SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૯૩ 0 0 શ્રીમદ્ભુનો ઉપદેશ-૧ ~~~~~~~~~~~~~ શ્રીમદ્ભુએ પ્રસંગોપાત મુમુક્ષુ સમુદાયને સત્સંગનો લાભ આપેલો તેની નોંધ કોઈ કોઈ મુમુક્ષુઓ કરતા તે પૈકી કેટલાંક વચનો સાધક-મુમુક્ષુને ઉપકારી થાય તેવા છે. તે જોઈએ. પ્રેરણાત્મક વચનો સ્વમુખે વ્યક્ત થયા છે : પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યાં વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તેમ કહી બેસી રહ્ય કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે.” માનવસમુદાયમાં કેટલાંક પ્રારબ્ધવાદી જોવા મળે છે. તેઓ અલ્પ પુરુષાર્થ તો કરતા જ હોવા છતાં, શ્રદ્ધા પ્રારબ્ધ પ્રત્યે હોય છે. તો કેટલાંક પુરુષાર્થવાદી હોય તે ભારે પરિશ્રમ કરતા હોય છે તેને પ્રારબ્ધમાં બહુ શ્રદ્ધા નથી. તો આમાં સત્ય શું ? આવો પ્રશ્ન સહેજે થાય, તેનો જવાબ ઉપરનાં વચનોમાં જોવાય છે. પ્રારબ્ધમાં શું છે તેમજ કેવું છે, કેટલું છે તે કોઈ જાણતું નથી. તે 8488 પ્રશાબીજ + 266 KOKOK: ®
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy