________________
આપણે સાચા હોવા છતાં, આપણો આગ્રહ છોડી ને સામાને તેનાં પ્રારબ્ધ ઉપર છોડી દેવો તે કર્તવ્ય બને છે. પરંતુ આમ કર્યા પછી આપણાં મનમાં તે સામેની વ્યક્તિ પ્રત્યે લેશમાત્ર દ્વેષ ન થઈ આવે, આપણે આપણાં મનમાં કલેશ ન રહે તેમ વિવેક કરી શાંત રહેવું તે માધ્યસ્થભાવ છે, સાક્ષીભાવ છે. આવો ભાવ મોટો ગુણ છે, ત્યાં આપણી નિર્બળતા નથી. લોકો ભલે નિર્બળતા માને, ખરેખર તે ઉદારતા છે.
જો આપણે આ પ્રકારે માધ્યસ્થભાવમાં ન જઈએ તો મનમાં કલેશ થાય, વેરભાવ થાય, દ્વેષ થાય અને પરિણામે આર્તધ્યાન થતા કર્મબંધ થશે જ. સામા પક્ષે પણ જે-તે મનુષ્યને પણ આપણા પ્રત્યે એવા જ ભાવ દૃઢ થતાં તે પણ આર્તધ્યાન કરી કર્મબંધ કરવાનો જ છે. આમ સૌના-પરસ્પર હિત માટે વિવેકી મનુષ્યને માધ્યસ્થભાવ ઉપકારી બને છે અને આવો આચાર ઉત્તમ મનાયો છે, માટે જ તે સદાચાર કહેવાય છે. શત્રુ પ્રત્યે પણ માધ્યસ્થભાવ રાખવો, દ્વેષ ન જ કરવો.
મહાભારત ગ્રંથમાં આ માટે ઉત્તમ દૃષ્ટાંત જોવા મળે છે. પાંડવો અને કૌરવો શ્રીકૃષ્ણનાં નિકટનાં સ્નેહી પરિવારો છે. પાંડવોની માંગણી ન્યાયયુક્ત હતી કે માત્ર પાંચ ગામ, કૌરવો આપે તો સંતોષ માનવા અને જીવન વહેવાર ચલાવવા તૈયાર હતા, પરંતુ કૌરવો માનતા નથી. છેવટનાં ઉપાય તરીકે શ્રીકૃષ્ણ કૌરવો પાસે જઈને સમજાવે છે, વિનંતી કરે છે તો પણ કૌરવો તે વાત માનતા નથી. એટલું જ નહીં, શ્રીકૃષ્ણનું ભારે અપમાન કરે છે, વિવેકહીન બને છે. શ્રીકૃષ્ણ તો મધ્યસ્થી તરીકે રજુઆત કરવા આવેલાં તેનું કોઈ પ્રકારે અપમાન થાય તે યોગ્ય નહોતું. કૌરવો રાજધર્મ ભૂલી ગયા, વિષ્ટિકાર પ્રત્યેનો વિવેક રાખ્યો નહીં.
આમ છતાં જ્યારે બન્ને પક્ષે યુદ્ધ નિશ્ચિત બન્યું ત્યારે અર્જુન અને દુર્યોધન શ્રીકૃષ્ણ પાસે પોત-પોતાના પક્ષે યુદ્ધ કરવા નિમંત્રણ આપવા આવે છે ત્યારે કોઈ પ્રકારનો દ્વેષ, વૈરભાવ, અહંભાવ શ્રીકૃષ્ણને નથી. બન્ને પક્ષે
Lalala veucodex • 46 BABALA: