વાલ્મિકી બને અને જીવનમુક્ત થાય આ દૃષ્ટાંત જ પુરતું
છે.
મંત્રથી મનની ચંચળતા શાંત થાય છે, મન સ્થિર થાય છે, જે લક્ષ સાધવાનું છે તે માટે એકાગ્રતા આવે છે, વિકલ્પો શાંત થઈ છૂટી જાય છે.
%e0%ઇ પ્રશાબીજ • 280 દિતિદિષ્ટિ
Page #290
--------------------------------------------------------------------------
________________
આવા બધાં મંત્રનાં ગુણો સાધકે લક્ષમાં લેવાં જરૂરી છે. અશાંત મનથી થતી કોઈ પણ પ્રવૃત્તિ ફળ આપતી નથી. ઉલ્ટાનો વ્યગ્રતા, વ્યાકુળતામાં વધારો થાય છે.
શ્રીમદ્જીએ એક મંત્ર “આતમભાવના ભાવતા જીવ લહે, કેવળ જ્ઞાન રે', પૂજ્ય પ્રભુ શ્રી લઘુરાજસ્વામીને મુંબઈમાં આપ્યો હતો. આ મંત્ર વિષે આપણે બોધપાઠ - ૨૯ થી ૩પમાં વિસ્તૃત ચર્ચા કરી છે જેથી અત્રે તેનું પુનરાવર્તન કરવાનું જરૂરી નથી. પ્રભુશ્રીજીએ એ મંત્ર આત્મસાત કરીને જ આધ્યાત્મિક સિદ્ધિ મેળવી છે. તેનો વારંવાર વિચાર કરી તેવી સિદ્ધિ મેળવવાનો લક્ષ રાખીને મંત્રનાં આશ્રયે પુરુષાર્થ કર્તવ્ય છે તે યાદ રાખીએ.
કહેવાતા સાધકો, તાંત્રિકો વગેરે ભોળા માનવજીવોને ભોળવીને મંત્રેલા દોરા-માદળિયા-પાણી વગેરે આપીને અંધશ્રદ્ધામાં દોરે છે, અને પોતાનો સ્વાર્થ સાધવાનું કરે છે. આવા લોકોથી સદાય જાગૃત રહેવું, તેમનાંથી દૂર જ રહેવું, જો મંત્રથી જીવને સુખ-સગવડ મળતી હોય તો પછી જીવનાં પૂર્વકર્મનું શું ? શું કર્મ ફળમાં આવા લોકો ફેરફાર કરી શકે ? તો પછી ધર્મધ્યાન જેવી પ્રવૃત્તિ કરવાનો હેતુ જ નથી રહેતો.
શ્રીમદ્જીએ મંત્ર આપ્યો છે તેમ બીજા મહાપુરુષોએ પણ મંત્રો આપ્યા છે, પણ કોઈએ સંસારનાં સુખ-સંપત્તિ માટે આપ્યા છે ? કોઈ શાસ્ત્રમાં આવું પ્રતિપાદન જોવા મળે છે ? કેવળ આત્મકલ્યાણનાં હેતુએ જ મંત્ર ઉપકારી થાય છે. આ વાત સદા સ્મરણમાં રાખવા જેવું છે.
Lalala velesle2 • 290 Balata*
Page #291
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૦૫
0
મંત્ર ત્રય-૨
)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીએ બીજો મંત્ર ‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ’નો આપ્યો છે. આ મંત્રનો શબ્દાર્થ કરીએ તો એમ થાય કે :
(૧) જીવાત્માનું સહજ(આત્મસ્વરૂપ એ જ પરમગુરુ છે. પરમગુરુ એટલે,
પૂર્ણગુરુ એક અંશે પણ ન્યુન ન હોય તે. અર્થાત્ આત્મા એ એવો પદાર્થ છે જે અનંતશક્તિ ધરાવે છે. આત્મા પોતે જ મહાત્મા થાય છે અને પરમાત્મા પણ થાય છે. તો પછી પ્રશ્ન થાય છે કે તેને તો પછી પરમાત્માની ભક્તિ, સેવા, આદિ કરવાનું પ્રયોજન શું ? વાત પણ સાચી છે. પણ જીવાત્માની શક્તિઓ કોઈ પ્રકારે ઢંકાયેલી છે, આવરિત છે.
