________________
શાસ્ત્રોમાં કષાયોનું વર્ણન અનેકવિધ પ્રકારે જોવા મળે છે, તેમાં એક વિચારવા જેવો, ધ્યાનમાં લેવા જેવો પ્રકાર તે અનંતાનુબંધી કષાય છે. પરમ કૃપાળુદેવ શ્રીમદ્જી લખે છે : “જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય છે, તે કષાય પરિણામને જીનપ્રવચનમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે, જે કષાયમાં તન્મયપણે, અપ્રશસ્ત(ભાઠા) ભાવે, તીવ્રોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે.” વળી લખે છે કે : “સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખભાવ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતા અનંતાનુબંધી કષાય સંભવે છે.”
અનંતાનુબંધી પ્રકારનાં કષાયથી બચવા માટે સાધકે ખૂબ સાવધાની વર્તવી જરૂરી છે. ખાસ કરીને જૈન કે અન્ય કોઈ પણ મત-સંપ્રદાયનાં દેવગુરુ-શાસ્ત્ર સંબંધમાં આવા વિષમભાવે લેશમાત્ર પ્રવૃત્તિ કે વિભાવ ન થવો તે બચવાનું મુખ્ય સાધન છે. એકાંતે કોઈ પણ ધર્મ સાચો નથી કે ખોટો પણ નથી. અનેકાંત દૃષ્ટિથી સમાધાન મેળવીને ગ્રહણ કે ત્યાગ ન્યાયયુક્ત છે.
*
NKAKE પ્રશાબીજ * 130548KB®