________________
જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે. તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રૂચી કરવી.”
આત્મદ્રવ્ય તો સમસ્ત જીવોનું એકસમાન જ છે. પાંચે ગતિમાં આ અવસ્થા સર્વકાળને વિષે છે. જેઓ વર્તમાન સિદ્ધપદમાં બીરાજે છે. તે સૌ કોઈ કાળે આપણાં જેવા દેહધારી જ હતા. જે સિદ્ધપદને ઇચ્છે છે તેણે કર્મરહિત થવાને માટે જ્ઞાનીનો માર્ગ સેવવો તે ઉપાય છે. ઉપાય સેવતા, સદાય સિદ્ધપદનો લક્ષ રાખવો. સર્વ કાળમાં આ ઉપાય થઈ શકે છે. આ કાળમાં આવા પદની પ્રાપ્તિ-અપ્રાપ્તિનો વિચાર તજી દેવો. કહેવાય છે કે જેવી મતિ તેવી ગતિ. આ વાત ખોટી નથી.
“જીવને મોક્ષમાર્ગ છે, નહીં તો ઉન્માર્ગ છે.”
જીવાત્મા પોતાના સ્વભાવમાં રહે ત્યાં સુધી તે મોક્ષ માર્ગમાં છે. સ્વભાવ છોડીને વિભાવ-અન્યભાવમાં રહે તે ઉન્માર્ગ છે.
“કાળનાં દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે.”
શ્રત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણાં છતાં, સમાધાનનાં કેટલાક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું ક્વચિત્વ છતાં, હે આર્યજનો, સમ્યકુદર્શન, શ્રતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યકચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે.”
“મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષમાર્ગનો વિચ્છેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી.”
પ્રત્યેક ધર્મમતનાં પૂર્વનાં મૂળ શાસ્ત્રો ઘણાં અંશે નાશ પામ્યા છે. અલ્પ માત્રામાં બચ્યાં છે. તો પણ વર્તમાને મોક્ષ થવામાં તે પણ પુરતા છે. નિરાશ થવા જેવું નથી. મોક્ષ પુરુષાર્થ કરતાં રહેવું. યથાર્થ ભક્તિથી પણ વગર શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થાય છે. ઘણાંએ તે પ્રકારે પ્રગટ કર્યું છે.
ની&િઇટને પ્રશાબીજ • 24 base