તેને કર્મનું આવરણ છે. કર્મ રહિત થયાથી તે પરમાત્મા જ છે. (૨) જીવને બોધ પ્રાપ્ત થવા માટે, બોધ પામેલા ગુરુની પણ આવશ્યકતા
છે. ગુરુ તો ઘણાં છે પણ જે ગુરુને પોતાને પોતાના નિજ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થયો છે અને પોતાની તમામ પ્રવૃત્તિ આત્માનાં કલ્યાણનાં
હાજakત પ્રજ્ઞાબીજ • 291 8889
Page #292
--------------------------------------------------------------------------
________________
હેતએ જ કરે છે. રાત્રી દિવસ આત્માનું જ ચિંતન છે, રટણ છે, દેહ પ્રત્યે કેવળ ઉદાસીન છે, સંસારનાં સર્વ સંબંધો-સંગ પ્રત્યે પણ ઉદાસીન છે. એકાંતવાસ જેને પ્રિય છે. અને અંસગભાવથી સંગમાં રહેતા જોવા મળે છે. આવાં ગુરુ પરમગુરુ કહી શકાય અને તેવા ગુરુ જ જીવોનાં કલ્યાણનું નિમિત્ત કારણ બની શકે છે
જીવાત્માને આવા સદ્ગુરુનો યોગ થવામાં પૂર્વનું મહાપુણ્ય કારણભૂત હોય છે. સદ્દગુરુનો મહાન ઉપકાર છે તે વાતનું નિરંતર સ્મરણ કરાવે તેવો આ મંત્ર છે.
જે જીવાત્માને આવા સદૂગરનો યોગ નથી થયો તે જીવ આ મંત્રનાં રટણથી તેવા સદ્દગુરુના યોગ થવા માટે પણ ભાવના કરતો રહે તો પૂર્વકર્મનું આવરણ-અંતરાય કર્મનું આવરણ તોડીને સગરનો યોગ પામે છે.
સમાધિમરણનું કારણ પણ આ મંત્ર છે. આયુષ્યનો યોગ પુરો થવા આવ્યો હોય અને અભ્યાસથી આ મંત્રનું રટણ છેલ્લી અવસ્થામાં રહે અને દેહ ત્યાગ થાય તો તેનું મરણ સમાધિપૂર્વકનું હોવાથી ઉત્તમ ગતિનું કારણ બને છે.
હાઇકત્રિ પ્રજ્ઞાબીજ 292 bike
Page #293
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૦૬
0
મંત્ર ત્રય-૩
છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીનાં ભક્ત સમુદાયમાં ત્રીજો મંત્ર આરાધવામાં આવે છે તે છે ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ.”
આ મંત્ર શ્રીમદ્જીએ કોને, ક્યારે આપ્યો તેનો ઉલ્લેખ જોવા મળતો નથી. અગાસ આશ્રમનાં સ્થાપક પ્રભુશ્રી લઘુરાજ સ્વામીએ જે ત્રણ મંત્રની જીવોને-ભક્તોને શ્રદ્ધા કરાવી છે, પ્રેરણા આપી છે, તેમાં આ મંત્રનો સમાવેશ છે. તે જોતા કદાચિત પ્રભુશ્રીએ પરમકૃપાળુ દેવ શ્રીમદ્જી પ્રત્યેની ભક્તિથી આ મંત્ર પ્રયોજ્યો હોય તેવી શક્યતા જણાય છે, પછી તો ઈશ્વર દૃષ્ટ.
આ મંત્રની સમજ એવી લાગે છે કે પરમગુરુ પદે જેમને સ્થાપીએ તે નિર્ગથ અને સર્વજ્ઞ-કેવળી ભગવાન હોવા ઘટે છે. કેમ કે કેવળજ્ઞાન રહિત દશામાં જે કોઈ મહાત્મા હોય તેને શાસ્ત્રોમાં છદ્મસ્થ કહેવામાં આવે છે, તે અંશે ઉણાં છે, સર્વજ્ઞ સર્વથા પૂર્ણ જ્ઞાની છે, માટે તેને પરમગુરુ પદે માન્ય કરી શકાય. જીવાત્માને પૂર્ણ પદની પ્રાપ્તિ આવા ગુરુ જ કરાવી શકે. હતીઇજીજીને પ્રજ્ઞાબીજ • 293 Aજ થિ
Page #294
--------------------------------------------------------------------------
________________
બીજો અર્થ એમ થઈ શકે કે પરમગુરુ તો સર્વજ્ઞ-વીતરાગ-કેવળી ભગવાન જ છે. પણ સર્વ કાળમાં, સર્વ જીવને આવા પુરુષનો યોગ બનતો નથી તો તેવા વિયોગનાં કાળમાં જીવે સર્વજ્ઞ-વીતરાગનાં માર્ગનાં ઉત્તમ સાધક કે જેને કોઈ ગ્રંથી નથી, આગ્રહ નથી. મોહની ગ્રંથિ અતિ શિથિલ થઈ છે અને સિદ્ધપદની પ્રાપ્તિ અર્થે નિરંતર પુરુષાર્થ કરે છે તેને પરમગુરુ પદે સ્વીકારીને જીવાત્મા બોધ પામીને મુક્ત થઈ શકે છે. આવા નિગ્રંથ મહાત્મા વીતરાગ માર્ગની આજ્ઞામાં નિરંતર રહેતાં હોય, ઋહારહિત થયા હોય, દૃઢ વૈરાગ્યમય પ્રવર્તન હોય તે જીવોને મુક્ત થવામાં ઉપકારી થઈ શકે છે.
