________________
વધુમાં તે દેહમાં એકત્વ બુદ્ધિ થઈ આવે છે અને પરિણામે દેહ તે હું, એવો ભાવ રહ્યા કરે છે. જ્ઞાની મહાત્મા આને અજ્ઞાન કહે છે, કેમ કે જીવ નિત્ય છે અને દેહ અનિત્ય છે. જેથી બન્નેનો સંયોગ કોઈ કાળે નિત્ય થવાનો નથી જ. આમ હોવાથી જ્યારે દેહનો વિયોગ થાય છે કે વિયોગ નિકટ જણાય છે ત્યારે જીવને ભારે દુઃખ થાય છે. જીવાત્મા આર્તધ્યાન કરી નવા કર્મ બાંધે છે અને પરિભ્રમણ વધારતો રહે છે.
જીવાત્માનું આ અજ્ઞાન દુર કરવા જ્ઞાનીઓએ આ અશુચિ ભાવના ચિંતવવાનો બોધ કર્યો છે. દેહ પ્રત્યેનો મોહ નિરર્થક છે તે સમજાવવા માટે જ્ઞાની કહે છે કે દેહ તો મળ, મૂત્ર, લોહી, માંસ, હાડકા, પરૂં જેવા જુગુપ્સા, કરાવે તેવા પદાર્થોથી ભરેલો છે. માટે મોહ છોડીને તે દેહ પ્રત્યે વૈરાગ્ય ભાવ રાખવાથી કર્મબંધનું કારણ છૂટી જાય છે, તેમાં જીવાત્માનું હિત છેકલ્યાણ છે.
Alaus Leuolex 63 BRERA