________________
વ્યવસ્થિત રીતે થયા જ કરે છે. તેમાં આપણી ઇચ્છા-અનિચ્છા કામ લાગતી નથી. પરંતુ જોગાનુજોગ જે સંયોગ-સંબંધની ઇચ્છા રાખી હોય તેવો યોગ બને ત્યારે જીવને જે-તે સંયોગ-સંબંધમાં મોહ-રાગ થઈ આવે છે અને તે અવસ્થા કાયમ રહે તેમ ઇચ્છે છે.
પરંતુ તેમ થતું નથી ત્યારે દુઃખી થઈ જાય છે. આ પ્રકારે જીવનની ઘટમાળ સુખ-દુઃખથી ભરેલી જ રહે છે. વળી આ સુખ કે દુઃખ શાશ્વત નથી કે તેને શાશ્વત (કાયમી) કરી શકાય તેવો કોઈ ઉપાય નથી. એટલું જ નહીં, પરંતુ આ સુખ-દુઃખ પણ ભ્રાન્તિરૂપ છે – સ્વપ્નરૂપ છે, સત્ય નથી ! આવો નિશ્ચય મહાજ્ઞાની પુરુષોએ, અતિ પરિશ્રમ લઈને, સૂક્ષ્મ વિચાર-ચિંતનથી કર્યો છે. આવા મહત્ પુરુષોએ આના નિવારણ માટે પણ ખૂબજ ચિંતન કર્યું છે અને તેનો ઉપાય તેમને વૈરાગ્યમાં જણાયો. જેથી તેમણે માનવ જાતને વૈરાગ્યનું સ્વરૂપ અને મહિમા બોધરૂપે વ્યક્ત કરેલ છે. પરંપરાએ એ બોધ શાસ્ત્રરૂપે પ્રાપ્ત છે.
વૈરાગ્યનું સ્વરૂપ જૈનદર્શનમાં બારભાવનાના અંગથી બોધ્યું છે. જે (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવ૨, (૯) નિર્જા, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધ દુર્લભ અને (૧૨) ધર્મ દુર્લભ નામથી દર્શાવી છે.
માનવપ્રાણી બુદ્ધિશાળી અને વિવેકી હોય છે, તે સત્ અને અસત, યોગ્ય અને અયોગ્ય, શાશ્વત અને ક્ષણિક, હિતકારી અને અહિતકારી વગેરે ભેદ કરી શકે છે અને તદ્નુસાર આચરે છે. આવી દશા તિર્યંચોની નથી માટે માનવજીવોનું આ મહાભાગ્ય છે. માનવજીવોનો આ વિશેષ ગુણ છે, પરંતુ તેનો ઉપયોગ કરવા માટે યથાર્થ જ્ઞાન જરૂરી છે, જે જ્ઞાન સત્પુરુષોસદ્ગુરુ કે સત્શાસ્ત્ર થકી મેળવવામાં આવે છે. અન્યથા અજ્ઞાનને જ્ઞાન માનીને વ્યર્થ પુરુષાર્થ થયા કરે તેથી યથાર્થ સિદ્ધિ તો નથી, ઊલ્ટુ સત્યથી વધુ ને વધુ દૂર થતો જાય છે. માટે યથાર્થ જ્ઞાન વડે વિવેક રાખીને વર્તવું તે કર્તવ્ય છે, સાચો ઉપાય છે.
ZNAKAKA પ્રજ્ઞાબીજ * 52 pararao