આમ આ ત્રણે મંત્રોની ઉત્તમ ભાવના લક્ષમાં રાખીને, પોતાનાં ચંચળ મનને નિયંત્રણમાં લાવીને, પરમાત્મા અને પરમગુર, સદ્દગુરુની આજ્ઞામાં રહીને લક્ષ સિદ્ધ થવાનો ઉગ્ર પુરુષાર્થ કરે તો સિદ્ધિ તેને માટે દૂર નથી, સહજ છે આ કાળનાં ઘણાં ઘણાં જીવો આ પ્રકારે મંત્રનું આરાધન કરી રહ્યા છે. શાસ્ત્રોની સમજ પડતી ન હોય તેણે નિરાશ થવાની જરૂર નથી. મંત્ર સ્મરણથી જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે છે. મુક્ત થઈ શકે છે.
ડિજિત્ર પ્રશાબીજ 24 hourses
Page #295
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૦૭
ם
અનુપ્રેક્ષા
શ્રીમદ્દએ મુનિઓને સંબોધીને લખ્યું છે કે પત્રાંક-૭૮૬), “આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.”
પૂ. શ્રી સૌભાગભાઈની દેહત્યાગ સમયની દશા અદ્ભુત હતી. તેનું વર્ણન શ્રી અંબાલાલે પત્ર દ્વારા શ્રીમદ્ભુને લખેલું જે દશામાં અલૌકિકતા ભાસતા, તે દશા ઉપર લક્ષ કેન્દ્રિત કરવા અને તેમાંથી આત્મબોધ ગ્રહણ કરવાની ભલામણ કરી છે. તેમજ શ્રી સૌભાગની આયુષ્યનાં છેલ્લાં દિવસોમાં જે અંતરંગ આત્મદશા હતી તે લક્ષમાં લઈ, ચિંતન કરી, સૂક્ષ્મ અવલોકનજ્ઞાનદૃષ્ટિથી કરી સ્વઆત્મ પરિણામને ઉજ્જવળ કરવા તે અનુપ્રેક્ષા છે. જૈન પરિભાષાનો આ શબ્દ છે. બાર ભાવના માટે પણ દ્વાદશ અનુપ્રેક્ષા એવો શબ્દ પ્રયોગ છે. અનુપ્રેક્ષા કર્યાંથી આત્મા ઉપર ઉંડી છાપ પડે છે, સંસ્કાર પડે છે. જે અતિ ગાઢ હોય છે. આ બહુ ઉપયોગી થાય છે.
84848 પ્રશાબીજ • 295 KOKOKsD
Page #296
--------------------------------------------------------------------------
________________
જેમ શ્રી સૌભાગની દેહત્યાગ સમયની દશા હતી તેવી જ કે તેથી પણ વિશેષ અલૌકિક દશા શ્રીમદ્જીનાં દેહત્યાગ સમયની હતી તેનું વર્ણન શ્રીમદ્જીનાં લઘુબંધુ શ્રી મનસુખભાઈએ કર્યું છે તે જોતાં આપણને પણ સ્પષ્ટ જણાઈ આવે છે તે આમ છે. શ્રીમદ્જીનાં આયુષ્યનાં છેલ્લાં દિવસની સવારનાં શબ્દો આ પ્રકારે હતા.
“તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંત અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકાવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો. નિશ્ચિંત રહેજો, ભાઈનું પોતાનું સમાધિમૃત્યુ છે. મનસુખ, દુઃખ ન પામતો, માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.”
