________________
તેમનું સાચું ઓળખ થવું અને ધર્મનો મર્મ જ્ઞાની પાસેથી પ્રાપ્ત થવા માટે, લૌકિક દૃષ્ટિ તજવી જરૂરી છે. એક જ પદાર્થને જોવાની દૃષ્ટિ જ્ઞાની અને અજ્ઞાનીની સદાય ભિન્ન હોય છે.
“લૌકિક કારણોમાં અધિક હર્ષ-વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં.”
સંસારમાં શુભાશુભ પ્રસંગો દરેક માનવજીવને પિરચયમાં આવતા જ રહે છે. મુમુક્ષુ સાક્ષીભાવે રહીને પ્રસંગમાં વર્તે છે.
“દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી, તેનું મમત્વ છેદીને, નિજસ્થિરતાને અથવા જ્ઞાનીનાં માર્ગની યથાર્થ પ્રતીતિ પામ્યા છે. તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી.’’
જીવને દેહનો સંયોગ સર્વકાળે પૂર્વકર્મનાં કારણે જ મળે છે. માનવજીવ દેહની અનિત્યતા અને પૂર્વકર્મ અનુસાર દેહમાં થતો શાતા-અશાતાનો યથાર્થ વિચાર કરી, નિશ્ચય દૃઢ કરે તો ક્રમે કરી દેહનું મમત્વ છુટતું જાય અને સમાધિ મરણ પામી મુક્ત થાય છે.
“આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણાં પ્રકારે રોધક છે.” પ્રત્યેક સંસારી માનવજીવોને આરંભ-પરિગ્રહનો યોગ થતો જ હોય છે, તે સમયે તેમાં રાગ-મોહ કરી તે સંસાર વધારે છે. સાધક તો સદાય સાવધાન હોય, તે દૃષ્ટાભાવે પ્રવર્તે તો સંસાર ટૂંકો થઈ શકે છે. આ પ્રકારે આત્મહિત કરી શકે છે. સાવધાન રહે નહીં, તો પરિભ્રમણ છે જ.
“નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દૃષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે.’”
જે જ્ઞાનીનાં બોધ-ઉપદેશને કર્તવ્ય માની આરાધે છે તેનાં વિકલ્પો ત્વરાથી સમાઈ જાય છે, આત્મહિતનો લક્ષ રહે છે અને સહેજે દૃષ્ટાભાવે રહેતો થાય છે. જેને જ્ઞાનીનાં વચનમાં શ્રદ્ધા નથી તે વિકલ્પોથી દોરાય છે, અને આત્મહિત ચુકી જાય છે. આત્માનો લક્ષ પણ છૂટી જાય છે.
NKAKE પ્રશાબીજ * 240 54AKAK®