________________
“કર્યાં ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્યે, ઈશ્વર દોષ પ્રભાવ.” - ગાથા ૭૭
જગતમાં બે જ પદાર્થ એવા છે જે કેવળ ભિન્ન છે. કોઈ પણ ગુણ એકમાં છે તે બીજામાં ક્યારેય હોતો નથી. આ પદાર્થમાં એક ચેતન (જીવઆત્મા) અને બીજો જડ (પુદ્ગલ). જડમાં તો કોઈ ક્રિયા કરવાની સમજ કે પ્રેરકબળ નથી તે કેવળ મૂઢ દશા છે. માટે કોઈ પણ ક્રિયા થતી જોવાય છે તેનું પ્રેરકબળ માત્ર ચેતન (આત્માજ) ઠરે છે. મૃત માનવ શરીર, ગમે તેટલું બળવાન હોય પણ લેશમાત્ર ક્રિયા કરી શકતું નથી, ચેતનની હાજરીમાં જ ક્રિયા દેહમાં થાય છે તે સહેજે સમજાય છે. આમ કર્મનો કર્તા જીવ-ચેતનઆત્મા છે તે સિદ્ધ થાય છે.
ઈશ્વરને કર્મનો કર્તા કહીએ તો માઠા-પાપનાં કર્મનો કર્તા પણ ઈશ્વરને માનવો પડે છે તો પ્રશ્ન થશે કે આને ઈશ્વર કેમ કહી શકાય ? ઈશ્વર તો શુદ્ધ સ્વભાવી આત્મતત્ત્વ છે જે કોઈને સુખ આપે ને કોઈને દુઃખ આપે તેવો પક્ષપાતી હોઈ શકે ? જો એમ હોય તો તે ઈશ્વર કહેવા યોગ્ય નથી. જીવ પોતે જ અજ્ઞાનવશ કર્મ બંધ કરી શકે, તેમ માનવું રહ્યું.
*
8488 પ્રશાબીજ + 160 KOKst ®