શ્રીમદ્જીના આ અંતિમ શબ્દો હતા, તે તેઓશ્રીની અંતરંગ અવસ્થા વ્યક્ત કરે છે. કોઈ જ સાંસારિક ભલામણ કરી નથી, યુવાન પત્નિ અને ત્રણ નાના બાળકોને છોડી જવાનો સમય આવ્યો છે તે જાણતા છતાં તે બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. આ તેમની અમોહી દશા વ્યક્ત કરે છે. માતાને પુત્ર ઉપર જે અપાર સ્નેહ હતો તે લક્ષમાં હોવાથી માત્ર સહજ સુચન કરી તેમની યોગ્ય સંભાળ રાખવાનું કહ્યું. પોતાની નિશ્ચિત ગતિ જે સહજ જ્ઞાનમાં હતી તે વ્યક્ત કરી સર્વ સ્નેહીજનોને આગોતરું આશ્વાસન આપ્યું. અને છેવટનું વચન “હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” કહીને મૌન થઈ ગયાં. સવારનાં નવ થી બપોરે બે વાગે દેહ છૂટતા પર્યત એક જ મુદ્રામાં દેહને પાંચ કલાક સુધી સ્થિર રાખ્યો. આંખો બંધ, વાણીનું મૌન અને બધાં જ ઈન્દ્રિયોનાં વ્યાપાર પણ બંધ. માત્ર શ્વાસોચ્છવાસની ક્રિયા, હાજર હતા તેમને જણાતી હતી. પોતાનો ઉપયોગ ત્યાં પણ નહોતો. કેવળ સમાધિભાવ, અસંગતા અને પૂર્ણ જાગૃત દશામાં છેવટનાં શ્વાસ પર્યત સ્થિતિ કરી આ વર્તમાન ભવનો અંત લાવ્યા. પરિભ્રમણનાં પ્રત્યાખ્યાન લીધેલા તે પૂર્ણતા પામે તેનો માત્ર લક્ષ હોય તેમ આત્મસ્થિરતા કરી નિર્વાણપદને પામી ગયા. શ્રી મનસુખભાઈ તેનું વર્ણન આ શબ્દોથી કરે છે :
ની&િઇટને પ્રશાબીજ • 296 base
Page #297
--------------------------------------------------------------------------
________________
“વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ઊભા ચિત્રપટ્ટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હંમેશાં દિશાએનિહાર ક્રિયા) જવું પડતું તેને બદલે આજે કંઈ પણ નહિ. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો.”
આ વર્ણન શ્રીમદ્જીની છેવટની દશાનું છે. અંતરંગ દશા તો શ્રીમદ્જીનું સાહિત્ય જોતા સહેજે સમજાય છે. આ બંને દશાનું અનુપ્રેક્ષણ મુમુક્ષુ જીવોએ આત્મહિતાર્થે અવશ્ય કરવા જેવું છે. આત્મહિતનું તે કારણ બનશે જ તેમાં શંકા રહેતી નથી. તેઓશ્રીનું સૌથી છેલ્લું વચન “હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” તે વાંચતા વિચારતા આશ્ચર્યમાં પડી જવાય છે. હે પ્રભુ, તમારે આ વચન ઉચ્ચારવાનું પ્રયોજન શું ? જીવન પર્યંત સમાધિભાવમાં જેમની નિરંતર અવસ્થા હતી તેને ફરી લીનતા કરવાપણું કેમ હોય ? પરંતુ આપ પ્રભુનો બોધ પામ્યાથી આ જીવને જે સમજ પ્રાપ્ત થઈ છે તેના આધારે એવું સમજાય છે કે આ તો સંકેત છે. જતા જતા પણ અમારા ઉપર અપાર ઉપકાર કરવાનું આપ ચુક્યા નથી. અમારા માટે એવો સંદેશ છે કે જેને મુક્ત થવું છે તેણે પોતાના સ્વરૂપમાં લીન થવું તે માત્ર ઉપાય છે. જીવનો ઉપયોગ સ્વભાવમાં-સ્વરૂપમાં રહે ત્યાં કર્મ નિવૃત્તિ છે અને બહાર પર પદાર્થ અને પરનાં સંગમાં ઉપયોગ જોડાય તે વિભાવ દશા છે અને કર્મબંધનું કારણ છે, પરિભ્રમણનો હેતુ છે. અનંતનાં પરિભ્રમણમાં મુક્તિનું આ રહસ્ય આ આત્માને જાણવામાં આવ્યું નથી, તે હવે જાણવા મળ્યું છે. પ્રભુ આપના આ ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવાનું આ આત્માનું ગજું નથી, સામર્થ્ય નથી. શું પ્રભુ ચરણ કને ધરું ? આત્માથી સૌ હિન. એ આત્મા પણ પ્રભુ, આપે જ તો મને પરમપ્રેમ આપ્યો છે. તે આપને પરત કરતા અવનિય દોષ આવે છે તેમ સમજીને ફરી ફરી કોટી કોટી વંદના કરું છું. બાકી પ્રભુજી આપને રાજી
ની&િઇટને પ્રશાબીજ • 297 base
Page #298
--------------------------------------------------------------------------
________________
કરવા હું શું કરી શકું તે વિચારતા એક જ ઉપાય લક્ષગત થાય છે કે આપની આજ્ઞાનુસાર માત્ર આ જીવનું પ્રવર્તન હો.
