________________
માનવમાત્ર જગતનાં જડ અને ચેતન પદાર્થોનાં સંગમાં નિરંતર રહેલો છે. જેમાં તે સતત સુખની શોધ કરતો રહે છે. પરંતુ જ્ઞાની કહે છે કે સ્વપ્નમાં સુખ મળે તો કેટલું સાચું ? જાગૃત થતા બધુંજ શુન્ય. એવું જ જગતનાં તમામ પદાર્થોનો સંયોગ-વિયોગ સ્વપ્નવતુ છે, કાયમી નથી, સત્ય પણ નથી. માટે આ સંયોગ-વિયોગ પ્રત્યે આસક્તિ કે મોહ કરવાનું યોગ્ય નથી તે વાત સ્વિકારીને સંયોગી પદાર્થ કેવળ અનિત્ય છે તે સત્ય સમજવા માટે જે-તે પદાર્થો કે સંજોગો પ્રત્યે રાગ મુક્ત થવાનો પુરુષાર્થ કર્તવ્યરૂપ છે. રાગ મુક્ત થાય તે દ્વેષ મુક્ત પણ થઈ જાય છે. આમ વિચાર કર્યાથી તેને ક્રમથી જગતનાં સર્વ પ્રકારનાં વૈભવ, સંપત્તિ, સાધનો, સગા-સ્નેહી, પરિવાર, મિત્ર, શત્રુ અને પોતાનો જેની સાથે ગાઢ સંબંધ છે તેવો દેહ પણ અનિત્ય જણાય છે. પોતે (આત્મા) દેહથી તદ્દન ભિન્ન પદાર્થ છે, તેવો નિશ્ચય થાય છે. વળી પોતે (આત્મા) શાશ્વત છે બાકી બધાંજ સંયોગ સંબંધો ક્ષણિક છે, મિથ્યા છે તેમ સમજી તે સર્વ પ્રત્યે વૈરાગ્ય જાગૃત થાય છે. આ પ્રથમ અનિત્ય ભાવના પ્રથમ સોપાન છે.
ની&િઇટને પ્રશાબીજ •ss base