આપ પ્રભુ મને પ્રિય છો, ગમો છો એ તો ધર્મની શરૂઆત છે, આ જીવાત્મા આપને જ્યારે ગમશે ત્યારે આ આત્માના ધર્મની પૂર્ણાહુતિ થશે. આ લક્ષ સિદ્ધ થવા અર્થે પણ પ્રભુ આપની જ કૃપાદૃષ્ટિ, સહાય અને સમયે સમયે આપ પ્રભુની પ્રેરણાની પ્રાપ્તિ માટે પરમ પ્રેમે હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, અરજ ગુજારું છું.
વર્તમાન દેહે, આ આત્માને આપનાં વચનામૃત, મુદ્રા અને આપનાં મુમુક્ષનાં સતુ સમાગમનો જે યોગ મળ્યો છે તે મારું મહદ્ પુણ્ય માનું છું. આ બધું પ્રાપ્ત ન થયું હોત તો આ જીવાત્મા માઠી ગતિનાં કારણરૂપ અનેક પ્રવૃત્તિ કરતો હોત. પરંતુ ના પ્રભુજી હવે આ જીવથી એવી કોઈ પ્રવૃત્તિ તો નથી જ થતી. પરંતુ સગતિની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિ કરવાની આપની આજ્ઞા છે, તેમાં પ્રમાદ રહે છે. પ્રભુ આ દોષનું નિવારણ થવામાં સહાય કરજો. અંતમાં શ્રદ્ધાંજલિરૂપે બે પુષ્યભક્તિગીત) અર્પણ કરું છું.
શ્રદ્ધાંજલિ એક ઓલિયો, આવીને ચાલ્યો ગયો; આ ધરતીને, પાવન કરતો ગયો. એક બાળવયે જ્ઞાન જ્યોત, જલાવી ગયો; સોળ વર્ષે મોક્ષ મારગ, આપી ગયો... એક યુવાવયમાં શતાવધાન, સિદ્ધિ કરી; વળી શુદ્ધ સમક્તિનો સ્વામી થયો... એક ઘણાં સંગમાં રહીને અસંગ થયો; ભવ્ય જીવોને મારગ ચિંધી ગયો. એક
હાઇakી પ્રજ્ઞાબીજ - 298 take
Page #299
--------------------------------------------------------------------------
________________
જેની જોડ મળે નહીં, આ જગમાં; એવી આત્મસિદ્ધિને, ગાતો ગયો.... એક રાજ રહ્યો સંસારે, વીતરાગી બની; કળિકાળે સમાધિ, પામી ગયો... એક ચૈત્રમાસે અંધારી, પંચમીએ રે; દિવ્ય જ્યોતિમાં, એ તો સમાઈ ગયો... એક
શ્રીરાજ વિરહપદ
સુનિ ડેલીને, સુો ડાયો હો રાજ, સુનો છે રાજદરબાર રે, રાજ સિધાવ્યા સ્વદેશરે. ૧ માતા પિતાનો, એ તો લાડલો હો રાજ, બાંધવનો, મોટો આધાર રે, રાજ સિધાવ્યા સ્વદેશરે. ૨ પુત્ર પરિવારનો, આશરો હો રાજ, પત્નિનો એતો, શિરતાજ રે, રાજ સિધાવ્યા સ્વદેશરે. ૩ પ્રભુશ્રીનાં રથનોએ, સારથી હો રાજ, અંબાલાલનો શ્વાસો-શ્વાસરે, રાજ સિધાવ્યા સ્વદેશરે. ૪ સિમંધર પ્રભુએ તેડાં, મોકલ્યા હો રાજ, મહાવિદેહ જઈ બિરાજ્યા, રાજ સિધાવ્યા સ્વદેશરે. પ
લાખો મુમુક્ષુનો, મોવડી હો રાજ, કોટી કોટી કરીએ, પ્રણામરે, રાજ સિધાવ્યા સ્વદેશરે. ૬
હે પરમ કૃપાળુ રાજચંદ્ર દેવ આપનો દેહ ત્યાગ એ ખેદનો પ્રસંગ મને નથી લાગતો, મને તો મહાઆનંદના મહોત્સવરૂપ ભાસે છે. જે કાર્ય મોટા મુનિવરો સો વર્ષનાં આયુકાળમાં પણ કરી શક્યા નથી, તે આપ પ્રભુએ
FAKAKA પ્રશાબીજ * 29 J&A#C#ig
Page #300
--------------------------------------------------------------------------
________________
માત્ર ૩૩ વર્ષ, ૫ માસ અને ૫ દિવસનાં આયુકાળમાં કરી બતાવ્યું અને મોક્ષપદ નિશ્ચિત કરી લીધું. આથી વધુ આનંદનો પ્રસંગ બીજો ક્યો હોય ! બાકી દેહનો સંયોગ અને વિયોગ તો જીવાત્માના પૂર્વ કર્મને આધિન છે તેમાં હર્ષ-શોક કરવો એ તો અજ્ઞાનતા છે.
જગતનાં જીવોને મૃત્યુ ગમતું નથી, ભય લાગે છે, વધુને વધુ જીવવાની ઇચ્છા કરતા રહે છે અને અમર થવાય તો તેમ કરવા ગમે તે પરિશ્રમ લેવા તૈયાર હોય છે. પરંતુ આવુ તો પૂર્વે ક્યારેય કોઈને પણ પ્રાપ્ત થયું જણાતું નથી. જીવાત્માની આ અજ્ઞાન દશા છે. જો જ્ઞાન ઉપયોગે વિચારે તો મૃત્યુથી બચવા કરતા, ફરી જન્મવાથી બચવાના ઉપાય કરવો જરૂરી છે અને તે ઉપાય સર્વજ્ઞાનીઓએ બતાવ્યા છે જ. પરમ કૃપાળુ દેવ, આપે પણ ઉપાય આપ્યો જ છે ને જીવાત્મા કર્મબંધથી બચે તો ફરી જન્મ લેવાથી પણ બચે.
પ્રભુજી આપે અપૂર્વ અવસર કાવ્યમાં શરૂઆત કરતા જ અભિલાષા વ્યક્ત કરી “ક્યારે થઈશું બ્રહ્માંતર નિગ્રંથ જો.” આપે આપના જીવનમાં એ દશા યથાર્થ પ્રાપ્ત કરી લીધી એ અમને લક્ષમાં આવે છે. વળી “આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો.” એ ભાવના અંતરમાં દઢ કરેલી તે પ્રત્યક્ષ થતી, આપના દેહ ત્યાગનાં પ્રસંગે જગતને પ્રત્યક્ષ જોવા મળી છે.
પ્રભુ, અમે ધન્ય બન્યા છીએ, અનંતકાળમાં જે જોગ થયો નહોતો તે આ કાળમાં, આ ભવમાં અમને થયો છે. આપની સાથે અમારું પણ પૂર્વનું કોઈ ઋણાનુબંધ હશે જ જેથી આવો અપૂર્વ યોગ થયો છે. આપનું સ્મરણ કરતા ચિત્ત પ્રસન્ન થઈ જાય છે તે કાંઈ જેવી તેવી ઉપલબ્ધિ નથી જ. આપનાં ચરણોમાં અમારા સર્વકાળનાં કોટી-કોટી વંદન હોજો. ફરી-ફરી વંદન હો.વંદન હો..વંદન હો.
ની&િઇટને પ્રશાબીજ 300 base
Page #301
--------------------------------------------------------------------------
________________
બોધપાઠ-૧૦૮
0
પ્રજ્ઞાબીજ
છે
સર્વજ્ઞ શ્રી વીતરાગ પ્રભુએ પ્રત્યેક જીવને જ્ઞાનયુક્ત કહ્યો છે. કોઈ પણ જીવ, કોઈ પણ અવસ્થામાં કેવળ જ્ઞાનરહિત હોતો નથી. નિગોદ, નારકી, તિર્યંચ, દેવ, એકેન્દ્રીયથી પંચેન્દ્રીય, વાયુકાય આદી છ કાય જીવો, સર્વ જ્ઞાન યુક્ત છે. માત્ર અજીવ પુદ્ગલ દ્રવ્ય જ્ઞાનરહિત હોય છે. અજ્ઞાન પણ જ્ઞાનની જ પર્યાય છે, ત્યાં જ્ઞાનનો અભાવ નથી, વિપરીત જ્ઞાનને અજ્ઞાન કહેવાયું છે. અથવા જ્યાં આત્મજ્ઞાન નથી તે પણ અજ્ઞાન કહેવાય છે. આમ પ્રત્યેક જીવનો મૂળ ગુણ તે જ્ઞાન, સર્વ અવસ્થામાં હાજર છે જ. જીવ જ્ઞાતા છે અને જ્ઞાન એ તેનો નિજગુણ છે. જીવ નિત્ય છે જેથી તેનો જ્ઞાન ગુણ પણ નિત્ય છે. આ જીવ સબંધી મૂળભતુ જ્ઞાન છે.
હવે પ્રશ્ન થશે કે બધા જીવોને જ્ઞાન છે તો જ્ઞાનદશા કેમ ભિન્ન-ભિન્ન જોવામાં આવે છે ? તેનું સમાધાન જ્ઞાની આપે છે કે કેવળજ્ઞાન દશાથી નીચેની કોઈ પણ દશામાં જ્ઞાન ગુણને થોડું કે વધારે આવરણ છે, તે કારણે જ્ઞાન
ની&િઇટને પ્રશાબીજ • 301 base
Page #302
--------------------------------------------------------------------------
________________
દશા પ્રગટપણે વધુ ઓછી હોય છે. માનવજીવો પુરુષાર્થ કરીને પોતાની જ્ઞાન દશા વર્ધમાન કરી શકે છે અને પ્રજ્ઞાવંત બને છે. પ્રજ્ઞા = પ્રકષ્ટ જ્ઞાન, નિર્મળ આત્મજ્ઞાન, બાધા રહિત આત્મજ્ઞાન. આવું પ્રકૃષ્ટ જ્ઞાન, જીવ-અજીવનો સૂક્ષ્મભેદ કરી શકે છે. આ ભેદ જ્ઞાનનો વિષય છે. ભેદજ્ઞાન થયા વિના આત્મકલ્યાણની પ્રવૃત્તિ યથાર્થ થતી નથી અને એમ થયા વિના આત્મા સર્વથા મુક્ત થતો નથી, મોક્ષ થતો નથી.
પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જીએ ૧૬ વર્ષની વયે મોક્ષમાળાનું “બાલાવબોધ” નામે પ્રથમ પુસ્તક લખેલું. ત્યારબાદ ભાવના કરેલી કે આગળ પ્રજ્ઞાવબોધની રચના થાય. બાલાવબોધ ધર્મજીજ્ઞાસુ બાળજીવો માટે ખૂબજ ઉપકારી છે. ધર્મમાર્ગમાં આગળ વધેલા સતુજીજ્ઞાસુ, પરમજીજ્ઞાસુ જીવોને ઉપકારી થાય તેવો ગ્રંથ પ્રજ્ઞાવબોધ નામે પ્રસિદ્ધ થાય તેવી ભાવના હતી. પોતાના આયુકાળમાં એ કાર્ય થયું નહીં, જેથી આગળ કોઈ આ કાર્ય કરશે. તેવો ભાવ વ્યક્ત કરેલો. પ્રજ્ઞાવબોધનાં ૧૦૮ પાઠની વિષય સૂચિ પણ આપી ગયા છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં તે સૂચિ આંક ૯૪૬માં દર્શાવી છે અને તે સૂચિને અનુસરતા પ્રજ્ઞાવબોધ નામે બે ગ્રંથો પછીથી પ્રસિદ્ધ થયા છે. જેમાનો એક પૂ. શ્રી બ્રહ્મચારીજીએ અને બીજો ડૉ. ભગવાનદાસે લખેલા છે. બન્ને ગ્રંથો અભ્યાસવા યોગ્ય છે. આ જીવે તેનું અવલોકન કર્યું છે. ૫. ક. દેવે આપેલા વિષયો ભારે ગહન છે. શાસ્ત્રનાં ઉંડા અભ્યાસુ હોય તેનું જ આવા વિષયો ઉપર લખવાનું બને અને ખરેખર એવા જ બે મહાનુભાવોએ આ કાર્ય સારી રીતે પાર પાડ્યું છે.
આ ગ્રંથ લખનાર આત્માને એવુ લક્ષમાં આવ્યું કે અગાસ આશ્રમ તરફથી ઘણાં ગ્રંથો પ્રકાશીત થયા છે અને રૂચિપૂર્વક તે ગ્રંથો મુમુક્ષુઓ વાંચે છે, વિચારે છે, પરંતુ પૂ. બ્રહ્મચારીજીનો આ પ્રજ્ઞાવબોધ ગ્રંથ કે ડૉ. ભગવાનદાસનો ગ્રંથ મુમુક્ષુ સમુદાયમાં બહુ પ્રચલિત થયો જણાતો નથી. તેનો બહુ વિચાર કરતા એમ મને લાગ્યું કે વિષયો મૂળભૂત રીતે ગહન છે તે સામાન્ય મુમુક્ષુઓને કઠણ લાગતા હશે. તે ઉપરથી મને પ્રેરણાં થઈ કે
ઇAિZA પ્રશાબીજ • 302 bookઇ8િ
Page #303
--------------------------------------------------------------------------
________________
સામાન્ય મુમુક્ષુને રૂચિ થાય અને ઉપયોગી થાય એવું કંઈક લખવાનું થાય તો કેવું?
મને થયું કે શ્રીમદ્જીએ ૧૬ વર્ષની વયે બાલાવબોધ મોક્ષમાળા લખ્યા પછીનાં વર્ષોમાં તેમણે જે અનેક પત્રો, કાવ્યો અને પરમ કલ્યાણકારી આત્મસિદ્ધિની રચના કરી છે તે સર્વ લેખનમાંથી જો કંઈક વિશેષ વિચારવા યોગ્ય અંશોનાં આધારે વિચારણાં, ચર્ચા વ્યક્ત થાય તો વધુ રસપ્રદ થાય. વળી પ્રજ્ઞાવબોધનો અર્થ મને એમ સમજાયો છે કે પ્રજ્ઞાવંત પુરુષનો બોધ. આ કાળમાં નજીકનાં ભૂતકાળમાં, શ્રીમદ્જીથી વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ મારા લક્ષમાં નથી, જેથી મેં તેમનાં જ બોધને મારી રીતે પ્રકાશમાં લાવવાનો બાલચેષ્ટારૂપ પ્રયત્ન કર્યો છે. આ આત્માને શાસ્ત્ર જ્ઞાન તો શુન્ય જ છે. મારું શાસ્ત્ર, મારું આગમ તે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ જ છે. છેલ્લા ૩૫ વર્ષથી તે ગ્રંથને સમજવાનો પ્રયાસ કરતો રહ્યો છું. પણ આ અતિ અલ્પમતિ આત્મા તેનો પાર પામી શક્યો નથી તે વાત સ્વીકારું છું અને છતા જે છાયારૂપ પરિચય છે તેના આધારે આ સાહસ કર્યું છે. રાજપ્રભુની પ્રેરણાથી, ફુરણાથી, સહાયથી જે ભાવ ઉગ્યા તે વ્યક્ત કર્યા છે. કંઈ પણ દોષ જણાય તો તે આ બાલજીવનો છે. તેને સુજ્ઞ વાચક વર્ગ ક્ષમા આપશે તેવી અપેક્ષા છે.
શ્રીમદ્જીએ નક્કી કરેલી સૂચિ અનુસાર લખવાનું તો અંગે પણ સામર્થ્ય નથી જેથી આ ગ્રંથને તે નામ પણ આપી શકાય જ નહીં તેમ સમજીને પ્રજ્ઞાબીજ નામે પ્રગટ કરવાનો નિર્ણય લીધો છે. આ બીજ ક્યારેય પણ વૃક્ષ બને ફળ-ફૂલે અનેક મુમુક્ષુઓને પોષણ આપે એજ અભ્યર્થના.
મનોગત પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવનું પ્રથમ ચિત્રપટ ૧૫-૧૬ વર્ષની વયે આ જીવે જોયું અને વિનાકારણ આકર્ષાયો. ફરી વિસ્મૃતિ થઈ અને ૨૧૨૨ વર્ષની વયે વવાણિયા જવાનો અનાયાસે યોગ થયો, માત્ર પાંચ મિનિટ દર્શન કરી પાછો ફર્યો. વળી મોટો આંતરો પડ્યો તે છેક ૪૭-૪૮માં વર્ષે
ની&િઇટને પ્રશાબીજ • 303 base
Page #304
--------------------------------------------------------------------------
________________ હાથમાં શ્રીમદ્દની ‘જીવનસિદ્ધિ ગ્રંથ આવ્યો તે સમયે અંતરાય પૂરો થયો. તેમનાં વચનો સમજવાનો પ્રયાસ શરૂ થયો તે આજ સુધી ચાલે છે. અગાધ સમુદ્રને તરવાનું સાહસ તો કર્યું પણ સાધનમાં તો કાગળની નાવ જેવો ઉપયોગ વર્તે છે કે કેમ કરી સાગર પાર થશે ? પણ આજ સુધી તો એ નાવ ડુબી નથી તેથી પૂર્ણ શ્રદ્ધા થઈ આવી છે કે એ પ્રભુજ મારું કામ પાર પાડશે. શ્રીમદ્જીનાં સમાધિ મંદીરે દર્શન કરવા જવાનું થાય ત્યારે તેમનાં બોધેલા છેલ્લા વચન ઉપર લક્ષ સ્થિર થાય છે. “હું, મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું આત્મસ્વરૂપમાં લીન થાઉં છું સ્વરૂપમાં લીન થાઉં છું લીન થાઉં છું લીન છું " " "0 0 0 0 છેવટે કેવળ શુન્યાભાસ થઈ આવે છે. આ અનહદની હદ ક્યાંથી જોવા મળે ? કોણ માપી શકે ? 88 ધ્વનિમાં સવપણ હો. Lalala veleslax 304 Balance